મન : સંબંધ મિત્રતા નો - 30 Siddhi Mistry દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • મારા અનુભવો - ભાગ 24

    ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 24શિર્ષક:- હાહાકારલેખક:- શ્રી સ...

  • ભાગવત રહસ્ય - 163

    ભાગવત રહસ્ય- ૧૬૩   ઘરમાં કોઈ મોટો મહેમાન આવ્યો હોય તો –તેની...

  • રેડ સુરત - 5

    2024, મે 18, પીપલોદ, સુરત સાંજના 07:00 કલાકે પીપલોદના કારગિલ...

  • ફરે તે ફરફરે - 60

    ફરે તે ફરફરે - ૬૦   વહેલી સવારે  અલરોસાની હોટેલમા...

  • સોલમેટસ - 5

    આગળના ભાગમાં તમે જોયું કે રુશી આરવને અદિતિની ડાયરી આપે છે. એ...

શ્રેણી
શેયર કરો

મન : સંબંધ મિત્રતા નો - 30




થોડા દિવસ પછી,

આદિત્ય, નિશાંત, તેજસ, માનિક નિયા નાં પીજી એટલે નિયા નાં ઘરે આવ્યા હતા. પર્સિસ હતી નઈ. મનન ને ઘરે કામ હોવાથી એ નઈ આવેલો.

બધા મસ્તી કરતા હતા અને સાથે એમના assignment અને practical કરતા હતા. નિશાંત pubg રમતો હતો. Pubg નિશાંત ની ગર્લ ફ્રેન્ડ હતી. 😉 નિશાંત ને ખાધા વગર ચાલતું હસે પણ pubg વગર નઈ.


ત્યાં કોઈ એ બેલ માર્યો. નિયા એ દરવાજો ખોલ્યો ,

"તમે? આમ અચાનક ?" નિયા ખુશ હતી કે શું એ તો એને જ ખબર.

"પપ્પા તમે ?" નિયા ખુશ થઈ ને બોલી.

"હા નડિયાદ થોડું કામ છે એટલે આવ્યો છું પછી તને પણ મળી લેવ એવું વિચાર્યું એટલે આવી ગયો." નિયા નાં પપ્પા બોલ્યા.

"ઓહ અંદર તો આવો હવે " નિયા એ કીધું.

"કેમ છો અંકલ " આદિત્ય બોલ્યો.

"મસ્ત તમે કેમ છો? તેજસ બધું બરાબર ને ?" નિયા નાં પપ્પા એ પૂછ્યું.

"હા મસ્ત " તેજસ બોલ્યો.

નિયા પાણી લઈ ને આવી.

"લે નિયા તારો ફોન અને આ નાસ્તો " નિયા નાં પપ્પા એને ફોન આપતા બોલ્યા.

"કેમ અચાનક? " નિયા એ આશ્ર્ચર્ય થી પૂછ્યું.

"તારી બર્થડે પર જ આપવાનો હતો. પણ દાદી ની વિધિ અને એ બધા કામ માં ટાઈમ નાં મળ્યો ત્યારે આપવાનો. પછી 2 દિવસ પેલા જ લઈ આવ્યો. " નિયા નાં પપ્પા એ કીધું.

"ઓહ એકલા ગયેલા ?" નિયા એ પૂછ્યું.

"નાં રે રિયાન આવેલો. એને જ કીધું આ ફોન લેવાય એમ. " નિયા નાં પપ્પા એ કીધું.

થોડી વાર બધા ની વાત ચાલી ત્યારે માનિક વચ્ચે બોલ્યો,
"અંકલ આ જમતી નથી બરાબર "

"એ તો ખબર જ છે. એને ભાવે નઈ એટલે એ ઓછું જ ખાય. અમારા બધા નું એવું જ છે. " નિયા નાં પપ્પા એ કીધું.

માનિક નો પોપટ થઈ ગયો હતો એટલે એ ચુપચાપ બેસી ગયેલો. થોડી વાર પછી નિયા નાં પપ્પા ને નડિયાદ જવાનું હતું એટલે એ નીકળી ગયા.

નિયા નાં ફ્રેન્ડ એનો ફોન ઓન કરતા હતા. નિયા અંદર ની રૂમ માં હતી.

"Thank you so much god હું તમારી પાસે કંઇ માંગુ એ પેલા તમે મને એ આપી દેવ છો. " નિયા મન માં બોલી.



થોડી વાર પછી એ બહાર આવી. આદિત્ય અને તેજસ એના ફોન માં બધું ઇન્સ્ટોલ કરતા હતા. માનિક વચ્ચે વચ્ચે બોલ્યા કરતો હતો. અને નિશાંત pubg રમતો હતો.

"લે નિયા ફોન તારો થઈ ગયું બધું ઇન્સ્ટોલ " આદિ એ ફોન આપતા કીધું.

"પાર્ટી આપવાની રહી. ફોન ની અને બર્થડે ની." તેજસ બોલ્યો.

"હા પાર્ટી બાકી રહી " માનિક થી બોલ્યા વગર રહેવાય નઈ એટલે એ પણ બોલ્યો.

"ઓકે હમણાં મેગી બનાવું છું. સમજી લેજો પાર્ટી આપી દીધી. " નિયા બોલી.

"મેગી થી કામ નઈ ચાલે " માનિક બોલ્યો.

"તો તું નાં ખાઈશ. તમને ત્રણ ને મેગી ખાસો ને કે નઈ?" નિયા એ પૂછ્યું.

"હા અમને ચાલશે મેગી" આદિત્ય અને તેજસ બોલ્યા.

"મને પણ " નિશાંત pubg માંથી ટાઈમ નીકળી ને બોલ્યો. 🤭

"હું પણ ખાઈ લઈશ " માનિક પાસે કોઈ ઓપ્શન નાં રેતા બોલ્યો.



નિયા મેગી બનાવતી હતી. આદિત્ય એની હેલ્પ કરતો હતો. માનિક પણ ત્યાં જ હતો પણ એ કામ વધારતો હતો એટલે નિયા એ ગુસ્સે થઈ ને બહાર બોલ્યો. થોડી વારમાં મેગી બની ગઈ.

"એક પ્લેટ માં ચાલશે ને. ?" નિયા એ પૂછ્યું.

"હા" બધા બોલ્યા.

નિયા એ મેગી માં કંઇ વધારે જ મસાલો અને ચીઝ નાખ્યા હતા અને માયોનીઝ પણ નાખ્યું હતું. બધા કોઈ દાવત કરવા બેઠા હોય એમ બેઠા હતા.

"નિશાંત કેમ રડે છે?" નિશાંત નાં આંખ માં પાણી જોતા નિયા બોલી.

"આ તીખું છે અને ગરમ પણ એટલે " નિશાંત બોલ્યો 😉

"તને આ તીખું લાગ્યું?" નિયા એ સવાલ કર્યો.

"હા દેખાતું નથી એ રડવા લાગ્યો એ " માનિક એ કહ્યું.

"તો તું રસવાળા ખમણ કેમના ખાઈ શકે ? એ તો આનાથી પણ તીખા હોય. " નિયા બોલી.

"એ કેવા હોય ?" આદિત્ય એ પૂછ્યું.

"હા આવું તો પેલી વાર સાંભળ્યું " માનિક બોલ્યો.

"એ સુરત આવો ત્યારે ખબર પડે " નિયા એ કીધું.



મેગી તો ખાઈ લીધી હતી પછી બધા એ assignment લખ્યું પણ હજી નિશાંત ની આંખ તો લાલ લાલ જ હતી 😉 એટલું બધું એ રડ્યો હતો.

કોઈ ની યાદ માં નહિ 😅 મેગી નાં લીધે 🤭🤭


નિયા ની લાઈફ હવે મસ્ત થઈ ગઈ હતી. ફ્રેન્ડ પણ બની ગયા હતા એટલે એને એકલું નાં લાગતું. પૂજા દીદી ની સગાઈ પણ થઈ હતી. ખુશ રેતી નિયા હવે પેલા કરતા.

એ દરરોજ કંઇ નું કંઇ નવું લખતી. અમુક વાર એ પ્રતિલિપિ માં પણ મૂકતી. બોવ સારો રિવ્યુ નાં મળતો એને પણ તો પણ એ લખવાનું ચાલુ રાખતી.

રવિવારે ઓપન માઇક માં પણ જતી. નક્ષ એની સાથે અત્યાર સુધી ની બધી જ ઓપન માઇક માં આવ્યો હતો. નિયા હવે poem કરતા સ્ટોરી વધારે બોલતી. કોઈ એવી સ્ટોરી કે જેમાં થી કોઈ ને કઈ શીખવા મળે. ટ્રાય કરતી નિયા કંઇ નવું બોલવાની કંઇ નવું કરવાની.

માનિક અને આદિત્ય સાથે ની દોસ્તી એક દમ મસ્ત થઈ ગઈ હતી અને વધારે તો માનિક સાથે ની એ બધું જ નિયા ને કહ્યા કરતો. આદિ સાથે બોવ ઓછી વાત થતી.

બોવ દિવસ પછી આજે નિયા એની ડાયરી વાંચતી હતી. લખતી તો દરરોજ હતી પણ વાંચતી તો કોઈ ક જ વાર.


10 જાન્યુઆરી વાળું પેજ આવ્યું ને નિયા જેટલી ખુશ હતી એના થી વધારે દુઃખી થઈ ગઈ. પણ એ વાંચવાનું સ્ટાર્ટ કર્યું.

10 જાન્યુઆરી ,
હાઈ કેમ છે તું?
મઝામાં જ હસે એમ માની લેવી છું.

આવું નિયા કોઈ વ્યક્તિ ને નઈ પણ ડાયરી ને જ એનો હાલ પૂછતી હતી કેમ છે એ.

યાર આજે ખબર છે તને શું થયું એ?
ક્યાંથી ખબર હોય મે કીધું જ નથી તને 😉


આજે મારે નડિયાદ જવાનું હતું મામા નાં ઘરે. 10 મિનિટ નું જ કામ હતું. મમ્મી નું કંઇ પાર્સલ આવ્યું હતું એ મમ્મી એ કીધું હતું એટલે લેવા જવાનું હતું.

ઉત્તરાયણ આવવાની હતી એટલે બધા ઘરે ગયા હતા. આજે કોલેજ માં પણ બોવ ઓછા આવ્યા હતા. પર્સિસ પણ સુરત ગઈ હતી એટલે નિયા ગર્લ્સ માં એક જ હતી. બાકી બધા તો એમજ બંક માર્યો હતો.

મોર્નિંગ માં કોલેજ ગઈ ત્યારે આદિત્ય સાથે વાત થઈ કે એ પણ નડિયાદ જવાનો હતો એનું પણ થોડું કામ હતું ત્યાં એટલે.

એટલે આદિત્ય એ મને(નિયા) પણ કીધું હતું તું આવજે મારી જોડે. તારું કામ પણ પતી જસે.


11 વાગે,

કોલેજ પતી પછી આદિત્ય, મનન અને માનિક નાસ્તો કરવા ગયેલા અને નિયા ને જવું નઈ હતું એટલે ઘરે આવી ગયેલી. થોડી વારમાં આદિત્ય નો ફોન આવ્યો,"હું આવું છું નીચે આવ"

નિયા નીચે આવી અને આદિત્ય ની રાહ જોતી હતી ત્યારે માનિક નો ફોન આવ્યો.
"આદિ સાથે જાય છે તે કીધું પણ નઈ. અને પાંચ મિનિટ ઉભી રહી હોત તો શું જતું હતું. ?" માનિક કંઇ વધારે ગુસ્સા માં બોલ્યો.

"અરે ત્યાં શું કરું મે ?" નિયા એ કીધું.

"મારે લેપટોપ જોઈતું હતું કામ હતું એટલે. મારા લેપટોપ મા એ નઈ ચાલતું એટલે " માનિક એ કીધું.

"લેપટોપ તો આપ્યું ને તને મે " નિયા એ કહ્યું.

"માઉસ તો તારી પાસે રહી ગયું ને " માનિક ખબર ને કેમ આવું બોલતો હતો પણ કંઇ વધારે ગુસ્સા માં બોલતો હતો.

"લેપટોપ માં માઉસ આવે "

"મારે તને કેટલા દિવસ થી મળવું હતું ખબર છે ને તો પણ તું જતી રહી."

નિયા ને કંઇ સમજ માં નાં આવ્યું એટલે, " ઓકે મોડું થાય છે પછી ફોન કરું "

નિયા એનો ગુસ્સો કંટ્રોલ કરતી હતી. ત્યાં તો આવી ગયો આદિત્ય.

"ચાલો મેડમ જઈએ " આદિત્ય એમ ગોગલ્સ😎 પેરતા બોલ્યો.

"હા"

હજી પાંચ યા દસ મિનિટ થઈ હતી ત્યાં પાછો માનિક નો ફોન આવ્યો નિયા એ કીધું રસ્તા માં છું. અવાજ નથી આવ્યો પછી ફોન કરું એમ કરી ને ફોન મૂકી દીધો.

ત્યાં તો થોડી વાર માં બોવ બધા મેસેજ પડ્યા વોટ્સ અપ માં. નિયા એ જોયું તો માનિક નાં હતા એટલે એને નેટ ઓફ કરી દીધું. ત્યાં તો SMS અને હાઈક પર નાં નચ આવ્યા.

"કોણ છે નિયા ?" આદિ એ પૂછ્યું.

" માનિક છે ગુસ્સે છે હું કેમ ત્યાં નાં ઉભી રહી. "

"અરે એમાં શું ગુસ્સે થવાનું "

"એજ ને " નિયા બોલી.

ત્યાં પાછો માનિક નો ફોન આવ્યો. "બધા મારી જોડે આવું જ કરે છે? અને તે પણ આવું જ કર્યું. " રડતા રડતા માનિક બોલ્યો.

"મે શું કર્યું" નિયા ને કંઇ સમજાતું નઈ હતું ત્યારે શું બોલવું એ.

"એક વાર કહી ને તો જવાય ને કે હું જાવ છું. કહ્યા વગર જતું રેવાનું નઈ." હજી પણ માનિક રડતા રડતા ગુસ્સે થઈ ને બોલ્યો હતો.

"એટલે કહી ને જવાનું તને એમ ?" નિયા બોલી.

"કહી ને તો તું જઈ જ શકે ને " ગુસ્સો કંઇ વધારે જ વધતો હતો માનિક નો આજે.

નિયા કંઇ બોલે એ પેલા એને ફોન કટ કરી નાખ્યો. નિયા એ બધું ઇગ્નોર કરી ને આદિત્ય ની લવ સ્ટોરી સંભાળતી હતી.

ત્યાં પાછો માનિક નો ફોન આવ્યો. "હવે તો પાછો ફોન પણ નાં કરાય નઈ. હા કેમનો થાય આદિત્ય જોડે હોય ને એટલે "

"કંઇ નથી એવું."

"સારું. ક્યાં જાવ છો તમે બંને ?" માનિક બોલ્યો.

"આદિત્ય નાં ઘરે" નિયા નાં મગજ માં શું આવ્યું કે એ આવું બોલી એતો એને જ ખબર .

"ઓહ આદિત્ય નાં ઘરે જવાય. અને અમારું ઘર.?
અમારું ઘર તો નર્ક છે ને નઈ? અહીંયા તો કોઈ દિવસ નાં અવાય. આવવાની વાત તો દૂર રહી કેહવાય પણ નઈ કે ઘરે આવીશ કોઈ વાર "

"વૉટ? તું શું બોલે છે એનું કંઇ ભાન પણ છે તને" નિયા બોલી.

"હા મને બધી જ ખબર છે. જો રસ્તા માં જ ઊભો છું. ત્યાં પડી ને મરી જવ તો સારું એવું થાય છે " માનિક આવું બોલ્યો.

અને નિયા ને હજી હમણાં જ દાદી નો મરી ગયા પછી નો ચેહરો સામે આવી ગયો.

પછી માનિક ગમે તેમ બોલ્યો નિયા ને પણ નિયા એ કંઇ જ જવાબ નઈ આપ્યો હતો.

નિયા એ પછી આદિત્ય ને બધું જ કીધું જે માનિક બોલ્યો હતો એ. નિયા કંઇ પણ છૂપાવી ને આદિત્ય સાથે ની દોસ્તી તોડવા નઈ માંગતી હતી. પણ કહેવાય છે ને આપડે જે વિચારીએ એનાથી ઊંધું જ થાય છે.

ત્યાં નિયા નાં મામા નું ઘર આવી ગયું નિયા ઘરે ગઈ અને આદિત્ય 30 મિનિટ માં આવીશ એવું કહી ને ગયો.

નિયા એ મામી સાથે વાત કરતી હતી ત્યારે માનિક નો ફોન આવ્યો એટલે નિયા એ ઉપાડ્યો નહિ. ત્યાં તો આદિત્ય આવી ગયો.

એ બંને જ્યારે પાછા આણંદ આવતા હતા ને ત્યારે માનિક નો ફોન આવ્યો હતો.

"આદિત્ય હસે જોડે એટલે ફોન નઈ ઉપાડ્યો હોય. કંઇ નઈ જે હોય એ ઘરે જઈ ને ફોન કરજે "આટલુું બોલી ને માનિક એ ફોન મૂકી દીધો.

પણ નિયા સાવ ચૂપ થઈ ગઈ હતી. એના માટે આદિત્ય દોસ્ત એનાથી વધારે કંઇ નઈ હતો. અને માનિક નું આવું બધું બોલવું.

નિયા બોલ્યો માનિક આવું એનું દુઃખ નઈ હતું પણ. એ પોતાના જ બેસ્ટ ફ્રેન્ડ માટે આવું બોલે એ એને માનવામાં નઈ આવતું હતું.

આવતી વખતે નિયા અને આદિત્ય બંને માથી કોઈ કંઇ બોલ્યું નઈ. કદાચ બંને નાં મગજ માં એક નઈ બોવ બધા સવાલો ચાલતા હતા અને એ પણ એમની દોસ્તી નાં. મન નાં.

માનિક આદિત્ય ને ભાઈ કહેતો હતો તો પછી એ કેમ આદિત્ય સાથે નિયા આવી એના થી ગુસ્સે થયો? આદિત્ય ને હાલત તો એવી હતી કે રડવું હોય તો પણ નાં રડી શકે.

નિયા ને ફરી એનો કોઈ એ વિશ્વાસ તોડ્યો હોય એવું લાગતું હતું. મન જે એમની દોસ્તી હતી એ તૂટતી હોય એવું લાગતું હતું.

નિયા ને એ સમજ માં નઈ આવતું હતું કે કોઈ આમ કેમ બોલી સકે. જેટલી ફ્રેન્ડ એ માનિક ની છે એટલી જ ફ્રેન્ડ એ આદિત્ય ની પણ છે. તો માનિક કંઇ વધારે જ હક બતાવતો હોય એમ કેમ બોલે છે.

ત્યાં નિયા નું ઘર એટલે કે પીજી આવી ગયું અને નિયા આદિત્ય ને કંઇ બોલ્યા વગર ઉપર જતી રહી.

નિયા ને હજી પણ એજ સંભળાતું હતું જે માનિક બોલ્યો હતો. નિયા નાં મગજ માં તો એ સવાલ પણ આવી ગયો કે માનિક એવું કંઇ રીતે વિચારી શકે કે મારી અને આદિત્ય વચ્ચે કંઇ છે. યાર એની તો gf પણ છે તો પણ આવું કેમ વિચારી શકે.


નિયા ને આટલું વાંચી ને પાછું રડાઇ ગયું. પાછું બધું યાદ આવી ગયું જે બે દિવસ પેલા થયું હતું.

બે દિવસ થી નિયા ની આદિત્ય અને માનિક સાથે ની વાત પણ ઓછી થઈ ગઈ હતી.

ઉત્તરાયણ હતી કાલે પણ નિયા , ઈશા અને પૂજા દીદી અહીંયા જ હતા. પૂજા દીદી હવે થોડો ટાઈમ જ અહીંયા હતા એટલે ઈશા અને નિયા સાથે બને એટલી યાદગાર પળો ભેગી કરવા માંગતા હતા.

ઈશા, નિયા અને પૂજા દીદી એ આ બે રજા માં બોવ મસ્તી હતી. મોડી રાત સુધી વાત કરવી, મૂવી જોવું, ગપસપ, મઝાક, ટ્રુથ એન્ડ ડેર. જે આપડે મૂવી માં જોઈએ છે મસ્તી કરતા હોય છે હોસ્ટેલ અને પીજી માં ગર્લ્સ એમની ફ્રેન્ડ સાથે એ બધી મસ્તી આ લોકો કરી હતી. ટુંક માં આ બે દિવસ માં એ લોકો ત્રણ વર્ષ માં જેટલી વાત અને મસ્તી નઈ કરી હતી એ કરી હતી.


15 જાન્યુઆરી રાતે ,

મન વોટ્સ અપ ગ્રૂપ માં આદિત્ય નાં મેસેજ આવ્યા.
"હેય કાલે મૂવી જોવા જવું છે?"

આદિત્ય ની તો હા જ હતી. પણ નિયા ને પાછું તે દિવસ બોલ્યો હતો એ યાદ આવી ગયું એટલે એને કંઇ મેસેજ નાં જોયો.

ત્યાં થોડી વાર માં આદિત્ય અને માનિક નો ગ્રૂપ કૉલ આવ્યો.

"નિયા કાલે મૂવી જોવા જવાનું સવારે તૈયાર રેજે " આદિત્ય બોલ્યો.

"નાં હું નઈ આવું" નિયા એ નાં પાડી દીધી.

થોડી વાર સુધી વાત કરી પણ હજી નિયા ની હા નઈ થઈ હતી એટલે આદિ બોલ્યો,
"મને ફ્રેન્ડ માનતી હોય તો આવજે "

નિયા ની પાસે હવે કોઈ બીજો રસ્તો રહ્યો નઈ હતો નાં બોલવાનો. છેલ્લે નિયા એ હા પાડી દીધી.

બીજે દિવસે સવારે,

7 વાગે નિયા ઊઠી ને મોબાઈલ માં કંઇ જોતી હતી.





શું મન ની દોસ્તી પેલા જેવી જ રહેશે?

માનિક બોલ્યો હતો નિયા અને આદિ નું એ સાચું હસે ?

આદિત્ય સાથે દોસ્તી રહેશે કે તૂટી જસે?