સમર્થ સંબંધ, જીવન ને બનાવે સાર્થક
જયાં ભૂલોને ભૂલવાની સમજણ હોય,
એ સંબંધોમાં હંમેશા આનંદ જ હોય.
પ્રેમથી આત્મીયતા, વાત્સલ્યથી વિશ્વાસ અને સ્નેહથી શ્રદ્ધા નું જીવનયાત્રામાં પ્રાગટ્ય થાય છે, અને તેમાંથી સંબંધ નો જન્મ થાય છે. સંબંધની શરૂઆત બે વ્યક્તિના નિર્ણય અને ઈચ્છા શક્તિ થી થાય છે, અને અંત કોઈ એકના નિર્ણય થી થાય છે તે કડવી વાસ્તવિકતા છે. આપણે આપણી સંપત્તિ ની ચાવી જલ્દી કોઈને સોંપતા નથી, પણ મનની ચાવી જલદીથી બીજાને સોંપી દઈએ છીએ જેમાં દુઃખી પણ થઈએ છીયે અને સંબંધ ને અસર થાય છે. શાંતિ ને ગુમાવી દઈએ છીએ. વાદ અને વિવાદ ને સ્થાને સંવાદ અને હું ને સ્થાને અમે જીવનમાં ગોઠવવા નો પ્રયાસ કરશો તો સંબંધની સુગંધ જળવાઈ રહેશે.
સ્મિતના દોરાથી ,
દુઃખ ને ભીતરમાં સીવી લે છે,
કેટલીક હસ્તીઓ, અને
આમ જ ખુમારીથી જીવી લે છે...
સંબંધો માટે સુંદર વાત.....
વર્ષો પહેલાં સંબંધો સોના જેવા શુદ્ધ હતા, જયારે મેળ - મિલાપ થાય ત્યારે ચમકી ઉઠતા...
પછી આવ્યો સ્ટીલનો વપરાશ...
વપરાય તેમ ગોબા પડે, સાંધા - વાંધા થાય પણ ટકી રહેતા.....
ધીરે ધીરે ... કાચ ના વાસણોનો જમાનો.......
તેની સાથે સંબંધો પણ એવા તકલાદી, કયારે તૂટી જાય તે કહી શકાય નહી.........
હવે નો સમય પેપર અને થર્મોકોલ નો આવ્યો... અને સંબંધો પણ એવા જ થઈ ગયા છે...વાપરી લો અને નાખો કચરાના ટોપલામાં...
Use & throw ......
મિત્રો, સંબંધ તો એવા મજબૂત, નિખાલસ અને અતૂટ હોવા જોઈએ કે જે તમારા ભૂતકાળને સ્વીકારે, વર્તમાન ને ટેકો કરે અને ભવિષ્ય ને હિંમત આપે. કોઈને ખોટા સમજતાં પહેલા એકવાર એની પરિસ્થિતિ ને સમજવાની કોશિષ જરૂર કરજો, કારણકે પૂર્ણ વિરામ એ માત્ર અંત નથી, પરંતુ નવા વાક્યની શરૂઆત છે.
મિત્રો, સંબંધ વરસાદ જેવો ના હોવો જોઈએ, જે વરસી ને પૂરો થઈ જાય, પરંતુ સંબંધ હવા જેવો હોવો જોઈએ જે શાંત પણ હોય અને સદાય આસપાસ જ હોય છે.અનુકુળ સંજોગોમાં જીવતો માનવી સુખી હોય છે, પરંતુ સંજોગો ને અનુકુળ બનાવીને જીવતો માનવી સુખી, આનંદિત અને પ્રસન્નચિત્ત હોય છે. જીવન એવું હોવું જોઈએ કે સંબંધો ની કદર અને આદર કરે અને સંબંધ એવો હોય કે જે સતત, નિરંતર અને હર ક્ષણ યાદ કરવા મજબૂર કરી દે. સફળતમ જીવન કરતા સંતોષપ્રદ જીવન વધારે સારું છે, કારણકે સફળતા નું મૂલ્યાંકન બીજા કરે છે, જ્યારે સંતોષ ની અનુભૂતિ આપણે સ્વયં કરવાની હોય છે. દુઃખ આવે ત્યારે અટકો નહી અને સુખ આવે ત્યારે ભટકો નહી તો ચોક્કસ સંબંધ સચવાય.
મિત્રો, કોઈની સામે હસીને જોવું અને જોઇને હસવું તેનો ભેદ અને અંતર ને સમજવાનો પ્રયત્ન કરજો. સંબંધ ટકાવવા નો સોનેરી નિયમ... ન અપેક્ષા કે ન ઉપેક્ષા...
સાંધા અને વાંધા વચ્ચે અકબંધ રહે તેનું નામ સંબંધ.
ચાર પંક્તિથી સમાપન કરીએ..
પરપોટા જેવી જિંદગીમાં,
શું વેર કરી લઈએ,
ફૂટી જઈએ એ પહેલા,
સહુને પ્રેમ કરી લઈએ.....
મિત્રો, આપ સૌને સમર્થ સંબંધ ની સુવાસથી જીવન સાર્થક અને યથાર્થ બને તેવી શુભકામના.
વાર્તા જોઈએ..........
એક વખત એક માણસ ના ખીસ્સામાં 2000 રૂપિયાની નોટ અને એક રૂપિયાનો સિક્કો ભેગા થયા.
સિક્કો તો અભીભૂત થઇને નોટની સામે જોયા જ કરતો હતો.
નોટે પુછ્યુ, “આટલું ધ્યાનપૂર્વક શું જુએ છે?’
સિક્કાએ કહ્યુ, “આપના જેટલા મોટા મૂલ્યની વ્યક્તિ સાથે ક્યારેય મૂલાકાત થઇ નથી એટલે આપને જોવ છું.
આપનો જન્મ થયો ત્યારથી અત્યાર સુધીમાં આપ કેટલું બધુ ફર્યા હશો !
આપનું મૂલ્ય મારા કરતા હજારગણું વધારે છે એટલે કેટલા લોકોને ઉપયોગી થયા હશો ?”
નોટે દુ:ખી વદને કહ્યુ, “ભાઇ, તું વિચારે છે એવું કંઇ નથી.
હું એક ઉદ્યોગપતિના કબજામાં હતી. એણે મને સાચવીને એની તિજોરીમાં રાખેલી.
એકવખત મને તિજોરીમાંથી બહાર કાઢીને એણે કરેલા ટેકસચોરીના કૌભાંડને ઢાંકવા માટે લાંચ તરીકે એક અધિકારીના હવાલે કરી.
મને એમ થયુ કે ચાલો જેલમાંથી છુટ્યા હવે કોઇના ઉપયોગમાં આવીશ.
પણ મારા સપનાઓ સપનાઓ જ રહ્યા કારણકે અધિકારીએ મને એના બેંકલોકરમાં કેદ કરી દીધી.
કેટલાય મહિનાઓ બાદ અધિકારીએ એક મોટો બંગલો ખરીદ્યો એટલે મને બેંકલોકરમાંથી બહાર નીકળવાની તક મળી.
જેવી બીલ્ડરના હાથમાં આવી કે એણે તો કોથળામાં પુરીને એક અંધારી જગ્યાએ મુકી દીધી.
મારો તો શ્વાસ પણ રુંધાતો હતો.
હજુ થોડા દિવસ પહેલા જ ત્યાંથી નીકળીને આ માણસના ખીસ્સામાં પહોંચી છું.
ભાઇ સાચુ કહુ તો મેં મારી જીંદગી જેલમાં જ વિતાવી છે.”
નોટે પોતાની વાત પુરી કરીને પછી સિક્કાને પુછ્યુ, “દોસ્ત, તું તો કહે તારા જન્મ પછી તું કેટલુક ફર્યો ? કોને કોને મળ્યો ?”
સિક્કાએ હરખાતા હરખાતા કહ્યુ, “અરે દોસ્ત, શું વાત કરુ ? હું તો ખૂબ ફર્યો.
એક જગ્યાએથી બીજી જગ્યાએ અને ત્યાથી વળી ત્રીજી જગ્યાએ સતત ફરતો જ રહ્યો.
ક્યારેક ભીખારી પાસે જઇને એને બીસ્કીટનું પેકેટ અપાવ્યું તો ક્યારેક નાના બાળકના હાથમાં જઇને એને ચોકલેટ અપાવી.
પવિત્ર તીર્થસ્થાનોમાં જઇ આવ્યો, પવિત્ર નદીઓમાં નાહી આવ્યો અને પ્રભુના ચરણસ્પર્શ પણ કરી આવ્યો.
ક્યારેક હું આરતીની થાળીમાં જઇ આવ્યો તો ક્યારેક અલ્લાહની ચાદરમાં પણ પોઢી આવ્યો.
અરે હું તો લગ્નઃ નક્કી કરવા માટે હાથો પણ બન્યો મને લોકોએ પૂજા કરી અને કુમકુમ થી નવડાવ્યો.
અરે કોઈને 2001 આપવાના હોય તો મારી શોધખોળ ચાલે અને મને વ્યવસ્થિત જગ્યાએ મારાં મિત્રો સાથે મુક્વામાં આવે.
Cricket રમતા પેહલા મને ઉપયોગ કરે અને હર જીત mara લીધેજ શક્ય થાય.
મને ખૂબ મજા આવે છે અને જેની જેની પાસે જાવ છું એને પણ મજા કરાવું છું."
સિક્કાની વાત સાંભળીને નોટની આંખો ભીની થઇ ગઇ.
મિત્રો,
*તમે કેટલા મોટા છો એના કરતા તમે લોકોને કેટલા ઉપયોગમાં આવ્યા એ વધુ મહત્વનું છે.*
મોટા હોય પણ ઉપયોગમાં ન આવે તો એ નાના જ છે અને નાના હોય પણ બીજાને ઉપયોગમાં આવે તો *એ નાના નહી બહુ મોટા છે.*
આશિષ શાહ
9825219458