World Tap Day books and stories free download online pdf in Gujarati

વિશ્વ ચકલી દિવસ 

વિશ્વ ચકલી દિવસ
20મી માર્ચ એટલે વિશ્વ ચક્લી દિવસ લોકોમાં ચકલીઓને લઈને જાગ્રુતિ આવે તે અત્યંત જરૂરી છે માટે દર વર્ષે 20મી માર્ચે વિશ્વ ચકલી દિન ઉજવવામાં આવે છે. આજના આધુનિક યુગમાં ઘરા આંગણે ચી....ચી... કરતી ચકલી તેના અસ્તિત્વ માટે ઝઝૂમી રહી છે. ચકલીની સંખ્યામાં દિવસે દિવસે ઘટાડો થતો જાય છે, જે ચિંતાનો વિષય છે. જો ચકલીને બચાવવાનાં પ્રયાસો નહીં કરવામાં આવે તો ભાવિ પેઢી માટે ચકલી ફક્ત પાઠયપુસ્તક માંજ જોવા મળશે. આજના યુગમાં કોંક્રિટના જંગલો વચ્ચે તેને ટક્વું અઘરૂ થઈ ગયુ છે. પ્રદુષણ, નવી રહેણીકરણી, દેશી નળિયાને બદલે છત, ધોંધાટ, મોબાઈલના ટાવરના રેડિયેશનના કારણે ચકલીઓની સંખ્યા શહેરોમાંથી દિવસે દિવસે ઘટતી જાય છે. મોબાઈલ ટાવરોમાંથી નીકળતા તરંગો પણ ચકલીઓના સામાન્ય જીવન પર હાનિકારક અસર કરે છે. આ તરંગો ચકલીની દિશા શોધવાની પ્રણાલીને પ્રભાવિત કરી રહી છે અને એના પ્રજનન પર પણ વિપરીત અસર પડી રહી છે. જેના પરિણામે ચકલીઓ ઝડપથી લુપ્ત થઈ રહી છે. વધારે તાપમાન પણ ચકલી સહન નથી કરી શકતી પ્રદૂષણ અને વિકિરણના કારણે શહેરોનું તાપમાન વધી રહ્યુ છે. પહેલાનાં જમાનામાં માનવી અને ચકલીઓ એકજ ઘરમાં સાથે રહેતા હાલની શહેરીકરણની પરિસ્થિતી જોતા ચકલીને બચ્ચાના ઊછેરમાં ખુબજ વિક્ષેપ પડે છે. વળી, કુદરતે એમને માળો બાંધવાની કુદરતી બક્ષિસથી પણ વંચિત રાખ્યા છે. ચકલીઓ હવે લુપ્ત થવાની કગાર પર છે ત્યારે તેમને બચાવવી ખુબજ જરૂરી છે. માનવી અને ચકલી એકબીજાનાં સંપર્કમાં જ્યારથી આવ્યા ત્યારથી લઈને અત્યાર સુધી સાથેજ રહેવા ટેવાયેલા છે. ચકલીનાં સ્વભાવ સામે હવે માનવીનો સ્વભાવ બદ્લાઈ ગયો છે એટલે જ લુપ્ત થતી ચકલીઓને બચાવવી જરૂરી છે.
ચકલી એક નાનું, હલકા કથ્થાઈ રંગનું, નાની પુંછ અને ટુંકી પણ મજબુત ચાંચ ધરાવતું પક્ષી છે. મુખ્યત્વે તે અનાજ્ના દાણા ખાય છે પરંતુ કયારેક નાના જંતુ પણ ખાય છે. અમેરિકાના મોટાભાગના સ્થાનો, આફ્રિકાનાં કેટલાંક સ્થાનો, ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા તથા અન્ય દેશોમાં ચકલી જોવા મળે છે. આજના સમય્માં ચકલીઓની છ પ્રજાતીઓ જોવા મળે છે. આજના સમયમાં ચકલી વિશ્વમાં સૌથી અધિક પ્રમાણમાં જોવા મળતા પક્ષીઓ માંથી એક છે. લોકો જયા પણ ઘર બનાવે ત્યા મોડી કે વહેલી ચકલી પહોચી જ આવે જુના જમાનામાં વડીલો બાળકોને વાર્તા કરતા કે “ચકી લાવી ચોખાનો દાણો, ચકો લાવ્યો મગનો દાણો” આ બાબતજ એવું સૂચવે છે કે બાળકોને પોતાના ઘરમાં જ ચકલી બહુજ જોવા મળતી. ચકલી એક નાનકડું પક્ષી છે. તે હલકા ભુખરા રંગ કે સફેદ રંગની હોય છે. ચકલીના શરીર પર નાની નાની પાંખ અને પીળા રંગની ચાંચ તેમજ પગોનો રંગ પીળો હોય છે. નર ચકલીની ઓળખ એના ગળાની પાસે આવેલા કાળા ધબ્બા પરથી કરી શકાય છે. નર ચકલીના માથાનો ઉપરનો ભાગ, નીચેનો ભાગ અને પગ ભૂખરા રંગનાં હોય છે. માદા ચકલીનાં માથા અને ગળા પર ભૂખરો રંગ હોતો નથી. નર ચકલીને ચકલો અને માદા ચકલીને ચકલી કહે છે. ચકલી 46 કિ.મી./કલાક ની ઝડપે ઊડી શકે છે. તેનું આયુષ્ય આશરે 3 વર્ષ હોય છે. તને લંબાઈ 14-18 સે.મી હોય છે.
ચકલીની ચી.....ચી.... હવે ફરી લોકોનાં ઘરમાં સંભળાય તેવા પ્રયાસો કરવા જરૂરી છે. ચકલીઓની સુરક્ષા માટે ઘર આંગણે દરેક લોકો એ ચકલીમાટે માળા બનાવવા જોઈએ અથવા તો ચકલી ઘરોમાં ચકલીઓ માળા બનાવે,ઈંડા મૂક અને બચ્ચા ઉછેરી શકે તે માટેવરસાદ, તડકાથી ચકલીઘરને નુઅકસાન ના ફોચેતેમજ બિલાડી કે અન્ય પક્ષીઓ તેનાં ઈંડા કે બચ્ચાને નુકસાન ન પહોચાડે તેવી વ્યવસ્થા કરવી જોઈએ. કોઈએ ચકલી દિવસના અવસર પર ખુબજ ચોટદાર કહ્યુ છે કે....
આજે ચકલી દિવસ છે.....
એ ખબર ચકલીને હોત,
તો એ પણ ખબર હોત,
કે પોતાને કોનાથી છેટા રહેવું.........!

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED