દિલ પણ કમાલ કરે છે ને... ક્યારેક તો એવું લાગે છે જાણે કે બહુ જ મજા આવે છે. નાની નાની વાતો માં પણ ખૂબ જ હસવું આવે છે. અને અમુકવાર તો જાણે કે એવું થાય છે કે કઈ જ ગમતું નહિ! નાની નાની વાતો પર પણ મૂડ ઓફ થઈ જાય છે! કોઈ પણ નાની વાત પર ગુસ્સો આવી જાય છે. છેલ્લા કેટલાક સમયથી મારો મૂડ પણ થોડો એવો જ હતો! સ્ટેટસ પણ મેં મૂકેલું - "મૂડ ઓફ!"
"કેમ ઓય શું થયું?!" મારા એ સ્ટેટ્સ નો રીપ્લાય આવ્યો હતો. પણ મારો મૂડ એટલો તે ખરાબ હતો કે મેં એના મેસેજનો પણ રીપ્લાય ના આપ્યો! પણ એ પણ તો ક્યાં માણવા વાળો હતો, એને તો મને કોલ જ કરી દિધો!
"હેલ્લો, બોલ!" કોલ રિસિવ કરતા જ મેં કીધું.
"કેમ મૂડ ઓફ છે?!" કોઈ પણ પ્રકારની ઔપચારિકતા દર્શાવ્યા વિના એને મને સીધું જ પૂછી લીધું!
"કઈ નહીં..." હું આગળ કંઇ બોલું એ પહેલાં જ એને કહેવા માંડ્યું - "જો કાલે હું બહેનની સાસરીમાં હતો અને ફોનમાં ચાર્જ નહોતું તો હું ઓનલાઈન ના આવી શક્યો!" જાણે કે એને ખબર જ ના હોય કે મારો મૂડ જેમ ઓફ હતો!
"જા... ઘરે કેમ આવ્યો તો તું?! બહેન ની સાસરીમાં જ રહેવું હતું ને! હશે કોઈ ત્યાં જીજાજીની બહેન હે ને?!" મારા મોં માંથી શબ્દો એવી રીતે નીકળી ગયા જાણે કે હાથમાંથી રેતીના કનો મરજી વિના જ નીકળી જાય છે!
"અરે! જો એવું કઈ જ નહિ! રાત થઈ ગઈ હતી તો બહેન એ કહ્યું કે આવી ઠંડીમાં શરદી થઈ જશે... મેં તો બહુ જ ના કહ્યું પણ જીજુ માન્યા જ નહિ! મારે રોકાવું જ પડેલું!" એને એવી રીતે કહ્યું જાણે કે કોઈ બહુ મોટો અપરાધ જ ના એને કરી દિધો હોય!
"એક વાત કહેવી છે..." એને કહ્યું તો મેં "હમમ..." કહ્યું.
"સોરી!" એને કહ્યું.
"કેમ?!" મેં પૂછ્યું.
"તને નહિ ખબર..." એને કહ્યું.
"ક્યાં રખા હૈ અબ સુનને સુનાને મેં કિસીને કોઈ કસર નહિ છોડી હમે રુલાને મેં!" ખુદ મારા જ સ્ટેટ્સ ની એ લાઇન્સ હું બોલી હતી.
"ઓ મેડમ! સોરી હવે!" એને કહ્યું.
"જા ને હવે આજે તારી કોઈ ભાભીના ઘરે જા... એમની બહેન સાથે રહેજે!" મેં ભારોભાર કટાક્ષમાં કહ્યું.
"ઓ જો યાર તું મને આવું ના કહીશ... પ્લીઝ!" કોઈ નાના છોકરાને ચિડાઇ એ તો જેમ એ ગુસ્સે થાય એમ એ ગુસ્સે થયો હતો.
"મારો મૂડ ઓફ છે! બ્લોક કરી દઈશ તને!" મેં મારા બધા જ રોષ ને મારા આ શબ્દોમાં નાંખી દિધો. આખીર એવી તે કઈ ભૂલ એને કરી દીધી હતી?!
"જો મારી કોઈ જ ભૂલ નહિ... પ્લીઝ સમજ!" એ મને સમજાવી રહ્યો હતો.
"સારું ચાલ ને બ્લોક કરું છું તને... ઓક્કે!" મેં એને કહી જ દીધું.
"સોરી યાર પણ હવે!" એના શબ્દોમાં એટલી હદે ભીનાશ આવી ગઈ હતી જાણે કે હમણાં જ રડી પડશે!
"અરે સોરી... નહિ કરું બ્લોક... ઑક્ક્કે!" આખીર મારે કહેવું જ પડ્યું. હું એને આમ રડતા તો ના જ જોઈ શકતી ને!
"એક વાત પૂછું... હું તને બ્લોક કરું તો શું થાય?!" મે ધીમેથી કહ્યું.
"એક ખાસ વાત કહેવાની છે... જમી ને ઓનલાઇન આવજે..." ખાસ્સા સમયથી એને કોઈ જવાબ ન આપ્યો તો મેં કહ્યું અને કોલ કટ કરી દીધો.
🔵🔵🔵🔵🔵
"તું રડ્યો તો નહિ ને?" મેં એને વોટ્સેપ પર મેસેજ કર્યો.
"રૂલાને વાલે પૂછતે હૈ કિ હસતે ક્યું નહીં!" કોઈ ડાયલોગ ની જેમ એને મેસેજ કર્યો.
"ઓહ એવું!" મેં પણ કહ્યું.
"એક ખાસ વાત કહું..." મેં મેસેજ કર્યો.
"હા..." સામેથી રીપ્લાય આવ્યો.
"તારા વિના મારે જરાય નહિ ચાલતું..." મેં કહી જ દીધું. આમ સામસામે કે કોલ પર તો આવું કઈ જ બોલવાની તાકાત થાય જ નહીં! પણ વોટ્સેપ ની દીવાલ પાછળ અમે એકમેકની ભાવનાઓ આજે શેર કરી રહ્યા હતા.
"હા... મારે પણ એવું જ છે!" સામેથી પણ મેસેજ આવ્યો.
"આઇ લવ યુ!" મેં આખીર મેસેજ કરી જ દીધો!
"આઇ લવ યુ ટુ!" અને એક કિસિંગ ઇમોજી પણ એને મોકલ્યું.
"કાલ જેવું ફરી ના કરતો!" મેં એને કહ્યું.
"હા... બાબા!" એનો મેસેજ આવ્યો તો મારા ફેસ પર સ્માઇલ આવી ગઈ... મૂડ ઓફ હવે નહોતો રહ્યો.