અજીબ કહાની પ્રિયાની...21 Parul દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અજીબ કહાની પ્રિયાની...21

પ્રિયા ફટાફટ રસોઈ બનાવવા લાગી. રસોઈનું કામ પતાવીને પ્રિયા બહાર હૉલમાં ટી. વી. પર સિરીયલ જોવાં માટે બેસી ગઈ. થોડીવારમાં કમલેશ આવી ગયો એટલે ત્રણેય સાથે જમવાં બેસી ગયાં. જમીને પ્રિયા કામ પતાવી રહી હતી ને સુશીલનો ફોન આવ્યો.

પ્રિયાએ ઘણી વાર સુધી સુશીલ સાથે વાત કરી. ફોનમાં સુશીલ ઘણી જ સારી રીતે વાત કરી રહ્યો હતો. એની વાતો પરથી પ્રિયાને એવું લાગતું હતું કે સુશીલને એનાં વગર ગમતું નથી, એનાં વગર ફાવતું નથી. સુશીલ જાણે એને એકદમ જ મિસ કરી રહ્યો હોય.

'હું પાસે હોઉં છું ત્યારે સુશીલ આટલી સારી વાતો નથી કરતો ને એનાથી દૂર આવી છું તો કેટલી વાતો કરે છે. એની વાતો પરથી એવું લાગી રહ્યું હતું કે જાણે મારાં વગર સૂનો થઈ ગયો હોય....' રાત્રે બેડ પર સૂતાં - સૂતાં પ્રિયા મનોમન વિચાર કરી રહી હતી.

એક દિવસ પ્રિયાની તબિયત ખૂબ જ ખરાબ થઈ ગઈ. કમલેશ હતો નહિ ઘરે ને માયાભાભીથી એને ડૉકાટર પાસે લઈ જઈ શકાય તેમ હતું નહિ એટલે ફોન કરી ઘરે ડૉક્ટર બોલાવ્યાં. ડૉક્ટરે તપાસીને કહ્યું કે , "પ્રિયા પ્રેગ્નેટ છે. "

આ સાંભળીને તો માયાભાભી એકદમ જ ખુશ થઈ ગયાં. એમણે તરત જ ફોન કરીને કમલેશને આ વાત હરખથી જણાવી દીધી. આ વાત સાંભળીને કમલેશ પણ એકદમ ખુશ થઈ ગયો. એણે ફોન કરીને આ વાત સુશીલને જણાવી.

"હૅલો.....સુશીલકુમાર......હું...કમલેશ બોલું...."

"હા....., બોલો.....કમલેશભાઈ....."

"પ્રિયાની તબિયત એકદમ જ બગડી ગઈ હતી...."

"કેમ....શું....થયું......પ્રિયાને.....? હું હમણાં જ ત્યાં આવું છું."

"હા......, તમારે આવવું તો પડશે જ ... કારણ કે એક ગુડ ન્યૂઝ છે."

"ગુડ ન્યૂઝ.......?! તમે પણ ખરાં છો મોટાભાઈ......! પ્રિયાની તબિયત બગડી એ વાત તમને ગુડ ન્યૂઝ લાગે છે.....!"

"તમે બાપ બનવાનાં છો...., સુશીલ કુમાર........"

"શું........?!"

"હા......."

શું...વાત....કરો....છો....? આ તો સાચે જ ગુડ ન્યૂઝ છે......"

"હા......, પ્રિયાની તબિયત બગડતાં માયાએ ડૉક્ટરને ઘરે બોલાવ્યાં ને ડૉક્ટરે તપાસીને કહ્યું કે પ્રિયા પ્રેગ્નેટ છે...."

"આ સમાચાર આપી તમે મને ખુશ કરી દીધો....હું કામ પતાવીને સીધો જ પ્રિયાને મળવા માટે આવું....છું....."

"એ....હા.....ભલે....., અમે તમારી રાહ જોઈશું.....

સુશીલ તો ખુશીથી ઉછળી જ પડ્યો.એ રાત્રે પ્રિયાને મળવા માટે આવ્યો. હાથમાં મોટો બુકે પકડ્યો હતો. જે બહુ જ સુંદર હતો. પ્રિયા માટે એ બહુ જ બધી ચૉક્લેટ્સ લઈને એ આવ્યો હતો. જે એણે એનાં હાથમાં આપી ને માયાભાભીને હાથમાં એણે મિઠાઈનું મોટું પેકેટ આપ્યું.

"ઓહ......, પ્રિયા.....આઈ એમ સો હેપ્પી ટુડે......"

આ સાંભળી પ્રિયા એની સામે જોઈ મંદ - મંદ હસે છે. ને પછી શરમાઈને આંખોં નીચી કરી નાંખે છે....

"ક્યાં....છે....કમલેશભાઈ....? કેમ દેખાતાં નથી.. ..?" સુશીલે માયાભાભી સામે જોઈને પૂછ્યું.
"એ.....પાર્સલ લેવાં માટે ગયાં છે.....આજે સાંજનું જમવાનું બનાવાયું નથી ને એટલે......"

એવામાં કમલેશ પાર્સલ લઈને આવી ગયો. બધાંએ સાથે જમી લીધું. જમીને સુશીલે ત્યાંથી રજા લીધી. ને આ લોકો સૂઈ ગયાં.

બીજાં દિવસે સવારે બે માણસો એક મોટું બૉક્સ લઈને આવ્યાં. કમલેશ છાપું વાંચતો બેઠો હતો....

"કમલેશભાઈનું ઘર........આ જ છે કે....?"

"હા.... તમે કોણ.....?"

"અમે આ વૉશિંગ મશીનની ડીલીવરી લઈને આવ્યાં છીએ...."

"પણ...મેં...તો કોઈ વૉશિંગ મશીન મંગાવ્યું નથી...."

"એડ્રેસ તો અહીંનું જ છે....."

"બતાવો....."

"લો......"

કમલેશ હાથમાં ચલન પકડીને જુએ છે.

"હા....., એડ્રેસ તો અહીંનું જ છે....., પણ......આમાં લખેલો આ નંબર....મારો નથી....."

એ મોટેથી નંબર વાંચે છે. નંબર સાંભળીને પ્રિયા બહાર આવી.

"આ.. નંબર.....તો.....સુશીલનાં મોબાઈલનો છે....એટલે કે આ વૉશિંગ મશીન એણે.....મોકલાવ્યું છે......!!!"

"ક્યાં રાખીએ આને ..ભાઈ.....?"

"ચાલો....., હું તમને....બતાવું....." કહી કમલેશ એ લોકોને અંદર લઈ જાય છે.

વૉશિંગ મશીન મૂકીને એ લોકોએ કમલેશનાં હાથમાં બિલ ને સાથે બીજાં પેપર્સ આપ્યાં.

"કલાકમાં કંપનીનો એક્ઝીક્યુટીવ આવશે ને આને કેમ ચલાવવું એ શીખવાડી જશે....." એમ કહી એ લોકો ત્યાંથી જતાં રહ્યાં.

(ક્રમશ:)