Parijatna Pushp - 8 books and stories free download online pdf in Gujarati

પારિજાતના પુષ્પ - 8

" પારિજાતના પુષ્પ " પ્રકરણ-8

" અદિતિની મુંઝવણ "

ઈચ્છાઓની સાથે સાથે પહેલાની અદિતિ પણ મૃત્યુ પામી ચૂકી હતી. બસ, ખાલી જીવીત હતી તો ખોખલી યાદો...

આરુષ ઑફિસેથી રિટર્ન આવે એટલે ઘણીબધી વાતો કરવી હોય અદિતિને આરુષ સાથે પણ આરુષનો કંઈપણ વાત કરવાનો મૂડ જ ન હોય એટલે અદિતિ પણ કંઈપણ બોલ્યા વગર ચૂપચાપ આરુષ સાથે બેસીને જમી લેતી અને પછી બંને સાથે બેસીને થોડીકવાર ટી.વી. જોતા અને સૂઈ જતા. બસ, આજ યંત્રવત જીવન અને નિત્યક્રમ હતો અદિતિનો અને આરુષનો....હવે આગળ....

અદિતિની આ પરિસ્થિતિથી સાવ અજાણ સંધ્યાબેન અદિતિને પૂછ્યા કરતા હતા કે, " ખુશ ખબરી ક્યારે સંભળાવે છે, બેટા ? હવે તારા લગ્નને ત્રણ વર્ષ પૂરા થઈ ગયા છે. હવે તમારે બાળક લાવી દેવું જોઈએ બેટા. "

પણ અદિતિની પાસે આ પ્રશ્નનો જવાબ આપવા માટે કોઈ શબ્દો ન હતા. તે " આરુષની ઈચ્છા નથી મમ્મી, બાળક લાવવાની " કહી પોતાની મમ્મીને દુઃખી કરવા નહતી ઈચ્છતી. અદિતિ પોતાની મન:સ્થિતિ પોતાના મમ્મી-પપ્પાને કહીને દુઃખી કરવા ન હતી ઈચ્છતી તેથી તેની પરિસ્થિતિથી તેના મમ્મી-પપ્પા સાવ અજાણ હતા.

લગ્ન પછી આટલી બધી લાઈફ ચેઈન્જ થઈ જતી હશે...!! તેવું તો અદિતિએ સ્વપ્નમાં પણ વિચાર્યું ન હતું. લગ્નનો મતલબ ખરા અર્થમાં અદિતિ સમજે તે પહેલા તેના લગ્ન થઈ ચૂક્યા હતા.

નાની હતી ત્યારે અરમાનના ભાઈ કરણના લગ્ન તેણે જોયેલા, ત્યારે તેને ઘણાંબધા પ્રશ્નો મનમાં ને મનમાં મૂંઝવી રહ્યા હતા. અરમાનનો ભાઈ તેનાથી ચારેક વર્ષ મોટો હતો. તેના લગ્ન તેમની જ્ઞાતિની જ પણ કેનેડામાં રહેતી સીમા નામની ખૂબજ સુંદર છોકરી સાથે થઈ રહ્યા હતા. લગ્ન પછી સીમા અરમાનના ભાઈ કરણને તેમજ અરમાનના આખા પરિવારને કેનેડા બોલાવી લેવાની હતી.

કરણ અને સીમાના લગ્ન સમયે અદિતિ એકીટશે ને એકીટશે સીમાને પગથી લઈ માથા સુધી જોયા કરતી હતી.લાલ અને વ્હાઈટ રંગનું પાનેતર, આખો હાથ ભરાઈ જાય તેવો હાથી દાંતનો ચૂડો, કપાળમાં સુંદર બીંદી, દાગીનાથી ભરચક ગરદન, પગમાં પાયલ, નાજુક-નમણી સીમા દુલ્હનના વેશમાં સુસજ્જ અતિશય સુંદર લાગી રહી હતી અને અદિતિ વિચાર્યા કરતી હતી કે, દરેક છોકરીને લગ્ન કેમ કરવા જ પડે...?? સાસરે શું કામ જવું પડે...?? શું તે પોતાના મમ્મી-પપ્પા સાથે આજીવન ન રહી શકે...?? અને પછી અદિતિ વારંવાર પોતાની મમ્મીને લગ્ન વિશે પૂછ્યા કરતી હતી અને તેનો એક મુખ્ય સવાલ એ હતો કે, " લગ્ન કરીને છોકરીને જ કેમ સાસરે જવું પડે ? છોકરાઓ કેમ સાસરે નહિ જતા હોય...?? "

ત્યારે અદિતિની મમ્મી સંધ્યાબેન તેને પ્રેમથી જવાબ આપતા કે, " એ તો તું મોટી થઈશને બેટા એટલે તને બધીજ ખબર પડી જશે. " અને પછી અરમાન તેને ચીડવતો હતો કે, " તું મોટી થઈશને એટલે તારે પણ લગ્ન કરીને સાસરે જવું પડશે, બધીજ છોકરીઓએ સાસરે જવું પડે અને બધીજ છોકરીઓએ સાસરે જતાં જતાં રડવું પણ પડે એટલે તારે પણ સાસરે જતાં જતાં રડવું પડશે... " અને તે અરમાનને જવાબ આપી દેતી કે, " હું કંઈ સાસરે-બાસરે જવાની નથી અને લગ્ન પણ કરવાની નથી. એટલે રડવાનો તો કોઈ સવાલ જ નથી ને...!! " આમ અરમાન અને અદિતિનો માસૂમ ઝઘડો ચાલ્યા કરતો.

અને અદિતિની આંખમાંથી ધડ ધડ આંસું વહેવા લાગ્યા...આજે તેને સમજાયું હતું કે લગ્ન કરવાથી ફક્ત પોતાનું ઘર જ નથી બદલાતું પણ સમગ્ર જીવન જ બદલાઈ જાય છે. આજે તેને સમજાયું કે મમ્મી-પપ્પાને છોડીને જતી વખતે દીકરીઓ શા માટે રડતી હશે...?? ખરા અર્થમાં આજે અદિતિને સમજાયું હતું કે પતિ અને સાસરું કોને કહેવાય...?? સ્ત્રીએ જ હંમેશાં બધો ભોગ આપવો પડતો હોય છે. પોતાનું ઘર ટકાવી રાખવા માટે સ્ત્રીએ જ સહન કરવું પડતું હોય છે.

આજે અદિતિને ખબર પડી કે અરમાન સાથે જ તેને લગ્ન કરવાના હતા. તો પછી આ બધું શું થઈ ગયું...??

કેમ અદિતિના લગ્ન અરમાન સાથે ન થઈ શક્યા...?? વાંચો આગળના પ્રકરણમાં....

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED