Father's concern books and stories free download online pdf in Gujarati

પિતાની ચિંતા

પિયુના લગ્નની તૈયારીઓ શરુ થઈ ગઈ હતી, મૈ મહીનાના બીજા અઠવાડિયામાં હતા,જાન્યુઆરીમાં ખરીદી પતાવી હવે કંકોત્રી, કેટરીંગ ડેકોરેશન એ બધુ બૂકીંગનુ કામ શરુ હતુ, સાંજે ઘરના બેસી ટેલીવિઝન જોતા હતા, સમાચારની ચેનલ ફેરવતાજ ધ્યાનમાં આવ્યુ કે કરોના નામક રોગ વિશ્વાસ ભરમાં પગપેસારો કરી ગયો છે, અને જેના લીધે બીજા દેશોમાં લોકડાઉન લાગવા જેવી પરિસ્થિતિ સર્જાઈ છે.
હજુ ભારતમાં ચાર પાંચ કેસ જ હતા ત્યારે એટલે ઘરના સભ્યોને તો લગ્નના ઉત્સાહમાં એની ગંભીરતા ન સમજાઈ અને મસ્તીમાં ઉડાવ્યુ, " ભારતમાં કઈ ન થાય બહું શક્તિ શાળી દેશ છે ,અને એ પણ અહીં નાના શહેર સુધી કયાં પહોચવાનો છે કોરોનો," અને વાત હસી મા ઉડી ગઈ, બધા પોતાની સોપાયેલી જવાબદારી મુજબ તૈયારીમાં વ્યસ્ત થઈ ગયાં.

બીજે દિવસે ખબર પડી કે બાવીસ માર્ચે ભારત બંધ છે કોરોનાના કારણે તો પણ કોઈને ફેર ન પડયો એક દિવસ ઘરમાં બેઠા બીજે દિવસે પાછા કામે વળગ્યા, ત્યા ચોવીસના રાતે આઠવાગે મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીજી એ ટેલીવીઝન ઊપર ઘોષણા કરી, "પંદર દિવસ એટલેકે પચ્ચીસ માર્ચ થઈ નવ જુન સુધી દેશ ટોટલ લોકડાઉન રહેશે ," હજુ પણ એવું હતુ ચલો નવ તારીખે ખુલ્લી જશે પછી કરી લેશુ તૈયારી, છોકરા વાળા તરફથી પણ તૈયારી ચાલુ જ હતી, એ લોકોને જાન મધ્યપ્રદેશથી લઈને આવવાનું હતુ, એટલે ટ્રેનના બુકીંગ, ટ્રેનમાં જાનૈયાને આપવાના નાસ્તા, જમવાનુ બધાના ઓર્ડર અપાઈ ગયા ,ધીમે ધીમે વધતા લોકડાઉન માર્ચ, એપ્રિલ, અને મૈ પણ ગળી ગયું લગ્ન તારીખ એમા પીસાઈ ગઈ, અને પરીસ્થિતી એટલા વણસી ગઈ, -કે હજારો મોત, કોરનટાઈન, આઈસોલેશન, નવા નવા શબ્દો કાને પડવા લાગ્યા, હોસ્પિટલો મરીજથી ખસાખસ ભરાવા લાગી,આ પરીસ્થિતીમાં લગ્નની તો વાત કયાં કરવાની જ હતી..! પરંતુ ઓર્ડર અને તૈયારીમાં એડવાન્સ રૂપિયા આપેલા કોઈએ પાછા આપ્યા કોઈના ગયા, નુકસાન આર્થીક અને માનસિક બંને રીતે ઘણું જ થયુ.

પિયુ અને પિયુષના લગ્ન કુંડલી પ્રમાણે આ મુહૂર્તમાં કરવા જરૂરી હતા,નહીંતો પછી બે વરસ કોઈ યોગ ન હતો,અને આમ પણ કરોનાની આર્થીક થપાટ એવી હતી કે પછી એમાંથી ઊભું થવુ હવે એટલે પાંચ વરસ જીવનના પાછળ ખેંચવા પડે એવું હતુ, વિડંબણા ઘણી જ હતી શું કરવું..?

પિયુ અને પિયુષ બહું વિચાર પછી નિર્ણય કર્યોં, ઓનલાઇન ઝુમમાં બધા તૈયાર થઈ અને જોડાવાનું અને ઓનલાઇન જ ફેરા કરી લેવા, બ્રાહ્મણ પણ ઓનલાઇન બધી વીધી કરાવશે અને લોકડાઉન પૂરુ થાય પછી સારુ ચોઘડીયું જોઈ વળાવાની, આ વિચાર બધાને ઉત્તમ લાગ્યો, અને લગ્નની મુહૂર્ત પણ સચવાય જાય.

પરંતુ એ લોકોએ જે કર્યું પરીસ્થિતીને માન આપતા કર્યું ,પણ મને આ બહું ગમ્યું, કારણ બધા જ જાણે છે દીકરીનો બાપ દિકરી વળાવતા ખાલી થઈ જાય છે,એ પછી મજબુરી હોય કે દેખાદેખી, વેસ્ટ ખર્ચા,બાપાની કમર તોડી નાખે છે અને છતા બાપ હસતા મોઢે આ કરે છે, આખી જીંદગીની કમાણી દીકરી હોય કે દિકરો એની પાછળ ખર્ચી નાખે છે, એવું નથી બધાની મજબુરી જ હોય કોઈ હોશેથી પણ કરતું હોય છે પણ છેવટે એક વાર તો એ વિચાર કરે જ છે કે ' સાલો..!બહું ખર્ચો થઈ ગયો,'

તો લોકડાઉન પુરતો જ નહીં, પણ આ કાયદાકીય નિયમ કાયમ ચાલું જ રહે તો...! તો શું વાંધો છે..?
કેટકેટલીંય દિકરીઓના માથેથી બાપા ખર્ચો કેમ કરશે એ ચિંતા હટી જશે,કેટકેટલાંય બાપો ઉપરથી દિકરીને પરણાવાના ખર્ચની ચિંતા હળવી થઈ જશે,દેખાદેખી, અને ખોટા બાંધી રાખેલા કાયદાઓ જેમકે,દિકરીને આટલું તો આપવું જ પડે. જાન ને તો સાચવવી જ પડે, આટલો જામણવાર તો કરવો જ પડે,આવા કપડા તો પહેરવાં જ પડે,આવો મંડપ તો સજાવોજ પડે,આવા જુદા રીવાજો અને સમાજસેવકોએ બનાવેલા કાયદાઓમાંથી આઝાદી મળી જાય, શોખ કે દેખાદેખી, કે મજબુરી એક પણ રીત નહીં,
સરકારી કાયદો જ કાયમ માટે કોઈ ધામધુમ નહીં બે પરિવાર મળી ઘરમાંજ ફેરાફરી લેવાના,એ પછી કરોડપતિ હોય કે સામાન્ય વર્ગ.

હા એક વાત એ પણ છે,- કે આવા કાયદાથી ઘણાની રોજગારી ટળી જાય પણ રોજગારી કમાવા માટે કામ ઘણા છે, પણ એક બાપની જીંદગી આમા ટળી જાય છે, એ તો વિચારવું રહ્યુ. કારણકે રોજગારીની નામે હવેતો જબર લુંટ મચી છે, ડીઝાઈનર કપડા,ડીઝાઈનર મેકઅપ, ડીઝાઈનર મંડપ,ત્યાં સુધી કે જમણવારમાં પણ ડીઝાઈનર મેનુ અને ડેકોરેશન હોય છે, લોકો તો કલાક આવી ખાયને જતા રહેશે,
અને બહાર નીકળી કહેશે,"શાક સારુ હતુ પણ મીઠું વધારે હતુ..!,મંડપ ગુલાબીને બદલે લીલો રાખ્યો હોત તો વધારે સારુ લાગત...,! નવવધુની સાડી તો બહુ ડાર્ક છે.....!,"

કોઈ ન કોઈ નુસ્ક નીકાળશે જ ગેરંટી..!,જે હશે એમા સંતોષ તો ભાગ્યે જ કોઈને હશે...પણ આ બધુ કરવામાં બાપની કમમર અને જીદંગી ભરની બચત પૂરી થઈ ગઈ એ કોઈ નહીં બોલે.....! લોકડાઉનમાં જે લગ્નના નિયમ છે એ શું ચાલુ રેહવા જોઈએ...? દિકરી હોય કે ન હોય પણ એક દિકરીના માતા-પિતા છો એમ એક વાર વિચાર કરી પ્રતિભાવમાં ચોક્કસ જણાવજો......

🙏જય શ્રીકૃષ્ણ 🙏

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED