પારિજાતના પુષ્પ - 21 Jasmina Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • મજબૂત મનોબળ

    આપણે મજબૂત મનોબળ કંઈ રીતે કેળવી શકીએ??         મનનું "બળ" મન...

  • રાય કરણ ઘેલો - ભાગ 7

    ૭ થોડો પૂર્વ ઈતિહાસ   આ વ્યાપક અવિશ્વાસનું કારણ સમજવા મ...

  • ફરે તે ફરફરે - 58

    ફરે તે ફરફરે - ૫૮   પ્રવાસના જે પડાવ ઉપર હું પહોંચ્યો છ...

  • ભાગવત રહસ્ય - 158

    ભાગવત રહસ્ય-૧૫૮   એક વખત મહારાષ્ટ્રમાં સંતો ની મંડળી એકઠી થય...

  • નિતુ - પ્રકરણ 68

    નિતુ : ૬૮ (નવીન)નિતુની અણનમ આંખો એને ઘૂરી ઘૂરીને જોઈ રહી હતી...

શ્રેણી
શેયર કરો

પારિજાતના પુષ્પ - 21

આપણે પ્રકરણ-20 માં જોયું કે,
અદિતિની આવી સીરીયસ પરિસ્થિતિને લઈને ડૉ. નીશાબેન પણ વિચારમાં પડી ગયાં કે અદિતિને કઈ રીતે નોર્મલ પરિસ્થિતિમાં લાવવી..?? અને કઈરીતે તેની ટ્રીટમેન્ટ કરવી..?? હવે આગળ...

અદિતિની આ પરિસ્થિતિની જાણ આરુષની કઝિન સિસ્ટર અને અદિતિની બેસ્ટ ફ્રેન્ડ કુંજનને થતાં તે અદિતિની ખબર પૂછવા અને તેને મળવા માટે આરુષના ઘરે આવી.

કુંજનને તેમજ તેની નાની રૂપાળી, કાલું કાલું બોલતી મીઠી-મધુરી દિકરી ગુડ્ડીને જોઈને અદિતિના મુખ ઉપર હાસ્યની રેખા તરી આવી. અદિતિનો હસતો ચહેરો જોઈને આરુષને પણ થોડી રાહત લાગી અને તેના ચહેરા પર પણ સ્માઈલ આવી ગયું અને તેણે ઘણાં લાંબા સમયના તણાવ પછી, જેમ ભર ઉનાળે ઠંડા પવનની લહેર આવે અને હાંશ થાય તેવી હાંશ અનુભવી.

કુંજન અદિતિને ખાલી મળવા માટે જ આવી હતી પરંતુ કુંજન તેમજ તેની સ્વીટ ડોલ ગુડ્ડીને કારણે અદિતિના ચહેરા ઉપર જે હાસ્યની રેખા છવાઇ હતી તે આરુષ ખોવા માંગતો ન હતો તેથી તેણે કુંજનને અહીં પોતાના ઘરે અદિતિની સાથે થોડા દિવસ રોકાઇ જવા માટે કહ્યું.

અદિતિની આ પરિસ્થિતિ જોઈને કુંજન અદિતિ પાસે થોડાક દિવસ રોકાઈ ગઈ.‌આરુષ અને અદિતિનું 🏠 ઘર નાની દીકરી ગુડ્ડીને કારણે હર્યુંભર્યું અને ખુશખુશાલ થઈ ગયું.

ગુડ્ડીની કાલી-ઘેલી વાણીથી અદિતિ ખૂબજ ખુશ રહેવા લાગી. અને અદિતિને ખુશ જોઈને આરુષ પણ ખુશ રહેવા લાગ્યો. આરુષને હવે અદિતિની પરિસ્થિતિ નોર્મલ થઈ જશે તેવો વિશ્વાસ થવા લાગ્યો હતો.

ગુડ્ડીને પણ અદિતિ સાથે ખૂબજ ફાવી ગયું હતું. અને એક-બે દિવસમાં તો ગુડ્ડીને તેની માયા પણ થઈ ગઈ હતી અને આખો દિવસ તે, " આન્ટી, આન્ટી " કરતી, અદિતિની પાછળ પાછળ ફરતી રહેતી હતી.

અદિતિ પોતાના ઘરનાં બગીચામાં હિંચકા ઉપર બેસીને બિલાડીના બચ્ચાંને રમાડતી અને દૂધ પીવડાવતી ત્યારે ગુડ્ડી પ્રેમથી અદિતિના ખોળામાં લપાઈ જતી.

કુંજન ગુડ્ડી માટે દૂધ બનાવવા રસોડામાં જતી હતી તો ગુડ્ડીએ જીદ પકડી કે, " દૂધ આન્ટી બનાવીને પીવટડાવશે તો જ હું પીશ નહીં તો નહીં પીવું. " કુંજને ગુડ્ડી ઉપર ગુસ્સો કર્યો અને ગુડ્ડીને કહેવા લાગી કે, " ગુડ્ડી, તું આંટીને ખૂબજ હેરાન કરે છે. હવે માર ખાઇશ, હું દૂધ બનાવીને પીવડાવું છું ને તને ? આંટી ને કેમ હેરાન કરે છે તું ? " પણ આતો બાળજીદ કહેવાય ગુડ્ડી કુંજનની વાત માનવા તૈયાર ન હતી. તેણે જીદ પકડી હતી કે આંટી જ મને દૂધ બનાવીને પીવડાવે.

છેલ્લા કેટલાય સમયથી અદિતિએ રસોડામાં પગ પણ મૂક્યો ન હતો પરંતુ ગુડ્ડીની જીદને કારણે અદિતિ ગુડ્ડીને તેડીને જાતે રસોડામાં ગઈ. ગુડ્ડીને પ્રેમથી ઉંચકીને રસોડાના પ્લેટફોર્મ પર, પોતાની સામે બેસાડી અને તેને માટે દૂધ બનાવવા લાગી.

અદિતિને આમ અચાનક રસોડામાં જોઈને આરુષ ખુશ થઈ ગયો અને અદિતિની બાજુમાં જઈને ઊભો રહી ગયો. પ્રેમથી તેણે અદિતિના ગાલ ઉપર કિસ કરી અને ગુડ્ડીને પણ કિસ કરી અને ગુડ્ડીને કહેવા લાગ્યો કે, "તારા આંટીને કહેને મને કિસ કરે " પણ અદિતિ બિલકુલ ચૂપચાપ હતી. આરુષની વાતની જાણે તેની ઉપર કોઈ જ અસર થઈ ન હતી અથવા તો તે કોઈ પ્રત્યુત્તર આપવા માંગતી ન હતી. બસ ખાલી તેણે આરુષની સામે એક નજર કરી અને પછી ગુડ્ડીનો દૂધનો ગ્લાસ એક હાથમાં લઈને બીજા હાથેથી ગુડ્ડીને તેડીને બગીચામાં હિંચકા ઉપર ગુડ્ડીને બેસાડીને તેને દૂધ પીવડાવવા લાગી.

રમાબેન પણ અદિતિની ગુડ્ડી સાથેની મૌન બોલ-ચાલથી ખૂબજ ખુશ હતા અને અદિતિને પહેલાં જેવી નોર્મલ થતાં જોઈને ભગવાનનો પાડ માની રહ્યા હતાં.

ગુડ્ડી અદિતિના ખોળામાંથી નીચે ઉતરવાનું નામ જ લેતી ન હતી જાણે તે વર્ષોથી અદિતિને ઓળખતી હોય તેમ. આજે તો તેણે હદ જ કરી નાંખી, રાત પડી એટલે તેણે અદિતિ સાથે અદિતિના બેડરૂમમાં સૂઈ જવાની જીદ કરી. પણ ગુડ્ડીને વાર્તા સાંભળીને જ સુઈ જવાની આદત હતી તેથી કુંજન ગુડ્ડીને "ના" પાડી રહી હતી કે, આંટી તો તને વાર્તા નહિ સંભળાવે તું મારી સાથે જ સુઈ જવા માટે ચાલી, હું તને સરસ વાર્તા સંભળાવીશ.

આદિતિ ગુડ્ડીને પોતાની સાથે સુઈ જવા માટે લઈ જાય છે કે નહીં...? વાર્તા સંભળાવે છે કે નહીં...? વાંચો આગળના પ્રકરણમાં....

~ જસ્મીના શાહ 'જસ્મીન' દહેગામ
8/2/2021