Losted - 52 books and stories free download online pdf in Gujarati

લોસ્ટેડ - 52

લોસ્ટેડ 52

રિંકલ ચૌહાણ

એકસાથે ત્રણ ઘટનાઓ ઘટી, હેતલબેન ના ચહેરા ના હાવભાવ જોઈ પરિસ્થિતિ પામી ગયેલ આધ્વીકા ની બાજુમાં ઉભેલી મીરા એ આધ્વીકા નો હાથ ખેંચ્યો, આધ્વીકાનો હાથ નીચે ગયો અને ગોળી રાજેશભાઈ ના ગળા થી સેજ નીચે વાગી, રાજેશભાઈ નો નિશાનો ચુક્યો હતો, ધ્રૂજતા હાથે છોડેલી ગોળી બંદુક ની દિશામાં રાહુલ થી થોડી દૂર ઊભેલા રયાન ના જમણા ખભા માં વાગી, રાહુલ એ તરત જ રાજેશભાઈ ના હાથમાંથી બંદુક ઝુંટવી લીધી.
પળવારમાં બધું બની ગયું, બધા ના ચહેરા નો રંગ ઊડી ગયો. 21 વર્ષ પહેલાં આ જગ્યા આવી જ એક ભયાનક ઘટના ની સાક્ષી બની હતી, એ ચીસો અને રુદન આ જગ્યા ની હવા મા સમાઈ ચુક્યાં હતાં. 21 વર્ષ પછી ફરી થી એ જ માણસો એવી જ ઘટના ના સાક્ષી બન્યાં હતાં પરંતુ આ વખતે પાસું પલટાયુ હતુ.
21 વર્ષ પહેલાં આ રસ્તા પર ત્રણ ત્રણ માસુમો ને મારી આખા પરિવાર ને ઉજાડનાર નો પરિવાર આજે એ જ રસ્તા પર તેની આંખો ની સામે ઉજડવા ની નજીક હતો. ફરક માત્ર એટલો જ કે વર્ષો પહેલાં એક હસતા રમતા પરિવાર ને ઊજાડી ને રાજેશ ચૌધરી ખડખડાટ હસ્યો હતો અને આજે એ જ પરિવાર નો દરેક સદસ્ય એના દુખ મા સાથ આપી રહ્યો હતો.
રાહુલ એકીટશે રયાન ને જોઈ રહ્યો હતો, શું કરવું શું ન કરવુ એ વિચાર કરવા ની હાલત સુધ્ધાં નહોતી એની. હેતલબેન રયાન ને પકડી ને રડી રહ્યાં હતાં.
"આંટી રડો નહીં, ચાલો આપણે રયાન ને હોસ્પિટલ લઈ જઈએ. આંટીઈઈઈઈઈઈઈ..... રડો નહીં કીધુ ને....." જીજ્ઞાસા એ રયાન ને ઊભા કરવા ની કોશીષ કરી, આધ્વીકા અને જીવન એની મદદે આવ્યાં. ત્રણેય એ મળી ને રયાન ને ઉપાડ્યો અને ગાડીમાં સૂવડાવ્યો. જીજ્ઞાસા અને હેતલબેન રયાન જોડે બેઠાં, જીવન એ ગાડી ચાલું કરી અને પાલનપુર તરફ લીધી.
"રાહુલ..... રાહુલ ભાન મા આવ..... રાઆઆઆઆઆહુલ...." આધ્વીકા એ રાહુલ ને કોલર થી પકડી હચમચાવ્યો. રાહુલ ઉંઘ માથી ઉઠ્યો હોય એમ ઝબકી ને જાગ્યો.
"ભાઈ?" એણે રયાન ને શોધવા આજુબાજુ જોયું.
"જીજ્ઞા રયાન ને હોસ્પિટલ લઈ ને ગઈ છે, આપણે મી. ચૌધરી ને હોસ્પિટલ લઈ જવા પડશે, ચાલ મારી સાથે." આધ્વીકા રાજેશભાઈ ને પીડા ન થાય એની સાવચેતી રાખી રાહુલ ની મદદ થી એમને ગાડી સુધી લઈ ગઈ, એમને ગાડી મા ઉંઘાડી જયશ્રી બેન પાસે આવી.
"ફઈ તમે આ જીપ ની ચાવી લો, મીરા અને માસી ને લઈ ને ઘરે જાઓ હુ હોસ્પિટલ જઉ છું. તમે જરાય ચિંતા ન કરતાં, હું તમને ફોન કરી ને ત્યાની પરિસ્થિતિ જણાવતી રહીશ." આધ્વીકા એ જીપ ની ચાવી જયશ્રીબેનના હાથ મા મુકી, અને ગાડી ચાલુ કરી પાલનપુર તરફ લીધી.

રયાન અને રાજેશભાઈ ની ટ્રીટમેન્ટ ચાલુ થઇ ચુકી હતી, હોસ્પિટલ નો કોરીડોર ત્યાં હાજર પાંચેય ને જેલ જેવો લાગી રહ્યો હતો. ન કોઈ ત્યાં થી જઇ શકતું હતું ન કોઈ ને અહીં રહેવાની ઈચ્છા હતી, બધા ડોક્ટર ના જવાબ ની રાહ જોઇ રહ્યાં હતાં.
છેવટે બધા ની ચિંતા નો અંત આવ્યો અથવા એમ કહુ કે નવી ચિંતા ની શરુઆત થઈ. ડોક્ટર આવ્યા અને રાજેશભાઈ અને રયાન ની હાલત ની માહીતી આપી, શાબ્દિક સધિયારો આપી જતા રહ્યા. એમના માટે આ પળ એમની દુનીયા નો આ એક ભાગ હતો, પરંતુ કોઈ ના માટે આ પળ જ આખી દુનિયા હતી.
રાજેશભાઈ અને રયાન ના શરીરમાંથી ગોળીઓ કાઢી નાખવામાં આવી હતી, રાહુલ અહીં હતો તેથી કાનૂની માથાકૂટ મટી ગઈ એણે હાલ પુરતું બધું સંભાળી લીધું હતું. બન્ને ને અલગ અલગ વોર્ડમાં શીફ્ટ કરી દીધા હતા, જીજ્ઞાસા સિવાય બધા લોકો રયાન જોડે ગયાં.
"એ મમ્મી આંસુઓ નું પુર ન લાવતી હો, હું એકદમ ઠીક છું. રયાન ની મમ્મી રડશે ને તો રયાન નું હ્દય બંધ પડી જશે મમ્મી." રયાન એ વાતાવરણ હળવું કરવા નો પ્રયત્ન કર્યો.

"ચુપ થા, હવે મરવાની વાત કરી છે ને તો હું તને બહુ મારીશ હો. મારો જીવ અધ્ધર થઈ ગયો હતો, શુ કરવું શું ન કરવું એ સમજવા ની સુધ પણ નહોતી. એ તો ભલું થજો એ છોકરી નું, કે સમજદારી બતાવી તને સમયસર હોસ્પિટલ લઈ આવી." હેતલબેન મનોમન જીજ્ઞાસા ને ધન્યવાદ આપી રહ્યાં હતાં. અચાનક જ વાતાવરણ ગંભીર બની ગયું.
"તને ખબર છે આધ્વી હુ આ દુનીયા નો પહેલો એવો દર્દી હોઈશ જેણે એની સાથે આવનારા નુ ધ્યાન રાખવું પડ્યું. આખા રસ્તા મા મમ્મી અને જીજ્ઞા રડતી હતી અને હુ બીચારો બન્ને ને હિમ્મત આપતો હતો." રયાન ખડખડાટ હસી પડ્યો.
એની સાથે બધા હસ્યા અને વાતાવરણ હળવું બન્યું, આધ્વીકા બધા ને બાર લઈ ગઈ. રાજેશભાઈ ને મળ્યા પછી આધ્વીકા ના કહેવાથી હેતલબેન જીવન સાથે ઘરે ગયા, રાહુલ દવાઓ લેવા ગયો અને આધ્વીકા રાજેશભાઈ ને મળવા ગઈ.
આધ્વીકા ને જોઈ રાજેશભાઈ એ ઊઠવા નો પ્રયત્ન કર્યો પણ આધ્વીકા એ ઈશારા થી એમને રોક્યા. સ્ટુલ લઈ ને એ બેડ ની બાજુ મા બેઠી,"મી. ચૌધરી તમે આખી જીદંગી મહેનત કરી ખુબ પૈસા કમાયા છો પણ હાલ એ પૈસા તમારા હાલચાલ પુછવા નથી આવ્યા. અહી આવી માત્ર તમારી પત્ની, રાજેશભાઈ જીવન મા પૈસા જરુરી છે પણ પૈસા સંબંધ થી વધુ જરૂરી ન હોઈ શકે. જ્યારે તમને ગોળી વાગી એ પળ તમારી જિદંગી ની છેલ્લી પળ હોઈ શકતી હતી, તો હુ તમને પુછવા માગું છું કે છેલ્લી પળે તમે સંતોષ થી જઈ શકો એવી કઈ યાદ છે તમારી પાસે? મૃત્યુ પછી સાથે લઈ જઈ શકો એવો કયો ખજાનો છે તમારી પાસે? તમારા પછી તમને ખુશી થી યાદ કરી શકાય એવુ શુ કર્યું છે તમે?"
રાજેશભાઈ નીચું જોઈ ગયા, આધ્વીકા ફરીથી બોલી,"બધા ને બીજી તક નથી મળતી મી. ચૌધરી તમને મળી છે તો આ તક જવા ન દેશો. ખોટો રસ્તો છોડી દો અને સાચા રસ્તે આવો. તમારા ગુના કબુલવા કે ન કબુલવા એ નિર્ણય હું તમારી પર છોડું છું પણ એક સલાહ આપીશ, ખોટા સુખ પાછળ ભાગવા નુ બંધ કરી દો અને સાચા સુખ ને જોવા નો પ્રયત્ન કરો, તમારી દીકરી તો ખોઈ‌ ચુક્યા છો તમે હવે જે સંબંધ વધ્યા છે એ સાચવી ને રાખજો."

આધ્વીકા ના ગયા પછી રાજેશભાઈ એ મિતલ ને યાદ કરી, મૃત દીકરી ને યાદ કરી રાજેશભાઈ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. આજ સુધી કરેલ દરેક પાપ એમની આંખોની સામે તરવરી રહ્યાં હતાં.
"પપ્પા......" એક દુખભર્યો અવાજ ગુંજ્યો.
"મીનુ, તુ જ છે ને બેટા? મારી સામે આવ બેટા, મને માફી માંગવા ની એક તક આપ દિકરી." રાજેશભાઈ રડતાં રડતાં બોલ્યા.
"હું અહીં જ છુ‌ પપ્પા, તમે રડો નહીં પપ્પા." મીતલ એ પારદર્શક માનવીય રુપ લીધું.
"મારી દીકરી, મને માફ કરજે મારી ઢીંગલી. એક પિતા ના હ્દય પર એક પુરુષ નું અભિમાન હાવી થઈ ચુક્યું હતું. એટલે જ મે આખી જીદંગી તારી સાથે અન્યાય કર્યો, મને માફ કરી દે બેટા. તને કિડનેપ કરવી એ મારી જીદંગી નું સૌથી મોટું પાપ હતુ, પરંતુ બેટા મને મારી બેઈજ્જતી થી વધારે ચિંતા તારી ઈજ્જત ની હતી. એ વાત બહાર આવી હોત તો એ પાપી ઓને સજા જરુર મળત દિકરી પણ જેલ માથી છુટ્યા પછી એ છોકરાઓ આરામ થી એમની જીંદગી જીવતા હોત, અને તું જીવત ત્યાં સુધી તને અપમાન અને ઘૃણા નો સામનો કરવો પડ્યો હોત બેટા. આ સમાજ માં પુરુષ ના પાપ માટે માફી છે પરંતુ સ્ત્રી ની ભુલ માટે નહીં, એટલે જ હું તને પોલીસ પાસે નહોતો જવા દેવા માંગતો, કેમકે હું તને ખૂબજ પ્રેમ કરું છું મારી ઢીંગલી." રાજેશભાઈ ભાવુક થઈ ગયા હતાં.
"તમે મને પ્રેમ કરો છો પપ્પા? રયાન ભાઈ ને કરો છો એટલો જ પ્રેમ?" મિતલ એ પુછ્યું.
"હા મારી ઢીંગલી, તારા જીવતા તો હુ તારા માટે કંઈ જ ન કરી શક્યો પણ હવે તારા આત્મા ની મુક્તિ માટે હું મારાથી બનતું બધું જ કરીશ બેટા..."
"મારા આત્મા ની મુક્તિ તમે કરી દીધી છે પપ્પા, કરી દીધી છે." મિત્તલ ધીરે ધીરે ગાયબ થઈ ગઈ.

ક્રમશઃ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED