અરમાનની કોઈ નિશાની અદિતિની સામે લાવવાથી કદાચ અદિતિને અરમાનની યાદ આવે અને તે રડી પડે અને આ આઘાતમાંથી બહાર આવી શકે તેવી શક્યતા ડૉક્ટરે આરુષને બતાવી.
તેથી આરુષે આ વાતની જાણ અદિતિની મમ્મીને કરી અને અરમાનની કોઈ નિશાની છે કે નહિ તે પૂછ્યું પણ ખરું, અદિતિની આ હાલતને લઈને સંધ્યાબેન ખૂબજ રડી પણ પડ્યા હતા અને તેમણે આરુષને અદિતિને અરમાને ગીફ્ટ આપેલી "Dancing dall" યાદ કરાવી હતી.
અરમાને અદિતિના વોર્ડડ્રોબમાંથી
Dancing dall શોધી કાઢી અને તે અદિતિ પાસે લઈ આવ્યો અને તે બતાવીને આરુષ અદિતિને કહેવા લાગ્યો કે, " આદિ,જો આ ડોલ કેટલી બધી સરસ છે, તું જેમ ખૂબજ સુંદર ડાન્સ કરે છે તેમ આ ડોલ પણ ખૂબજ સરસ ડાન્સ કરે છે." અને તેણે ડાન્સીંગ ડોલને ચાવી ભરી તેથી ડાન્સીંગ ડોલ ડાન્સ કરવા લાગી અને સાથે ગીત પણ ગાવા લાગી. ત્યારબાદ આરુષે આ ડાન્સીંગ ડોલને હાથમાં લીધી અને હ્રદય સ્પર્શી ચાંપી લીધી અને તે અદિતિને કહેવા લાગ્યો કે, " આદિ, તારા જેવી જ સુંદર છે આ ડૉલ નહીં..?? તને કોણે ગીફ્ટ આપી હતી તને યાદ છે માય ડિયર..?? " અને પછી આરુષ અદિતિના જવાબની આશાએ અદિતિ તરફ એકીટસે તાકી રહ્યો પણ અદિતિના વર્તનમાં કંઈ જ ફરક પડ્યો નહિ, અદિતિ Dancing dall સામે નિસ્તેજ દ્રષ્ટિએ જોઈ જ રહી હતી અને તેણે કંઈજ રીએક્ટ ન કર્યું, તેના ફેસ ઉપર કોઈ જ રીએએક્શ ન દેખાયું. પછી આરુષે તે ડૉલ અદિતિના ખોળામાં મૂકી અને તે અદિતિને ભેટીને ખૂબજ રડી પડ્યો અને અદિતિને કહેવા લાગ્યો કે, " મેં તારા જીવનમાંથી અરમાનને દૂર કરી દીધો તે મારા જીવનની સૌથી મોટી ભૂલ છે, મારી અદિતિ હું તારો અને અરમાનનો ગુનેગાર છું. મેં તને તેના છેલ્લા સમયે મળવા પણ ન દીધી તે મારી બીજી ભૂલ છે પણ આને માટે તું તારા આરુષને માફ નહીં કરી શકે..?? હું તારી માફી માંગું છું મને માફ કરી દે આદિ, અને પહેલા જેવી મારી નોર્મલ અદિતિ થઈ જા, તારી આ પરિસ્થિતિ મારાથી જોઈ શકાતી નથી. " અને આરુષ અદિતિને ભેટીને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો. તેથી આરુષ થોડો વધારે નર્વસ થઈ ગયો અને હવે શું કરવું તે વિચારવા લાગ્યો..??
ડૉકટરને બતાવીને આવ્યાના બીજા દિવસે સવારે અદિતિની તબિયત થોડી વધારે બગડી હતી તેને કંઈપણ ખાય તો તરત જ વૉમિટ થઈને બધું જ ખાધેલું બહાર નીકળી જતું હતું. તેથી આરુષ ફરીથી ચિંતામાં પડી ગયો હતો એટલામાં તેમના ઘરે કામ કરવા આવતાં રમાબેન આવ્યા. તેમને આરુષે અદિતિની તબિયતની જાણ કરી તો તેમણે આરુષને ખુશીના સમાચાર આપ્યા કે અદિતિ માતા બનવાની લાગે છે, અને આ તબિયત બગડી તે તેની નિશાની છે અને આપણે તેને લેડી ડૉક્ટર પાસે લઈ જવી જોઈએ.
આરુષ તે જ દિવસે તેને લેડી ડૉક્ટર નીશાબેન પાસે લઈ ગયો.નીશાબેને અદિતિનું સારી રીતે ચેકઅપ કર્યું અને હસતાં હસતાં આરુષને ખુશી સમાચાર આપ્યા કે, " મિ. આરુષ, કોન્ગ્રેચ્યુલેશન્શ અદિતિ ઈઝ પ્રેગ્નન્ટ, તમે પિતા બનવાના છો."
આરુષને આ સમાચાર સાંભળી શું રીએક્ટ કરવું કંઈ જ ખબર ન પડી તે ચૂપ રહ્યો તેથી ડૉ.નીશાબેને ફરીથી આરુષને પૂછ્યું, " What is the problem ? "
આરુષે અદિતિની આખીય પરિસ્થિતિની જાણ ડૉ.નીશાબેનને કરી અને તેને માનસિક રોગના ડૉક્ટરની દવા ચાલે છે તો શું કરવું..??
અદિતિની આવી સીરીયસ પરિસ્થિતિને લઈને ડૉ. નીશાબેન પણ વિચારમાં પડી ગયાં કે અદિતિને કઈ રીતે નોર્મલ પરિસ્થિતિમાં લાવવી..?? અને કઈરીતે તેની ટ્રીટમેન્ટ કરવી..??
~ જસ્મીન