સંસ્કાર.. DOLI MODI..URJA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

સંસ્કાર..



સંસ્કાર.....


'ટ્રીન..ટ્રીન..ટ્રીન..' ડોર બેલ વાગી, રાતના નવ વાગ્યા હતા,
ઘરમાં સંજયભાઈનો પરિવાર એટલે કે એની પત્ની સરલા અને સત્તરેક વર્ષનો દિકરો મોનીલ ટીવી જોતા હતા,મોનીલે ઊભા થઈ દરવાજા તરફ જતા બોલ્યો,
"અત્યારે વળી કોણ હશે..? બોલતા બોલતા એણે દરવાજો
ખોલ્યોને એ અચંબીત રહી ગયો,"મમ્મી..મમ્મી..!"

"શુ છે પણ..? કોણ આવ્યું તે આટલો ચીલ્લાવે છે..!"

" મમ્મી..!દીદી આવી છે..!"
સરલાબેન વિચારમાં પડી ગયા અત્યારે,'ખુશી..!' હા..!કદાચ કાલે રજા હશે એટલે બંને મળવા આવ્યા હશે.
એમ વિચારી સરલાબેન આવકાર આપવા દરવાજા તરફ સામે આવ્યા, આપણાં સમાજની પરંપરા કહીયે કે સંસ્કાર દીકરી જમાઈ આવે એટલે એમને આવકારવા ઊભા થઈને સામે બે ડગલાં ચાલીયે.
"આવો..આવો..દેવેશ કુમાર, ખુશી..!"સરલાબેન તો હરખાતા મોઢે દીકરી જમાઈ આવકારવા આગળ આવ્યા, પણ ..
ખુશી એકલી જ હતી, ખુશી કઈ બોલે એ પહેલા તો કેટલાય વિચારો વંટોળ બની મનમાં ઊઠવા લાગ્યા,કેમ બેગ લઈને અત્યારે એકલી આવી હશે..? શું થયુ હશે..? કંઈ ઝગડો થયો હશે ? સોફા પાસેથી દરવાજાના ચાર પાંચ ડગલાંમાં તો સરલાબેને ચારસો પાંચસો વિચારો વંટોળની જેમ સો કિલોમીટરની ઝડપે પવન ફુંકાય એમ મનમાં ફુંકાઈ ગયો,પરંતુ
હજુ ખુશી ઊપર ન દેખાવા દીધું અને એને આવકારવા લાગ્યા,
' આવ..બેટા..! બેસ..મોનીલ દીદીનો સામાન અંદર મુક..'
મોનીલને કેહતા ખુશીનો હાથ પકડી અંદર તરફ લઈને આવ્યા, ખુશીના ચેહરા ઊપર ઊદાસી,અને આંખોના ખૂણે આંસુ તગતગી રહ્યુ હતુ,હમણાં કોઈ એ વિશે પુછે- કે હમણાં
બાંધ ટુટી પડે,અને દીકરીના મનનો ભાવ જાણે મા-બાપ કળી ગયા હોય એમ સરલાબેને મોનીલને કહ્યુ, "દીદી માટે પાણી લાવ બેટા.." મોનીલ પાણી લેવા ગયો,અને લાગ જોઈ સરલાબેનથી નહીં રહેવું એણે પુછી જ લીધુ," કેમ દેવેશ કુમાર નહીં આવ્યા..? આવા સમયે તું એકલી..!"
સંજયભાઈ પણ એ જ સવાલભરી નજરે ખુશી સામે જોતા ટીવી બંધ કર્યુ.
ખુશી નીચી નજરે બેઠી હતી,જાણે આ જ સવાલની વાટ જોતી હતી,મમ્મીના સવાલ થતા જ એ મમ્મીને વળગી ધ્રુસ્કેને ધ્રુસ્કે રડવા લાગી, એટલામાં મોનીલ પાણીનો ગ્લાસ લઈ આવ્યો, સંજયભાઈ પણ ઊભા થઈ ખુશીની નજીક આવ્યા, અને એને ખભે હાથ રાખતા બોલ્યા," શું થયુ બેટા..?
રડ નહીં શાંતિથી વાત કર જે થયું હોયએ..!"
ત્યાં ખુશીને ટેકો મળી ગયો સધ્ધર, કારણકે પપ્પાની બહું લાડકી હતી,અવુ ન હતુ કે એ મમ્મીની લાડકી ન હતી,પણ મમ્મી દીકરી માટેના સંસ્કાર, લાડ,વીવેક કયાં કેટલો બતાવવો એ જાણતી હતી,પરંતુ અત્યારે કઈ વધારે કેહવું ઠીક નહીં લાગતા સરલાબેન ચુપ રહ્યા.

અને ખુશી એની આપવીતી ચાલુ કરી ભાઈ..!
" પપ્પા.. પપ્પા..કરતી પહેલા તો રડી લીધું પછી બોલવાનું ચાલુ કર્યું," પપ્પા હવે હું એ ઘરમાં નહીં જાવ ક્યારેય, હું થાકી ગઈ છું દેવેશથી..! મારે હવે ડીવોર્સ લેવા છે,મે નકકી કરી લીધું છે,અને હું મારી લાઈફ સ્વતંત્ર જીવીશ...."

"પણ ..એવું શુ થયું બેટા...?"

"દેવેશ પાસે મારી માટે સમય જ નથી. ! આખો દિવસ રાત કામ કામ, હું પણ માણસ છું,મારી પણ ઈરછાઓ હોય, મને ઘરમાં રાખવી છે છોકરા સાચવવા, જોબ પણ નથી કરવાં દેવી, હું ભણેલી ગણેલી આજની મોર્ડન સ્ત્રી છું,પણ એ બધુ વિચારવાનો સમય દેવેશ પાસે કયાં છે..?" આંખોના આંસુ દુપટ્ટાના છેડાથી લુંછતી જાય ને બોલતી જાય.
સંજયભાઈ અને સરલાબેન આખી વાત સમજી ગયા,એટલે એને એટલું જ કહ્યુ," સારું તું જેમ કે પણ છુટાછેડા પછી તું ખુશ રહી શકીશ ને..!"

એ દીકરીના ચંચળ મનને અને એના ઈલાજને જાણતા હતા,
એક અઠવાડીયામાં છુટાછેડાના કાગળ તૈયાર થઈ ગયા,કોર્ટમાં સહી કરવાં જવાનું હતું ખુશી છૂટાછેડાની ફાઈલ લેવા મમીનો કબાટ ખોલ્યો સાથે એક બીજી ફાઈલ નીચે સરકી એણે જોયું એ ફાઈલ મમ્મીના એજ્યુકેશન સર્ટિફિકેટ ની હતી, મમ્મી ખુશી કરતાં ઘણું ભણી હતી, પણ
ઘર અને પરીવારને એટલા પ્રેમ,લાગણી,અને જવાબદારીથી
સાચવતી હતી કે એની સ્વતંત્રતા કે એના ભણતરનું અભીમાન કયારેય એના ચેહરા પર દેખાતું ન હતું.

એ છુટાછેડાની ફાઈલ અને મમ્મી-પપ્પા સાથે સહી કરવા જઈ રહેલી ખુશીને આખા રસ્તે મમ્મીનો એ ચેહરો નજર સામે ફરતો રહ્યો જયારે એ નાની હતી,પપ્પાની નોકરીની સ્ટ્રગલ,પપ્પાનુ ચીડ્યા પણું,ઘરની જવાબદારી, દાદા-દાદીને સંભાળવાના,ખુશી તથા મોનીલને શાળા ટ્યુશન લેવા મુકવા જવના,પણ એ બધી જવાબદારી વચ્ચે મમ્મી એ કયારેય ગુસ્સો નહતો કર્યો, કયારેય પોતાની સ્વતંત્રતાની કે પોતે ભણેલી છે તો જોબ કરશે ઘરની જવાબદારી નહીં ઉપાડે અવું કહી પપ્પાને છોડવાની વાત નહતી કરી,એ પણ પગ ભર
હતી, ચાહે તો કરી શકતી હતી, પણ એના માટે પરીવારનું મહત્વ વધારે હતુ પોતાની સ્વતંત્રતા કરતા.

એ વિચારોમાં તલ્લીન હતી અને ગાડી કોર્ટના દ્વારે આવીને ઊભી રહી,ખુશીની આખો બંધ જ હતી,કોર્ટ સામે જવાની કે સહી કરવાની હિંમત આજ એ ખોઈ બેઠી હતી,પણ પોતાનો અહમ્ પણ હતો હવે તો....સંજયભાઈ અને સરલાબેન આ વાત સમજી ગયાં હતા,સંજયભાઈ ધીરેથી કહ્યું,"બેટા..! કોર્ટ આવી ગઈ ચાલ ....કોર્ટનો સમય થઈ ગયો છે."
ખુશીએ ધીમે ધીમે આંખો ખોલી એણે જોયું ગાડીનો દરવાજો પોતાની જાતે ખુલ્લી રહ્યો હતો,પરંતુ ખુશીની હિંમત ન હતી ઉચું જોવની, દરવાજો ખુલતા એક હાથ ખુશીની સામે અવ્યો ખુશીએ ઉંચુ જોયા વગર જ એ હાથ પકડી ગાડીની બહાર આવી, એણે એક અવાજ સાંભળ્યો,'ખુશી....!'
ખુશીએ એ અવાજ આળખી જતા જટથી ઉંચુ જોયું અને એ વ્યક્તિ ને એક દમ ગળે વળગી પડી.
એ દેવેશ હતો,ખુશીને પોતાના કર્યા ઉપર પસ્તાવો થયો હતો,અને સંજયભાઈ અને સરલાબેનને પોતાના સંસ્કાર ઉપર ભરોસો હતો પછી ભલે ખૂબ લાડથી ઉછેરી હોય..
ખુશી અને દેવેશ બંને એક બીજાને બાહુપાશ જકડી લીધા અને બંનેની આંખોમાંથી આંસુની સાથે દરેક ફરીયાદ વહી ગઈ, સરલાબેન અને સંજયભાઈ ખુશીના માથે હાથ ફેરવી પાછા ઘરે જાવા ગાડીમાં બેસવા હતા ત્યારે ખુશી અને દેવેશે એ બંનેને પગે લાગી આશીર્વાદ લીધા, ખુશીએ પપ્પાના હાથમાંથી છુટાછેડાની ફાઈલ લઈ ત્યાં જ ફાડીનાખી......


✍ડોલી મોદી ' ઊર્જા '
ભાવનગર

રેટ કરો અને રિવ્યુ આપો

Rupal Joshi

Rupal Joshi 1 વર્ષ પહેલા

Preeti Shah

Preeti Shah 1 વર્ષ પહેલા

Pradyumn

Pradyumn 1 વર્ષ પહેલા

panna

panna 1 વર્ષ પહેલા

Zainab Makda

Zainab Makda 1 વર્ષ પહેલા