અમાનત DOLI MODI..URJA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અમાનત

હાશ!!!!..મળીગયું પર્સ, એ જે હાશકારો થયો હતો રમાને
જીંદગી ભર નહીં ભુલે, પર્સ હાથમાં આવતાંજ જાણે દરીયો એની સીમા તોડી ઉછળ્યો હોય એમ રમાની આંખો આંસુઓ અનરાધાર વહેવા લગયાને,અને ભગવાન પાસે બેસી જોડવાટે દીવો કરીને દસ કલાકે એણે પાણીનો અંનજળની આખડીને છુટી કરી.
બન્યુ હતું એવું એમાં હતા પાંચસો ગ્રામ સોનાનાં દાગીના....જે દીકરીના સાસરેથી પહેરામણી આવીહતી એ બે દિવસ પછી લગ્નના દીવસે દીકરીને પેહરાવવાની હોય.

બેદીવસ પછી દીકરીના લગ્ન હતા. અને તડામાર તૈયારી ચલતી હતી. મંડપવાળો મંડપ નાખતો હતો, ડેકોરેશનવાળા આમ તેમ આટલાં મારતા હતા, ફુલોના તોરણ કયાં બાંધવા, કેમ શણગારવું એ નકકી કરતા હતા.
રમા અને અને પતિ સુરેશભાઈ દીકરીનો સામાન પેક કરતાં હતા કપડા, ફર્નિચર, મેકપ, બધું તૈયાર થઈ ગયુ. આપણા સમાજમાં દહેજ પ્રથા બંધ છે. છતા દીકરીના માબાપ પોતાની કેપેસીટી અને ઈચ્છા મુજબ દીકરીને સાસરે વળાવે ત્યારે થોડું ધણુ એના મનથી આપે જેને આપણે આણુ કહીયે છીએ, અને દીકરા તરફથી નવી દુલહનને ચડાવવામાં આવતા ધરેણા કપડાને વરણું કેહવાય. એ લગ્નને બેદીવસ બાકી હતા તો આણું અને દીકરા તરફથી આવેલું વરણુ બધું દીકરીના સાસરે આપવા જવાનું હતું.

રમા...!'પેલા દાગીનાનું પર્સ તો લાવે હાથમાં જ રાખીશ વેવાઈને આપી દઈશ હાથમાં જ એટલે આપણે ચીંતા નહી. " સુરેશભાઈ રમાને સમજાવતા કહ્યુ.
"હા બરાબર છે લો લેતી આવું " બોલતા રમા કબાટ તરફ જઈ કબાટ ખોલ્યો તો આ... શુ..??એમાં પર્સ જ નહીં. બધાં કબાટના ખાના જોયા, કપડાની થપ્પી ઉંચી કરી કરી જોઈ. ધીરે ધીરે વાત મેહમાનોમાં ફેલાવા લાગી,- કે દાગીના ખોવાઈ ગયા. રમા તો ઘાંઘી થઈ રડતી રડતી આમ તેમ હાંફળી ફાંફળી ગોતા ગોત કરવાં લાગી, પણ કયાંય મળે નહીં દાગીના... બધુંજ જોવાઈ ગયું ઘરમાં હવે શું કરવું.... ?
વેવાઈને શુ જવાંબ આપશું એ ચીંતામાં રમાનું મગજ બ્લેન્ક થઈ ગયું, શરીર ઠંડું પડવા લાગ્યુ.

સુરેશભાઈ રમા ઉપર ચીલ્લાવવા લાગ્યા,"કંઈ ખબરજ નથી પડતી, કંઈ યાદ નથી રેતુ, શું કરો છો આખો દિવસ ઘરમાં. દીકરીના લગ્નની અટલી જવાબદારી નથી રાખી શકતી. રમા ચુપચાપ આખોમાં પાણી સાથે માતાજી પાસે અનપાણીની આખડી લઈ ગોત્યા કરે. આખુ ઘર ફેદીં નાખ્યુ પણ દાગીના ન મળ્યા.

રમા રડતા રડતા બોલી, "આપણને તે દીવસે વેવાઈ એના ઘરે ગ્યા ત્યારે દાગીનાનું પર્સ તમારા હાથમાં આપેલું એ પછી આપણે કયાં ગ્યા? કયાં મુક્યુ એ યાદ કરો..."

સુરેશભાઈને રમા યાદ કરવાની કોશિશ કરવા લાગ્યા, તો એટલુ યાદ આવ્યુ,- કે વેવાઈના ધરેથી નીકળ્યા ત્યારે પર્સ સ્કુટરની ડીકીમાં મૂકેલું અને પછી એમા એક સોનાના ચેનમાં કડી નખાવાની હતી એટલે જવેલર્સને ત્યા ગયાં હતા. તો જ્વેલર્સ ને ત્યા ફોન કર્યો, "હલ્લો.... હુ સુરેશભાઈ બોલું છું અમે તે દીવસે આવીયા ત્યારે કોઈ થેલી ભૂલી ગયા છીએ અમે ત્યા...? જરા કહેશો...?સામેથી ચંદ્રભાઈ શોરૂમ વાળાએ કહ્યું, "સુરેશભાઈ પાંચ મીનીટમાં ફોન કરું મારી શોપમાં સીસીટીવી કેમારાની ફુટેજ જોઈ ને."

પાંચ મીનીટ પછી ચંદ્રભાઈનો ફોન આવીયો.,"અને સુરેશભાઈ કેમારામાં તો તમે થેલી લઇને બહાર નીકળ્યા એવુ બતાવે છે."ઓહ..! હવે શુ કરવું..? પોલીસ ફરીયાદ કરીયે તો કેટલી બદનામી થાય. નહીં મળે તો દીકરીને આખી જિંદગી સાંભળવું પડે. શું કરવું હવે...વીચારતા વીચારતા છ સાત કલાક જતા રહ્યા, પણ હજું કોઈ એવો પોઈંટ કે જગ્યા યાદ નહતી આવતી કે જયાં દાગીના રાખ્યા હોય.
રમાની રડી રડી હાલત ખરાબ થઈ ગઈ હતી.

વેવાઈને ફોન કરી દીધો આજ મેહમાનો બહું છે. એટલે બધું આપવાં કાલે આવશું.સચ્ચાઈ તો કેહવાય એવું ન હતુ...!
આમને આમ સાંજ પડી છ વાગ્યા પણ હજૂ દાગીનાનો કોઈ પતો નહીં. સાંજની રસોઈ વાળી આવી."ભાભી પાવભાજી બનાવાની છે અત્યારે?રસોયાણીએ રામને પુછયું.રડી રડી રમા ની આંખો સુજી ગઈ હતી.કોઈ જાતનો મુડ નોતો પણ થોડા મેહમાનો હતા એમનું જમવાનું તો બનાવવાનું હતું. એટલે રમા ઊભી થઈ કામવાળી કહયુ મોટું કુકર માળીયા માછે. ઉતારીલે. કામવાળી માળીયમા ચડી કુકર ઉતરી નીચે ઉતરતી હતી ત્યાં એની નજર એક દુપટા બાંધેલી પોટલી ઊપર પડી. એ સમજી ગઈ, એણેએ પોટલી લઈ સુરેશભાઈના હાથમાં મુકી... બધાં જોતાજ રહ્યા. પોટલી ખોલી તો એમાંથી દાગીનાનુ પર્સ નીકળ્યું.

પછી સુરેશભાઈને યાદ આવ્યુ,-કે તે દિવસે દાગીનો લઈને ઘરે અવ્યા ત્યારે બીજે દીવસે સવારથી કંકોત્રી આપવા નીકળવાનું નકકી કર્યુ હતું એટલે ઘર રેઢુ હોય એણે જ દુપટટામાં બાંધી માળીયામાં ઘા કરી દીધો હતો.સેફટી માટે સુરેશભાઈને રમા પર કરેલાં ગુસ્સોથી સંકોચ થયો. અને રમાની માફી માંગી પણ રમા તો મા હતી. બધું ભુલી બસ મારી દીકરીની ખુશી જળવાઈ ગઈ, એનાથી વીશેષ કંઈ નહીં મારા મટે.
અને હાશ...!!!!હાશકારના ઠંડા નીસાસા સાથે ખુબ રડી. અને માતાજીના દીવા કરી દસ કલાકે એણે પાણી પીધું. બીજે દિવસે સવારે ધામ ધુમથ વેવાઈના ઘરે બધો સામાન પોહોંચાડી આવ્યા.

🙏જય શ્રી કૃષ્ણ 🙏

✍ ડોલી મોદી ' ઊર્જા '