જીવનનાં પાઠો - 2 Angel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જીવનનાં પાઠો - 2

વિચારોના આ મંચ પર પોતાના વિચારો ને ફરી એક વખત શબ્દ રૂપે પ્રગટ કરું છું.... જીવનનાં પાઠો-2....કહાની એક રાજા અને તેની ચાર રાણીઓની...

આ વાર્તા ખુબજ નાનકડી છેં પરંતુ જીવનમાં ઘણું બધું શીખવી જશે... રાજા પોતાની જીંદગી નો સંપૂર્ણ સમય પોતાના રાજ્ય ની સેવામાં વિતાવે છે...હવે રાજા વૃદ્ધ થઈ ચૂક્યો છે...જીવનનાં અમુક ક્ષણો જ એની પાસે બચ્યા છે...રાજા ના મંત્રી રાજાને સલાહ આપે છે કે આ થોડા દિવસો તમે ભગવાનની ભક્તિ માં વિતાવો અને રાજનીતિ માંથી સંન્યાસ લઈને બાકીનો સમય જંગલ માં વિતાવો... રાજાને પ્રસ્તાવ ગમ્યો અને તે જંગલ માં જવાનો નિર્ણય કરે છે...પરંતુ તે પોતાના અંતિમ સમય માં પોતાની પ્રિય રાણીને પોતાની સાથે લાઇ જવાનો નિર્ણય કરે છે ને આશાથી પોતાની સૌથી પ્રિય ચોથી રાણી પાસે જઈ ને કહે છે કે રાણી હું સંન્યાસ લઉં છું... તમે મારી સાથે જંગલ માં આવશો..?રાણી ફટાક દઈને ના કહી દે છે....નિરાશ થઈને રાજા ત્રીજી રાની પાસે જાય છેં... અને કહે છે કે રાણી તમે મારી સાથે જંગલ માં આવશો...??રાણી જવાબ આપતા કહે છે કે તમારે જવું હોય તો જાવ હું નઈ આવું...હું બીજા લગ્ન કરી લઈશ.... રાજા હતાશ થઈને પોતાની બીજી રાણી પાસે જાય છે...બીજી રાણી બહુ ચતુર હોઈ છે એ રાજનીતિ માં પણ રાજાની મદદ કરે છે.. રાજા બહુ આશા સાથે જઈને કહે છે કે રાણી જીવનનાં અંતિમ દિવસો હું જંગલ માં વિતાવવા માંગુ છું તમે મારી સાથે આવશો..??રાણી જવાબ આપે છે કે હું તમારી સાથે આવી તો નહીં શકું પણ હા તમને વચન આપું છું કે તમારા મૃત્યુ પછી તમારા અંતિમ સંસ્કાર માં હું કોઈ ખામી નહીં રહેવા દઉં...રાજા ખૂબ હતાશ થઈ ને વિચારે છે કે જીવન નો આ અંતિમ સમય હું કોની સાથે વિતાવું... ત્યાં અંધારામાં થી આવાજ આવે છે....બોલો રાજા ક્યાં જવું છે...હું તમારી સાથે આવીશ..!!આ આવાજ હતો રાજાની પ્રથમ પત્ની નો જેને ક્યાંક ને ક્યાંક રાજા ભૂલી..... રાજાનો પ્રથમ પ્રેમ.......


આ કહાની રાજા અને એની ચાર રાણીઓની છે પરંતું તે દરેકના જીવન પર લાગુ થાય છેં.. ચોથી રાણી એટલે આપણુ બાહ્ય શરીર,રૂપ જેના માટે આપણે કેટકેટલું કરીયે છીએ પરંતુ એ ક્યારેય અંતિમ સુધી સાથે નહીં આવે... ત્રીજી રાણી એટલે મોબાઈલ..લેપટોપ. મનોરંજન ના ભૌતિક સાધનો જે આપણા ગયા પછી કોઈ બીજા ના થઈ જશે...બીજી રાની એટલે આપણી ફેમિલી જે અંતિમસંસ્કાર કરશે બધી જ ક્રિયાવિધિ કરશે પરંતુ ચાહીને પણ સાથે નહીં આવી શકે... એ શક્ય જ નથી... અને પ્રથમ રાણી એટલે આપણો આત્મા જે કાયમ આપણી સાથે રહે છે પરંતુ આપણે તેને નજરઅંદાજ કરી દઈએ છીએ... જે વસ્તુ શાશ્વત છે કાયમ આપણો સાથ દેવાનું છે એને જ ભૂલીને ભૌતિક વસ્તુઓ પાછળ દોડીએ છીએ જે ક્ષણિક તો સુખ આપશે પણ સાથ ક્યારેય નઈ આપે... જીવનની કડવી વાસ્તવિકતા છે કે તમે સાથે પ્રેમ, સ્નેહ,લાગણી લઈને જ જશો કોઈ ભૌતિક વસ્તુ તમારી સાથે ક્યારેય નાઈ આવે... ચાહે એ કેટલો પણ અમીર વ્યક્તિ પણ કેમ ન હોઈ....તમે પૈસા વડે ભૌતિક વસ્તુ ખરીદી શકશો પરંતુ એ પૈસા પ્રેમ ક્યારેય નહીં ખરીદી શકે..માટે જીવનમાં કમાવવું હોઈ તો હંમેશા કોઈની દુઆ અને પ્રેમ કમાઓ... ભૌતિક વસ્તુ તો આજે છે ને કાલે નથી... પરંતુ તમારી અનમોલ યાદો કાયમ આ પૃથ્વી પર રહેશે.. કડવું છે પણ એજ વાસ્તવિકતા છે...સમજવાનો પ્રયત્ન કરો અને ભૌતિક વસ્તુ પાછળ દોડવાનું બંધ કરો...વાર્તા પસંદ આવી હોય તો તમારા અમૂલ્ય રેટિંગ્સ અવશ્ય આપો... આભાર🙏🏻🙏🏼ફરી મળીયે એક નવી વાર્તા સાથે અન્ય ભાગ માં....🤗💗☺️