મન : સંબંધ મિત્રતા નો - 28 Siddhi Mistry દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • મારા અનુભવો - ભાગ 24

    ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 24શિર્ષક:- હાહાકારલેખક:- શ્રી સ...

  • ભાગવત રહસ્ય - 163

    ભાગવત રહસ્ય- ૧૬૩   ઘરમાં કોઈ મોટો મહેમાન આવ્યો હોય તો –તેની...

  • રેડ સુરત - 5

    2024, મે 18, પીપલોદ, સુરત સાંજના 07:00 કલાકે પીપલોદના કારગિલ...

  • ફરે તે ફરફરે - 60

    ફરે તે ફરફરે - ૬૦   વહેલી સવારે  અલરોસાની હોટેલમા...

  • સોલમેટસ - 5

    આગળના ભાગમાં તમે જોયું કે રુશી આરવને અદિતિની ડાયરી આપે છે. એ...

શ્રેણી
શેયર કરો

મન : સંબંધ મિત્રતા નો - 28



બોવ દિવસ પછી નિયા હવે આણંદ આવી ગઈ હતી. ઈશા અને પર્સિસ સાથે બોવ બધી વાત કરી. રાતે જમી ને નિયા સૂઈ ગઈ .

10.30 વાગે

માનિક નો ફોન આવ્યો.

"હા બોલ" નિયા નીંદ માં હોય એમ બોલી.

"આજે તો વાત થશે ને?"

"શેની વાત?" નિયા ને સમજ નાં પાડતા પૂછ્યું.

"કેટલા દિવસ થી સરખી વાત નથી કરી તે ખબર છે ને. જ્યારે હોય ત્યારે કામ માં છું. ઘરે હતી એટલે કંઇ કીધું નહિ મે "

"ઓકે મારી પાસે કોઈ વાત નથી "

"ઓકે હા જો એક વાત કેહવાની હતી રહી ગઈ."

"હા બોલ" નિયા ને એમ કોઈ જરૂરી વાત હસે એવું લાગ્યું.

"મિશા છે ને એની સાથે વાત થઈ હતી એ લોકો નો પાછો ઝગડો થયો હતો પણ હવે તો સોલ્વ થઈ ગયું. "

"તો હવે શું છે "

"કંઇ નઈ આ તો ખાલી કહું છું"

"ઓકે એ બંને ની વાત છે મને શું છે "

"ઓકે. કાલે પેલું કાર્ડ જોયેલું મઝા આવી ગઈ " માનિક થી સારું વાત ને આગળ ખેંચતા કોઈ ને નઈ આવડતું.

"કયું કાર્ડ?"

"આ 5 સેમેસ્ટર માં આપ્યું હતું ને બોક્સ વાળું એ. અને અમુક બીજા નાના નાના છે એ જોઈ ને."

"ઓકે" નિયા વાત પતાવવા માંગતી હતી.

"યાર પેલું કાર્ડ મમ્મી એ ક્યાં મૂકી દીધું છે એ તો મળતું જ નથી." માનિક બોલ્યો.

"પોતાની વસ્તુ સરખી મુકાય "

"હા હવે " માનિક બોલ્યો.

થોડી વાર પછી નિયા ફોન ચાલુ રાખી ને જ સૂઈ ગઈ.


બીજે દિવસે સવારે,


નિયા હજી ઊઠી હતી. પર્સિસ બાર જવાની હતી એટલે એ તૈયાર થતી હતી.

થોડી વારમાં પર્સિસ ગઈ પછી પૂજા દીદી આવ્યા.

"આટલા બધા દિવસ સુરત રઈ આવી. કોઈ મળી ગયું હતું કે શું?" પૂજા દીદી બોલ્યા.

"હા મેડિસન મળી ગઈ હતી" નિયા બોલી.

"ધ્યાન રાખ ને થોડું તારું "

"હા રાખું જ છું." નિયા બોલી.

"લે તારી ચોકલેટ્સ "

"ઓહ કંઇ ખુશી માં " નિયા બોલી.

"નક્કી થઈ ગયું. મે તને ફોન કર્યો હતો પણ તારી ફ્રેન્ડ એ કીધું એ સૂતી છે. "

"અચ્છા"

"એટલે અમૂલ ની ડાર્ક ચોકલેટ્સ આપી મને. કોણ છે એ તમારો ?"

"જો આ છે. " પૂજા દીદી ફોટો બતાવતાં બોલ્યા.

"ઓહ ક્યાં ગયેલા બંને જણા ?"

"ચોકલેટ રૂમ માં ગયેલા અને એક વાર ડોમીનોઝ માં " પૂજા દીદી બોલ્યા.

"હાઈ લા છોકરી શરમાય છે કેટલી " 😉 નિયા બોલી.

"બસ તારો વારો આવવાનો છે પછી હું પણ આવું જ બોલીશ. " પૂજા દીદી એ કીધું.

"ડોક્ટર છે એ ?" નિયા એ પૂછ્યું.

"હા ડોક્ટર છે MBBS "

"ઓહ ડોક્ટર ડોક્ટર "

"બસ કર પાગલ. ચાલ હું જાવ. આવતા મહિને સગાઈ છે આવવાનું છે તારે "

"ઓહ આટલુું જલ્દી "

"હા ચાલ બાય મોડું થાય છે."


થોડા દિવસ પછી,

નિયા ની કોલેજ મસ્ત સ્ટાર્ટ થઈ ગઈ હતી. એની બર્થડે પણ થોડા દિવસ ની વાર હતી. નિયા આ ટાઈમ થોડી એક્સટાઈડ હતી કેમકે નક્ષ અને ભૌમિક સાથે એનો લાસ્ટ બર્થડે હતો અને કદાચ છેલ્લા થોડા મહિના જ એ લોકો સાથે હતાં .

એક બે દિવસ પેલા નિયા એ બંને સાથે ગાર્ડન માં ગઈ હતી ત્યારે આ વાત થઈ હતી. ભૌમિક જૂન યા જુલાઈ માં કેનેડા જવાનો હતો અને નક્ષ પણ એ જ્યાં ટ્રેનિંગ કરે છે ત્યાં.


સાંજે 6 વાગે

નિયા અને ઈશા ટેરસ પર હતા.

થોડી વાર પછી ,

"નિયા કંઇ થયું છે તને ?" ઈશા એ પૂછ્યું.

"નાં કંઇ નઈ "

"તો તું ક્યારે ની ચૂપ ચાપ બેસેલી છે કઈ બોલતી નથી. એટલે " ઈશા એ કીધું.

"યાર મને બોવ અજીબ ફિલ થાય છે. કંઇ થવાનું હોય એવું. પણ શું થવાનું છે એ કંઇ ખબર નઈ " નિયા બોવ ધીમે થી બોલી.

"ડોન્ટ વરી કંઇ નઈ થાય. "

"આઈ હોપ " નિયા બોલી.

"હા ચાલ હવે જઈએ મારે assignment બાકી છે લખવાનું એટલે "


બંને નીચે આવ્યા. નિયા એ એની ડાયરી માં લખવાનું સ્ટાર્ટ કર્યું.
"હાઈ
યાર આજે મને બોવ અજીબ ફિલ થાય છે.
ખબર નઈ કેમ?
કંઇ ગલત થવાનું હોય એવું લાગે છે.
કંઇ થશે તો નહિ ને ?
ચાલ પછી મલું તને 😊"


આટલું કહી ને નિયા એ ડાયરી મૂકી દીધી.


પછી એ અને પર્સિસ જમવા બેઠા. આજે નિયા ને જમવા માં પણ ધ્યાન નઈ હતું. પરાણે જમી આજે એ.

રાતે દાદી સાથે વિડિયો કૉલ કર્યો,
"જો સોના કોણ આવ્યું છે. ફોઈ ફુઆ અને ખુશી આવ્યા છે આજે. તારા માટે આજે અમે ગયેલા શોપિંગ માં તો કપડાં પણ લાવ્યા. તારી બર્થડે માટે. તને ગમે છે ને પેલું નાના છોકરા પેરે એવું. જો આ " દાદી કંઇ બતાવતાં હતાં.

"આ ને ક્રોપ ટોપ કેહવાય. " નિયા એ કીધું.

"હાઈ સોના કેમ છે ?" નિયા એ ફોઈ એ પૂછ્યું.

"મસ્ત છુ હું તો તમે કેમ ?"

"બેટા એ તો મસ્ત જ હોય ને મારું લોહી પી ને. સમજાવ ને તારી ફોઈ ને કંઇ બહાર નું ખાવા નઈ દેતી એ. " ફુઆ બોલ્યા.

"હા બરાબર છે ફોઈ નઈ ખાવા દેવાનું😉" નિયા બોલી.

"જોવો મારી બાજુ છે નિયા " ફોઈ થોડું વધારે જ ખુશ થઈ ને બોલ્યા.

"ફુઆ હું ઘર નું ખાવ અને તમે બાર નું એ કેમનું ચાલે? એકલા એકલા નઈ ખાવાનું? મને મૂકી ને " નિયા બોલી.

"હા આ બરાબર" ફુઆ એ કીધું.

"સોનુડા જો શું લાવ્યા તારી માટે. " ખુશી આવતા ની સાથે બોલી.

"આ શું સોનુડાં. બધા ની પાછળ ડા લગાડવું જરૂરી છે ?"🤨 નિયા બોલી.

"યેસ બેબી. ટિપિકલ ગુજ્જુ "😉 ખુશી બોલી.

"ઓહ ચાલ બતાવ શું લાવ્યા એ " નિયા એ કીધું.

"જો આ " ખુશી એ બતાવતાં કીધું.

"ઓહ ટેડી આટલું મોટું " નિયા બોવ ખુશ થઈ ગઈ.

"હા આ તારા ફોઈ ફુઆ તરફ થી છે ગિફ્ટ. અને દાદી તરફ થી આ મિનીયન "

"ઓહ wow 😍 બંને બોવ જ મસ્ત છે. "

"મારું ગિફ્ટ તને બર્થડે નાં દિવસે મળશે. " ખુશી બોલી.

"ગિફ્ટ નઈ જોઈતું તું મને વિશ કરે ને એ પણ બોવ છે. દર વખતે ભૂલી જાય છે. "

"ઓહ સો સોરી "

બસ આમ થોડી મસ્તી ચાલી પછી નિયા સૂઈ ગઈ.



આજે નિયા અને પર્સિસ કોલેજ માં જઈ ને હજી તો ક્લાસ માં બેઠા ત્યાં સર આવી ને કહે

"આજે આખો દિવસ હું લેક્ચર લેવાનો છું. વચ્ચે બે બ્રેક આપીશ. આપડો સિલેબસ બાકી છે એટલે. "

"નિયા આ ને એક કલાક પણ સહન નઈ કરી શકતા તો આજે આખો દિવસ કેમનો કાઢીશું. "

"નીકળી જસે. જો અહીંયા આપડે ગેમ રમીએ. " નિયા ને નોટ નાં છેલ્લા પેજ પર કંઇ દોર્યું.

"નાં નિયા આ નઈ રમવી " પર્સિસ એ કીધું.

નિયા કંઇ વિચારવા લાગી બીજી ગેમ.

"નિયા ફોન silent કર્યો તે ?" પર્સિસ એ પૂછ્યું.

"હા મારો silent જ છે. તું જોઈ લે."

"હા હું એજ કરું છું. "


થોડી વાર પછી,

"નિયા ધ્યાન ક્યાં છે તારું? " પર્સિસ એ ધીમે થી કોઈ ને સંભળાય નઈ એમ પૂછ્યું.

"યાર ખબર નઈ " નિયા એ કીધું.


થોડી વાર પછી,

"સર નિયા ને ઓફિસ માં દીપ સર બોલાવે છે." કોઈ પટા વાળા એ આવી ને સર ને કીધું.

"લેક્ચર ચાલુ છે સર ને કેહ "

"સર અત્યારે જ આવવા કીધું. "

"સર ને કહે આવે 5 મિનિટ માં "

"નિયા" સર બોલ્યા.

"હા સર "

"આ બોર્ડ પર નું લખાય જાય પછી દીપ સર ની ઓફીસ માં જજે કંઇ કામ છે એમને "

"ઓકે સર"

"નિયા એને શું કામ હસે તારું" પર્સિસ એ પૂછ્યું.

"નો આઈડિયા "

હજી નિયા લખતી હતી ત્યાં કોઈ મેમ આવી ને કીધું,
"સર નિયા ને અત્યારે જ દીપ સર ની ઓફીસ માં મોકલો "

"નિયા પેલા સર પાસે જઈ આવ "

"ઓકે સર " કહી ને નિયા ઓફીસ માં ગઈ.



નિયા નાં ક્લાસ માં,

"સર નિયા નું કામ છે " ભૌમિક બોલ્યો.

"તું લેબ માંથી કેમનો બહાર આવ્યો. " સર એ પૂછ્યું.

"સર એ પછી કેવ. નિયા ક્યાં છે એ પેલા..."

"નિયા દીપ સર ની ઓફીસ માં ગઈ દીપ સર એ બોલાવી છે. "

"ઓકે સર " કહી ને ભૌમિક જલ્દી થી ઓફિસ તરફ ગયો.


દીપ સર ની ઓફીસ,

"નિયા ફોન ક્યાં છે તારો ?" દીપ સર એ પૂછ્યું.

ફોન નું પૂછતા નિયા થોડી ગભરાઈ ગઈ. "સર ફોન તો બેગ માં છે. "

"ઓકે પણ ગભરાય છે કેમ ડોન્ટ વરી તે કંઇ નઈ કર્યું. તારા ઘરે થી ફોન આવ્યો હતો. "

નિયા થોડી વધારે ટેન્શન માં આવી ગઈ. શું થયું હસે? કેમ ઘરે થી ફોન આવ્યો હસે ? મે કઈ કર્યું તો નઈ હોય ને ? 1 મિનિટ માં તો નિયા નાં મન માં સવાલો નો ઢગલો થઈ ગયો.

"નિયા મારા ફોન માંથી તારા પપ્પા ને ફોન કરી દે અહીંયા ઓફીસ માંથી "

"ઓકે" નિયા એ એક પછી એક બધા નંબર પર ફોન કર્યો પણ બધા વ્યસ્ત આવતા હતા.

"શું થયું નિયા બધું બરાબર છે ને? " દીપ સરે પૂછ્યું.

"સર ફોન નઈ લાગતો "

ત્યાં ફોન આવ્યો.
"હા પપ્પા "

"બેટા જલ્દી વિડિયો કૉલ કર કામ છે" આટલુ કહી ને ફોન મૂકી દીધો.

"સર આમાંથી વિડિયો કૉલ કરી શકું?" નિયા બોવ જ ગભરાઈ ગઈ હતી.

"હા કરી લે "

નિયા એ એના પપ્પા ને વિડિયો કૉલ કર્યો. "બેટા દાદી ને વાત કરવી છે તારી સાથે લે આપુ."

"બેટા કેમ છે ?" દાદી બોલ્યા.

દાદી ને આમ હોસ્પિટલ નાં બેડ પર જોતા નિયા રડવા જેવી થઈ ગઈ. એના મમ્મી પપ્પા ફોઈ ફુઆ બધા નાં ફેસ પર ચિંતા દેખાઇ રહી હતી.

"શું થયું છે દાદી ને ? કોઈ તો બોલો. કેમ બધા ચૂપ છો " નિયા બોલી.

પણ કોઈ બોલ્યું નઈ.

"બેટા " દાદી આગળ બોલે એ પેલા નિયા ની આંખ માં પાણી આવી ગયું પણ એને બહાર નાં આવવા દીધું.

"બેટા ધ્યાન રાખજે તારું. અને તારા મમ્મી પપ્પા નું પણ. કોઈ દિવસ જૂથ નાં બોલતી. અને કોઈ દિવસ કોઈ નો પણ વિશ્વાસ નાં તોડતી. સપનાં બધા પૂરા કરજે. જે ગમે છે ને એજ કરજે. લખવાનું બંધ નાં કરતી. લવ યુ બેટા... નિયા " દાદી આટલું બોલ્યા.

ત્યાં તો અવાજ બંધ થઈ ગયો. બધા એક દમ ચૂપ થઈ ગયા.


શું થયું હસે ?

દાદી કેમ હોસ્પિટલ માં હસે?

ભૌમિક કેમ નિયા ને બોલાવવા આવ્યો હસે ?

નિયા ને કેમ અજીબ ફિલ થાય છે ?