Yakshi - 12 books and stories free download online pdf in Gujarati

યશ્વી... - 12

(યશ્વી, સોનલ અને નિશા એ કોલેજ અને જોયેલા સપનાંઓ બધી જુની યાદો વાગોળી. દેવમે યશ્વીને લખવા માટે પ્રોત્સાહિત કરી પણ યશ્વી જ ઠંડો રિસ્પોન્સ આપ્યો. હવે આગળ...)

' રાત પૂરી થઈ અને સવાર પડી
જાણે કહી રહી હતી કે ઊભી થા, અને અધુરા સપનાંઓને ફરીથી ઢંઢોળી એના પર લાગેલી રાખ ઉડાડીને દિવસે ફરી એને ખેતરમાં ઉગાડવા છે અને રાત્રે ફરીથી તેને આકાશમાં તરતાં મૂકીને આંખો માં ભરવા છે. બસ હવે, ખૂબ જલદી એક એવી જગ્યાએ જોવા માગું છું જયાંથી એ પોતાની જાતને છોડી આવી હતી. રાત પૂરી થઈ અને સવાર પડી'

યશ્વી આ ફકરાને વારંવાર જોઈ રહી હતી. હજી એને લાગી રહ્યું હતું કે વધારેને વધારે લખવું જોઈએ ના...ના...મઠારવુ જોઈએ. બસ કંઈજ ખબર નહોતી પડી રહી કે તે શું કરે?

આખરે તે કંટાળી અને એ કંટાળો તેની આંખો માં હતાશા અને સાથે ભીનાશ લાવી.

યશ્વીના મનનો ભ્રમ હવે વેદના માં પલટાઈ ગયો કે તે બરાબર લખી નથી શકતી. એ વેદના યશ્વીના આંખોમાં ઊભરી આવી.

દેવમ એની આંખોની હતાશા જોઈને ઘણું કહેવું હતું છતાં કહી નહોતો શકતો.

આમને આમ યશ્વીની આંખમાં તે ઉદાસી વધુને વધુ ઘેરી રહી હતી. તે ઉદાસી ઓછી કરવા દેવમ તડપતો હતો. પણ તે શું કરે તે જ તેને ખબર નહોતી પડતી. એક રાત્રે વિચાર કરતાં તેને એક ઉપાય સૂઝયો.

બીજા દિવસે તેણે યશ્વીના ફોનમાંથી નિશાનો નંબર લઈને વાત કરી. નિશા તે વાત માની ગઈ. અને તે પ્રમાણે કરવાનું પ્રોમિસ કર્યું.

બપોરે નિશાએ યશ્વીને ફોન કર્યો કે, "હાય યશ્વી, બોલ મજામાં?"

યશ્વીએ પૂછ્યું કે, "હાય, બોલ તારી તબિયત કેવી છે?"

નિશાએ કહ્યું કે, "સારી છે. બસ કંઈક ને કંઈક ચાલ્યા કરે. તારે મારું એક કામ કરવાનું છે, યશ્વી."

નિશાએ કહ્યું કે, "અમારી સ્કૂલમાં દર વર્ષે એક મેગેઝીન છપાય છે. એમાં સ્ટુડન્ટસના ક્રિએટીવ આઈડિયાઝ, કોઈ કોમ્પીટીશનમાં વીનર થયા હોય તેમાં છપાય છે. જોડે જોડે ટીચર્સ ના નવા આઈડિયા, વાર્તા, કવિતા પણ છાપવામાં આવે છે. છેલ્લા બે વર્ષ થી હું રેસિપી, માઈન્ડ ગેમ મૂકતી હતી. પણ આ વખતે પ્રિન્સિપાલે મને એવું કહ્યું કે 'આ વખતે કંઈક નવું લખો.' ના કહેવાનો ઓપ્શન હતો જ નહીં એટલે હા પાડી દીધી. પણ.."

યશ્વી અધૂરી વાત જાણવા માટે પૂછ્યું કે, "પણ.... શું"

નિશાએ કહ્યું કે, "પણ તને ખબર છે ને કે મને આઠમો મહિનો ચાલે છે. તો મારા માટે કંઈક નવું શોધવું પોસીબલ નથી. તો તું કંઈક નવું શોધીને લખી આપને. પ્લીઝ"

યશ્વીએ પૂછ્યું કે, "પણ કંઈક નવું એટલે શું લખું."

નિશા બોલી કે, "કંઈક નવું.. અરે, કોઈ વાર્તા કે લેખ લખી નાખને."

યશ્વી નિસાસભર્યા અવાજે કહ્યું કે, "મેં નહોતું કહ્યું કે મને કંઈક હટકે આઈડિયા જ નથી આવતો તો લખું કેવી રીતે?"

નિશા ઉદાસ અવાજે બોલી કે, "પ્લીઝ યાર, ના ન પાડતી. તું ટ્રાય તો કર મારે ખાતર."

યશ્વી બોલી કે, "એય નૌટંકી બંધ કર. સારું ટ્રાય કરું પણ મને ફાવે એવું લખી આપીશ. ઓ.કે."

નિશાએ હાશકારા સાથે કીધું કે, "હાશ, ચાલો જગ જીત્યા. યશ્વી મેડમની 'હા' એટલે કામ થઈ ગયું."

યશ્વી ખોટો છણકો કરતી હોય એવા અવાજે બોલી કે, "ફોન મૂક હવે. સોહમ જાગી ગયો છે."

યશ્વીએ ઘરનું કામ પરવારીને લખવા બેઠી.

' જાગ્યાં ત્યારથી સવાર
રામ નામનો એક સ્ટુડન્ટસ, ફર્સ્ટ રેન્કર, સ્પોર્ટસમાં, કોમ્પીટીશનમાં ફર્સ્ટ રેન્કર હંમેશા રહેતો હતો.

અમુક ટીનએજની પ્રોબ્લેમ્સ હોયને એમ રામને હતી. એ પણ કયારેય કોઈ વાતમાં ગંભીર નહીં, હંમેશા રમવું, ફ્રેન્ડ જોડે મસ્તી કરવી, ગપાટા મારવા અને બહેનને હેરાન કરવી. બસ આ જ આવડતું. એની મમ્મી-પપ્પા કહે તો સમજે નહીં, માને પણ નહીં. દાદા-દાદી ની વાતો ગણકારે નહીં, એમને હડધૂત કરે.

એનો એક ખાસ ફ્રેન્ડ નિશાંત, આમ તો બંને પહેલાં કોમ્પીટીટર હતાં. રામ ફર્સ્ટ રેન્ક પર હોય તો નિશાંત સેકન્ડ રેન્ક પર હોય. નિશાંત ફર્સ્ટ રેન્ક પર હોય તો રામ સેકન્ડ રેન્ક પર. આમ, એકબીજાના કોમ્પીટીટર પછી બેસ્ટ ફ્રેન્ડ બની ગયા.

નિશાંત અને રામ બંને જોડેને જોડે જ રહેતા, મસ્તી કરતાં. નિશાંત કહે પિકચર જોવા જઈએ તો રામ તૈયાર, વિડીયો ગેમ રમીએ તો રામ ગેમ રમે. કયારેય ભણવા પર કોન્શસટ્રેશન નહીં.

નિશાંત તો ઘરે એકઝામની તૈયારી કરે પણ રામને એમ જ કહે કે તે તો કોઈ તૈયારી કરતો જ નથી. રામ એની વાત માની તે પણ ના ભણે.

એવામાં પ્રિલીમ આવી. રામ તો પ્રિલીમ એકઝામ લખી ના શકયો. પણ નિશાંત તો સરસ રીતે એકઝામ આપી. રામને નવાઈ લાગી પણ તે કંઈ બોલ્યો નહીં અને તેની વાત માનતો રહ્યો.

પ્રિલીમનું રિઝલ્ટ આવ્યું. આ વખતે રામ ફેલ થઈ ગયો હતો પણ નિશાંત ફર્સ્ટ રેન્ક લાવ્યો.

રામે એનું કારણ પૂછયું તો તે ઓવર કોન્ફડિન્સમાં બોલ્યો કે, "હું તો ઘરે તૈયારી કરતો હતો."

ટીચર્સને આશ્ચર્ય થયું કે, આવું કેમ. જે હંમેશા ફર્સ્ટ રેન્ક લાવતો હતો તે આ વખતે ફેલ થઈ ગયો, એટલે રામને ટીચર્સ વઢયા. રામે કયારેય આવું ફેસ નહોતું કરેલું એટલે તેને દુઃખ થયું. તેના મનમાં ફેલ થવાથી તે ગિલ્ટી ફિલ કરતો હતો એના પર ટીચર્સ ની વઢથી આત્મહત્યાના વિચાર આવવા લાગ્યો.

આ વાત એના મનમાં એવી ઘર કરી ગઈ કે આ વાત તે ઊંઘમાં બડબડાટ કરવા લાગ્યો. રામની મમ્મી આ બડબડાટ સાંભળીને રામને ઉઠાડીને એ વિશે પૂછયું.

તો રામ બધી વાત કરીને રડી પડ્યો અને કહેવા લાગ્યો કે, "હું સારો દીકરો નથી. હું તારું, પપ્પાનું અપમાન કરતો હતો. મારે તો મરી જઉં છે...હું ફેલ થઈ ગયો છું. બધાં મને ફેઈલ્યર કહીને બોલાવશે."

રામની મમ્મીએ તેને સમજાવ્યું કે, "બેટા, એવું કંઈજ ના વિચાર. તે તો ચીટ નથી કર્યું ને તો બસ. અને રહી વાત ફેલ થયાની તો તું હોનેસ્ટ બનીને તારા મનને પૂછ કે આપણને કોઈ હરાવી રહ્યું છે, આપણાથી કોઈ આગળ જઈ રહ્યો છે. તો તેમાં તારો કોઈ વાંક ખરો, હા વાંક છે. તો પૂછ તારા મનને કે તું કયાં ચૂક્યો? કયાં તે ભૂલ કરી? અને એ ભૂલ સુધારીને લાગી જા ખરા મનથી. તો તું એના કરતાં પણ આગળ જઈ શકીશ. બેટા, જાગ્યા ત્યાર થી સવાર, વિચારીને મહેનત કર. જે થયું તે ભૂલીને નવેસરથી શરૂઆત કર."

રામે તેની મમ્મીએ કહ્યું તે પ્રમાણે આગળ વધ્યો અને મહેનત કરીને ટેન્થની બોર્ડ એકઝામમાં તે સ્કૂલમાં જ નહીં પણ ડિસ્ટ્રિક્ટ વાઈઝ પણ ફર્સ્ટ નંબર લાવ્યો.

તેના પર શુભેચ્છાઓ નો વરસાદ વરસી રહ્યો હતો. રામે તેની મમ્મીને કહ્યું કે, "સોરી, મમ્મી તારી સાથે મેં કરેલા બેડ બેહિવયર માટે. અને થેન્ક યુ મારો કોન્ફડિન્સ પાછો દેવા માટે અને મારા પર ટ્રસ્ટ કરવા માટે."

જોયું ને કોઈપણ વ્યક્તિ જો પોતાની ભૂલમાં થી શીખીને આગળ વધે તો એ કયાં પણ પહોંચી શકે છે. એટલે જ કહું છું કે મહેનત કરો અને એ પણ પ્રોપર રીતે. પછી જુઓ 'સકસેસ ઈઝ વેઈટ ફોર યુ.'

માટે જ કહેવત છે ને કે 'જાગ્યા ત્યાર થી સવાર'

યશ્વીએ આ વાર્તા લખીને નિશાને મોકલ્યો.
નિશાએ એ લેખ યશ્વીના નામ પર મેગેઝીન માં છાપવા આપી દીધો.

(શું યશ્વીની વાર્તા બધાંને પસંદ આવશે? શું યશ્વીનો કોન્ફડિન્સ પાછો આવશે? શું દેવમનો પ્રયત્ન રંગ લાવશે ખરો?
જાણવા માટે જુઓ આગળનો ભાગ...)


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED