Show from seven to ten ... books and stories free download online pdf in Gujarati

સાતથી દસનો શૉ...

"શ્યામ ,કાલ તારી વીસ વર્ષની સજાનો છેલ્લો દિવસ, તારા સારા વર્તનના કારણે તને એક વરસ વહેલો છોડવામાં આવ્યો છે."
જેલર રઘુવીર વિચારોમાં ખોવાયેલા શ્યામ પાસે આવીને
બોલે છે. પરતું શ્યામના ચહેરા ઉપર કોઈ ભાવ નથી આવતા બસ એક નજર જેલર સામે ફેરવી પાછો વિચારોમાં ખોવાય જાય છે. શ્યામની સામે એકવીસ વર્ષ પેહલાની એ ભયાનક સાંજનો ચિતાર આંખ સામે એક ફિલ્મનારીલ જેમ પસાર થવા લાગ્યો.
--------------------------------
"મીરા...મીરા....! મારો કોટ એને મારી બૉ-ટાઈ કયાં છે..?"
શ્યામ એની પત્નીને બુમ પાડી બોલાવે છે. ટાઈ અને કોટનુ તો
ખાલી બહાનું હતુ, પણ આજ શ્યામનો જાદુગર શૉમાં નવો પ્રયોગ કરવાનો હતો જે પહેલીવાર એ એક અજબ-ગજબનો
પ્રયોગ હતો,અને દુનિયામાં આ પ્રયોગ કરવા વાળો પહેલો વ્યકતી હતો,શ્યામ નર્વસ હતો,પણ સાથે મનમાં નવા પ્રયોગ માટે ઉત્સાહ પણ હતો.
મીરાએ આવી શ્યામને એનો કોટ પહેરાવ્યો અને એની
બૉ-ટાઈ પહેરાવી અને હલકું આલીંગન આપી બેસ્ટ ઓફ લક કર્યુ.
"શ્યા...મ....! નર્વસ નહીં થાવ જરા પણ,હું તમારી સાથે જ છું અને તમે બેસ્ટ એન્ડ બ્રિલિયન્ટ જાદુગર છો,તમારા શૉને ફુલ સફળતા મળશે, અને હા..! ચલો હવે શૉ માટે, શૉનો સમય થઈ ગયો છે, છ વાગી ગયા છે,સાત થી દસનો શૉનો સમય હતો,મીરા અને શ્યામ થિયેટરમાં પોહચે છે.
થિયેટર ખસોખસ પબ્લિકથી ભરેલું છે. થિયેટરની બહાર હાઉસ ફૂલનું બોર્ડ લાગી ગયું છે,મનમાં એક ડર અને નવા પ્રયોગના ઉત્સાહ ,-એમ બન્ને મિશ્રીત ભાવ સાથે શ્યામ થિયેટરમાં દાખલ થયો. મીરા ઓડિયન્સમાં આગળની લાઈનમાં એની માટે રાખવામાં આવેલી સ્પેશ્યલ ખુરશીમાં બેઠી.
થોડી વારમાં શૉ શરૂ થવાનું એલાઉન્સ થયું, અને સ્ટેજ ઉપરનો પડદો ધીરે ધીરે ઉપર તરફ થવા લાગ્યો, શ્યામ કાળા રંગનો ઓવરકોટ,કાળી જાદુગર હેટ માથે અને,હાથમાં એની ચમકતી નાની લાકડી ગોળ ગોળ ફેરવતો સ્ટેજ ઉપર આવ્યો.
ઓડિયન્સ ઊભાં થઈ અને તાળીઓના ગડગડાટથી એનુ સ્વાગત કર્યુ. શ્યામે શૉની શરૂઆત પહેલા નાના નાના પ્રયોગથી કરી,હેટમાંથી પારેવડા રંગબેરંગી ઉડાડ્યા, રૂમાલમાંથી ફુલોનો ગુછછો કાઢ્યો, એક ખાલી પેટીમાંથી છોકરી કાઢી, આમને આમ શૉ આગળ વધ્યો હવે ઇન્ટરવલ થયો. ઇન્ટરવલ પછી એના નવા પ્રયોગનો શૉ હતો,દસ મિનિટમાં બધાં જ પોતાની ખુરશીમાં ગોઠવાઈ ગયાં.
ઓડિયન્સના તાળીઓના ગડગડાટ વચ્ચે શ્યામ સ્ટેજ ઉપર હાજર થયો.
"હલ્લો...! લેડીઝ,જેન્સ એન્ડ સ્વીટ ચીલ્ડ્રનસ,હુ આજ અહી એક નવો જાદુ બતાવા જઈ રહ્યો છુ,
દિલ સંભાળીને અને ખુરશી પકડીને બેસજો, આ પ્રયોગ
હુ પહેલીવાર સ્ટેજ ઉપર કરવા જઈ રહ્યો છુ,દિલ ધડક પ્રયોગ જોવા માટે બધાંને શાંતિ જાળવવા વિનંતી,
આ પ્રયોગ વિશે થોડી વાત કરીશ હવે,જાદુ એક હાથની ચાલાકી અને આંખોની રમત સીવાય કઈ નથી. પરતું એને
પૃદરશીત કરવું એ એક કલા છે,આજ હુ એક આવી જ કલા
બતાવા જઈ રહ્યો છુ. જેમાં સામે બેઠેલી ઓડિયન્સમાંથી
દસ જેન્સ સ્ટેજ ઊપર આવશે હુ એમને અહી એક લાઈનમાં ઊભા રાખીશ,લાકડાં કાપવાની ઈલેક્ટ્રીક કરવત હુ એક પછી એક માણસના ગળાં ઊપર રાખીશ અને એકનુ ગળું કપાશે અને બીજાનુ ગળું કાપીશ એટલે પહેલા વાળાનું ગળું જોડાઈ જશે ઓમજ એક એક પછી એકના ગળા ધડથી અલગ કરી પાછા બધાંના જોડાઈ જશે, ડરવાની બિલકુલ જરૂર નથી આ એક માત્ર હાથની કરામત જ છે.

ઓડિયન્સ ઊભાં થઈ અને તાળીઓ પાડી, લાઈટસ બધી બંધ કરવામાં આવી, ઓડિયન્સમાંથી દસ માણસ સ્ટેજ ઉપર
આવ્યા, એલોકો ને લાઈનમાં ઊભા રાખવામાં આવ્યા, શ્યામે
હાથમાં કરવત લીધી એને એ દસે માણસના માથાની ઊપર લાલ નાની લાઈટ ચાલું હતી,શ્યામ હાથમાં કરવત લઈ આંખો બંધ કરી મોટે મોટેથી મંત્રોચ્ચાર કરવા લાગ્યો, ધીરે ધીરે એણે કરવત પહેલા માણસના ગળે રાખી એનુ ગળુ કાપયુ હવે બીજા માણસ પાસે આવ્યો એટલી વારમાં પહેલા
માણસનુ ગળુ જોડાઈ ગયુ. બધી પબ્લિક એકી ટસે એ ભયંકર સીન જોઈ રહી હતી. અને શ્યામની હાથની કરામતનો
આનંદ પણ લઈ રહી હતી. ઓડિયન્સને સપોર્ટ મળતા શ્યામનો જુસ્સો પણ વધતો હતો, શ્યામ હવે નવમી વ્યકતી પાસે પહોચી ગયો હતો. તાળીઓનો ગડગડાટ ચાલુ થઈ ગયો હતો. શયામની કરવત જેવી દસમી વ્યકતીના ગળા ઉપર ચાલી, -કે કોઈ એ દુરથીજ શ્યામનુ ધ્યાન ભટકાવા કોઈ સોય જેટલું તિક્ષણ હથિયાર ફેંક્યું અને શ્યામને એ વાગતા એનુ ધ્યાન ભટકાયુ અને દસમો વ્યકતી ત્યાજ ઢળી પડયો, ધ્યાન ભટકતાં એની વિદ્યા ફેલ થઈ ગઈ અને એ માણસન મૃત્યુ પામ્યો,થિયેટરમાં ભાગદોડ મચી ગઈ અને ચીસાચીસ થઈ ગઈ. શ્યામ કઈ સમજે એ પહેલાં તો પોલીસ પણ આવી ગઈ.
શ્યામને જેલમાં નાખ્યો. ખૂનનો કેસ થયો શ્યામ ઉપર, એ શૉની સાંજ શ્યામ અને મીરા માટે ભયંકર સાંજ બની ગઈ,
એક વરસ કેસ ચાલ્યો, કોઈ સાબુત સાબીત ન કરી શકયુ કે એમા શ્યામનો કોઈ દોષ ન હતો,એને મૃતક વ્યકતીને મારવાનો કોઈ ઈરાદો ન હતો,શ્યામ દોષિત સાબીત થઈ ગયો, અને વિસ વરસની સખત જેલ થઈ. પરતું એ શ્યામ કોઈ રીઢો ગુનહગાર ન હતો એટલે એનો વ્યવહાર જેલમાં બધા સાથે સારો હોવાથી અને એક વર્ષ પહેલા છોડી દેવાનો નિર્ણય થયો.

-----‐-‐--------------------------
"શ્યામ....શ્યામ...!સવાર થઈ ગઈ, આજ આઝાદીના વિચારોમાં ઊંઘ પણ નથી આવી લાગતી એમને..હા..હા..હા."

જેલર સાહેબ એનો ડંડો ગોળ-ગોળ ફેરવતાં બોલતા બોલતા
જોર જોરથી હસવા લાગ્યા.

શ્યામે ઝબકીને એમની સામે જોયુ અને ઊંભો થયો,પણ મોઢામાંથી એક પણ શબ્દ ન નીકળ્યો. બસ આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા.
જેલર સાહબે જેલનું તાળું ખોલ્યું અને શ્યામને બહાર તરફ ઠંડાનો ઈશારો કરતા એના ટેબલ પાસે જવા કહ્યુ. જેલર સાહબે શ્યામના હાથમાં એના કપડા અને એની જાદુની લાકડી આપી, જાદુની લાકડી જોઈ શ્યામની આંખેથી જાણે
સુનામી આવ્યુ હોય એમ ચોધાર આંસુ વહેલા લાગ્યા.
જેલર સાહબે એને સાંત્વના આપતા હાથ ખંભે રાખ્યો અને બહાર જવા તરફ ઈશારો કર્યો, શ્યામના પગતો થાંભલા થઈ ગયા હતા, ઘરે કેમ જાવ ,મીરાને કેમ મોઢું બતાવવું, જેલમાં હતો એટલા વરસતો મીરાને પોતે મળવાં આવવાની ના કહી હતી, એ ખૂદને સજા આપતો હતો એવુ કરી, પણ હવે તો ઘરે જવુ પડશે મીરા સામે, એક નિર્દોષ વ્યકતીની જાન એના હાથે ગઈ હતી એટલે એ ખુદને માફ નહતો કરી શકતો,
શ્યામ જેલની બહાર નીકળી ખુલ્લી હવામાં થોડી વાર કઈ તરફ જવું વિચારતો હતો, ત્યા સામે એનો એક દોસ્ત ઊંભો હતો, એને જેલર સાહબે શ્યામના છુટવાની જાણ કરી દીધી હતી. શ્યામે એને પોતાના ઘરે લઈ જવા કહયું,

"ધીરજ,મારો દોસ્ત તારો ખૂબ ખુબ આભાર તુ મને લેવા આવ્યો. "એમ કહી શ્યામ એને ગળે વળગ્યો.

"દોસ્ત છુ યાર, આવવાનું જ હોયને એમા આભાર ન માનવાનો હોય.."કહી ધીરજે એને સાંત્વના આપતા પીઠ થાબડી..
"બસ , મને હવે ઘરે મુકીજા, મારે મીરાને સરપ્રાઈઝ આપવી છે,એને મળવું છે."

"જઈશું યાર શુ ઉતાવળ છે. મારી સાથે ચાલ મારા ઘરે."ધીરજે શ્યામની ઘરે જવાની વાત ટાળતા કહયુ.

" ના યાર , મને પહેલા ઘરે જવુ છે." શ્યામે જીદ કરતા કહયુ.

"સારું પણ તુ જરા ફ્રેશ થઈ જા મારા ઘરે નહીધોઈને તૈયાર થઈજા જમીલે પછી જઈશુ આપણે..."શ્યામની જીદ સામે હારીને ધીરજે એને મનાવતા કહયુ.

બન્ને ધીરજના ઘરે ગયા શ્યામ નાહી ધોઈ દાઢી કરાવી ફ્રેશ થયો બન્ને જમ્યા અને આરામ કર્યો ત્યા પાંચ વાગ્યા, હવે શ્યામની ઘરેથી દુર રહેવાની ધીરજ ખુટતી હતી એણે ધીરજને કહ્યુ હવે ઘરે જઈએ,બંને શ્યામના ઘરે જવા નીકળ્યા, બે કલાકનો રસ્તો હતો,ઘરે પહોચતા સાંજ પડી ગઈ ,

આટલાં વર્ષે ઘરનું આંગણું એક અજનબીની જેમ શ્યામ જોઈ રહયો, ધીરે ધીરે પગલે એ દરવાજા તરફ આગળ વધ્યો, ધીરજ બહાર ગાડી પાસે જ ઊભો રહ્યો, શ્યામે ડોર બેલ વગાડી અંદરથી મીરાના સુમધુર અવાજની આશા સાથે
પરતું અંદરથી કોઈ પુરુષનો અવાજ આવ્યો,
"આ....વુ..." અને દરવાજો ખુલ્યો,
શ્યામની સામે એ ભયંકર સાંજ ફરી ફિલ્મના રીલની જેમ રીવસ ફરવા લાગી. ઘરની અંદરનુ દૃશય જોય શ્યામના પગ તળેથી જમીન સરકી ગઈ. એના માટે એ ભયંકર સાંજ ફરી આજ આવી હતી.

"ચેતન....!" શ્યામના મોઢેથી ઉદૃગાર નીકળી ગયો,

અંદર તરફ નજર કરતા મીરા ગુલાબી સલવાર સૂટમાં ડાઈનીંગ ટેબલ ઉપર પાસે ઊભી એક દસ વર્ષના બાળક સાથે
વાતો કરતી હતી, એ બાળક મીરાને મમ્મી કહીને સંબોધતો હતો, શયામને આવેલો જોઈ એ બાળક દોડી ચેતન પાસે આવી પૂછવાં લાગ્યો,
"પપ્પા..આ કોણ છે...?"

શ્યામે એક જ ક્ષણમાં વીસ વર્ષ પેહલાની ભયંકર સાંજ અને આજની ભયંકર સાંજનો હીસાબ મેળવી લીધો, અને એક પણ શબ્દ બોલ્યા વગર બહાર ઊભેલી ધીરજની ગાડીમાં જઈને બેસી ગયો,ધીરજ પણ કઈ બોલ્યા કે પુછ્યા વગર ચુપચાપ ગાડી ફરી પોતાના ઘર તરફ ચલાવવા લાગ્યો. રાત્રે દસ વાગ્યે ધીરજના ઘરે પહોંચ્યા, એ બંને સાંજ શ્યામની જીંદગીના સાતથી દસના ભયંકર સાંજના શૉ હતા.
શ્યામના જીવનની એ અતિ ભયંકર સાંજ હતી એ ધીરજ સમજી ગયો હતો.

🙏જય શ્રીકૃષ્ણ 🙏


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED