યશ્વી... - 16 Mittal Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

યશ્વી... - 16

(યશ્વીનું સપનું 'સોહમ ક્રિએશન' ખોલવાનું પુરૂ થયું. સોહમ ક્રિએશન ઈવેન્ટ ઓર્ગેનાઈઝ કરવા લાગી. એવામાં દેવમને પ્રમોશન મળતા તે કેનેડા ગયો. એક દિવસે સોહમની સ્કુલમાં થી યશ્વીને તાબડતોબ બોલાવી. હવે આગળ...)

સ્કુલમાં બ્રેકફાસ્ટ કર્યા પછી બાળકો રમતાં હોય છે. ટીચર બાળકો નું ધ્યાન રાખતાં બેઠા હતા. ત્યાં જ સોહમને રમતાં રમતાં ઊલટી થઈ જાય છે. આયા એ ફર્શની સાફસફાઈ કરતાં એમાં લોહી જુવે છે.

આયાએ સાફસફાઈ છોડીને ટીચરને બતાવતા ટીચર કહે છે કે, "હું રીસેસ પતે પછી પ્રિન્સિપાલને જણાવું છું."

એમ કહીને ટીચર પ્રિન્સિપાલને મળવા ઓફિસમાં જાય છે.

એટલામાં તો કલાસમાં જ ફરીથી સોહમને લોહીની ઊલટી થાય છે અને બેભાન થઈ જાય છે. એ જોઈ બધા સ્ટુડન્ટસ ગભરાઈને બૂમો પાડે છે. એ બૂમાબૂમ સાંભળીને ટીચર અને પ્રિન્સિપાલ ફટાફટ તે કલાસરૂમમાં આવ્યા.

લોહીની ઊલટી, સોહમને બેભાન જોઈને ડૉકટરને બોલાવ્યા. ડૉકટરે આવીને ચેકઅપ કર્યુ અને કહ્યું કે, "મારો વિષય નથી. પણ વધારે ચેકઅપ અને રિપોર્ટની જરૂર ખરી. હાલ તો ઈન્જેકશન આપી દઉં છું. થોડીવાર માં ઓકે થઈ જશે."

ડૉકટરના ગયા પછી પ્રિન્સિપાલે ટીચરને કહ્યું કે, "સોહમની મમ્મીને ફોન કરી સ્કુલમાં બોલાવો. અત્યારે જે થયું એ કશું ના કહેતા. હું વાત કરી લઈશ."

યશ્વી પર સોહમની સ્કુલમાં થી ફોન આવતાં સ્કુલમાં પહોંચી સોહમના કલાસ તરફ જતી હતી ત્યાં જ પ્યૂને પ્રિન્સિપાલને મળવા જવાનું કહ્યું.

યશ્વીના મનમાં થયું કે, 'નક્કી સોહમે કંઈક તોફાન કર્યું હશે કે કોઈ કંપ્લેન આવી હશે. આમેય, સોહમ તોફાની છે.'

યશ્વી પ્રિન્સિપાલની ઓફિસમાં ગઈ તો તેને બેસાડીને પ્રિન્સિપાલે પૂછ્યું કે, "યશ્વી બહેન શું સોહમને કોઈ તકલીફ છે?"

યશ્વીને નવાઈ લાગી એટલે સામે પૂછ્યું કે, "ના, પણ આવું તમે કેમ પૂછ્યું મેમ?"

"એટલા માટે કે સોહમે બ્રેકફાસ્ટ ટાઈમમાં બ્રેકફાસ્ટ કર્યો પછી રમતો હતો. એ વખતે લોહીની ઊલટી થઈ અને બેભાન થઈ ગયો, માટે પૂછ્યું. હું સમજી શકું છું કદાચ તમને ખબર ના પણ હોય..." પ્રિન્સિપાલ આવું કહેતાં જ સાંભળીને વાત કાપીને યશ્વી ગભરાઈને ખુરશી પરથી ઊભી થઈ ગઈ અને બોલી કે, "મેમ મારે સોહમ જોડે જવું છે. પ્લીઝ મેમ હું ત્યાં જઉં."

પ્રિન્સિપાલે પ્યૂનને પાણી લઈ આવવા કહ્યું અને યશ્વીને પાછી બેસાડીને પાણી પીવડાવ્યું અને કહ્યું કે, "યશ્વીબહેન રિલેક્સ, સોહમને સ્કુલના ડૉકટરે હાલ ટેમ્પરરી ટ્રીટમેન્ટ આપી દીધી છે. સો ડોન્ટ વરી અબાઉટ. પણ તમે તેનું વ્યવસ્થિત રીતે ચેકઅપ કરાવી લો."

યશ્વી પ્રિન્સિપાલની રજા લઈને સોહમના કલાસમાં ગઈ. સોહમને સીધો જ તેમના ફેમિલી ડૉકટર શાહ જોડે લઈ ગઈ.

ફેમિલી ડૉક્ટર શાહે બધી વાત સાંભળીને કહ્યું કે, "યશ્વી એક કામ કરીએ સોહમને એડમિટ કરી દઈએ અને જનકભાઈને ફોન કરીને બોલાવી લઈએ. એકઝામીન કરીએ પછી જ ખબર પડે. એના સોનોગ્રાફી વિગેરે રિપોર્ટ્સ કાઢવા પડશે."

યશ્વી આ સાંભળીને રોઈ પડી અને બોલી કે, "મારા સોહમને શું થયું છે? તો એડમિટ કરવાનું કહો છો. હું રિપોર્ટ માટે આવી જઈશ."

ડૉ. શાહે સમજાવતાં કહ્યું કે, "યશ્વી કંઈ જ વધારે નહીં હોય. કદાચ શરીરના અંદર સોજો હોય તો પણ આવું થાય. રિપોર્ટ્સ કરવાથી જ એકઝેટ શું થયું છે? તે ખબર પડે અને પ્રોપર ટ્રીટમેન્ટ પણ થાય. રહી વાત એડમિટ થવાની તો દેવમ નથી. એટલે તારે કે ઘરના સભ્યોને હેરાન ના થવું પડે એટલે જ એડમિટ કરવાનું કહું છું. માયા સિસ્ટર આમને સ્પેશિયલ રૂમમાં લઈ જાવ."

ડૉ. શાહે જનકભાઈને ફોન કરી સોહમને એડમિટ કર્યો છે અને હોસ્પિટલ આવવાનું કહ્યું.

ફોન મૂકીને ડૉ. શાહે વિચાર્યું કે જે મેં યશ્વીને સમજાવ્યું એવો જ રિપોર્ટ આવજો. મારા મનને જે લાગે છે તેવો રિપોર્ટ ના આવે ભગવાન દયા કરજે.

જયારે યશ્વીએ જનકભાઈને ફોન કર્યો તો તરતજ તે બોલ્યા કે, "યશ્વી બેટા,મને ડૉ. શાહે ફોન હમણાં જ આવ્યો હતો, અને હું હોસ્પિટલમાં જ આવું છું."

જનકભાઈ જેવા હોસ્પિટલ પહોંચ્યા તો યશ્વી એમને જોઈ ઢીલી પડી ગઈ અને બધી વાત કહી.

એવામાં નર્સે આવીને સોહમને ટેસ્ટ માટે લઈ ગઈ.જનકભાઈએ તેને હિંમત આપી. એમણે સુજાતાબહેન, રામભાઈ અને સાન્વીને ફોન કરીને જણાવ્યું.

સાન્વી અને રજત તરતજ સુજાતાબહેનને લઈને હોસ્પિટલ આવ્યા.

નમન અને નીતા પણ રામભાઈ અને નમ્રતાબહેનને લઈને હોસ્પિટલ આવ્યો.

બંને વેવાણો તો સોહમને જોઈને રોઈ પડી,
પણ સાન્વીએ ચૂપ કર્યા.

સોહમના ટેસ્ટની પ્રોસેસમાં વધારે સમય લાગવાનો હોવાથી એટલે રજત અને નમને સાન્વી અને નીતાને એકબાજુ બોલાવીને રજતે કહ્યું કે, "તું અને નીતાભાભી બંને ઘરે જઈને રસોઈ કરીને જમવાની વ્યવસ્થા કરો. ટેસ્ટ વધારે છે એટલે ખબર નથી કે કેટલો સમય લાગશે. આપણે સોહમની જોડે મમ્મી, પપ્પા, અંકલ અને આન્ટીની તબિયતનું પણ ધ્યાન રાખવાનું છે."

નમને પણ કહ્યું કે, "રજતકુમારની વાત સાચી છે. અમે અહીં છીએ અને જે કંઈ પણ હશે તે અપડેટ કરીશું."

સાન્વી અને નીતા ભારે મનથી ઘરે આવ્યા અને રસોઈ બનાવી, ટિફિન પેક કરી હોસ્પિટલ પહોંચ્યા.

સોહમના તો એક પછી એક ટેસ્ટ ચાલુ હતા એટલે એને ડૉકટરે કંઈપણ જમવાનું કે પીવાની મનાઈ કરી હતી.

સાન્વી અને નીતાએ જનકભાઈ-સુજાતાબહેન, રામભાઈ-નમ્રતાબહેનને સમજાવીને જમાડી લીધા.

રજત અને નમનને જમાડયા પછી યશ્વીને જમવા બેસવાનું કહ્યું તો યશ્વી સજળ નયને બોલી પડી કે, "જયાં સુધી સોહમનો.રિપોર્ટ નહીં આવે ત્યાં સુધી હું કંઈ જ નહીં લઉં."

સુજાતાબહેન બોલ્યા કે, "યશ્વી જમી લે, સોહમની તબિયતનું ધ્યાન ભૂખ્યા પેટે ના રખાય."

સમજાવીને યશ્વીને જમવા બેસાડી ત્યાં જ સિસ્ટરે આવીને કહ્યું કે 'ડૉક્ટર તમને બોલાવે છે.' એ સાંભળતા જ તેણે થાળીને બે હાથ જોડી ઊભી થઈ ગઈ.

યશ્વીની જોડે જનકભાઈ જવા ગયા ત્યાં જ રજતે કહ્યું કે, "ના પપ્પા, હું અને નમન જઈએ છીએ. તમે બેસો."

યશ્વી, રજત અને નમન ત્રણેય ડૉકટરની કેબિનમાં ગયા એટલે ડૉકટરે કહ્યું કે, "જુઓ અમુક ટેસ્ટ કરાવી લીધા છે અને એક-બે બાકી છે. તે કાલે થશે. રિપોર્ટ આવતા એક-બે દિવસ લાગશે. તો સોહમને હાલ કંઈપણ હળવો ખોરાક આપજો અને સવારે કંઈ ના આપતાં. અને હા, એક-બે જણ જ રોકાઓ, બાકી બધા ઘરે જાવ."

રજતે પૂછ્યું કે, "ડૉક્ટર શું લાગે છે? શું રિપોર્ટ આવશે?"

ડૉ. શાહે જણાવ્યું કે, "જો કે લોહીની ઊલટી થવાના બે કારણ હોઈ શકે, પણ કયું તે રિપોર્ટ આવે પછી જ ખબર પડે."

યશ્વી ઢીલા અવાજે બોલી કે, "એ બે કારણ તો કહો ડૉક્ટર અંકલ."

ડૉ.શાહે કહ્યું કે, "જો યશ્વી આમ ઢીલી ના થા. સોહમ પણ તને રોતી જોઈને ગભરાઈ જશે. વળી, તારાં સાસુ-સસરા અલગથી. કાઢી બન, રિપોર્ટ આવે પછી ખબર પડી જશે ને."

ત્રણેય જણા ડૉકટરની કેબિનમાં થી બહાર આવ્યા અને બધાને સમજાવી રજત ઘરે મૂકી આવ્યો.

નમન યશ્વી જોડે રાત હોસ્પિટલમાં રોકાઈ ગયો.

જનકભાઈ, સુજાતાબહેન, નમ્રતાબહેન અને રામભાઈએ મનમાં ભગવાનને પ્રાર્થના કરી કે રિપોર્ટ સારો આવે અને સૂઈ ગયા

યશ્વી અને નમન તો સૂઈ જ ના શકયા.
સાન્વીએ રજતને ઘરે જઈને કહ્યું કે, "દેવમને જણાવવું નથી."

રજતે કહ્યું કે, "ના સાન્વી રિપોર્ટ આવા દે પછી દેવમને જણાવીએ. નહીંતર તેને ત્યાં ટેન્શન થશે અને કામમાં મન નહીં લાગે. ચાલ સૂઈ જઈએ, કાલે વહેલા ઊઠીને નમન અને યશ્વીને છૂટા કરીશું અને સ્કુલમાં થી તું બે-ત્રણ દિવસની રજા લઈ લે. હું ઓફિસમાં લીવ માટે મેઈલ કરી દઈશ. "

( સોહમનો રિપોર્ટ કેવો આવશે? ડૉક્ટર વિચારે છે એવો કે ડૉકટરના મનમાં છે એવો? જયારે સોહમનો રિપોર્ટ જાણશે ત્યારે ઘરના બધા પર શું વીતશે? ખાસ કરીને યશ્વી પર શું વીતશે? દેવમ જાણશે તો કેવું રીએકટ કરશે?
જાણવા માટે જુઓ આગળનો ભાગ..)