વડવાઓ તો નિષ્ણાંત જ હતાં Ashish દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ચતુર

    आकारसदृशप्रज्ञः प्रज्ञयासदृशागमः | आगमैः सदृशारम्भ आरम्भसदृश...

  • ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 5

    આશા પારેખઃ બોલિવૂડની જ્યુબિલી ગર્લ તો નૂતન અભિનયની મહારાણી૧૯...

  • રાણીની હવેલી - 6

    તે દિવસે મારી જિંદગીમાં પ્રથમ વાર મેં કંઈક આવું વિચિત્ર અને...

  • ચોરોનો ખજાનો - 71

                   જીવડું અને જંગ           રિચાર્ડ અને તેની સાથ...

  • ખજાનો - 88

    "આ બધી સમસ્યાઓનો ઉકેલ તો અંગ્રેજોએ આપણા જહાજ સાથે જ બાળી નાં...

શ્રેણી
શેયર કરો

વડવાઓ તો નિષ્ણાંત જ હતાં



***મલ્ટિનેશનલ કંપનીઓએ આપણને કહ્યું કે , વાળને સિલ્કી બનાવવા અમારું શેમ્પુ ઈસ્તેમાલ કરો અને અરિઠા , શિકાકાઈ છોડો!

*આજે હવે એ જ કંપનીઓ અરિઠા અને આમળા અને શિકાકાઈયુક્ત શેમ્પુની કરોડોના ખર્ચે જાહેરાતો ટેલિવિઝન પર આપે છે.*

પ્રદીપભાઈ ખીમાણી ઉમેરે છે કે , આપણે જ્યારે દાંત સાફ કરવા કોલસા કે નમકનો કે દાતણનો ઉપયોગ કરતા ત્યારે તોસ્તાન કંપનીઓ ભારતીયોની ઠઠ્ઠા - મશ્કરી કરતી હતી. *હવે ... દરેક મલ્ટિનેશનલ કંપનીઓ કરંજ , બાવળ , લવિંગ વગેરેનો અર્ક નાંખીને ટુથપેસ્ટ બનાવે છે !*

તેઓ કોલસાવાળી પેસ્ટ પણ બનાવે છે અને *દરરોજ આપણને પૂછે છે કે , " આપ કે ટુથપેસ્ટ મેં નમક હૈ " ?*

હમણાં એક નવું તૂત નીકળ્યું છે : વ્હિટ બેલી .
*કોઈ એક ઘનચક્કર સંશોધકે તારણ આપ્યું કે , ઘઉંને કારણે પેટ વધે છે , તેમાં રહેલા ગ્લુટેનને કારણે ફાંદ વધે છે. કહેતા ભી દિવાના , સુનતા ડબલ દિવાના .*
કોઈ ધાનથી એમ પેટ વધતું નથી . માપમાં લો ત્યાં સુધી કશું જ ઝેર નથી.

બેશક , બાજરો , જુવાર , મકાઈ જેવા જાડા ધાનનો મહિમા અપરંપાર છે. પણ .. તેનો મતલબ એ નથી કે , ઘઉં નકરું નુકસાન કરે છે. *સાવધાન રહો , આવા કુપ્રચારથી બચો. આપણી ફુલકા રોટલી જેવી સુપાચ્ય અને પોષક બ્રેડ આખી દુનિયામાં બીજી એકપણ નથી.*

આવો જ એક ટ્રેન્ડ ચાલ્યો છે : વિગન બનવાનો . *વિગન એટલે દરેક ડેરી પ્રોડક્ટનો નિષેધ . દૂધ , દહીં , છાસ , માખણ , ઘી , ચીઝ , પનીર.... કશું જ નહિ લેવાનું .*
*ભારતીયો માટે આ કોન્સેપ્ટ બેવકુફીથી વિશેષ કશું જ નથી.*

કારણ કે, *પશ્ચિમમાં આ આઈડિયા પશુઓ પર અત્યાચાર રોકવાની ચળવળના ભાગરૂપે છે.*

ભારતનું ગોપાલન ક્રુરતાથી જોજનો દૂર છે. અહીં તો ગોપાલક જે - તે ગાયને નામથી ઓળખે છે , ગાય અથવા ભેંસ તેની સખી હોય છે. અહીં ક્રુરતા જેવી કોઈ વાત જ નથી. બીજું, દૂધ - દહીં , ઘી અને પનીરનું આપણી ડિશમાં આગવું સ્થાન છે. એનો મહિમા અને મહત્વ આપણે જાણીએ છીએ.

*યાદ રાખજો, આજથી પાંચ-દસ વર્ષ પછી આપણે લોકોને વિગનમાંથી ફરી વેજિટેરિયન બનવા ઝુંબેશ કરતા હોઈશું. અગાઉ અનેક બાબતોમાં આવું જ બન્યું છે. મૂર્ખ ન બનો, વેજિટેરિયન બનો, વિગન બનવું એ મુર્ખતા છે.*

દેશી અને વેસ્ટર્ન કંપનીઓએ આપણને ઉપદેશ આપ્યો કે, નમકમાં આયોડિન અનિવાર્ય છે. તેમણે *શેરીમાં નમક વેચવા આવતા ફેરિયાઓની લારીઓ બંધ કરાવી. ફેરિયાઓ ભંગારની સામે નજીક જોખી આપતાં*

કંપનીઓએ તગડો ભાવ નક્કી કર્યો. મારો સવાલ તો એ છે કે, દરિયાઈ મીઠું - સી સૉલ્ટ ખાવાની જરૂર જ શી છે ? *આયુર્વેદમાં પણ સિંધાલૂણનો મહિમા છે, હિમાલયન પિન્ક સોલ્ટ તરીકે ઓળખાતું ગુલાબી નમક પણ ગુણમાં બેજોડ છે. મેં તો સગી આંખે યુરોપિયનોને ત્યાંના સુપરસ્ટોરમાં સો-બસો ગ્રામની ડબ્બી માટે ત્રણ-ચાર યુરો ( " ત્રણસો - ચારસો રૂપિયા " ) હસતાં - હસતાં ચૂકવતાં જોયા છે. અહીં એ પહાડી નમક એકસો રૂપિયાનું કિલો મળે છે અને સિંધવ નમક પચાસ-સાંઠ આસપાસનું.*

પણ *આપણને તબિયત સારી રાખતા આપણા આવા દેશી નમકમાં રસ નથી , બ્લડપ્રેશર હાઈ કરી નાંખતા બ્રાન્ડેડ દરિયાઈ નમક આપણે હોંશે-હોંશે ખરીદીએ છીએ.*

ઉદાહરણોની અછત નથી , એક શોધશો તો હજાર મળશે. *ચોખાના પૌઆ છોડ્યા આપણે અને કૉર્નફ્લેક્સ ઝાલ્યા . પૌઆ જેવો હળવો અને નિર્દોષ એકેય નાસ્તો નથી.*

પણ આપણને કહેવામાં આવ્યું કે, બાળકો જો આ કૉર્નફ્લેક્સ ખાશે તો અરબી ઘોડાં જેવા તંદુરસ્ત બની જશે. જાણે પૌઆ - મમરા ખાઈને આપણાં બાળકો લુલાં - લંગડા બની ગયા હોય!

આપણને કહેવાયું છે કે, *‘ ઈન્ડિયન કરી ઈઝ ટુ સ્પાઈસી...’ હવે .. જગત આખું એ જ ભારતીય હર્બ્સ પાછળ ઘેલું છે. એ જ તજ - લવિંગ , મરી - મસાલા , હળદર , મરચું , અજમો , જાયફળ અને જાવંત્રીનો ઔષધિય મહિમા હવે બધા જ સ્વીકારે છે.*

*કોરોના કાળમાં પણ આ જ આપણાં મસાલા હવે ઔષધ તરીકે કારગત નિવડી રહ્યાં છે.*

આપણે સદીઓથી રસોઈમાં હળદરનો ઉપયોગ કરીએ છીએ, *હવે આપણને કહેવામાં આવે છે કે, હળદર ખાઈએ તો અલ્ઝાઈમરથી મહદ અંશે બચી શકીએ.* વૈજ્ઞાનિક પરીક્ષણો નહોતા થયા ત્યારે પણ આપણે હળદરનો ઔષધ તરીકે ઉપયોગ કરતા હતા. હવે *મેડિકલ સાયન્સ કહે છે કે, તેમાં કરક્યુમિન નામનું એક ચમત્કારિક તત્ત્વ છે - જે મોટાભાગના વાઈરસ, બેક્ટેરિયા અને ફંગસ સામે જબરજસ્ત પરિણામ આપે છે.*

અમારા જુનાગઢમાં વર્ષો પહેલાં અઠવાડિયે એક વખત એક વૈદ્યરાજ આવતા. ટોકન ચાર્જ લઈને તેઓ નાની - મોટી બીમારીનો ઈલાજ સૂચવે. એમની સારવાર પણ એકદમ યુનિક. આપણા રસોડામાં ઉપલબ્ધ હોય તેવી વસ્તુઓ જ દવા તરીકે સૂચવે. કોઈને અજમો લેવાનું કહે , કોઈને મેથી તો કોઈને વરિયાળી , તજ - લવિંગ , એલચી , જાયફળ કે ધાણાજિરુ.

લોકો તેમને ‘રસોડાં વૈદ્ય’ તરીકે જ ઓળખતા. *આપણું રસોડું સ્વયં એક ઔષધ કેન્દ્ર હતું, આપણે તેને રોગોનું ઘર બનાવી દીધું. ફ્રોઝન ફૂડ, પ્રિઝર્વેટિવ ધરાવતા ખાદ્યપદાર્થો અને જાતજાતનાં ફાલતૂ સૉસ આપણાં ભોજનનો હિસ્સો બન્યા. અસલી વસ્તુઓ વિસરાતી ગઈ અને સિન્થેટિક પદાર્થો ઘૂસતા ગયા.*

જરા વિચાર કરો, કહેવાતી ચાઈનીઝ ડિશમાં ચિલી સોસ, ટોમેટો સોસ, ગાર્લિક સોસ વગેરે ઠલવાય છે. સવાલ એ છે કે, શું *આપણી ચટણીઓ એ ફ્રેશ સોસ જ ન ગણાય ? આપણે લસણની , મરચાંની , આદુની, કોથમીર - ફુદીનાની ફ્રેશ ચટણીઓ બનાવી જાણીએ છીએ. આ બધી ચટણીઓ એક પ્રકારે એપેટાઈઝરનું કામ પણ કરે છે અને ઔષધનું પણ કરે છે.* એમ જણાવાતા ભાઈ ઉમેરે છે કે આપણને આવા છ-*બાર મહિના પહેલા બનેલા અને ભરપૂર કેમિકલ્સ ધરાવતા હાનિકારક સોસની કોઈ જ આવશ્યકતા નથી.* પણ, હૈસો હૈસો ચાલ્યા કરે છે. *બદામ - પિસ્તાવાળું દૂધ બાળકોને આપવાને બદલે હવે આપણે ટીનપેક ફૂડ સપ્લીમેન્ટ આપીએ છીએ,*

ચિક્કાર *ફળો ઉપલબ્ધ હોવા છતાં માત્ર ૨૫ ટકા ફળોનો રસ ધરાવતા ટેટ્રા પેક ખરીદીએ છીએ.*

આપણા *ગામના પાદરે સરગવો સાવ રેઢો ઊભો હતો , વડવાઓ તેનાં પાનમાંથી થેપલાં , મુઠિયાં અને સબ્જી બનાવતાં. એ બંધ કર્યું. આજે એ જ પાંદડાનો પાવડર બે-ત્રણ હજાર રૂપિયે કિલો ખરીદીને ગળચીએ છીએ.* કારણ કે, હવે તો નિષ્ણાતો તેનાં ગુણગાન ગાય છે !

*યાદ રાખજો, આપણાં વડવાઓ કરતાં મોટા નિષ્ણાતો બીજા કોઈ નહોતા, કોઈ નથી.*

આભાર
આશિષ શાહ
9825219458