જન્મદિવસ Ashish દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભીતરમન - 39

    મારી વિચારધારા સવિતાબેન ના પ્રશ્નથી તૂટી હતી તેઓ બોલ્યા, "મા...

  • ખજાનો - 39

    ( આપણે જોયું કે અંધારી કોટડીમાં કોઈ મૂર્છિત માણસ મળી આવ્યો....

  • હમસફર - 27

    રુચી : કેમ ? કેમ મારી સાથે જ આવું થાય હંમેશા જ્યારે પણ બધુ ઠ...

  • ફરે તે ફરફરે - 21

    ફરે તે ફરફરે - ૨૧   "તારક મહેતામા માસ્તર અવારનવાર બોલે...

  • નાયિકાદેવી - ભાગ 28

    ૨૮ અજમેરના પંથે થોડી વાર પછી ગંગ ડાભીનો કાફલો ઊપડ્યો. ગંગ ડા...

શ્રેણી
શેયર કરો

જન્મદિવસ

જન્મદિવસની ખાસ નોંધ :

વર્ષગાંઠ-જન્મદિવસ-બર્થડે શબ્દ સાંભળતાં જ ઢગલાબંધ યાદો નજર સમક્ષ આવી જાય છે,

નાનપણથી લઈને અત્યાર સુધીની લગભગ બધી જ યાદોની ઝલક - ઝાંખી માનસપટ પર છવાઈ જાય છે. નાના હતા ત્યારનું તો સેલિબ્રેશન આપણને એટલું યાદ ના હોય, પણ એ આપણી પહેલી બર્થડે મમ્મી પપ્પા માટે કાયમ સ્પેશ્યલ હોય છે.

મોટા થતા ગયા એમ બર્થડે સેલિબ્રેશન પણ બદલાતું ગયું, એ સ્કૂલમાં સ્કૂલડ્રેસની જગ્યાએ ક્લરીંગ કપડાં પહેરીને જવાનું, ક્લાસમાં જઇને ચૉકલેટ આપવાની, બધાને પેન્સિલ આપવાની, બધાં અલગ અલગ વર્ગ મા જાયઈને teacher ને ચોકલૅતે આપવાની, અહાહા શું વટ પડતો..! એમાં પણ ટીચર્સ અને ખાસ મિત્રોને કેડબરી બાર અથવા ડબલ ચૉકલેટ આપવાની , બોર્ડ પર આપણું નામ લખેલુ હોય, prathana ma આપણું નામ બોલાય એ આનંદ જ કંઈક અનેરો હતો !!

એનાથી મોટા થયા પછી મોટે ભાગે ફ્રેન્ડઝ સાથે કેક, પાર્ટી, મસ્તી , બર્થડે બમ્સ, ઓફીસમાં કેક અને એ કેકથી મોઢું ગંદા કરવાનું, માટીણા કાદવ ma રગદોડવાનું અરે રે ..પણ મજા પડતી.

પછીથી ખાસ વ્યક્તિ - અર્ધાંગિનીનું જીવનમાં આગમન થાય અને આપણી બર્થડે આપણાં કરતા એના માટે સ્પેશ્યલ બની જાય છે,એ આખો દિવસ સ્પેશ્યલ બનાવાના ટ્રાય , સરપ્રાઇઝ, ગિફ્ટસ એ બધુ જોઈને એવું જ લાગે કે બસ આ દિવસ ખાલી આપણો જ છે, અને પાછું બન્ને જગ્યા યે થી આશીર્વાદ leva જવાનું, અને પછી પાર્ટી પણ આપણે આપવાની હાઉ સ્પેશ્યલ!!
અત્યારે જોઈએ તો social મીડિયા મા એક એક મિનિટે notification આવે, અત્યારે ણા આવે તો tension.

સમય પસાર થતો જાય એમ બર્થડેનું સેલેબ્રશન કેવુ બદલાતું જાય છે, પહેલા જે દિવસની આમ આતુરતાથી રાહ જોવાતી હતી, હવે એ દિવસ આવી જાય અને પોતાના ઉત્સાહ કરતા બાળકોએ કરેલી સરપ્રાઈઝની તૈયારી , એમના હોમ મેડ કાર્ડ, સુંદર ઈમોશનલ કવિતા, નાની મોટી સ્પેશ્યલ ગિફ્ટસ ખાસ બનતી ગઈ. નાનપણમાં જે મમ્મી પપ્પાના મોઢા પર ખુશી જોઈ હતી એને જાતઅનુભવ કરવાથી ખુશીનો પાર રહેતો નથી.

ઉંમર વધતી જાય એમ જન્મદિવસની મહત્તા ઘટતી જાય છે, એવું ઘણી વાર સાંભળ્યું છે કે બર્થડે તો ના ઉજવાય કેમ કે આપણાં જીવનનું એક વર્ષ ઘટી ગયું ગણાય પણ એવું પણ કહી શકાયને કે જન્મથી લઈને આપણે જીવીએ ત્યાં સુધી એક એક વર્ષ ઉમેરાતું જાય છે!! એ એક એક વર્ષ જેમાં ખુશી છે, દુઃખ છે, અનુભવ છે, મહેનત છે, લાગણી છે, અને અનેક વસ્તુઓનું માર્ગદર્શન છે જે આપણને જીવંત રહેવામાં સહકારભર્યું છે, જે આપણને જીવતા હોવાની અનુભૂતિ કરાવે છે, અને કહેવાય છે ને કે જન્મ એટલે સર્જન અને જન્મદિવસ એટલે નવસર્જન, તો જ્યારે જ્યારે જીવનમાં નવસર્જન થાય ત્યારે ત્યારે બર્થડે આવે, તો રહ્યો સવાલ આપણાં અસ્તિત્વનો કે આ અસ્તિત્વનો આભાર કોનો માનીએ...

આભાર કોનો માનું ?

ઇશ્વર નો કે માતાપિતાનો.. ?

એક એ જીવન આપ્યું.. ને એક એ જીવતા શીખવાડ્યું.

એક એ ચરણ આપ્યા.. ને એક એ ચાલતા શીખવાડ્યું.

એક એ ઉંઘ આપી.......ને એક એ હાલરડા ગાઈ ઉંઘાડ્યુ.

એક એ ભુખ આપી......ને એક એ પ્રેમ થી જમાડયું.

એક એ વાચા આપી. ....ને એક એ સુંદર વાણી આપી.

એક એ જન્મજાત સંસ્કાર આપ્યા. ને એક એ સુસંસ્કાર નું સિંચન કર્યું.

આભાર નિત્ય બંનેનો માનું...

એક છે શ્વાસ તો એક છે શ્વાસના પ્રણેતા

એક થકી અસ્તિત્ત્વ છે તો એક થકી અસ્તિત્ત્વની ઓળખાણ...

આજનો દિવસ આ અસ્તિત્ત્વની સાર્થક, ખુશનુમામય ઉજવણીમાં વીતે તેવી પરમકૃપાળુને યાચના.......

અસ્તુ...
Ashish Shah
9825219458
Making a difference with ashish j shah