મન : સંબંધ મિત્રતા નો - 27 Siddhi Mistry દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • મારા અનુભવો - ભાગ 24

    ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 24શિર્ષક:- હાહાકારલેખક:- શ્રી સ...

  • ભાગવત રહસ્ય - 163

    ભાગવત રહસ્ય- ૧૬૩   ઘરમાં કોઈ મોટો મહેમાન આવ્યો હોય તો –તેની...

  • રેડ સુરત - 5

    2024, મે 18, પીપલોદ, સુરત સાંજના 07:00 કલાકે પીપલોદના કારગિલ...

  • ફરે તે ફરફરે - 60

    ફરે તે ફરફરે - ૬૦   વહેલી સવારે  અલરોસાની હોટેલમા...

  • સોલમેટસ - 5

    આગળના ભાગમાં તમે જોયું કે રુશી આરવને અદિતિની ડાયરી આપે છે. એ...

શ્રેણી
શેયર કરો

મન : સંબંધ મિત્રતા નો - 27


સુરત નિયા નાં ઘરે

નિયા હજી સુઈ રહી હતી મેડીસીન નાં લીધે એને ઊંઘ બોવ આવતી. દાદી કોઈ ની રાહ જોઈ ને બેઠા હતા આગળ નાં રૂમ માં. નિયા નાં મમ્મી રસોડાં માં કઈક બનાવી રહ્યા હતા. રિયા નિયા આવી એટલે એ પણ અહીંયા રેહવા આવી હતી પણ અત્યારે રિયા કોઈ ની જોડે ફોન પર વાત કરી રહી હતી. કોઈ ને ઘર નું એડ્રેસ આપી રહી હતી.


થોડી વાર પછી,

"આવો " દાદી બોલ્યા.

"જય શ્રી કૃષ્ણ દાદી. હાઈ રિયા " આદિત્ય બોલ્યો.

"હાઈ આદિત્ય અને તેજસ " રિયા એ કહ્યું.

"આવો બેટા. કેમ છો?" નિયા નાં મમ્મી રસોડાં માંથી બહાર આવી ને બોલ્યા.

"મસ્ત તમે કેમ છો?" આદિ અને તેજસ બોલ્યા.

"મસ્ત ક્યાં રહી ગયા નિયા નાં પપ્પા " નિયા નાં મમ્મી બોલ્યા.

"આ રહ્યો. નીચે પેલા સામે વાળા કાકા મળ્યા હતા એટલે ઊભો હતો. તું તૈયાર થઈ કે નઈ. " નિયા નાં પપ્પા બોલ્યા.

"હા જઈએ નઈ તો કથા પતી જસે. રિયા આ લોકો ને નાસ્તો આપજે. " નિયા નાં મમ્મી બોલ્યા.

"હા આંટી તમે જાવ શાંતિ થી. "


5 મિનિટ પછી,

"બેટા કથા છે જવું પડે એમ છે તમે ખોટું નાં લગતા કે અમે આવ્યા એને અંકલ આંટી જતા રહ્યા. " નિયા નાં મમ્મી બોલ્યા.

"નાં આંટી એવું કઈ નઈ લાગે. " આદિત્ય બોલ્યો.

" મે તો કીધું એમને કાલે જજો આજે રહી જાવ પણ નાં પાડે છે એ લોકો " નિયા નાં પપ્પા બોલ્યા.

"આંટી actually અમે વાપી ગયેલા એટલે ત્રણ દિવસ થી ત્યાં જ હતા એટલે હવે ઘરે જવું પડશે. પછી આવીશું રેહવા " આદિ બોલ્યો.

"હા આવજો. " નિયા નાં મમ્મી અને પપ્પા બને બોલ્યા.

એ બંને ગયા પાછી આ બધા વાતો કરતા હતા. ત્યારે દાદી એ કીધું,
"રિયા નિયા ને તો ઉઠાડ એના ફ્રેન્ડ આવ્યા છે તો"

"દાદી એ તો 4 પેલા નઈ ઉઠે. દવા ની અસર નાં લીધે " રિયા એ કહ્યું

"કઈ નઈ એને સુવા દે થોડી વાર માં ઉઠશે જ ને " તેજસ બોલ્યો.

"હા પણ નિયા પડી કેમની ગઈ " આદિત્ય એ પૂછ્યું.

"એ તો... એ ..." રિયા બોલતા અચકાતી હતી. એટલે દાદી એ કહ્યું,

"એ જ્યારે સુરત આવી એ દિવસ થી એના મમ્મી કઈ નું કંઈ એને કહ્યા કરતા. નિયા કોઈ દિવસ એના મમ્મી પપ્પા સામે નઈ બોલતી એટલે એ દિવસે પણ કઈ નાં બોલી. પણ એ દિવસે કઈ વધારે બોલ્યા હતા એને એટલે એનું બ્લડ પ્રેશર અચાનક વધી ગયું અને એ પડી ગઈ અને ડાઇનિંગ ટેબલ નો ખૂણો વાગ્યો એને એટલે માંથા માંથી લોહી નીકળ્યું હતું. " દાદી બોલતા બોલતા અટકી ગયા.

"નિયા ને ડોક્ટર એ ઇંજેક્શન આપ્યું એટલે થોડી વાર પછી એને હોશ તો આવી ગયો પણ રીપોર્ટ માં એના વિટામિન ઓછા થઈ ગયા છે એવું આવ્યું. "રિયા એ કીધું.

"Omg" તેજસ બોલ્યો.

"પણ એને કેમ બોલે છે આંટી એનું રિઝલ્ટ પણ સારું છે. તો પણ" આદિત્ય એ પૂછ્યું.


"બેટા અમારા કુટુંબ માં નિયા એક જ સિંગલ છોકરી છે. એને કોઈ ભાઈ બહેન નથી. અને એ એકલી જ એવી છે જે ભણવામાં પણ હોશિયાર છે અને એ એન્જિનિયરિંગ માં છે. હજી સુધી કોઈ એમાં નથી. એટલે બધા પિયુષ અને પ્રિયંકા ને કેતા હોય છે " છોકરી ને બોવ નાં ભણાવાય. આમ તેમ " એટલે પ્રિયંકા (નિયા નાં મમ્મી ) એ લોકો ને જવાબ આપવા માંગે છે કે છોકરી પણ છોકરા થી કમ નથી. "


"ઓકે" તેજસ બોલ્યો.

"પ્રિયંકા ને નિયા ની બોવ ચિંતા થાય છે એટલે એને કેહતી રેતી હોય છે." દાદી બોલ્યા.

"પણ નિયા નું તો ભણવાનું પણ મસ્ત છે. અને બીજા બધા ની જેમ એની કોઈ મગજ મારી પણ નથી. તો પછી આંટી ચિંતા કેમ કરે છે" આદિ એ કહ્યું.

"બેટા નિયા પ્રી બોર્ન ચાઈલ્ડ છે. એ જન્મી ત્યારે જ ડોક્ટર એ કીધું હતું આ જીવે એના ચાન્સ બોવ ઓછા છે. પણ નિયા જીવે છે. અને નિયા અત્યાર સુધી બધું બધા માટે કરતી આવી છે. આજ સુધી એને કોઈ દિવસ કોઈ વસ્તુ માટે જીદ નઈ કરી. પણ અમુક કારણો ને લીધે નિયા ને આજે પણ પ્રોબ્લેમ ઉભા થાય છે. એટલે પ્રિયંકા ને ચિંતા રહ્યા કરે છે. "

"ઓહ" આદિ બોલ્યો.

"એના દાદા એ તો..." દાદી નાં આંખ માં પાણી આવી ગયા પણ એમને લુશી નાખ્યા.

"દાદી આ કેમ ..." રિયા એ પૂછ્યું .

"બેટા આ લોકો નિયા નાં ફ્રેન્ડ છે. આણંદ થી નિયા ને મળવા આવ્યા છે. નિયા નાં ખૂન નાં રિશ્તા વાળું તો કોઈ નથી અને જે છે એમને કઈ પડી નથી. સોના કોઈ દિવસ નઈ કેહ એ કઈ પરિસ્થિતિ માં છે. પણ એ લોકો ને ખબર તો હોવી જોઈએ ને. " દાદી બોલ્યા.

" પણ દાદી " રિયા આગળ નઈ નાં બોલી શકી.

" બેટા નિયા નાં દાદા ને નિયા નો જન્મ થયો ત્યાર થી એના દાદા ને નિયા નઈ ગમતી હતી. એમને નિયા ને મારવા માટે બોવ ટ્રાય કર્યા પણ નિયા પેહલે થી એટલી સ્ટ્રોંગ છે કે એ લડતી આવી છે. નિયા અત્યાર સુધી હંમેશા એની fight એકલી જ કરતી આવી છે. પ્રિયંકા ને નિયા ત્યાં ગઈ ત્યાર નું એવું જ લાગે છે નિયા દૂર થઈ ગઈ છે. એટલે"


રિયા ની આંખ માં પાણી આવી ગયા હતા કેમકે એને નિયા ને નાની હતી ત્યાર થી એની સાથે જે બધું થયું એ જોયું હતું. અને કદાચ તેજસ અને આદિત્ય પણ કઈ વિચારતાં હતાં.

દાદી ઉભા થઇ ને રસોડાં માં જતા રહ્યાં રિયા આંસુ લૂછતાં બોલી,

"દમણ ગયા હતા કેટલી બોટલ પતાઈ"

"નાં એક પણ નઈ " આદિત્ય બોલ્યો.

તેજસ ને હસતો જોઇને રિયા એ પૂછ્યું "કેમ હસે છે ?"

"ભાભી જય સ્વામિનાાયણ છે એટલે " તેજસ હસતા હસતા બોલ્યો.

"ઓહ " રિયા ને પણ હસી આવી ગઈ.


નિયા નાં ઉઠવાનો ટાઈમ થઇ ગયો હતો. રિયા આદિત્ય અને તેજસ સાથે નિયા ની વાતો કરતી હતી હતી. અને પછી થોડી સ્ટડી ની વાત ચાલતી હતી ત્યારે,

"કોણ આવ્યું છે? " નિયા ને આ ત્રણ નો હસવાનો અવાજ સાંભળ્યો એટલે બોલી.

"ઊઠી ને બહાર તો આવ. પછી પૂછ જે કોણ આવ્યું છે એમ " દાદી બોલ્યા.

"હા આવું" પછી એ એના નાના ટેડી સાથે વાત કરતી હતી. શું વાત કરતી હતી એ તો નિયા ને ખબર.


નિયા ને હજી ઉઠવાનું મન થતું નઈ હતું એટલે એ હજુ બહાર નઈ આવી હતી. પછી બેડ અને એના બધા પિલો ને સરખા ગોઠવી એ બહાર આવી.

"Omg" નિયા એ લોકો ને જોઈ ને બોલી.

નિયા તેજસ અને આદિત્ય ને જોઈ ને એટલી ખુશ થઈ ગઈ કે આગળ લઈ બોલી જ નાં શકી.

"હાઈ" આદિત્ય બોલ્યો.

"ક્યાં વગાડી આવી. નક્ષ નું શું થશે હવે " તેજસ બોલ્યો.

"હાઈ તમે અહીંયા? કેવી રીતે?" નિયા એટલી ખુશ હતી કે એની ખુશી બતાવવા માટે શબ્દો ઓછા પડે.

"નિયા મે કીધું હતું ને તારા માટે સરપ્રાઈઝ છે તો આજ હતી " રિયા બોલી.

"એટલે તને ખબર હતી એ આવવાના છે એમ " નિયા એ પૂછ્યું.

"નિયા ફોન માં એક પણ મેસેજ નઈ જોયો તે. ફોન રિયા પાસે જ છે આટલા દિવસ થી. રિયા એજ કીધું કે તું પડી ગઈ છે. " આદિ બોલ્યો.

"ઓહ મેડમ એટલે તમે તે દિવસે મારા ફ્રેન્ડ સાથે વાત કરતા હતા." નિયા એ રિયા ને પૂછ્યું.

"હા"

નિયા કેટલા દિવસ પછી આજે ખુશ હતી પછી એને યાદ આવ્યું દાદી રસોડાં માં કઈ કરતા હતા એટલે અંદર જઈ ને બોલી.

"શું બનાવ્યું મારા ફ્રેન્ડ માટે ?"

"લોચો " દાદી એ કીધું.

"આદિ અને તેજસ આજે સુરતી સ્પેશિયલ ડિશ ખાવા મળશે. જે તમારા આણંદ માં નઈ મળતી. " નિયા લોચો લઈ ને આવતા બોલી.

"યમ્મી " પેલા બંને બોલ્યા.

"ચીઝ નાખવાના " નિયા બોલી.

"બેટા નાખશો એવું પૂછાય. સુરતી તારી ..." દાદી કઈ આગળ બોલે એ પેલા,

"દાદી તમે સુરત નાં જ છો તમે આવું જ બોલે છો મતલબ હતા નડિયાદ જઈ ને ત્યાં નાં થઈ ગયા." નિયા બોલી.

પછી બધા હસવા લાગ્યા.

"નિયા તારે નઈ ખાવાનું " તેજસ એ પૂછ્યું.

"એતો હમણાં રિયાન આવશે પછી બંને ઝગડશે પછી જ ખાશે" દાદી બોલ્યા. નિયા એમની સામે બનાવતી ગુસ્સા થી જોતી હતી.


ત્યાં જ,


"હેલ્લો ભાઈ કેમ છો? મેગી પાર્ટનર એકલી એકલી લોચો ખાય લીધો મારી યાદ પણ ના આવી 🤨" રિયાન આવતા ની સાથે બોલ્યો.

"મસ્ત "

"ભાઈ એ તારી રાહ જોતી હતી હજી લોચો નઈ ખાધો એને. "

રિયાન આવી ને નિયા ની બાજુ માં બેસી ગયો અને વાત કરતો હતો ત્યારે,
"કુતરા પેલા હાથ મોહ ધોઈ લેને પછી વાત કરજે." એમ કહી ને રિયાન ને અંદર મોકલ્યો.

"જો મે કીધું હતું ને આવશે એટલે બંને નું ચાલુ થઈ જસે. " દાદી એ કીધું એટલે બધા હસવા લાગ્યા.

"નિયા સાંજે મેગી ને " રિયાન બોલ્યો.

"ભાઈ બસ બોવ થયું. 10 દિવસ થી તું એજ ખાય છે આજે પપ્પા ને જ કહી દેવા" રિયાન બોલ્યો.

"હા " નિયા એ કીધું.

"ઓકે ભાઈ નિયા નું કોઈ ત્યાં છે કે નઈ. હસે તો પણ અમને તો નઈ કેતી. " રિયાન બોલ્યો.

"નાં એ એકલી જ બરાબર છે " તેજસ એ કીધું.

વર્ષો થી બધા જોડે હોય ને એમ એક બીજા સાથે મસ્તી મઝાક અને વાતો કરતા હતા.

ત્યાં કોઈ દાદી ને મળવા આવ્યું એટલે નિયા બધા ને એના રૂમ માં લઇ ગઈ. રિયાન કોઈ નો ફોન આવતા થોડી વાર માં આવું એવું કહી ને ગયો. રિયા પણ એના લેપટોપ માં કોલેજ નું કામ કરવા લાગી.

"આ કોનો ફોટો છે " આદિત્ય એ કબાટ નાં કાચ પર કોઈ ફોટો બતાવતાં કીધું.

"મારો છે" નિયા બોલી.

"લાગતું નથી " તેજસ એ કહ્યું.

પછી ત્રણેવ હસવા લાગ્યા. નિયા એ એના જૂના ફોટો વાલો આલ્બમ કાઢ્યો અને બતાયા. એમાં નિયા નાની હતી ને ત્યાર નાં બધા ફોટો હતા.

નિયા આ લોકો સાથે વાત કરતી હતી ત્યારે રિયાન આવ્યો. આવી ને બોલ્યો "નિયા કાલ વાળું સાચું જ છે. તે કીધું હતું ને એ."

"શું વાત કરો છો તમે ?" રિયા બોલી.

"તું વાંચવા માં ધ્યાન આપ ને " રિયાન અને નિયા સાથે બોલ્યા.

"જોયું આદિત્ય અને તેજસ. આ બંને આવું જ કરે. કોની વાત કરતા હોય એ પણ એમને જ ખબર હોય " રિયા બોલી.

પછી બધા વાત કરતા હતા નિયા નાં બધા કાંડ 😅 કાંડ નાં કેહવાય પણ એના કામકાજ હતા ને એ બધા રિયા અને રિયાન કેતા હતા ત્યારે દાદી આઈસ્ક્રીમ લઈ ને આવ્યા.

"ઓહ wow 😍 " નિયા આઈસ્ક્રીમ જોતા બોલી.

"તારા માટે નથી આ લોકો માટે છે. તને નાં પાડી છે ને બહાર નું ખાવાની" દાદી એ કીધું.

"આઈસ્ક્રીમ તો ઘર માં જ હતો બહાર થી ક્યાં લાવ્યા છે." નિયા નાનું બેબી બોલે એમ બોલી.

"હા જા અંદર થી લઇ આવ " દાદી એ કહ્યું.

"આવો રોલ વાલો આઈસ્ક્રીમ તો મે પેલી વાર ખાધો " તેજસ આઈસ્ક્રીમ ખાતા ખાતા બોલ્યો.

"હા મસ્ત છે " આદિ બોલ્યો.

"આપડા કરતા આ મેડમ નો આઈસક્રીમ વધારે મસ્ત છે. જોવો ચોકલેટ આઈસ્ક્રીમ પર સિરપ પણ નાખી છે " રિયાન બોલ્યો.

"અરે ડાયટ કરું છું ને એટલે " નિયા બોલી. બધા હસવા લાગ્યા.


6 વાગવા આયા હતા થોડી વાર પછી તેજસ અને આદિત્ય ની ટ્રેન હતી. રિયા અને રિયાન એને મૂકવા જવાના હતા.

"નિયા ચોકલેટ તો આપ એમને " દાદી બોલ્યા.

નિયા ફ્રીઝ માંથી ચોકલેટ નો ડબ્બો લઈ આવી અને બોલી, "જે જોઈએ એ લઈ લો "

તેજસ એ એને જે ભાવતી હતી એ લઈ લીધી. પણ આદિ બોલ્યો,
"બધી ભાવે છે લઈ લવ"

નિયા પેલા તો કંઇ નાં બોલી પછી કીધું, "લે લઈ જા બધી "

"વાહ ભાઈ તેરી તો નિકલ પડી. અમને તો એના ડબ્બા માંથી એને નાં ભાવતી હોય એ ચોકલેટ આપે અને તને તો આખો ડબ્બો આપી દિધો" રિયાન બોલ્યો.

"સ્પેશિયલ ફ્રેન્ડ છે મારા 😉" નિયા આંખ મારતા બોલી.

જવા નાં ટાઈમ પર "આવજો બેટા ફરી રેહાવાય એવું ઘરે પોહચી ને ફોન કરજો " દાદી બોલ્યા.

"હા દાદી " આદિ બોલ્યો.

"બાય નિયા. જલ્દી આવ હવે આણંદ " તેજસ બોલ્યો.

"હા ત્રણ ચાર દિવસ પછી આવીશ " નિયા બોલી.

"હા take care ciya " આદિ બોલ્યો.

નિયા એ ખાલી સ્માઈલ આપી. પછી એ લોકો ગયા.





થોડી વાર પછી,

નિયા એની બુક માં કંઇ લખતી હતી. દાદી એની બાજુ માં આવી ને બેસ્યા તો નિયા એ જલ્દી જલ્દી બુક બંધ કરી દીધી.

"શું લખે છે બેટા?"

" લવ લેટર " નિયા બોલી.

"બેટા એ તો હું માનું જ નઈ. " દાદી બોલ્યા.

"કેમ ?"

"તું એવું કરી જ નાં શકે. અને તને જેવો ગમે છે એ હજી મળ્યો નથી એટલે "

"હા ડાયરી લખતી હતી." નિયા બોલી.

"કેટલી ખુશ છે તારા ફ્રેન્ડ આવ્યા એટલે " દાદી એ પૂછ્યું.

" શબ્દો નઈ મળતા લખવા માટે નાં આટલી ખુશ છું. મે સપનાં માં પણ નહિ વિચાર્યું હતું કે એ લોકો મતલબ ત્યાં નું કોઈ ફ્રેન્ડ ઘરે આવશે. " નિયા ખુશ થતા બોલી.

"સોના આમ જ ખુશ રેજે. આ સ્માઈલ જવા નાં દેતી " દાદી બોલ્યા.



રાતે 9 વાગે,

નિયા અને રિયા નીચે ગાર્ડન માં બેઠા હતા અને વાત કરતા હતા. ત્યાં માનિક નો ફોન આવ્યો.

"કેવું છે હવે ? ફ્રેન્ડ ને તો કોઈ કહે પણ નઈ" માનિક બોલ્યો.

"ફોન મારો રિયા પાસે જ હોય છે એટલે "

"બહાના તો તારી પાસે બોવ હોય નઈ. એમ પણ ક્યાં કોઈ ફ્રેન્ડ માને છે "

"એટલે "

"આદિત્ય અને તેજસ સુરત આવવાના હતા તો મને કીધું હોત તો હું પણ આવત ને તને મળવા. "

"એ લોકો વાપી ગયેલા એટલે આવ્યા કોઈ સ્પેશિયલ મળવા નઈ આવ્યું હતું " નિયા બોલી.

"એ તો એવું જ કહે ને પછી" માનિક બોલ્યો.

થોડી વાર પછી નિયા એ ફોન મૂકી દીધો. પછી ઘરે જઈ ને રિયા અને નિયા બંને સૂઈ ગયા.

ક્યારે ફરી આવશે આદિત્ય અને તેજસ સુરત?

નિયા આણંદ ક્યારે જસે ?