Parijatna Pushp - 5 books and stories free download online pdf in Gujarati

પારિજાતના પુષ્પ - 5

" પારિજાતના પુષ્પ " " દોસ્ત "

આપણે ગયા પ્રકરણમાં જોયું કે.....

અદિતિની માંદગી તો લાંબી ચાલી...અરમાન જાણે એકલો પડી ગયો અને ખૂબજ ઉદાસ રહેવા લાગ્યો.. બિલકુલ સુનમુન રહેવા લાગ્યો.. તે ન તો સ્કૂલે જતો કે ન તો જમતો.. કે ન કોઈની સાથે વાત કરતો કે ન કોઈ પણ ફ્રેન્ડ સાથે રમવા પણ જતો.. અરમાનની મમ્મી દર્શનાબેનને અરમાનની ખૂબ ચિંતા થવા લાગી...

અને એક દિવસ તો અરમાને હદ જ કરી નાખી...!!સવારનો ક્યાંક ચાલ્યો ગયો, સાંજ સુધી ઘરે ન આવ્યો ખૂબજ શોધખોળ થઈ ગઈ, દર્શનાબેનની આંખમાં તો આંસુ સૂકાતા ન હતા. બધા ખૂબજ ચિંતામાં પડી ગયા. ક્યાં ગયો હશે આ છોકરો..?? કેમ હજી સુધી પરત નથી ફર્યો..?? કોઈ તેને કીડનેપ તો નહિ કરી ગયું હોયને..?? જેવા અનેક સવાલો અદિતિ અને અરમાન બંનેના ફેમીલીને ઘેરી વળ્યા...

અંતે પોલીસમાં કમ્પલેઈન કરવાનું નક્કી કર્યું.....
અદિતિના પપ્પા વિનેશભાઈ તેમજ અરમાનના પપ્પા જીનલભાઈ પોલીસ સ્ટેશને કમ્પલેઈન કરવા માટે જઈ રહ્યા હતા અને રસ્તામાં જ અરમાન મળ્યો, ચાલતો ચાલતો ઘર તરફ જઈ રહ્યો હતો.

તેના પપ્પા જીનલભાઈએ તેને પૂછ્યું તો તેણે જણાવ્યું કે અદિતિની તબિયત સારી નથી તેથી તે ભગવાનને પ્રાર્થના કરવા માટે ગયો હતો. અરમાનના ઘરથી નજીક જ મહાદેવજીનું મંદિર હતું, જ્યાં અવાર-નવાર તે પોતાની મમ્મી તેમજ અદિતિ અને અદિતિની મમ્મી સાથે જતો હતો.

નાનકડો અરમાન પ્રભુને પ્રાર્થના કરી રહ્યો હતો કે, " હે પ્રભુ, મારી અદિતિને જલ્દીથી બિલકુલ સારું થઈ જાય, અદિતિ વગર મને જરાપણ ગમતું નથી તો હે ભગવાન, મારી અદિતિને જલ્દીથી સાજી કરી દો. "

માસુમ અરમાનના જવાબથી, તેના ઘરના તેમજ અદિતિના ઘરના બધા જ સભ્યો હતપ્રભ થઈ ગયા. જાણે આખુંય વાતાવરણમાં ગમગીન બની ગયું.... અરમાનની મમ્મી દર્શનાબેન તેમજ અદિતિની મમ્મી સંધ્યાબેન બંને અરમાનને ભેટીને ખૂબજ રડવા લાગ્યા....

દરેકે ભગવાનને પ્રાર્થના કરી કે, " હે પ્રભુ, 🙏 આ માસુમ બાળક અરમાનની બંદગી સાંભળજે અને અમારી અદિતિ હસતી-ખેલતી થઈ જાય તેવી કૃપા કરજે.🙏 "

મિત્ર હો તો અરમાન જેવો... અદિતિને શું જોઈએ છે થી માંડીને અદિતિને શું ગમે છે તેની બધીજ ખબર હોય અરમાનને....!!

અરમાનને તેનાથી ચાર વર્ષ મોટો એક ભાઈ કરણ પણ હતો. પણ અદિતિ તેના મમ્મી-પપ્પાની એકની એક દીકરી, એટલે તેના માટે તો અરમાન જ સર્વસ્વ.... તેને એક સેકન્ડ પણ અરમાન વગર ન ચાલે....!!

અરમાન નાની મોટી દરેકે દરેક વાત અદિતિને પૂછીને જ કરે...!! અદિતિની ઈચ્છા વિરુધ્ધનું કોઈ કામ અરમાન ન જ કરે...તેના માટે અદિતિની ઈચ્છા એજ સર્વોપરી.... ડાન્સ ક્લાસમાં પણ અદિતિની સાથે અરમાન પોતાની ઈચ્છા ન હોવા છતાં જતો અને અદિતિ ક્લાસમાંથી છૂટે નહિ ત્યાં સુધી બહાર તેની રાહ જોતો બેસી રહેતો...!!

આજે અરમાન અદિતિની બાજુમાંથી ખસવાનું નામ લેતો ન હતો. તે અદિતિને કહ્યા કરતો હતો કે, " તું મને માર ખવડાવીશ તે ચાલશે, મને હેરાન કરીશ તે પણ ચાલશે, પણ તું જલ્દીથી સાજી થઈ જા. મારે તારી સાથે રમવું છે, મારે તારી સાથે ઘણીબધી વાતો કરવી છે, તું ક્યારે પથારીમાંથી ઊભી થઈશ અદિતિ...?? " અને નાનકડા અરમાનની આંખો આંસુથી છલકાઈ જતી....

અદિતિના મમ્મી-પપ્પાની હાલત પણ કંઇક એવીજ હતી. અદિતિના મમ્મી સંધ્યાબેનની આંખમાંથી આંસુ સુકાતા ન હતા અને તેના પપ્પા બિચારા વિનેશભાઈ રડી તો શકતા ન હતા પણ સુનમુન રહેતા હતા...
અદિતિના ઘરનાને તેમજ અરમાનના ઘરનાને એકજ ચિંતા સતાવતી હતી કે અદિતિને ક્યારે સારું થશે... અને થશે પણ ખરું કે નહિ....??

હવે તો ઈશ્વર જ બચાવે અદિતિને....??

અદિતિ પહેલા જેવી હસતી-ખેલતી થાય છે કે નહિ વાંચો આગળના પ્રકરણમાં.....

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED