Featured Books
  • ભાગવત રહસ્ય - 103

    ભાગવત રહસ્ય-૧૦૩   મનને સ્થિર કરવા નામ-જપની આવશ્યકતા છે.જપથી...

  • ખજાનો - 70

    ઝાંઝીબારના કિનારે હરોળબંધ નાના મોટા જહાજો અને સ્ટીમરો લાંગરે...

  • નારદ પુરાણ - ભાગ 49

    સનત્કુમાર બોલ્યા, “ત્યારબાદ ડાબે અથવા જમણે જે બાજુથી શ્વાસ ચ...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 13

    બિલ"એક કામ કરો બધા બિલ ભેગા કરીને કેવિનને આપો તે આપી આવશે."...

  • નફરત ની આગ

      નફરતના સંસારમાં હવે રમીએ આ રમત એક એક માણસે જોડાઈ, બાંધી દઈ...

શ્રેણી
શેયર કરો

પ્રિય રાજ-હવામાં ઊડતીને જમીનથી જોડાયેલની પ્રેમકહાની - 11

ભાગ - 11
આગળના ભાગમાં આપણે જાણ્યું કે,
પોતાના બીમાર પપ્પાની વધારે સારવાર માટે, મુંબઈની મોટી હોસ્પિટલમાં લઈને આવેલ રાજના પપ્પા,
બચી શકતા નથી, અને બે દિવસમાંજ તે મૃત્યુ પામે છે.
હોસ્પિટલમાં પપ્પાનું મૃત્યુ થતા,
રાજે મનોમન નક્કી કરી લીધુ છે કે,
તે હવે પોતાના શહેરમાં પાછો નહીં જાય.
કેમકે, હવે તેની મમ્મી કે પપ્પા બન્નેમાંથી કોઈ હયાત નથી. રાજના પરિવારમાં પણ હવે, રાજનું, તેની બહેન સિવાય બીજું કોઈ નથી, અને બહેન પણ પરિણીત અને સાસરે હોવાથી, રાજ પોતે મુંબઈમાં સ્થાયી થવાનું નક્કી કરી લે છે.
પ્રિયાને તો રાજ, પહેલેથીજ નફરત કરતો હતો, અને દૂરી બનાવીને રાખતો હતો, ઉપરથી ભલે અજાણતા પણ, રાજની મમ્મીના મૃત્યુનું નિમિત પ્રિયા જે દિવસે થઈ હતી, એ દીવસથીજ રાજે પ્રિયાનું નામ પ્રેમથી તો શું, નફરતથી પણ યાદ નહીં કરવા, દિમાગમાંથી કાયમ માટે ભૂસી નાખ્યું હતુ.
રાજે મુંબઈમાં રહેવા માટેની વ્યવસ્થા એક નર્સ દ્રારા કરી લીધી છે.
આ એ નર્સ છે કે, જેનો પરિચય રાજને મુંબઈની હોસ્પિટલમાં રોકાયેલ બે દિવસમાં જ થયો હતો.
સામે નર્સે પણ રાજના સ્વભાવને જોઈ, રાજને પોતાનો માનેલ ભાઈ બનાવી લીધો છે.
આ મોટી હોસ્પિટલમાં નર્સનું કામકાજ એ હતું કે,
જે ક્રિટિકલ કેસ હોય કે પછી, જે દર્દી પાસે રહીને તેની સંભાળ કરવાવાળું કોઈ ના હોય, એવા દર્દીઓને સંભાળવાનું કામ આ નર્સ કરતી હતી.
બે દિવસની મુલાકાતમાં રાજને જાણવા મળ્યું હતું કે, આ નર્સના પરિવારમાં પણ એનું કહેવાય તેવું કોઈ નથી, અને તે એકલી જ છે.
તે પૂરો દિવસ હોસ્પિટલમાં આવા કોઈ દર્દીની સંભાળ રાખે છે, અને રાત્રે હોસ્પિટલનીજ હોસ્ટેલની એક રૂમમાં પોતે રહે છે.
તે નર્સનું પોતાનું ઘર મુંબઈમાં છે, પરંતુ
તેના માતા-પિતા હમણાં થોડા વર્ષો પહેલા મૃત્યુ પામ્યા હોવાથી, તેમજ એનુ ઘર હોસ્પિટલથી થોડું દૂર હોવાથી, સાથે-સાથે એ નર્સનું ઘર જયાં આવેલું છે, એ એરીયા, ખરાબ છાપ ધરાવતો હોવાથી તેમજ હવે માતા-પિતાનો હાથ તેના માથેથી ઉઠી ગયો હોવાથી, મુંબઇ જેવા શહેરમાં અને આવા ખરાબ અસામાજિક તત્વોથી ભરેલા વિસ્તારમાં એકલા રહેવું મુશ્કેલ થતાં, તે તેના ઘરે જવાનું બંધ કરી, હોસ્પિટલમાંજ રહેતી હોય છે
રાજે નર્સની આ પુરી હકીકત અને મજબૂરી જાણતા પોતાને ભાઈ માનતી બહેનને કહ્યું કે,
રાજ - બહેન મારે હવે અહીં મુંબઈમાંજ સેટ થવું છે.
જો તું મને ખાલી રહેવાની વ્યવસ્થા કરી આપે તો તારી મહેરબાની.
નર્સ - ભાઈ મુંબઈમાં મારું પોતાનું ઘર છે, પરંતુ હું પોતે અસામાજિક તત્વોના ત્રાસને કારણે હું મારા ઘરે રહી કે જઈ શકતી નથી, અને મને જાણવા મળ્યું છે કે,
અત્યારે તો આ બંધ રહેતા મારા ઘરનેજ, અસામાજિક તત્વોએ એમનો અડ્ડો બનાવી દીધો છે. તેમજ મારા ઘરનો પૂરો સામાન પણ આ લોકોએ વેચી નાખ્યો છે. મારું ઘર ખાલી ખોખું છે.
મારા ઘરમાં ખાલી ચાર દીવાલોજ બચી છે.
રાજ - તું એની ચિંતા ન કર બહેન, હું મારા વતન જઈ મારા પિતાના અંતિમ સંસ્કાર અને બાકીની વિધિ પતાવી, ઘરનો બધોજ સામાન લઈને આવું છું.
તું ખાલી તારું ઘર મને રહેવા આપ, બાકી બધી ચિંતા તું મારા પર છોડી દે, અને આ વડીલની જેટલી સાર-સંભાળ તુ અહી હોસ્પિટલમાં રાખે છે, તો તું કહે છે એમ, એમની આજ સાર-સંભાળ તું એમને તારા ઘરે લઈ જઈને પણ રાખી શકિશ.
તુ કહે છે ને કે, ડોક્ટરે પણ તને કહેલું છે કે, તારે આમની સારવાર ઘરે જઈને રાખવી હોય તો પણ તું રાખી શકે છે ?
નર્સ - હા ભાઈ.
રાજ - તો પછી હું આવું પછી, તુ અને હું, આ નિરાધાર પેશન્ટ એવા આ કાકાને તારા ઘરે જ આપણે બંને વારાફરતી તેમની સેવા કરીશું.
નર્સને પણ રાજની આ વાત પસંદ આવે છે.
રાજની મુંબઈમાં રહેવાની વાત નર્સ સાથે ફાઇનલ થતા, રાજ પોતાના પિતાની ડેડબોડી લઈને પોતાને શહેર જવા નીકળે છે.
વધુ ભાગ 12 મા.