કાશ્મીર હાઈવે... - ડ્રાઈવર.. DOLI MODI..URJA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કાશ્મીર હાઈવે... - ડ્રાઈવર..

ડ્રાઇવર......

થોડા વર્ષ પહેલાની વાત છે.અમે કાશ્મીર ફરવા ગયેલા, અમે પાંચ પરિવાર હતા. બધા ચાર-ચાર... વીસ જણા હતા. ફરવાની ખૂબ મજા આવી, હવે અમારે પાછા ફરવાનો સમય હતો. ચાર પરિવારની ટીકીટ ટ્રેનની હતી, અને અમારા એક પરિવારની પ્લેનની ટીકીટ હતી. એ ચાર પરિવારની ટીકીટ પઠાણકોટથી હતી અમારી જમ્મુથી હતી. ત્યાંની હોટલવાળાએ સાઈટસીન માટે અમને એક બસ બાંધી આપેલી જે બધાને પઠાણકોટ ઉતારવાની હતી. રાત્રે આઠ વાગે અમને બધાને પઠાણકોટ ઉતાર્યા, હવે અમારે જમ્મુ જવાનુ હતુ અને બસ વાળો પણ જમ્મુથી દસ કિલોમીટર દુર એક નાનકડા ગામનો હતો. અમે કહ્યુ અમને લેતા જાવ જમ્મુ તો પહેલા એ એકનો બે ન થયો.
પછી થોડી રકજક કરી અને હોટલ મેનેજરે પણ એની ભાષામાં એને નજીક બોલાવી કંઈ કહ્યુ એટલે એ માની ગયો અને એનો ચાર્જ અલગથી આપવા અમે કહેલું એ પણ નકકી કર્યું. એની સાથે જવામાં અમારો એટલો જ ઈરાદો હતો કે અજાણ્યા શહેરમાં બીજા વાહનમાં હેરાન થવું એના કરતા
આ ડ્રાઇવર સાથે અમે સવારથી હતા તો થોડું જાણીતો હતો. એટલે માનસીક રાહત રહે. પરંતુ એને અમને લઈ જમવામાં કોઈ રસ નહતો એ પરાણે અમને લઈ જઈ રહયો હતો.
આખી બસમાં અમે ચાર, અમે બે અને અમારી બે દીકરીઓ અને એક ડ્રાઇવર અને એક ક્લીનર, અમારો સામાન બસમાં મુકાયો અને અમે નીકળ્યા, બસ શહેર વટાવી પઠાણકોટથી આગળ નીકળી, નવેમ્બર મહીનો હતો,એટલે એ બાજુતો ઠંડી જોર પકડવા લાગી હતી. હવે બસ હાઈવે પર આવી ગઈ હતી પઠાણકોટ શહેરથી ઘણી આગળ નીકળી ગઈ હતી. શહેર હતુ ત્યાં સુધી બધુ બરાબર રહ્યુ.

હાઈવે પર આવી ડ્રાઇવર ધીરે ધીરે એની મોજમાં આવવા લાગ્યો, અને બસની સ્પીડ વધારી....જોર જોરથી ગીત લલકારવા લાગ્યો... એ પણ આઇટમ સોંગ, ક્લીનર પણ એની સાથે મસ્તીએ ચડયો...અને હવે મારો જીવ અધ્ધર ચડયો...જલ્દી આવે જમ્મુ. પણ જમ્મુ આવે જ નહીં. કલાક, બે કલાક, રાતના અગીયાર વાગ્યા હતા. એકવાર ક્લીનરને પુછ્યું "જમ્મુને કેટલી વાર છે..? "એને એની ભાષામાં જવાબ આપ્યો, " दो बजेगे अभी ।"

મારીતો જાન નીકળવા લાગી. પુરુષ એક જ અને અમે ત્રણ સ્ત્રી, એકને એના પપ્પા પાસે બેસાડી આખી શાલથી વીંટાળીને અને બીજીને મારી પાસે....એ સમયે નિર્ભયા વાળો કેસ હજી છાપાઓ અને ટીવમાં સળગતો જ હતો..આંખોની સામે નીભ્રયા કેસ નજરે તરવ લાગ્યો..આંખો માંથી પાણી ટપ ટપ, "હે..! ભગવાન જલ્દી આવે જમ્મુ.." એમાં થોડી વાર પછી બસ એક જગ્યાએ ઊભી રહી.એ ધાબો હતો. મારી નજર ડ્રાઇવર પર જ હતી.
એ બંને જમ્યા ત્યાં,પછી એ ધાબાની પાછળ ગયા. એક બોટલ લઈને આવ્યા.બંનેએ ત્યાજ ડ્રીંકસ કર્યું. ફરી બસમાં ચડયા. કદાચ એને ખબર હતી એમે ડરતા હતા. એટલે એણે
અમારી સામે જ ન જોયું અને એની સીટે બેસી બસ શરૂ કરી..પણ મારો ડર વધતો જતો હતો.શરીર ધ્રુજતું હતુ. પણ અજાણી જગ્યાએ ઉતરી જવાથી કદાચ વધારે મુસીબતમાં પણ પડી શકીયે અને હવે રાત્રે એક વાગે આટલી ઠંડીમાં કોઈ સાધન પણ ન મળે. અમે એમ જ ડરતા ડરતા બેસી રહ્યા. બાથરૂમ જવા પણ ઉતરવાની હિંમત ન હતી.
દસેક કિલોમીટર ચાલતા બસ ફરી એણે ઊભી રાખી, અને
અમને કહ્યુ. " ईधर मेरा घर है आप लोग ईधर उतर के ओर वेकल पकडके चले जाओ । "

થોડી વારતો શાંતી થઈ, -કે ચલો આનાથી છુટકારો મળ્યો, પણ બીજી જ સેકન્ડ વિચાર આવ્યો અહીં અર્ધી રાત્રે શું વાહન મળશે. એ જ વિચાર કદાચ એને પણ આવ્યો એટલે એ ફરી બોલ્યો," आप लोग ऐक काम करो ईधर कोई विकल
नहीं मिलेगा ओर आस-पास कोई होटल भी नहीं है तो आप लोग मेरे घर चलो ।" એણે એટલું બોલતા એક ઘર તરફ આંગળી ચીંધી, પરંતુ મનમાં ડર અને એ અજાણી વ્યકિત ઉપર કેમ વિશ્ર્વાસ કરવો. હવે શું કરવું, અમે બંને એક બીજા સામે જોવા લાગ્યા. મારા મગજમાં તો નિર્ભયા ઘર કરી ગઈ હતી, એટલે એક પણ સારો એક વિચાર આવતો ન હતો. મારા હસબન્ડે એને કહ્યુ ભાઈ પૈસા વધારે લઈ લેજે પણ અમને જમ્મુ પહોચવું પડશે સવારે છ વાગે અમારે પ્લેન છે. પછી મજબૂરીમાં થોડું જુઠ પણ બોલવું પડ્યુ. એણે વધારે પૈસાની લલચે હા કહી,અને એટલામાં દુરથી કોઈનો આવાજ આવ્યો, એ સત્તર અઢાર વર્ષની છોકરી હતી. એ ડ્રાઇવર તરફ દોડતા બોલી," अब्बु ! कितने दिनो बाद आये हो घर, फिर जाना है । " પછી હાશ કરો થયો કે એ અનુ ઘર જ હતુ. અને એ પણ પરિવાર વાળો માણસ હતો. છોકરી કાશ્મીરી પેહરાવામાં ખૂબ સુંદર મીઠી અને નમણી લાગતી હતી. એ બાપ દિકરીને પ્રેમ જોઈ મન હળવું થઈ ગયુ. મનમાંથી ડર નીકળી ગયો. એને એના ઘરે અમને પરાણે લઈ ગઈ રાત્રે એમની સ્પેશિયલ ગરમ ચા પાઈ અને પછી અમે જમ્મુ જવા નીકળ્યા. બાપ દિકરીની એ રાતની એક મુલાકાત અમારા માટે જીવનભરની યાદ બની ગઈ. અમે ત્રણ વાગે જમ્મુ પહોંચ્યા.
અમે આ એક રાતમાં ડ્રાઇવરની દિકરીમાં ભગવાન દેખાયા.આજ અટલા વર્ષો પછી પણ એ એક રાતની ડ્રાઈવર અને અની દિકરીની એ મુલાકાત તરોતાજા છે મનમાં..... આપણા
વિચારો જ આપણને ડરાવે છે. દુનિયામાં બધા જ ખરાબ નથી હોતા. પણ સારા માણસોએ એની સારપની સાબીતી આપવી પડે છે.....

🙏જય શ્રીકૃષ્ણ 🙏

✍ડોલી મોદી ' ઊર્જા '
ભાવનગર