Losted - 50 books and stories free download online pdf in Gujarati

લોસ્ટેડ - 50

લોસ્ટેડ 50

રિંકલ ચૌહાણ

"ક્યાં ગઈ હશે બન્ને? ફોન નથી એકેય જોડે નહીં તો લોકેશન ટ્રેસ કરી લેત, હવે શુ કરીશું ભાઈ?" રાહુલ ટેન્શન માં આવી ગયો હતો. આરાધના બેન મીરા અને‌‌ ચાંદની સાથે હોસ્પિટલ આવી ચુક્યા હતાં, જીવન એ અહીં ની પરિસ્થિતિ સંક્ષિપ્ત માં એમને જણાવી.
"ક્યાં ગઈ હશે બન્ને છોકરીઓ જયશ્રી બેન? બન્ને ભયંકર ગુસ્સામાં હતી, ગુસ્સામાં ન થવા નુ કરી બેઠી બન્નેઊ તો‌?" આરાધના બેન નુ હ્રદય ફફડી રહ્યું હતું.
"મને ખબર છે દીદી ક્યાં ગઈ હશે." મીરા બોલી. બધા એ તેની તરફ પ્રશ્ન સુચક નજરે જોયું.
"દીદી ચિત્રાસણી ગઈ હશે, જ્યાં મમ્મા પપ્પા નો એક્સીડેન્ટ. મારી પણ એવી જ ઈચ્છા થઈ રહી છે કે‌ એ માણસ ને હું ત્યાં લઈ જઈ ને મારી નાખુ જ્યાં એણે મારા મમ્મા પપ્પા ને......" મીરા ની આંખો ભીની થઈ ગઈ.
"મીરા ઈઝ રાઈટ, મમ્મી તુ અહીં જયશ્રી ફઈ ની સાથે રહેજે. હું તને વચન આપુ છું કે હું પપ્પા ને સહી સલામત મારી સાથે લઈ ને આવીશ." રયાન તેની ગાડી તરફ આગળ વધ્યો.
"હુ પણ આવુ છુ ભાઈ." રાહુલ તેની પાછળ ગયો.
"હુ પણ આવીશ...." મીરા પણ એમની સાથે ગઈ.
"જીવન તુ અહીં તપાસ કરાવ, અને પરીવાર નુ ધ્યાન રાખજે." રયાન એ ગાડી ચાલુ કરી અને પાલનપુર તરફ લીધી.

"મી. ચૌધરી, આંખ ખોલી ને જોઈ લો. આ એ જ જગ્યા છે ને જ્યાં તમે મારા મમ્મા પપ્પા ને મારી નાખ્યાં હતાં?" આધ્વીકા એ રાજેશ ભાઈ નું માથું વાળ થી પકડી ઊપર કર્યું.
"ડરવા ની જરુર નથી રાજેશ ચૌધરી, તમારા જેવા હલકા સંસ્કાર નથી અમારા‌. આ હાથ ટુટેલો ન હોત ને તમારો મી. ચૌધરી તો હાલ સુધી આ હોકી સ્ટીક અને તમારી પીઠ બન્ને ટુટી ગઈ હોત." જીજ્ઞાસા ને અનહદ ગુસ્સો આવી રહ્યો હતો.
"હુ મારા પાપ ની સજા ભોગવવા તૈયાર છું, પણ તમે મને માફ કરી દો બેટા......"
"એ.... ખબરદાર જો અમને‌ બેટા કહ્યું છે તો, જીભ ખેંચીને હાથ માં આપી દઈશ. બેટા કહેનાર ને છીનવી ને હવે નાટક કરો છો શરમ નથી આવતી?" આધ્વીકા તાડુકી.
"તમે મને મારવા નથી માંગતી તો અહીં લઈને કેમ‌ આવી છો?" રાજેશ ભાઈ મુંઝાઈ ગયા હતા, પહેલી વાર એમના ચાલાક મગજ પર કોઈ ભારે પડી રહ્યું હતું.
"આપણે વર્ષો થી બીઝનેસ રાઈવલ્સ છીએ મી. ચૌધરી, હું તમારી નસ નસ થી અવગત છું. તો તમારી આ ચાલાકીઓ દુનિયા સામે ચાલશે, મારી સામે નહીં." આધ્વીકા એ કટાક્ષ ભર્યુ સ્મિત કર્યું.
"દુનિયાનો એક નિયમ છે મી. ચૌધરી જે માણસ તેના દુશ્મન ને સારી રીતે જાણતો હોય એ માણસ કદી હારતો નથી. તો વાત એમ છે કે અમે બન્ને સારી રીતે જાણીએ છીએ કે તમે ક્યારેય પોલીસ સામે ગુનો કબુલ નહીં કરો, તમે નાટક કરી રહ્યા છો કેમકે તમને માત્ર થોડો‌ સમય જોઈએ છે આ મુસીબત થી છટકવા નો રસ્તો શોધવા." જીજ્ઞાસા ગુસ્સામાં બોલી.

"એક સવાલ મારા મન ને વર્ષો થી કોરી ખાતો હતો, કે મર્દો ના ધંધા માં આ બે છોકરીઓ નંબર વન પર કઈ રીતે પહોંચી. પણ‌ આજે તમે બન્ને એ સાબિત કર્યુ કે તમે બન્ને નંબર વન ને લાયક છો, કોઈ સ્ત્રી માં મગજ હોય એ નવાઈ ની વાત છે ને અહીં તો બબ્બે મળી ગઈ." રાજેશ ભાઈ ખડખડાટ હસી પડ્યા.
"સાચી વાત છે, સ્ત્રી ઓમાં મગજ નથી હોતું નહી તો તારી મા એ તારા જેવા નપાવટ ને જન્મ ન આપ્યો હોત, તારી પત્ની એ તારા કાળા કરતૂતો મા સાથ આપી તને ફટવાડ્યો ન હોત, મારી ફઈ અને માસી એ ચુપ રહીને તને આઝાદ‌ ન રહેવા દીધો હોત. એ સ્ત્રી ઓએ દીલ ને બદલે મગજ વાપર્યું હોત તારું અસ્તિત્વ રાખ થઈ ગયું હોત વર્ષો પહેલાં...." આધ્વીકા એ દાંત પીસ્યા.
"આધ્વીકા.... આધ્વીકા..... ક્યાં હતી તુ? પહેલા જન્મ કેમ ન લીધો તે? અને જીજ્ઞાસા તું, તારી મા ની અદલ કોપી છે તું હો. ભગવાન ની કસમ દીલ આવી ગયું મારુ તમારા બન્ને પર, ખોટા આટલા વર્ષ તમારી સાથે દુશ્મની મા બરબાદ કરી નાખ્યાં. પહેલાં ખબર હોત કે આ જંગલ માં બબ્બે જુવાન સિંહણો છે તો ક્યાર‌ નો શિકાર કરી નાખ્યો હો......" રાજેશ ચૌધરી એમની વાત પુરી કરે એ પહેલા તો એમના ગાલ પર ઝન્નાટેદાર થપ્પડ પડ્યો.
"મીરા......" આધ્વીકા ની આંખો આશ્ચર્ય થી પહોળી થઈ ગઈ.
"તારી હિમ્મત કેમ થઇ મારી બેન સાથે આવી રીતે વાત કરવા ની? હું તને જીવતો નહીં છોડું નપાવટ." મીરા એ રાજેશ ભાઈ ના બન્ને કોલર પકડી એમના પેટ માં જોરદાર પાટુ મારી, અચાનક હુમલા થી એમનુ સંતુલન ગયું અને એ નીચે પટકાયા.
જમીન પર પડેલી હોકી સ્ટીક લઈને મીરા એ રાજેશ ભાઈ ને મારવા નુ ચાલુ કર્યું, મીરા ને આટલા ગુસ્સામાં જોઈ આધ્વીકા, જીજ્ઞાસા, રાહુલ અને રયાન શોક્ડ થઈ ગયાં હતાં. દોઢ-બે મીનીટ પછી આધ્વીકા ને પરિસ્થિતિ નુ ભાન થયું, એ મીરા ને પકડી રાજેશ ભાઈથી દુર લઈ ગઈ.
"મીરુ ઈટ્સ ઓકે, ઈટ્સ ઓકે.... કામ ડાઉન......" આધ્વીકા એ મીરા ને ગળે લગાવી.

"તે જોયું ને બેટા? તારી આંખો થી જોયુ ને કે આ ત્રણેય છોકરીઓ મને મારી નાખવા માંગે છે, હું નિર્દોષ છું મને બચાવી લે બેટા...." રાજેશ ભાઈ મગર ના આંસુ સારવા માંડ્યા.
"તમે જીજ્ઞાસા અને આધ્વીકા વીશે જે કીધુ એ અમે સાંભળ્યુ પપ્પા.....તમે તમારી ભુલો સ્વીકારી લો પપ્પા." રયાન નંખાઈ ગયેલા મોઢે બોલ્યો.

"હા, પપ્પા......" હવા માં અવાજ ગુંજ્યો અને મિતલ ત્યાં હાજર થઇ. રાજેશ ભાઈ ફાટી આંખે એમની મૃત દીકરી ને જોઈ રહ્યા.

ક્રમશઃ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED