Lost - 54 books and stories free download online pdf in Gujarati

લોસ્ટેડ - 54

લોસ્ટેડ 54

રિંકલ ચૌહાણ

રયાન અને રાજેશભાઈ ને ગોળી વાગી એ ઘટનાને બે મહીના વીતી ગયા હતા, રાજેશભાઈ હજુ પણ પથારીવશ હતા, મિતલ એ એમનો હાથ તોડ્યો પછી મારામારી થઈ અને ગોળી વાગી બધી ઘટનાઓ એકસાથે થવા થી એમનો હાથ નકામો થઈ ગયો હતો.

મિતલ સાથે બનેલી ઘટનાઓ એ એમને માનસિક રીતે તોડી નાખ્યા હતા, ક્યાંક ને ક્યાંક પોતે પણ મિતલ ના અકાળ મૃત્યુ માટે જવાબદાર હતા એ વાત એમના મગજ ને કોરી ખાતી હતી. અચાનક જ રાજેશભાઈ ની ઉમર દસ વર્ષ વધી ગઇ હતી, આ બધા કારણો થી એમને ઠીક થવા મા સામાન્ય થી વધારે સમય લાગી રહ્યો હતો.

રયાન અને જીજ્ઞાસા વચ્ચે દોસ્તી પાંગરી રહી હતી, રયાન નું સૌથી વધારે ધ્યાન જીજ્ઞાસા રાખતી હતી. એની દવાઓ વીશે, ડોક્ટર ની વિઝીટ, ખભા ની કસરત વીશે ની બધી માહીતી તેની પાસે હતી. જીજ્ઞાસા, જયશ્રીબેન અને હેતલબેન સિવાય બધા અમદાવાદ જતાં રહ્યાં હતાં. રયાન અને રાજેશભાઈ સાથે આ ત્રણ સ્ત્રી ઓ ચિત્રાસણી રોકાઈ હતી.

જયશ્રી બેન અને હેતલબેન એ મનોમન જીજ્ઞાસા અને રયાન નો સંબંધ સ્વીકારી લીધો હતો. પરંતુ બન્ને એ સામેથી જીજ્ઞાસા કે રયાન સાથે આ બાબતે કોઈ જ ચર્ચા ન કરવી એવો નિર્ણય લીધો હતો.

"જીજ્ઞા તું આધ્વી ને કઈશ તો એ માની લેશે તારી વાત, મારી વાત માન ને વાત કરી જો આધ્વી સાથે." રયાન છેલ્લા કેટલાય દિવસ થી એક જ મુદ્દો પકડી ને બેઠો હતો.
"રયાન પ્લીઝ, રોજ રોજ તને એક જ વાત પર સમજાવવો એ સારી બાબત નથી. આધ્વીકા એ જે નિર્ણય લીધો હતો બે મહીના પહેલા એ બધા માટે બરોબર હતો. મને એના નિર્ણય થી કોઈ વાંધો હોય તો હુ એને કઈ કહુ ને, પણ મને કોઈ જ વાંધો નથી." જીજ્ઞાસા એ દવા આપતા કહ્યુ.
"પણ હુ એકદમ ઠીક થઈ ગયો છું, તું સમજતી કેમ નથી? હું ઠીક થઈ જઉ પછી આપણે મિતલ નું મૃત શરીર શોધવા જઈશુ એવું નક્કી થયું હતું કેમકે એ જગ્યા મારા સિવાય કોઈએ નથી જોઈ. તો હવે શુ તકલીફ છે?" રયાન અકળાઈ ગયો.

"તું હજુ ઠીક નથી થયો, તું આરામ કર હું જઉ છું." જીજ્ઞાસા ત્યાં થી જવા માટે દરવાજા તરફ ફરી પણ રયાન તેનો હાથ પકડી એને પોતાની તરફ ખેંચી. રયાન ની આટલી નજીક આવવા થી જીજ્ઞાસા નું હ્દય જોરજોરથી ધડકવા લાગ્યું અને તેના ગાલ શરમ થી લાલ થઈ ગયા.
"તારે જોવું છે કે હું ઠીક થઈ ગયો છું કે નહીં?" ‌રયાન પલંગમાંથી ઊઠ્યો અને જીજ્ઞાસા ને બન્ને હાથ થી ઊઠાવી.
"રયાન આ શુ કરે છે તું?" જીજ્ઞાસા શરમાઇ ગઈ હતી.
"તને સાબિતી આપુ છુ કે હું ઠીક થઈ ગયો છું, હું તને આરામ થી ઊપાડી શકું છુ મતલબ મારો હાથ ઠીક છે, હવે તું આધ્વીકા ને મનાવીશ કે હું બીજી સાબિતી આપુ?" રયાન એ જીજ્ઞાસા ને નીચે ઊતારી અને એના તરફ આગળ વધ્યો.
"હું મનાવી લઇશ, મનાવી લઇશ." જીજ્ઞાસા ત્યાં થી ભાગી ગઇ. જીજ્ઞાસા ના ગયા પછી રયાન એ પોતાના માથા પર હળવી ટપલી મારી અને હસી પડ્યો.

જીજ્ઞાસા નો ફોન આવ્યો પછી આધ્વીકા એ બધા ને ભેગા કર્યાં, જીવન ને ઓફિસ નુ કામ સમજાવી, આરાધના બેન ના આશીર્વાદ લઇ, મીરા અને ચાંદની ને બાય કહી આધ્વીકા ચિત્રાસણી આવવા નીકળી.


પાલનપુર થી રાહુલ ને સાથે લઈ આધ્વીકા ચિત્રાસણી આવી. થોડી આનાકાની પછી હેતલબેન એ રયાન ને સાથે જવા ની મંજુરી આપી, કાલે સવારે સાત વાગે નીકળવુ એવું નક્કી થયુ.
રયાન ને મળી આધ્વીકા અને જીજ્ઞાસા ઘરે આવી રહી હતી રસ્તા મા આધ્વીકા અચાનક જ બેભાન થઈ ગઈ, જીજ્ઞાસા ની બુમ સાંભળી રાહુલ, હેતલબેન અને જયશ્રીબેન દોડી આવ્યાં. રાહુલ આધ્વીકા ને ઊપાડી ને ઘર મા લઈ આવ્યો, જીજ્ઞાસા ગામ ના સરકારી દવાખાને જઈને ડોક્ટર ને બોલાવી લાવી.

ડોક્ટર એ આવી ને આધ્વીકા ને તપાસી અને આધ્વીકા ની બેહોશી નુ કારણ જણાવ્યું, બધા ના ચહેરા પર આઘાત ને ચિંતા ના ભાવ સ્પષ્ટ દેખાતા હતા. ડોક્ટર કોઈ પ્રશ્ન પુછે એ પહેલા જીજ્ઞાસા એ એમની બેગ લઈ લીધી અને પોતે એમને મુકવા આવશે એવો‌ આગ્રહ કર્યો.



આધ્વીકા ભાનમાં આવી ત્યારે જયશ્રીબેન અને જીજ્ઞાસા ટેન્શન મા ઓરડામાં આંટાફેરા મારી રહ્યાં હતાં, રાહુલ ને હેતલબેન એક ખુણામાં ઊભાં હતાં.


"શું થયું ફઈ? જીજ્ઞા? શું થયું છે? તમે બધા આટલી ચિંતા મા દેખાઓ છો, કઈ થયું છે?" આધ્વીકા એ પુછ્યું.


"શું થયું એ તું પુછે છે? ચિંતા ન કરીએ તો શું કરીએ? અરે...."


"જયશ્રી બેન ગુસ્સો નઈ, તમે મારી સાથે બાર ચાલો. જે થઈ ગયું એ થઈ ગયું, હવે ગુસ્સો કર્યે કઈ બદલાવાનું છે? તમે ચાલો...." હેતલબેન જયશ્રીબેન એમની સાથે બાર લઈ ગયા.


જીજ્ઞાસા એ આધ્વીકા ને આલિંગન આપ્યું અને ઓરડા ની બાર નીકળી ગઈ. આધ્વીકા ના ચહેરા પર આશ્ચર્ય ના ભાવ હતા, રાહુલ તેની નજીક પલંગ પર બેઠો અને તેના બન્ને હાથ પોતાના હાથમાં લઈ બોલ્યો," અભિનંદન, તું મા બનવાની છે આધ્વી."

ક્રમશઃ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED