મન : સંબંધ મિત્રતા નો - 29 Siddhi Mistry દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 163

    ભાગવત રહસ્ય- ૧૬૩   ઘરમાં કોઈ મોટો મહેમાન આવ્યો હોય તો –તેની...

  • રેડ સુરત - 5

    2024, મે 18, પીપલોદ, સુરત સાંજના 07:00 કલાકે પીપલોદના કારગિલ...

  • ફરે તે ફરફરે - 60

    ફરે તે ફરફરે - ૬૦   વહેલી સવારે  અલરોસાની હોટેલમા...

  • સોલમેટસ - 5

    આગળના ભાગમાં તમે જોયું કે રુશી આરવને અદિતિની ડાયરી આપે છે. એ...

  • આ મોબાઇલે તો ભારે કરી!

         જેના વગર આપણો દિવસ પૂરો નથી થતો અને જે આપણી આંખોથી થોડો...

શ્રેણી
શેયર કરો

મન : સંબંધ મિત્રતા નો - 29




"સર નિયા અહીંયા છે ?" ભૌમિક ઓફીસ માં આવતા પૂછ્યું.

"હા આવ અંદર અહીંયા જ છે. "

આ બાજુ નિયા એક દમ ચૂપ ચાપ બેસેલી હતી.


હોસ્પિટલ માં,


"નિયા કોણ છે? દર્દી એનું નામ જ લે છે. " ડોક્ટર આવી ને બોલ્યા.

"મારી છોકરી નું નામ નિયા છે"

"તો એને બોલાવો. દર્દી લાસ્ટ સ્ટેજ માં છે. ગમે ત્યારે શ્વાસ બંધ થઈ શકે છે. " ડોક્ટર બોલ્યા.

"પણ સર એ તો અહીંયા નથી. "

"કોઈ પણ રીતે એને કોન્ટેક્ટ થાય તો કરો. દર્દી એનું જ નામ બોલે છે એટલે "

આ બાજુ બધા નિયા ને ફોન કરતા હતા પણ નિયા નો ફોન લાગતો નઈ હતો. રિયા રિયાન અને એના મમ્મી પપ્પા પણ હોસ્પિટલ આવી ગયા હતા.

રિયા નિયા નાં જે ફ્રેન્ડ એટલે કે આદિત્ય અને માનિક નો નંબર હતો એને ફોન કરવાનો ટ્રાય કરતી હતી પણ રિંગ વાગતી હતી કોઈ ફોન નો જવાબ આપી નઈ રહ્યું હતું. "

"રિયા લાગ્યો ફોન " નિયા નાં મમ્મી એ પૂછ્યું.

"નાં આંટી રિંગ તો વાગે છે પણ કોઈ જવાબ નઈ આપતું. લેક્ચર માં હસે એટલે જ "

"હવે ?"

"આંટી ચિંતા ના કરો. એના સેનીઓર ને ટ્રાય કરું છું. મેસેજ તો કર્યો છે પણ ફોન કરું છું." રિયાન બોલ્યો.

"હા ભાઈ તું ભૌમિક ને ફોન કર."

"રિયા એના પેરેન્ટ્સ નાં ગ્રૂપ માં સર નો નંબર હસે એમને કરી જોને." રિયાન બોલ્યો.

"હું સર ને " રિયા કઈ બોલે એ પેલા રિયાન એ કહ્યું.

"અંકલ નાં ફોન માંથી કર. અંકલ વાત કરશે. " રિયાન બોલ્યો.

રિયા એ નિયા નાં પપ્પા ના ફોન માંથી એના કૉલેજ ગ્રૂપ માંથી દીપ સર નો ફોન લગાવ્યો.

"હેલ્લો સર. હું નિયા નાં પપ્પા બોલું. "

"સેમ 6 માં છે એજ ને નિયા સુરતી " દીપ સર બોલ્યા.

"હા સર એજ. એને ફોન કરીએ છે પણ એ ક્લાસ માં હસે એટલે ફોન નઈ ઉપાડતી તો તમે નિયા સાથે વાત કરાવી આપશો. "

"હા સર હું નિયા ને કહી ને ફોન કરાવું " કહીંને દીપ સરે પટાવાળા ને નિયા ને બોલાવવા મોકલ્યો.




આ બાજુ રિયાન નાં મેસેજ જોઈ ને ભૌમિક એ મેસેજ કર્યો

"શું થયું?"

"ભાઈ નિયા ને કેહ દાદી ને ફોન કરે. એ હોસ્પિટલ માં છે એટલે. બોવ ઓછો ટાઈમ છે . પ્લીઝ ભાઈ " રિયાન એ મેસેજ કર્યો.

ભૌમિક નિયા ને કેહ એ પેલા નિયા ઓફીસ માં ગઈ.

ઓફીસ માં,

ભૌમિક ઓફીસ માં ગયો નિયા ને પૂછે એ પેલા એના માં ફોન આવ્યો,

"ભૌમિક નિયા ને રેલ્વે સ્ટેશન મૂકવા જવી પડશે. દાદી હવે નથી રહ્યા. "

ઓકે કહી ને નિયા પાસે ગયો.

"નિયા "

"હા " નિયા એ પેલા સર ને ફોન આપ્યો.

"નિયા શું થયું?" દીપ સર એ પૂછ્યું.

"સર દાદી ઓફ થઈ ગયા..." આગળ તો એના થી કંઇ નાં બોલાયું.

"સર હું નિયા ને મૂકવા જાવ છું. નિયા ની લીવ પછી આપી જઈશ. "

"સારું શાંતિ થી જજે " દીપ સર એ કીધું.



નિયા એક દમ ચૂપ ચાપ ઉભી હતી. ભૌમિક ટ્રેન ક્યારે છે એ જોતો હતો. 11.30 ની હતી એ જતી રહી હતી હવે ડાયરેક્ટ 12.45 પર હતી એમાં રિઝર્વેશન છે કે નઈ એ ચેક કરતો હતો કેમકે નિયા ને એકલું જવાનું હતું એટલે.

બ્રેક પડી ગઈ. ભૌમિક એ નિયા ને એનું બેગ લઈ ને નીચે ગેટ પાસે આવવા કીધું. નિયા ક્લાસ માં ગઈ.

"શું થયું નિયા? કેમ સરે બોલાવી હતી?" પર્સિસ એ પૂછ્યું.

"સર સાથે હોય કામ ? એટલે તો જલ્દી બોલાવી. " એના ક્લાસ ની અમુક છોકરીઓ જે મન માં આવે એમ બોલતી હતી. નિયા બેગ લઈ ને બહાર જતી હતી ત્યારે આદિ એ ઉભી રાખી.

"નિયા રિયા નો ફોન આવ્યો હતો. દાદી..." આગળ તો આદિ થી પણ નાં બોલાયું.

"હા ખબર છે મને કોઈ ને ફોન ના લાગ્યો એટલે પપ્પા એ દીપ સર ને ફોન કર્યો હતો. હું જાવ છું સુરત અત્યારે." નિયા બોલી.

"જલસા છે ત્યાં જ રેતી હોય તો ખોટું આઇ જાય કરે છે "
માનિક વચ્ચે બોલ્યો.

"ચૂપ રે ને તું થોડી વાર" આદિત્ય એ કીધું.

ત્યાં ભૌમિક નો ફોન આવ્યો. નિયા એ કીધું હું આવું જ છું.

"કેમ ક્યાં જાય છે ? હું મસ્તી કરતો હતો? " માનિક બોલ્યો.

"આને લઈ જા તો અહીંયા થી" આદિત્ય એ મનન ને કીધું.

નિયા અને આદિત્ય નીચે આવ્યા ગેટ પાસે. જ્યાં ભૌમિક અને નક્ષ નિયા ની રાહ જોતા હતા.

"નિયા તારી ટિકિટ મોકલી છે તને ટ્રેન લેટ છે અડધો કલાક. અને આની સિવાય બીજી એક પણ ટ્રેન નથી. " નક્ષ બોલ્યો.

ત્યાં નિયા ને એના પપ્પા નો ફોન આવ્યો એટલે થોડે દૂર જઈ ને વાત કરવા લાગી.

"કેમ નિયા સુરત જાય છે ?" માનિક ખબર નઈ કેમનો ત્યાં આવી ગયો અને બોલ્યો.

"એના દાદી ઓફ થઈ ગયા છે એટલે " નક્ષ બોલ્યો.

"ઓહ સો સેડ " માનિક બોલ્યો.

"એની સામે કંઇ વધારે નઈ બોલતો હવે " આદિ એ કીધું.

ત્યાં તો નિયા આવી,
"ભૌમિક મૂકી જા મને. નક્ષ સર ને લીવ આપી દેજે તું. બાય guy's "


થોડી વાર પછી,


ટ્રેન માં બેઠી પછી નિયા એ એના પપ્પા ને ફોન કર્યો. એની બેટરી પણ લો હતી એટલે એને ફોન સ્વીચ ઓફ કરી દીધો.

4.30 વાગે,

સુરત આવવાની તૈયારી હતી. નિયા એ ફોન ઓન કર્યો. બોવ બધા મિસ્કોલ પડ્યા હતા. માનિક ના જ 20 જેવા હતા. નિયા એ બધું ઇજ્ઞોર કર્યું. ત્યાં રિયાન નો ફોન આવ્યો. સ્ટેશન ની બજાર ઊભો છું. આવ .

નિયા રસ્તા માં કંઇ જ નાં બોલી. ઘરે જઈ ને દાદી ને જોઈ ને એને આંશુ તો આવી ગયા હતા. પણ નિયા એ વિચાર્યું હવે રડીશ તો પણ દાદી પાછા આવવાના નથી તો કેમ એટલું બધું રડું. બધા ને બતાવવા?

અમુક લોકો નિયા ને જોઈ ને અંદર અંદર વાત કરતા હતા. થોડી વાર પછી દાદી ને અગ્નિ સંસ્કાર કરવા લઈ ગયા.


રાતે 9 વાગે

જે લોકો આવ્યા હતા એ જમી ને જતા રહ્યા હતા. નિયા એના મમ્મી પપ્પા, ફોઈ, ફુઆ , ખુશી, રિયા , રિયાન અને એના મમ્મી પપ્પા આટલા જ હતા.

નિયા ને કઈક યાદ આવતા એ અંદર દાદી નો કબાટ ખોલવા ગઈ. પણ લોક હતું એટલે એના મમ્મી પાસે થી ચાવી લઈ ને ખોલ્યું. એમાં થી એક નાનું બેગ જેવું હતું એ કાઢી ને બધા બેઠા હતા ત્યાં લઈ આવી.

"આ કોનું છે નિયા?" નિયા નાં પપ્પા એ પૂછ્યું.

"દાદી નું. એમાં દાદી એ નાના નાના કાગળ માં લખી ને વળી ને મૂકતા હતા. " નિયા બોલી.

"તને કેમની ખબર બેટા" ફોઈ એ પૂછ્યું.

"મે પૂછ્યું હતું એક વાર તો કે હું નાં હોવ ત્યારે જોજે. "

"બેગ તો ખોલ હવે " નિયા નાં પપ્પા એ કીધું.

"હા પપ્પા "

નિયા એ બેગ ખોલી ને એક પછી એક નાના કાગળ નીકળ્યા. બધા પર એક એક વ્યક્તિ નું નામ લખ્યું હતું અને એ અંદર નું વાળેલી હતી એ. નિયા એ નામ વાચતા વાંચતા બધા ને આપી.

પેલી પિયુષ ભાઈ ની નીકળી. પછી એના ફોઈ એના મમ્મી, ફુઆ, ખુશી , રિયાન નાં મમ્મી પપ્પા , રિયા ની પણ નીકળી.

"મારા માટે જ કંઇ નઈ મુક્યું." નિયા નું નામ એક પણ કાગળ પર નઈ હતું. એટલે એ થોડી ઉદાસ થઈ ગઈ.

"જો હસે બરાબર જો " ફુઆ એ નિયા ને કીધું.

"આ તો રિયાન ની છે. " રિયાન ને આપ્યું.

પછી બે ત્રણ વાર બેગ જોયું પછી નિયા ને એના નામ નું મળ્યું.

"ચાલો બધા બોલો શું લખ્યું છે તમારા માં " નિયા એના નામ નું કાગળ મળતા થોડી ખુશ હતી.

"મારા માં તો એવું લખ્યું છે. મારી છોકરી એટલે કે તારા ફોઈ નું ધ્યાન રાખવાનું અને ખુશી અને જાનું ને ખુશ રાખવાનું " નિયા નાં ફુઆ બોલ્યા.

"મારા માં પણ એવું જ કઈક છે " નિયા નાં ફોઈ બોલ્યા.

બધા એક પછી એક બોલ્યા હવે નિયા નાં પપ્પા અને નિયા ની જ બાકી હતી વાંચવાની.

"ચાલો પપ્પા હવે તમારો વારો"

"મારી ઢીંગલી નિયા નું ધ્યાન રાખજે અને પ્રિયંકા નું પણ. નિયા નાં સપનાં પૂરાં નાં કરી શકે તો કંઇ નઈ એને ખાલી એની રીતે જીવવા દેજે. કોઈ દિવસ એને રોકતો નહિ. અને હા એને નવો ફોન લાવી આપજે. એનો ફોન અમુક વાર બંધ થઈ જાય છે એટલે. ખુશી અને જાનું નું પણ ધ્યાન રાખજે. "

"લે નિયા તારી તો લોટરી લાગી ગઈ. ફોન નવો આવશે." ખુશી બોલી.

"હા એની બર્થડે પર ફોન જ આપવાનું વિચાર્યું હતું. " નિયા નાં પપ્પા બોલ્યા.

નિયા થી તો વંચાયું જ નહિ એ કાગળ ખુશી ને આપી ને અંદર ની રૂમ માં જતી રહી.

નિયા નો કાગળ વાંચ્યા પછી બધા ની આંખ માં પાણી આવી ગયેલા.

"પપ્પા પેલું કોણ હતું. નિયા આવી ત્યારે એવું બોલ્યું કે ચાર કલાક એની રાહ જોઈ અને આ ને આવી ને તો કંઇ રડું જ નાં આવ્યું. રડવાથી થોડા દાદી પાછા આવી જવાના છે. " ખુશી બોલી.

" હા એ દાદી નાં દૂર નાં બહેન થાય. "

થોડી વાર વાત કરી પછી બધા સૂઈ ગયા.


બીજે દિવસે,

બપોરે નિયા એના ફોઈ લોકો જોડે જ આણંદ જવાની હતી. ટેડી એને એના રૂમ માં જ મૂકી રાખ્યું એને મિનીયન લઈ લીધું આણંદ લઈ જવા.


નિયા ને દુઃખ બોવ થયેલું પણ એ કોઈ ની પણ સાથે શેર કરવા નઈ માંગતી હતી એને બધી જ વાત ખાલી ડાયરી ને કીધી હતી.

કાલે નિયા નો બર્થડે હતો પણ નિયા ને તો યાદ જ નઈ હોય એમ હતું.

એતો 10 વાગ્યા માં ફોન aeroplane મોડ માં નાખી ને સુઈ ગઈ. બીજે દિવસે સવારે છ વાગે એ ઊઠી ત્યારે પર્સિસ એની બાજુ માં નઈ હતી.

એને ફોન કર્યો પણ ફોન તો ત્યાં જ પડેલો હતો. નિયા ને લાગ્યું આવી જસે થોડી વાર માં એમ કરી ને નાહવા ગઈ.

7 વાગ્યા હજી પર્સિસ આવી નઈ હતી. નિયા વિચારતી હતી એ ક્યાં ગઈ હસે ? ત્યાં તો બેલ વાગ્યો.

"હેપ્પી બર્થડે નિયા " પર્સિસ , પૂજા દીદી અને ઈશા એક સાથે બોલ્યા.

"Thank you " નિયા એ કહ્યું.

"યાર સોરી રાતે જ કેક કાપવાની હતી પણ કાલે કેક નાં મળી પછી યાદ આવ્યું તને આઈસ્ક્રીમ કેક બોવ ભાવે છે એટલે..." પર્સિસ બોલતી હતી ત્યારે

"હવે કેક કટ કરીએ" ઈશા બોલી.

નિયા એ કેક કટ કરી પછી થોડા ફોટો પણ પડ્યા. નિયા દર વખત ની જેમ આ ટાઈમ ખુશ નઈ હતી પણ કોઈ ને ખબર ના પડે નિયા ખુશ નથી.

આજે રવિવાર હતો એટલે કોલેજ તો જવાનું હતું નઈ. બપોરે નિયા એ પિત્ઝા ઝોમેટો કર્યા હતા. ખુશ તો હતી પણ એને અમુક વાર દાદી યાદ આવી જતાં. એના બધા ફ્રેન્ડ નાં મેસેજ અને સ્ટેટ્સ નો reply આપવામાં જ આજે એનો દિવસ નીકળી ગયો.

ભૌમિક અને નક્ષ સાથે બહાર જવાનો પ્લાન હતો પણ નિયા એ થોડા દિવસ પછી જઈશું એવું કીધું હતું. એ બંને એ પણ નિયા ને આ ટાઈમ પર ફોર્સ નઈ કર્યો હતો.

રાતે નિયા જમી ને ડાયરી લખવા બેસી. પર્સિસ 31st ની પાર્ટી માં ગયેલી એના ફ્રેન્ડ જોડે. નિયા એકલી જ હતી. ઘરે વાત કરી નેં લખતી હતી.

ત્યાં માનિક નો ફોન આવ્યો.

"બર્થડે ગર્લ શું કરે ?"

"લખતી હતી" નિયા બોલી.

"કેવો ગયો બર્થડે?"

"મસ્ત"

"યાર મારે આવવું હતું પણ નાં અવાયું. ગિફ્ટ આપવી હતી પણ તને ખબર છે ને પપ્પા ની જોબ છૂટી ગઈ છે. "

"મે ક્યાં ગિફ્ટ માંગી તારી પાસે ?"

"નાં તે નઈ માંગી પણ તું સ્પેશિયલ છે મારા માટે ખબર છે ને ? એટલે "

"ઓકે"

આમ નિયા નો બર્થડે પતી ગયો. થોડા દિવસ પછી દાદી ની વિધિ હતી એ બધું પણ પતી ગયું હતું. હવે નિયા પણ પેલા નાં જેવી થઈ ગઈ હતી.

એક દિવસ સાંજે ,

આદિત્ય, માનિક અને નિયા ગ્રૂપ કૉલ પર હતા.

"કાલે રજા છે ચાલો ને કઈક જઈએ. " આદિત્ય એ કહ્યું.

"ક્યાં જઈશું. " નિયા એ પૂછ્યું.

"વડતાલ?" માનિક બોલ્યો.

"નાં મૂવી જોવા જઈએ. " આદિત્ય બોલ્યો.

બીજે દિવસે મૂવી જોવા જવાનું છે એ નક્કી કરી ને સૂઈ ગયા બધા.


બીજે દિવસે સવારે,

"નિયા કલાક થશે આવતા " માનિક એ ફોન કરી ને કીધું.

થોડી વાર પછી આદિત્ય અને માનિક નિયા ને લેવા આવ્યા. પછી ત્રણેય થીએટર ગયા. હજી મૂવી ચાલુ થવાની થોડી વાર હતી એટલે બાર બેસેલા હતા.

માનિક એની નાકામ ની વાતો કરતો હતો. નિયા અને આદિ એની ઉડાવતા હતાં.

મૂવી સ્ટાર્ટ થયું. નિયા એની બાજુ માં માનિક અને એની બાજુ માં આદિત્ય એમ બેસેલા હતા. માનિક વારે વારે નિયા ને પૂછ્યા કરતો કઈ નું કંઇ.

આમ એ દિવસ એ લોકો નો મસ્તી મઝાક મસ્ત ગયો. બોવ દિવસ પછી મન જોડે હતું એવું લાગતું હતું.


થોડા દિવસ પછી,

આદિત્ય, નિશાંત, તેજસ, માનિક નિયા નાં પીજી એટલે નિયા નાં ઘરે આવ્યા હતા. પર્સિસ હતી નઈ. મનન ને ઘરે કામ હોવાથી એ નઈ આવેલો.

બધા મસ્તી કરતા હતા અને સાથે એમના assignment અને practical કરતા હતા. નિશાંત pubg રમતો હતો. Pubg નિશાંત ની ગર્લ ફ્રેન્ડ હતી. 😉 નિશાંત ને ખાધા વગર ચાલતું હસે પણ pubg વગર નઈ.


ત્યાં કોઈ એ બેલ માર્યો. નિયા એ દરવાજો ખોલ્યો ,

"તમે? આમ અચાનક ?" નિયા ખુશ હતી કે શું એ તો એને જ ખબર.




કોણ આવ્યું હસે?

નિયા ખુશ થઈ હસે ને ?

દાદી એ નિયા નાં કાગળ માં શું લખ્યું હસે?