જીવનનાં પાઠો - 3 Angel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જીવનનાં પાઠો - 3

વિચારોનાં આ મંચ પર ફરી એક વખત પોતાનાં વિચારોને પ્રસ્તુત કરું છું.... એક નાનકડી વાર્તા જે જીવનમાં ઘણું બધું શીખવી દેશે....


એક કન્સ્ટ્રક્શન સાઈટ પર એક નાનકડો છોકરો ઉંમર15 વર્ષ આસપાસ હશે.. ઇંટોના ભઠ્ઠા પર મજૂરી કરતો હતો... થોડી વાર પછી એ સાઈટ નો માલિક એક ગાડીમાં ત્યાં આવે છે એ સિગરેટ ફૂંકતો હોઈ છે..અચાનક એની નજર પેલા છોકરાં પર પડે છેં... એ ગાડીમાંથી ઉતરીને સિગરેટ ફેંકી દે છે ને છોકરાંને પોતાની પાસે બોલાવે છે ને કહે છે કે તું અહીં કામ સુકામ કરે છે? તને કામ પર પર કોણે રાખ્યો અને તારા પિતા પણ સાથે છે..?? એ જવાબ આપે છે થોડા દિવસ પેહલા એ પણ અહી કામ કરતાં પણ એમને એક દિવસ કામ કરતા કરતાં વાગ્યું છે એટલે હું કામ કરું છું.... શેઠ કહે છે કે તું શાળાએ નથી જતો...? અભ્યાસમાં મન લાગે છે.. બાળક જવાબ આપે છે કે હું તો સ્કૂલ માં જમી લઉં પણ ઘરે મમ્મી પપ્પા ભૂખ્યા રહે એટલે હું સ્કૂલ ની જગ્યાએ અહી મજૂરી કરવા માટે આવું છું... શેઠ પૂછે છે તને ઘડિયા આવડે છે બાળક જવાબ આપે છે હા...પછી બાજુમાં એક લાકડી પડી હોય છે અને લઈને જમીન પર 20 મિનિટ માં ઘડિયા પણ લખી નાખે છે... શેઠ તેની આ કારીગરી થી ખુબ પ્રભાવિત થાય છે....અને પોતાના અન્ય કામદાર ને બોલાવીને કહે છે કે અહી આને કામ પણ કોણ લાવ્યું.... બાળક કહે છે શેઠ મને કૃપા કરીને કામ કરવા દયો મજબૂરી છે મારી...શેઠ કહે છે તું કામ નહિ કરે...અને બદલામાં તને 20 દિવસ નો પગાર મળશે...શેઠ ને એ બાળક જોઈ પોતાના બાળપણ ના દિવસો યાદ આવી જાય છે...કે કઈ રીતે પોતે ઈંટોના ભઠ્ઠા પર કામ કરીને આજે શહેરના સૌથી મોટા કોન્ટ્રાકટર સુધીની સફર તય કરી છે...પરંતુ એ પોતાનો ભૂતકાળ ભૂલતો નથી અને એને આ બાળક m પોતાનું બાળપણ દેખાઈ છે... એ જવાબ આપતા કહે છે કે મજૂરી મજૂર ને મળે ને પગાર તો જ્ઞાન નાં બદલામાં હોય...20 દિવસ પછી તું 40 સુધીના ઘડિયાં કરીને આવજે તને 40 દિવસનો પગાર આપવામાં આવશે.. આમ શેઠ ખૂબ જ ચતુરાઈ થી મજુરી ને વેતન વચ્ચે નું અંતર બાળકને શીખવાડીને મદદ કરે છે અને અભ્યાસ પ્રતિ એની રુચિ વધારે છે... પોતે બાળપણ માં કેટલો સંઘર્ષ કર્યો એ સંઘર્ષ આ બાળકે ન કરવો પડે માટે એની મદદ કરે છે....





આ તો વાત થઈ શેઠ અને એ બાળક ની પરંતુ આપના જીવનમાં પણ કંઇક આવું હોય છે.... આપણા માંથી ઘણાં બધા લોકો એવા હોય છે જે સંઘર્ષ કરીને સફળતા ની ટોચ સુધી પહોંચે છે...પરંતુ જેવા તે સફળતા મેળવે છે પોતાની જમીન સાથેના તમામ સંબંધો પાછળ મૂકતા જાય છે... બહું જ ઓછા લોકો એવા મળશે કે જે સફળતા મેળવ્યા પછી ઈમાનદારી નિભાવે....આજે દરેક ક્ષેત્રમાં જોવા મળે છે.. રાજનીતિ.. પ્રશાસન તમામ સ્થાન પર.... કેહવા માટે તો ઈમાનદારી ની વાતો કરે પરંતુ માત્ર કેહવા ખાતર....માટે યાદ રાખો જીવનમા ગમે તેટલા આગળ વધી જવા પરંતુ તમે જે પરિસ્થિતિ માંથી ત્યાં પહોંચ્યા હતા એ પરિસ્થિતિ ને ક્યારેય ન ભૂલવી .... મેળવવું જ હોય તો જીવનમાં કોઈની દુઆ મેળવો અને વહેંચવી હોય તો મુસ્કાન વહેંચો.. એ ત્રણ ગણી થઈને તમારી પાસે પરત આવશે... જીવન એક સંઘર્ષ છે પરંતુ જે એ સંઘર્ષ માંથી પસાર થઈને મહેનત રૂપી સીડી બનાવી સફળતા રૂપી છત નું નિર્માણ કરે એ જીવનમાં ઘણું બધું પ્રાપ્ત કરે છે...ગમે તે સ્થાન પર પહોંચી જાવ પરંતુ તમારી માટીને ક્યારેય અવગણવી નહિ... નહી તો જેવું કરશો એજ ત્રણ ગણું થઈને પાછું મળશે... ફરી મળીશ એક નવી સ્ટોરી સાથે...🤗🙏🏻