અપંગ યુવતીની વાત... Jasmina Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અપંગ યુવતીની વાત...

આપણાં દેશના ગૌરવની આ વાત છે.
એક અપંગ મહિલાના જીવનના સંઘર્ષની આ વાત છે. પોતાના જીવનમાં આવી પડેલી ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરીને તેણે પોતાની ઈચ્છા પરિપૂર્ણ કરી ત્યારે તે ખૂબજ ખુશીનો અનુભવ કરી રહી હતી.

હા, અરુણિમા સિંહા નામની અપંગ યુવતીની એવરેસ્ટ સર કર્યાના સંઘર્ષની આ વાત છે.

રાષ્ટ્રીય કક્ષાની વોલીબોલ ખેલાડી અરુણિમા એકવાર ટ્રેનમાં મુસાફરી કરી રહી હતી ત્યારે ચાર ઠગે તેના ગળાની સોનાની ચેન તોડવા પ્રયત્ન કર્યો બાહોશ એવી અરુણિમાએ એકલે હાથે તેમનો સામનો કર્યો...

'માઉન્ટ એવરેસ્ટ' સર કરનાર તે વિશ્વની પ્રથમ મહિલા બન્યા આ તેણીની આશા, હિંમત અને પ્રેરણાની અવિસ્મરણીય વાત છે. ચાલો, આપણે ખુદ તેણીના શબ્દોમાં વર્ણવાયેલા તેણીના જીવનના ચાર દ્રષ્ટાંતો વાંચીએ....

અરુણિમા: મને ઝોકાં આવવા લાગ્યા હતા. મારી આંખો બંધ થઈ જતી હતી પણ મારું મન જાગૃત હતું. થોડાક સમય બાદ બરેલી આવશે એવું કોઈ કહેતું હતું તે મને યાદ છે હું ગહન વિચારોમાં ડૂબેલી હતી ત્યારે મને લાગ્યું કે કોઈક હાથ મારી સોનાની ચેન ખેંચી રહ્યો છે. છોકરીની અતિન્દ્રિય શક્તિ તેનો શ્રેષ્ઠ સાથી છે. મેં સહજપણે મારી અંત:સફુરણાથી મારી આંખો ખોલી અને જોયું કે ચારથી પાંચ યુવાનો મારી આજુબાજુ વીંટળાઈ ગયા હતા. તેમના દારૂ પીધેલ દેખાવ અને વર્તનથી મને તેમના ઇરાદાનો પણ સારો આવી ગયો. હું મારી ચેન ગુમાવવા માંગતી નથી એવું કહેવા પળવારમાં ઉભી થઇ ગઈ. તેથી તેઓ એકસાથે મારી તરફ ધસી આવ્યા.

ટ્રેનનો આખો ડબ્બો ભરેલો હોવા છતાં મારા સાથી મુસાફરોમાંથી કોઈ 'શું થઈ રહ્યું છે ?' તેવું જાણવા પણ ઊભું થયું નહીં પછી તેઓ મારી મદદે આવે એ વાત તો ભૂલી જ જવાની હતી. મારી પાસે તેમના પર હાવી થવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો ન હતો તેથી જ એક યુવાન મારી શક્તિનો તાગ મેળવવા પ્રયત્ન કરતો હતો તેનો મેં કૉલર પકડયો અને પાછળ તો કર્યો, તેમનામાંથી બીજા બેને લાત મારી, ચાલતી ટ્રેનમાં એક અસામાન્ય લડાઈ શરૂ થઈ ગઈ હતી. એ વરુઓએ મારી ચેન ખેંચવાનો એક બીજો પ્રયત્ન કર્યો. છતાંય ઝનૂની બની ચૂકેલા તેમાંના એકે તેની પૂરી તાકાતથી મને એક જોરદાર લાત મારી ત્યાં સુધી હું તેમનો પ્રતિકાર કરતી રહી. સંતુલન ગુમાવી ચૂકેલી હું મારી મૂળસ્થિતિમાં આવી શકી નહીં. હું ખરેખર ટ્રેનમાંથી બહાર ફેંકાઈ ચૂકી હતી, છતાંય મારો મોબાઇલ ફોન મારા હાથમાં જ હતો. હું હવામાં જ હતી અને ત્યાંથી બાજુના પાટા પરથી પસાર થતી બીજી ટ્રેન સાથે અથડાઈ. મારું શરીર તે ટ્રેનને અથડાઈ મારી ટ્રેન પર પાછું ફેંકાયું. ગુરૂત્વાકર્ષણ બળથી હું નીચે પડું એ પહેલાં થોડીક સેકન્ડ્ઝ મારું અહીંથી તહીં ફંગોળાવાનું ચાલું રહ્યું. મારા તમામ પ્રયત્નો છતાંય મારો ડાબો પગ પાટા પર જ પડ્યો.

'ઘચ્ચ' અવાજ સાથે મારો પગ કપાઈ ગયો. મારી વેદનાપૂર્ણ પ્રબળ ચીસ સાંભળનાર ત્યાં કોઈ નહોતું. હું ઘડીભર સાવ હાલ્યાચાલ્યા વગર ટ્રેનની પાછળની લાલ લાઈટ અંધારામાં મંદ થઈ ઓઝલ થાય ત્યાં સુધી જોતી રહી. પછી હું મૂર્છિત થઈ ગઈ.

પ્રધાનમંત્રીની દરમિયાનગીરીથી મને AIIMS (એમ્સ)માં, દિલ્લી ખાતે દાખલ કરવામાં આવી. મારી સારવારનો તમામ ખર્ચ સંઘસરકાર ઉપાડવાની હતી તરત જ AIIMS એ મારી વર્તમાન સ્થિતિનો ટૂંકો દૈનિક વૈદકીય અહેવાલ પ્રગટ કરવાનું શરૂ કર્યું. મને જણાવવામાં આવ્યું કે યુવાનો, ઓટોરિક્ષા ચાલકો અને રસ્તા પરના વેચાણ કરતા ફેરિયાઓ મને સમર્થન આપવા તેમજ મારા સાજા થવા માટે મીણબત્તી કૂચ કાઢી રહ્યા છે. શ્રેષ્ઠ અને અત્યાધુનિક તકનીકીની મદદથી મળતી સારવારને મેં હકારાત્મક પ્રતિક્રિયા આપવાનું શરૂ કર્યું.

એક સવારે મારા બનેવી (મારી બહેન લક્ષ્મીના પતિ) સાહિબે મને પૂછ્યું, "એવરેસ્ટ ચડોગી ?" તેમણે હમણાં જ સમાચાર પત્રમાં આવેલ એક રસપ્રદ માહિતી વાંચી હતી: "કોઈપણ અપંગ મહિલાએ ક્યારેય એવરેસ્ટ સર કર્યું નહોતું." હું એ બાબતથી કાંઈ ખુશ થઈ નહીં. "અહીં મેં પગ ગુમાવ્યો છે અને તમે માઉન્ટ એવરેસ્ટ પર ચડવાની વાત કરો છો ?" હું મનોમન વિચારવા લાગી: જો હું એવરેસ્ટ ચઢવા પ્રયત્ન કરું અને સફળ થાઉં, તો પ્રથમ અપંગ મહિલાનો એવરેસ્ટ ચડવાનો વિક્રમ મારા નામે નોંધાય.... મેં એ વિશે થોડીક વાર વિચાર્યું અને પછી સાહિબને આ પડકાર ઝીલવાના મારા રાજીપા વિશે જણાવ્યું. "ઠીક હૈ, હમ કરેંગે" મેં કહ્યું. હવે મારી પાસે અપેક્ષા રાખવા માટે એક જીવનલક્ષ્ય, એક ધ્યેય, સપના જોવાનું એક કારણ હતું. તે કાંઈ સરળ બનાવવાનું નહોતું પણ મારા સમગ્ર જીવન દરમિયાન કશુંય સરળતાથી મળ્યું ન હતું.

મને લાગ્યું કે મારો પુનર્જન્મ થયો હતો.

પછી મેં મારો કૃત્રિમ પગ આવી પહોંચે તેની રાહ જોવી શરૂ કરી. અંતે જ્યારે તે આવ્યો ત્યારે મારી ખુશીનો પાર ન હતો. આ કૃત્રિમ પગ મને મારા કુદરતી પગ જેવો જ લાગી રહ્યો હતો. મને ભાગ્યે જ તેમાં ભેદ અનુભવાતો હતો. જે મારી સાથે સમગ્ર જીવન દરમિયાન જોડાયેલો હતો, તે 'અજાણ્યા' પગ સાથે મેં લગાવ કેળવવાનું શરૂ કર્યું. મેં હવે પર્વતને જ મારું લક્ષ બનાવ્યું હતું અને આ 'અજાણ્યા'ની મદદથી મારી જાતને મારી તૈયાર કરવાની હતી.

મારા ટ્રેનમાંથી બહાર ફેંકાઈ ગયાના એક વર્ષ બાદ હું 28 ફેબ્રુઆરી, 2021ના રોજ ઉત્તરકાશી પાસે બચેન્દ્રી પાલ દ્વારા સ્થાપિત તાલીમ સંસ્થા માટે ચાલી નીકળી. અમે ઉત્તરકાશી પહોંચી ગયાં હતાં. તે જણાવવા મેં બચેન્દ્રી પાલને ફોન કર્યો. તેણીને આશ્ચર્ય એ થયું કે અમે આટલા જલ્દી પહોંચી ગયાં હતાં. ત્યારબાદ મારો આત્મવિશ્વાસ અત્યંત વધી ગયો. બચેન્દ્રી પાલ મારામાં રોજ નવો વિશ્વાસ ઉમેરે જતી હતી, "અરુણિમા તું આન્યો કરતાં ઘણી ચડિયાતી છે. આ લોકો અપંગતાથી પીડાય છે, નહીં કે તું., મને તારા માટે ગર્વ છે. પરંતુ એવરેસ્ટના આરોહણ પહેલાં તારે તારી જાતને સાબિત કરવાની છે. જો તું લડાખમાં આવેલ 21,798 ફૂટ ઊંચાં ચામસર કાન્ગડી પર્વત પર ચડી જઇશ, તો તું માનજે કે એવરેસ્ટ પર તું હોઈશ જ‌." (તને એવરેસ્ટ પર ચડતા કશું રોકી નહીં શકે.)

મેં તે સાહસિક પ્રવાસ સફળતાપૂર્વક પૂરો કર્યો. અમે 18,000 ફૂટની ઊંચાઈએ આવેલા 'બેઝ કેમ્પ' પહોંચીએ ત્યાં સુધીમાં તો ઓગણીસમાંથી સોળ સભ્યો સાથી પર્વતારોહકો નિવૃત્ત થઈ ચૂક્યા હતા.બચેન્દ્રી પાલે 'બેઝ કેમ્પ' પર મારું અભિવાદન કર્યું "મેરી શેરની" કહી તે મને ઉમળકાભેર ભેટી પડી. સાંજે બચેન્દ્રી પાલે જણાવી દીધું કે, હું આખરે એવરેસ્ટ માટે તૈયાર હતી. તેણીએ મને એ પણ ખાતરી આપી કે તે મારા એવરેસ્ટના સપનાને સાકાર કરવા પુરસ્કર્તા બનવા ટાટા સ્ટીલના અધિકારીઓ સાથે વાત કરશે.

હું એપ્રિલ 11, 2013ના રોજ એવરેસ્ટ 'બેઝ કૅમ્પ' આવી પહોંચી. ચાલતી ટ્રેનમાંથી બહાર ફેંકાઇ જવાને બરાબર બે વર્ષ પસાર થઈ ચુક્યાં હતાં. મારો એક પગ કૃત્રિમ છે એવી કેમ્પમાં કોઈને ખબર ન હતી. એક દિવસ પરત આવતાં, એક લપસણી સપાટી પર બે-એક વાર હું લપસી પડી હતી અને બરફથી મારો ડાબો પગ પલળી ગયો હતો. બીજે દિવસે સવારે મેં આ કૃત્રિમ પગને તડકામાં મૂક્યો હતો. તે સમયે કેટલાક વિદેશીઓને ખબર પડી કે મારે માત્ર એક જ પગ હતો. ત્યારબાદ મારી લોકપ્રિયતા અતિશય વધી ગઈ.

સાગર માથા (દરિયાનો દેવ - એવરેસ્ટ શિખર માટેનું સ્થાનિક નામ) ના મારા અંતિમ ચરણમાં કાંચા મારો પર્વતીય માર્ગદર્શક હતો. તે એક ખૂબ જ સારો અને મદદકર્તા નેપાળી હતો. જો તે ખિજાય તો ક્યારેક મને વઢતો પણ ખરો.

એવરેસ્ટ શિખરની અંતિમ કેડી શરૂ થઇ. તે કડી અત્યંત જોખમી, સાંકડી હતી. એક વાર હું લપસી પણ પડી. અરે, મારો ઓક્સિજન પણ ખતમ થઈ રહ્યો હતો. પીડા આપી રહેલા મારા પગ સાથે સંઘર્ષ કરી રહી હતી. મારા શેરપાએ મને ચડવાનું છોડી દેવા કહ્યું. પણ મારે પાછા નથી વળવાનું એની મને ખબર હતી.મારા શેરપાએ મારે પાછું વળી જવું જોઈએ એવો સતત આગ્રહ રાખ્યો, છતાંય હું જબરજસ્તીથી આગળ જ ધપતી રહી. "મારી પાસે શિખર પર પહોંચવા અને મારા દેશનો ધ્વજ લહેરાવવા સુધીનો પૂરતો ઑક્સિજન છે. ત્યારબાદ શું થશે તેનાથી મને કોઇ ફેર પડતો નથી." મેં નીમા કાંચાને મક્કમતાથી જણાવી દીધું. યાદ રાખો, તમે જ્યાં સુધી હાર ન સ્વીકારો ત્યાં સુધી તમને કોઈ હરાવી શકતું નથી. હા, પ્રસંગોપાત્ત મળતી નિષ્ફળતાઓ જરૂર તમારી કસોટી કરશે, પણ પ્રયત્ન કરતા રહો. સફળતાનાં કોઈક ધ્વાર તો જરૂર ખૂલશે. પછી જોયું કે મેં શિખર તરફ મારી જાતને શ્રમપૂર્વક ખેંચવાનું ચાલુ રાખ્યું, તો તે મારી પાછળ પાછળ આવી રહ્યો હતો. થોડીવાર વ્યવસ્થિત ચાલ્યું પાછું શરીરને પરાણે ખેંચ્યું. આમ, અંત સુધી ચાલ્યા જ કર્યું.

શિખર એ નાનકડા 20બાય20ના આઈસટેબલ જેવું છે. મેં વિવિધ દેશોના કેટલાક ધ્વજને ગૌરવભેર લહેરાતા જોયા. મેં આ ક્ષણને મારા મનમાં એટલી બધી વાર જીવી હતી કે સ્મૃતિમાં સ્થિર કરી હતી કે મને એવું જણાવવાની જરૂર નહોતી કે અંતે હું આવી પહોંચી હતી. 21 મે, 2013ના સવારના 10.55 કલાકે હું દુનિયાના સર્વોચ્ચ શિખરે હતી !

મને તે સમયે એકસાથે નાચવાનું, રડવાનું અને ખડખડાટ હસી પડવાનું મન થયું. મારું મન સતત બદલાયે જતી લાગણીઓનું કૅલિડોસ્કોપ બની ચૂક્યું હતું. દરેકને જીવતા રહેવા એક કારણ જોઈતું હોય છે. કદાચ મારા માટે આ કારણ હતું. મેં મારા દેશનો વિક્રમ નોંધાવવા મારા બંને હાથ શક્ય તેટલા ઊંચા કરીને મારો ધ્વજ લહેરાવ્યો.

~ અરુણિમા સિંહા
~ જસ્મીના શાહ 'જસ્મીન' દહેગામ