લોસ્ટેડ - 49 Rinkal Chauhan દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લોસ્ટેડ - 49

લોસ્ટેડ 49

રિંકલ ચૌહાણ

"હું બન્ને છોકરીઓની પાછળ જઉ છું ભાભી, જીવન દિકરા ચાલ મારી સાથે." જયશ્રીબેન અને જીવન બીજી ગાડી માં હોસ્પિટલ જવા નીકળ્યાં.
આધ્વીકા અને જીજ્ઞા ની ગાડી હોસ્પિટલ ના પાર્કિંગ માં આવી ને ઊભી રહી. બન્ને ના હાથ માં એક એક હોકી સ્ટીક હતી, બન્ને એ સ્ટીક પર પકડ મજબુત કરી અને હોસ્પિટલ માં દાખલ થઇ. રિસેસ્પશન માંથી રાજેશ ભાઈ નો વોર્ડ નંબર જાણી બન્ને છોકરીઓ વોર્ડ તરફ આગળ વધી.
"રાજેશ ચૌધરી......" વોર્ડ માં દાખલ થતાં જ જિજ્ઞાસા એ ત્રાડ પાડી.
બન્ને ના હાથ માં હોકી સ્ટીક અને આંખો માં ગુસ્સો જોઈ રાહુલ અને રયાન એટલું સમજી ગયા કે બન્ને ને નહી રોકવા મા આવે તો અનર્થ થઈ જશે, એ બન્ને બેડ ની નજીક આવે એના પહેલા રયાન એ જીજ્ઞાસા અને રાહુલ એ આધ્વીકા ને પકડી લીધી.‌ બન્ને નુ આ‌ રૌદ્ર રૂપ જોઈ રાજેશ ભાઈ ગભરાઇ ગયા હતા, હેતલબેન એ રડવા નું ચાલુ કરી દીધુ હતું.
"છોડ મને રયાન, આજે‌ તો‌ હુ આ માણસ ને જીવતો‌ નહી છોડું." જીજ્ઞાસા રાજેશ ભાઈ તરફ જવા ધમપછાડા કરી રહી હતી.
"પણ થયું છે શું? શાંત થઇ જાઓ બન્ને જણી, અને પહેલા મને એ જણાવો કે શું થયું છે?" રયાન મહામહેનતે જીજ્ઞાસા ને રોકી ને ઊભો હતો.
"પુછ તારો બાપ ને કે શું થયું છે, મને છોડી દે રાહુલ નહીં તો મારો હાથ ઊઠી જશે." આધ્વીકા ગુસ્સામાં ધ્રૂજી રહી હતી.
બન્ને છોકરીઓને રોકી રાખવી રાહુલ રયાન માટે અઘરું કામ હતું, બે- ત્રણ વાર કહ્યા પછી પણ જ્યારે રાહુલ એ આધ્વીકા ના હાથ ન છોડ્યા તો‌ ગુસ્સામાં આધ્વીકા એ રાહુલ ને દરવાજા મા પછાડ્યો, રાજેશ ભાઈ નજીક ગઈ અને એમના પગ પર જોર થી સ્ટીક મારી. રાજેશ ભાઈ ની ચીસ થી આખી હોસ્પિટલ ગુંજી ઊઠી.
"આધ્વીકા શુ કરે છે તું આ? કોને મારી રહી છે તુ એનુ ભાન છે તને?" રાહુલ ગુસ્સામાં બરાડ્યો.
"એ માણસ ને મારી રહી છુ જેણે મને‌‌ અનાથ‌ કરી નાખી, તને શુ લાગ્યું હતું રાજેશ ચૌધરી કે મારા મમ્મા પપ્પા ને મારી ને‌‌‌ તું શાંતિ થી જીવી શકીશ." આધ્વીકા એ રાજેશ ભાઈ ને કોલર થી પકડી ઊપર કર્યો.
"તારો હિસાબ‌ તો હું કરીશ પાપી, મારા પપ્પા ને તે‌ જાણીજોઈ ને મારી નાખ્યા કેમ? તને લાગ્યું તુ બચી જઈશ? તારો હિસાબ તો હુ કરીશ." જીજ્ઞાસા એ રયાન ને ધક્કો માર્યો અને રાજેશ ભાઈ ના બેડ નજીક ગઈ.
"ચલ ઊઠ....." આધ્વીકા એ રાજેશ ભાઈ ને કોલર થી ખેંચી ઊભા કર્યા, એક ચીસ રાજેશ ભાઈ ના ગળા મા જ અટકાઈ ગઈ.

બન્ને છોકરીઓ રાજેશ ભાઈ ને ઘસડી ને પાર્કિંગ માં લઈ આવી એમને ગાડી મા નાખી ત્યાં થી નીકળી ગઈ. હોસ્પિટલ નો‌ સ્ટાફ પણ બન્ને ને‌ ન રોકી શક્યો.
"બેટા તારા પપ્પા સજા ભોગવી લેશે, માફી પણ માંગશે પણ એમને બચાવી લે બેટા...." હેતલબેન રડવા લાગ્યા.
"એટલે? પપ્પા ખુની છે અને આ વાત તુ‌ જાણતી હતી માં?" રયાન ને ધરતી માર્ગ આપે તો તો સમાઈ જવાની ઈચ્છા થઈ આવી.
"આધ્વીકા ને‌ જીજ્ઞા ક્યાં છે? અહીં આવવા નીકળી હતી, આવી છે અહીં?" જયશ્રી બેન દોડતાં આ ત્રણેય પાસે આવ્યાં.‌ રાહુલ એ બે મીનીટ મા અહીં જે બન્યું એ ટુંક મા જયશ્રી બેન ને જણાવ્યું.
"આપણે બન્ને છોકરીઓને શોધવી પડશે નહી તો અનર્થ થઈ જશે." જયશ્રી બેન પાર્કિંગ તરફ દોડ્યાં એમની પાછળ રાહુલ, રયાન ને હેતલ બેન પણ દોડ્યાં.

"તમે મને ક્યાં લઈ જાઓ છો? હુ સજા ભોગવવા તૈયાર છું, મને માફ કરી દો પ્લીઝ." રાજેશ ભાઈ રડુ રડુ થઈ રહ્યા હતા.
"સજા તો તુ ભોગવીશ જ, તને‌‌ સજા ત્યા મળશે જ્યાં તે ગુના ની શરુઆત કરી હતી." આધ્વીકા એ ગાડી ચલાવતા જવાબ આપ્યો, અને ગાડી ની સ્પીડ વધારી. આધ્વીકા ની ગાડી આ કહાની ના ભયાનક અંત તરફ પુરપાટ દોડી રહી હતી.

ક્રમશઃ