યશ્વી... - 14 Mittal Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

યશ્વી... - 14

(યશ્વીને ખુશ જોવા માટે દેવમનો પ્રયત્ન અથાક રીતે ચાલુ છે. એવામાં સાન્વી સ્કુલના એન્યુઅલ ફંકશનમાં એન્કરીગ કરવાની પ્રપોઝલ મૂકે છે. યશ્વી અને સાન્વી સ્કુલના એન્યુઅલ ફંક્શનમાં એન્કરીગ કરવા માટે સ્ટેજ પર જાય છે. હવે આગળ...)

યશ્વી: "નમસ્તે, જય હિંદ એન્ડ વેલકમ એવરીવન ઈન એમ.એસ.હાઈસ્કુલ, એન્ડ થેન્ક યુ ફોર ગીવીન્ગ યોર પ્રીસીયસ ટાઈમ. આઈ એમ યશ્વી. આજની હોસ્ટ અને આ.."

સાન્વી: " અને હું સાન્વી, નમસ્તે સર્વેને. જેની આટલા દિવસોથી રાહ જોવાઈ રહી હતી એ હવે રજુ થઈ રહ્યો છે એમ.એસ.હાઈસ્કુલનો એન્યુઅલ ફંકશન."

યશ્વી: "તમે બધા કોઈ પોતાના બાળકોના ટેલન્ટ દેખવા આવ્યા છે. તો કોઈ પોતાના બાળકોને વીનર તરીકે. ખૂબજ ઝડપથી શરૂઆત કરીએ એ પહેલાં પ્રિન્સિપાલ રિકવેસ્ટ કરીશ કે તે મહેમાનોને લઈને સ્ટેજ પર આવે અને દીપ પ્રાગટય કરે."

દીપ પ્રાગટય પત્યા પછી સાન્વી: "સૌપ્રથમ આપણા એમ.એસ.હાઈસ્કુલના એન્યુઅલ ફંકશનની શરૂઆત સરસ્વતી વંદનાથી કરીએ."

આમ એક પછી એક સુંદર પ્રોગ્રામ રજૂ થવા લાગ્યા. દરેક પેરેન્ટ્સ પોતાના બાળકનો પ્રોગ્રામ અને તેનું પર્ફોર્મન્સ જોઈને ખુશ થઇ રહ્યા હતા.

સાન્વી: "એવરીવન એન્જોય પ્રોગ્રામ ઓફ એન્યુઅલ ફંકશન..."

ઓડિયન્સ: "યસ...યસ..."

યશ્વી: "થેન્ક યુ ફોર એપ્રિસિયન્સ. તમારા આ ઉત્સાહ જોઈને અમને પણ ઘણો આનંદ આવી રહ્યો છે.લાસ્ટ બટ નોટ લીસ્ટ એવું.."

સાન્વી: "હવે, એક નવું નાટક જેમાં કંઈક હટકે, નવી સ્ટાઇલનો જ પ્લોટ, નવી જ થીમ લઈને 'કંપેરિઝન પ્લે'.

યશ્વી: "આપણે પહેલાંના સમય જોડે આજની વાતો વગેરેની સરખામણી કરીએ છીએ. આજે, આ નાટક દ્રારા જોઈએ કે બંને સમયના વિધ્યાર્થીના જીવનમાં સરખામણી કરીએ."

સાન્વી: "નાટકનું નામ છે 'સ્કુલ બેગ ભારે કોની આજની કે પહેલાંની'."

【ફર્સ્ટ સીન】
(સ્ટેજ પર બે ભાગ છે. એમાં એક બાજુ આજના સમયના મમ્મી-પપ્પા અને બાળક, જયારે બીજી બાજુ પહેલાંના સમયના મમ્મી-પપ્પા અને બાળક)

[પહેલાં નો સમય]
છોકરો: મમ્મી, હું રમવા જાઉં છું.
મમ્મી: અરે બેટા રમવા ના જા. ભણવા બેસ.
છોકરો: મમ્મી જવા દે ને..
મમ્મી: ના હો, પરીક્ષા આવે છે.
છોકરો: પપ્પા મમ્મીને કહોને કે મને રમવા જવા દે.
પપ્પા: જવા દે ને વળી, થઈ જશે પાસ હવે. અલ્યા રમીને ભણી લેજે પાછો. હું દુકાને જાઉં.
છોકરો: હે..હે..મજા પડી ગઈ.
મમ્મી: હા જા હવે, ભણજે પાછો આવીને.

[આજનો સમય]
છોકરો: મમ્મી મને કવિતા શીખવાડને.
મમ્મી: જો બેટા હું નેઈલ પોલિશ લગાડુ છું. મને હેરાન ના કર.
છોકરો: મમ્મી.. પણ બોલી ને જ શીખવાડવાની છે.
મમ્મી: કહ્યું ને એકવાર હેરાન ના કર. જા તારા પપ્પાને કહે.
(છોકરો પપ્પા જોડે જાય છે.)
છોકરો: પપ્પા શીખવાડોને.
પપ્પા(ફોનમાં વાત કરે છે): હા સર, કાલે જ તૈયાર કરી લઈશ.
છોકરો: પપ્પા પ્લીઝ..
પપ્પા: જા તારી મમ્મી જોડે. દેખાતું નથી ફોન પર વાત કરી રહ્યો છું.
છોકરો: પપ્પા પણ મમા બીઝી છે.
પપ્પા: હું પણ બીઝી જ છું. મારે બીઝનેસ મીટીંગ છે.
છોકરો: પણ પપ્પા..
મમ્મી: હેરાન ના કર અમને. હમણાં ગુજરાતી ના ટયુશન ટીચર આવશે. તેમને કહેજે શીખવાડી દેશે.

【સેકન્ડ સીન】
(એકબાજુ ચાર છોકરાંઓ સાઈડ માં બેગ મૂકીને લખોટીઓ રમતાં જયારે બીજી બાજુ ચાર છોકરાંઓ ખભા પર બેગ ભરાવીને મોબાઈલમાં ગેમ રમતાં.)

[પહેલાંનો સમય]
પહેલો: રામ જલદી તાક.
બીજો: એ ઊભો રહે. નિશાન તો લેવા દે.
ત્રીજો: આ તારું નિશાન લેતાં જ પાર આવતો નથી. ચાલ હવે
પહેલો છોકરો તાકીને લખોટી બહાર કાઢે છે. પછી: જો..જો..નીકળી. રામ મારે એટલે નીકળે જ.
બીજો: હા..હવે, મારું નિશાન જો.
ચોથો: અલ્યા એ કવિતા યાદ કરી.
ત્રીજો: અરે જા ને અલ્યા..
પહેલો: મને યાદ છે. જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા..
(એવામાં શિક્ષક આવતા)શિક્ષક: અલ્યા કેમ લખોટીઓ રમો છો. ચાલો સ્કુલમાં, પ્રાર્થના શરૂ થશે.

(આજનો સમય)
પહેલો: હેય લીસન, તારા મોબાઈલમાં લૂડો ઓપન કર.
બીજો: હા, મેં ઓપન કરી લીધો.
ત્રીજો: આ અર્જુનને નથી રમાડવો.
પહેલો: હા વળી, કેમ..
બીજો: મને કેમ નથી રમાડવાનો.
ત્રીજો: હાસ્તો, હંમેશાં તું જ જીતે છે.
ચોથો: લીસન હોમવર્ક કર્યું.
બધાં જ :નો... હોમવર્ક તો ભૂલી ગયા.
(એવામાં સ્કુલ બસનો અવાજ આવતા)
ચોથો: હરી અપ.. સ્કુલ બસ આવી ગઈ.

【થર્ડ સીન】
(બંને બાજુ મમ્મી-પપ્પાના હાથમાં રીઝલ્ટ અને બાળક)

[પહેલાનો સમય]
મમ્મી: તારું રિઝલ્ટ શું આવ્યું?
છોકરો: મારા કલાસમાં રમેશના પપ્પા વકીલ છે. તે નાપાસ થયો.
મમ્મી: તો..
છોકરો: શ્યામના પપ્પા ડૉક્ટર છે. તે પણ નાપાસ થયો.
પપ્પા: પણ તારું..
છોકરો: કરણના પપ્પા એન્જિનિયર છે તેપણ નાપાસ થયો.
મમ્મી(ગુસ્સામાં): પણ તારું રિઝલ્ટ શું આવ્યું એ કહેને..
છોકરો: તે હું કયાં સી.એમ.નો દીકરો છું એટલે આપણે પણ નાપાસ થયા.
પપ્પા: અલ્યા તું નાપાસ થયો છે પણ જરાય ડર લાગે છે. અને પાછો છાતી કાઢીને રીઝલ્ટ કહે છે. જાણે દેશના મહારાજ ના હોય.
મમ્મી: હું તો કહેતી જ હતી. ભણ... પણ ના તમે જ ઉપરણા બહુ લીધા હતા. અલ્યા ચાલ હવે ભણવા બેસ.
છોકરો: પણ મમ્મી મને રમવા તો એક કલાક જવા દો. મારા રમવાનો ટાઈમ થઈ ગયો છે.
મમ્મી: રમવાવાળા, આખો દિવસ રમ રમ જ કરે છે. નાપાસ થયો છે પણ ભણવાનું જરાય મન છે. આજથી હું જ ભણાવીશ તને.
પપ્પા: હા, હું ગણિત અને વિજ્ઞાન ભણાવીશ.
મમ્મી: હું અંગ્રેજી, સમાજ વિજ્ઞાન, ગુજરાતી અને હિન્દી શીખવી દઈશ. ચાલ હવે નાસ્તો કરીને, અંગ્રેજીની ચોપડી લાવ.

[આજનો સમય]
મમ્મી: હાઉ ડેર યુ, યુ આર ફેઈલ.
છોકરો: બટ મોમ, એકઝામ ટફ હતી.
મમ્મી: મારું નાક કપાવી નાખ્યું. હું કોઈને શું કહીશ કે મારા સોનુ બેબીનું રિઝલ્ટ શું આવ્યું.
છોકરો: પણ મોમ..
પપ્પા: શટ અપ સોનુ, ટયુશન ટીચર પર્સનલી તને સ્ટડી કરાવે છે. તો પછી તારું રિઝલ્ટ પુઅર કેમ? તારા ટીચર જોડે વાત કરવી પડશે.
મમ્મી: યસ..મેથ્સ, સાયન્સ, એસ.એસ., ઈંગ્લીસ, ગુજરાતી, હિન્દી. દરેકના ટયુશન ટીચર અલગ અલગ છે.
પપ્પા(મમ્મી સામે જોઈને): અને તું શું કરે છે.
મમ્મી: તો તમે પણ સ્ટડી કરાવો ને.
પપ્પા: મારે બિઝનેસ મીટીંગ હોય ને પણ...
મમ્મી: તો મારી એકલી જવાબદારી નથી. મારે પણ કિટ્ટીમાં જવું છે.
પપ્પા: હું ઓફિસ જાઉં છું. તું કાલથી એ લોકોને વધારે ભણવાનું કહી દેજે. પણ ફાઈનલ એકઝામમાં 90% પર્સન્ટ તો જોઈએ જ. એની હાઉ.
(પછી છોકરોને) સાંભળી લે, તારે પણ ગમે તેટલી મહેનત કર. પણ 90% જોઈએ જ. મારે બીઝનેસ મીટીંગ છે. હું જાઉં..
છોકરો: હું ટી.વી. જોઉં થોડી વાર મોમ..
મમ્મી: નો.. હમણાં મેથ્સ ના ટીચર આવશે. જા તારા રૂમમાં બુકસ લઈને બેસ. ફાસ્ટ ડીઅર..

બધાં જ કેરેક્ટર ભેગા થઈને: આત્મવિશ્વાસ થી, ખુશીઓ માં અને ટેકનોલોજી માં કોન આગળ? માટે હવે તમે જ નક્કી કરો કે સ્કુલબેગ કોની ભારે???

નાટક પુરુ થતાં જ ઓડિયન્સ તાળીઓ પાડીને એપ્રિસિએટ કર્યું.

સાન્વી: "સરસ મેસેજ નાટક દ્રારા અદ્ભુત. ઓડિયન્સ હવે તમે જ જવાબ આપો કે સ્કુલબેગ કોની ભારે?"

યશ્વી: "હવે હું પ્રિન્સિપાલને ઈન્વાઈટ કરીશ કે તે સ્ટેજ પર આવીને પ્રોગ્રામ વિશે કહે અને આભાર વિધિ પણ કરે."

પ્રિન્સિપાલ સ્પીચ આપવા માટે સ્ટેજ પર પહોંચ્યા.

(પ્રિન્સિપાલ સ્પીચમાં નાટકના વખાણ કરશે ખરા? યશ્વીનું સપનું ક્રિએશન ખોલવાનું શું આગળ વધશે? યશ્વીના સાસુ-સસરા તેની રજા આપશે કે નહીં?
જાણવા માટે જુઓ આગળનો ભાગ...)