Losted - 51 books and stories free download online pdf in Gujarati

લોસ્ટેડ - 51

લોસ્ટેડ 51

રિંકલ ચૌહાણ

"પપ્પા તમારા ગુનાઓ ની કબુલાત જાતે કરી લો, નહીં તો જ્યારે કર્મો નો હિસાબ લગાવાશે ત્યારે કબુલાત કે પસ્તાવા નો સમય નહીં બચે તમારી પાસે." મિતલ એ રાજેશ ભાઈ ને સમજાવવા નો પ્રયત્ન કર્યો.
"તમે મારી મા જેવી કેટલીયે સ્ત્રીઓના જીવન બરબાદ કર્યા હશે, અને તમારા એ પાપોની સજા મિતલ ને મળી છે.‌ હવે તો આંખો ખોલો અને તમારા ગુના નો‌ સ્વીકાર કરો." રાહુલ બોલ્યો.

"હું ગુનેગાર નથી, સ્ત્રીઓએ પુરુષો ની પાછળ જ રહેવું જોઈએ. જે સ્ત્રી તેની સીમા પાર કરવા‌નુ પાપ કરે‌‌ તેને તેની ઓકાત બતાવવી જરૂરી છે. અરે જે લગ્ન પહેલાં બોયફ્રેન્ડ રાખતી હોય એને વળી શું ઈજ્જત ને શું સન્માન? તારી માં રાધા, કેટલાયે પુરુષ એના દોસ્ત હતા તોય સંસ્કાર અને મર્યાદા ની મોટી મોટી વાતો કરતી હતી. અને તારી મા જયશ્રી, એણે આખી દુનિયા સામે મારા પ્રેમ ને ઠોકર મારી તારા બાપ સોહમ સાથે સંસાર વસાવી લીધો. તો હું બદલો ન લઉ તો શું નાચુ?" રાજેશ ભાઈ એ એમની બીભત્સ વિચારધારા છતી કરી.

"બસ કરો પપ્પા, શરમ આવે છે મને આજે કે તમે મારા પિતા છો. સ્ત્રીઓ વિશે આટલી નીચ વિચારધારા રાખતા પહેલા તમારે યાદ કરવા ની જરૂર હતી કે તમારુ અસ્તિત્વ એક સ્ત્રી ના કારણે છે, તમારા પુત્રો નુ અસ્તિત્વ એક સ્ત્રી ના કારણે છે. તમે તહેવારો માં જે દેવી ની પુજા કરો છો એ પણ સ્ત્રી છે, સ્ત્રીઓ આપણી પાછળ નહીં આપણા થી ઘણી આગળ છે પપ્પા." રયાન ની આંખો‌ ભીંજાઈ ગઈ.

"મી. ચૌધરી તમને એક તક મળી રહી છે, એને જવા ન દો. ભુલ ને છુપાવવા કરતાં ભુલ સ્વીકારી લેવી એ ઘણું સરળ છે, તમે પોલીસ પાસે જઈ તમારા ગુના ની કબુલાત કરી લો, કદાચ તમારા બાળકો તમને માફ કરી દેશે. ભુલ સ્વીકાર કરનાર ને‌ તો મહાદેવ પણ માફ કરી દે છે..... થોડી હિમ્મત બતાવો મી. ચૌધરી." આધ્વીકા એ રાજેશ ભાઈ સામે જમીન પર બેસી ને કહ્યું.

"કદાચ તમે બધા સાચું બોલો છો, હું..... હું મારો ગુનો કબુલ કરીશ અને મારા ભાગ ની સજા પણ ભોગવીશ. રાહુલ બેટા મને ઊઠવા માં મદદ કર અને પોલીસ સ્ટેશન લઈ જા." રાજેશભાઈ ની આંખો પણ ભીંજાઈ હતી, આધ્વીકા સિવાય બધા લોકો ના ચહેરા પર સંતોષ ને ખુશી દેખાણી.

રાહુલ એ બન્ને હાથ થી રાજેશ ભાઈ ને ઊઠવા મા સપોર્ટ કરી રહ્યો હતો, રાજેશભાઈ માંડ ઊભા થઈ શક્યા. રાહુલ એ ખુશીથી રયાન તરફ જોયું, રયાન ના ચહેરા પરથી અચાનક ખુશી ગાયબ થઈ ગઈ અને તેના ચહેરા નો રંગ ઊડી ગયો.
રાહુલ સાવધ થાય એના પહેલા એની આંખો ની બાજુ માં કઈક મુકાયા નો એહસાસ થયો. ત્યાં હાજર બધા ની આંખો આશ્ચર્ય અને આઘાત થી પહોળી થઇ ગઈ હતી, રાહુલ ની મદદ લેવા ના બહાને રાજેશ ભાઈ એ ચુપચાપ એની બંદુક લઈ લીધી હતી અને હાલ એ બંદુક એમણે રાહુલ ના માથા પર મુકી હતી.

"પપ્પા, શું કરો છો તમે? એ દિકરો છે તમારો." રયાન નો અવાજ તિરસ્કાર અને આઘાત મિશ્રીત હતો.
"મને હાલ માત્ર મારી ચિંતા છે, મને અહી થી ચુપચાપ જવા દો નહીં તો...."
"નહીં તો‌ શું?" રાજેશભાઈ ના પાછળ થી આધ્વીકા નો અવાજ આવ્યો. આધ્વીકા એ તેની બંદુક પહેલાં થી જ તૈયાર રાખી હતી કેમકે એના મન માં વહેમ હતો, તેને રાજેશભાઈ પર જરાય વિશ્વાસ નહોતો.

રાજેશભાઈ એ પાછળ જોવા નો પ્રયત્ન કર્યો પરંતું આધ્વીકા એ એમને રોકી લીધા,"રાજેશ ચૌધરી તમારી આવી વાતો મા આખી દુનીયા‌ આવી શકે છે હુ નહીં. મે પહેલા પણ કહ્યું હતુ મી. ચૌધરી કે હુ તમારી નસ નસ થી અવગત છું, અને તમારા થી બે ડગલા આગળ પણ છું. જો રાહુલ ને કઈ પણ થયું ને તો હું બીજી સેકન્ડ એ તમારી ખોપડી ઊડાડી દઈશ."

બન્ને ગન લોડ થઈ ચુકી હતી, વાતાવરણ ગંભીર બન્યું હતું, બધા ના શ્વાસ અધર થઈ ચુક્યા હતા.
"રાહુલ.........."હમણાં જ અહીં આવેલા હેતલબેન ના મોઢામાંથી રાહુલ ને રાજેશભાઈ ની ગન પોઇન્ટ પર જોઈ અનાયાસે જ ચીસ નીકળી ગઈ.
રાજેશભાઈ અને આધ્વીકા નુ ધ્યાન ભટક્યુ અને ટ્રીગર પર મુકેલ અંગૂઠો દબાણો. બે ધમાકા પછી ફરી થી આ રોડ શાંત થઈ ગયો.

ક્રમશઃ


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED