Losted - 55 books and stories free download online pdf in Gujarati

લોસ્ટેડ - 55

લોસ્ટેડ 55


રિંકલ ચૌહાણ


આધ્વીકા એ એક હાથ તેના પેટ ઉપર મુક્યો, એક આંસુ તેની આંખમાંથી નીકળી તેના હાથ પર પડ્યું.


"હું મા બનવાની છું? આપણે માતાપિતા...... આપણું બાળક...." ખુશી મા આધ્વીકા નુ ગળું રુંધાઈ ગયું.


"હા આધ્વી, આપણું બાળક. હું લગ્ન કરીને તને અને આપણા બાળક ને મારી સાથે લઈ જઈશ હવે, તું આવીશ ને મારી સાથે આપણા ઘરે?" રાહુલ ખુબ જ ખુશ હતો.


"હા આવીશ, એકવાર આપણું અધુરુ કામ પુરું થઇ જાય પછી આપણે લગ્ન કરી લઈશુ." આધ્વીકા રાહુલ ને ભેંટી પડી.


"તુ કાલે અમારી સાથે નહી આવે આધ્વી, તુ એકલી નથી હવે. આપણું બાળક છે તારી સાથે, તેનું ધ્યાન રાખવું એ આપણી જવાબદારી છે હવે." રાહુલ એ તેનો નિર્ણય જણાવ્યો.


"હું આવીશ રાહુલ, હુ મારુ અને આપણા બાળક નુ ધ્યાન રાખી શકું છું. હું આવીશ અને જરુર થી આવીશ."


"તુ આટલી જીદ્દી કેમ છે? દર વખતે પોતાની મનમાની કરવી જરુરી છે? કોઈ ની વાત ન માનવા નો નીયમ લીધો છે તે?" રાહુલ નો અવાજ ઉંચો થઈ ગયો.


"શું થયું? કેમ લડો છો બન્ને? આવી હાલત મા ઝઘડવું શોભે છે તમને બન્ને ને? રાહુલ તમે તો સમજો કઈક..." જીજ્ઞાસા રાહુલ નો અવાજ સાંભળી ઓરડામાં આવી હતી.


"સમજાવ તારી બેન ને જીજ્ઞા કે બધી વાત મા મનમાની કરવી જરુરી નથી હોતી." રાહુલ ગુસ્સામાં ઓરડામાંથી નીકળી ગયો.


જીજ્ઞાસા આધ્વીકા તરફ ફરી કઈ બોલવા જતી હતી પણ આધ્વીકા એ એને ટોકી," ખબરદાર જો એનો પક્ષ લીધો‌ છે‌ તો, સમજવા ની જરૂર એને છે મને નહી સમજી તું.. "


બીજા દિવસે જીજ્ઞાસા, આધ્વીકા, રાહુલ અને રયાન નીકળી પડ્યાં હતાં મિતલ નુ મૃત શરીર શોધવા. બધા ની સમજાવટ પછી પણ આધ્વીકા નહોતી માની, તે આ સફર પર જવા મક્કમ હતી. રાજેશભાઈ નો ડ્રાઇવર એમને મિતલ અને રયાન ને જ્યાં રાખ્યાં હતાં એ ફાર્મ હાઉસ સુધી મુકવા આવ્યો હતો.


ફાર્મ હાઉસ થી રયાન ને મિતલ જ્યાં મળી હતી ત્યાં પહોચતા કલાક લાગી ગયો હતો. આ જગ્યા જોઈ રયાન ને ચક્કર આવવા લાગ્યા હતા, મહીનાઓ પહેલા બનેલી ઘટના ના બધા દ્રશ્યો તેની આંખો સામે તરવરવા લાગ્યાં હતાં.


"રયાન.... હું જાણું છુ કે તારા માટે બહુ જ મુશ્કેલ છે, પણ શાંત થઈને અમને બાકી ની ઘટના જણાવ કે એ દિવસે શું થયું હતું?" જીજ્ઞાસા એ રયાન ના ખભા પર હાથ મુક્યો.


"હું જ્યારે મીનુ ને શોધવા પગલાં ની છાપ પાછળ અહીં સુધી આવ્યો ત્યારે મે જોયું કે મીનુ અહી આ ઝાડીઓમાં પડી હતી. એને જોઈ હું સમજી ગયો કે એને અહીં ફેંકવામાં આવી છે અને મીનુ ને અહીં ફેંકનાર ઉતાવળ માં એ જોવા રોકાયુ જ નથી કે મીનુ નીચે ફેંકાવા ને બદલે ટોચથી થોડી નીચે આ ઝાડીઓમાં ફસાઇ ગઇ છે...." રયાન નુ ગળું ભરાઈ આવ્યું.


થોડી વાર માટે અહી શાંતિ છવાઈ, અમુક ક્ષણો પછી રયાન ફરી બોલ્યો.


"મે કોઈ પણ ભોગે મીનુ ને બચાવવા નુ નક્કી કર્યુ......


રયાન એ તેના જેકેટ અને શર્ટ ની બાંય ની ગાંઠ મારી બે વજનદાર પથ્થર ને જેકેટ ની એક બાંય પર ઉપરાઉપરી ગોઠવ્યા અને બીજી બાંય ને પકડી એ નીચે ઊતર્યો. આ મોટું રિસ્ક હતું એ જાણતો હતો, એક ચૂક બન્ને ના જીવ ખોઈ શકે એ પણ જાણતો હતો છતાં ય તેણે સાહસ કર્યું.


એક હાથે શર્ટ ની બાંય પકડી બીજા હાથ થી તેણે મિતલ ને ઢંઢોળી, ઘણા પ્રયત્ન પછી પણ જ્યારે મિતલ તરફ થી કોઈ હરકત‌ ન થઈ ત્યારે રયાન એ એક ઠોસ નિર્ણય લીધો.


મિતલ ને ઉપાડી પોતાના ખભા પર નાંખી રયાન એ ઉપર ચડવાનું ચાલું કર્યું, નાની મોટી ઝાડીઓના કારણે તેને ચડવામા મદદ મળી રહી હતી. એ થાક્યો હતો; પરંતુ હિમ્મત નહોતો હાર્યો, માત્ર દસ ડગલા ભરી ને રયાન ઉપર પહોંચી જવા નો હતો પણ તેના નસીબે તેનો સાથ છોડ્યો.


બે જણ નુ ભાર પથ્થર ન ખમી શક્યો અને એ નીચે ની તરફ ખસ્યો, રયાન ઝાડી પર પછડાયો, મિતલ ઝાડી ની નીચે અને પથ્થર રયાન ના માથા પર અથડાઈ ને નીચે પડ્યો.


રયાન પરસેવે રેબઝેબ થઈ ચુક્યો હતો, જીજ્ઞાસા એ તેને છાતીસરસો ચાંપ્યો.


"ત્યાર પછી શું થયુ હુ નથી જાણતો, જ્યારે મને હોશ આવ્યો ત્યારે હું મારા ઘર ના ઓરડામાં હતો. હું તરત રાહુલ ને મળવા ગયો, ત્યાં મને રાહુલ દ્વારા ખબર પડી કે એ ઘટના ને છ મહીના વીતી ગયા છે, હુ અમુક અંશે કોમામાં હતો અને મીનુ ની હજુ કોઈ ખોજખબર નથી મળી.


"પછી શું થયુ એ માત્ર એક જાણે છે, એને બોલાવવી પડશે." આધ્વીકા બોલી.


"આધ્વી તુ મીનુ ની આત્મા ને કેવી રીતે બોલાવી શકે? તું ગર્ભવતી છે, તને સમજાય છે કે એક આત્મા નો બાળક પર શું અસર પડી શકે છે?" રાહુલ ગુસ્સામાં બોલ્યો.


"તારા માટે પણ હું હવે માત્ર એક આત્મા છું ભાઈ?" મિતલ નો‌ અવાજ ગુંજ્યો.


"મીનુ એવુ નથી, તુ સમજે છે એવુ કઈ જ નથી....." રાહુલ કઈ બોલે એ પહેલા મિતલ એ એક માનવીય રુપ લીધુ અને ફરી થી બોલી,"તું મને મારા હક અને મારી ખુશીઓથી દુર રાખવા માંગે છે ભાઈ? હું ફઈ છું આ બાળક ની, મારો હક છે આ બાળક પર ભાઈ.... હું આ બાળક સાથે અને તમારી સાથે રહેવા માંગું છું.... "

"એ કઈ રીતે શક્ય છે? તુ હવે માણસ નથી, તુ આ બાળક સાથે ન રહી શકે, આ તારી દુનીયા નથી. તને બહુ જલ્દી હંમેશા હંમેશા માટે મુક્તિ મળી જશે,‌ લાગણીશીલ ન બન મીનુ." રયાન બોલ્યો.
"હું અહીં જ રહીશ, આ મારી દુનીયા છે. તમે બન્ને મારા ભાઈ છો અને આધ્વીકા મારી ભાભી. આધ્વીકા ના પેટ મા જે બાળક છે એની હુ ફઈ છુ તો હુ એની સાથે હું રહીશ, એને રમાડીશ, એનું ધ્યાન રાખીશ, આ મારો પરિવાર છે અને મને મારા પરિવાર થી કોઈ અલગ નહી કરી શકે, કોઈ નહીં." મિતલ હવા સાથે ગાયબ થઈ ગઈ.

ક્રમશઃ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED