ધ્યેય નિર્ધારણ : Goal Setting Ashish દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 33

    નિતુ : ૩૩ (લગ્ન) નિતુ રાત્રે ઘરે પહોંચી તો ઘરમાં શારદા સિવાય...

  • ભીતરમન - 39

    મારી વિચારધારા સવિતાબેન ના પ્રશ્નથી તૂટી હતી તેઓ બોલ્યા, "મા...

  • ખજાનો - 39

    ( આપણે જોયું કે અંધારી કોટડીમાં કોઈ મૂર્છિત માણસ મળી આવ્યો....

  • હમસફર - 27

    રુચી : કેમ ? કેમ મારી સાથે જ આવું થાય હંમેશા જ્યારે પણ બધુ ઠ...

  • ફરે તે ફરફરે - 21

    ફરે તે ફરફરે - ૨૧   "તારક મહેતામા માસ્તર અવારનવાર બોલે...

શ્રેણી
શેયર કરો

ધ્યેય નિર્ધારણ : Goal Setting

*ધ્યેય નિર્ધારણ : Goal Setting* :::::::::::

ધ્યેય નિર્ધારણ એટલે શું ?
તમે જે કોઈ પણ અવસ્થામાં છે તે અવસ્થામાં તમારે શું મેળવવું છે અને તમારે કેવી રીતે સફળ થવું છે
અને કેટલા સમયમાં તેને પ્રાપ્ત કરવું છે તેનો સ્પષ્ટ અને ચોખ્ખા માનસિક ખ્યાલ કે વિચારને એક કોરા
કાગળ પર લખી તેના પર અમલીકરણ શરૂં કરવું. તે વિચાર અને તે વિચારને સફળતા પૂર્વક પ્રાપ્ત કર્યા
સુધીની મુસાફરી ને ધ્યેય નિર્ધારણ કહે છે.
ધ્યેય નિર્ધારણ સફળતાની એક અનોખી અભિવ્યકિત કે લાગણી છે. ધ્યેય નિર્ધારણથી જીવનનો દરેક
દિવસ ખૂબજ સરળ બને છે. જે વ્યકિત તેના પોતાના જીવનમાં ઊંચા ધ્યેય રાખીને તેને પ્રાપ્ત કરવાના
પ્રયત્નો કરે છે તે વ્યકિત બીજા લોકોને પ્રેરણાદાયી બને છે. તે વ્યકિત ધીરજ પૂર્વક આગળ વધે છે અને
અન્ય લોકો તેણે ચિધેલા માર્ગ પર ચાલે છે. (અને અન્ય લોકો તે મુજબ અનુસરે છે.)
ધ્યેય નિર્ધારણથી
સફળતા અને સંતોષની એક અનોખી અભિવ્યકિત અનુભવાય છે, ધ્યેય નિર્ધારણ અપનાવવાથી જીવન
રોમાંચિત બને છે.
ધ્યેય નક્કી કરવો એ તમારા જીવનનો એક ખૂબજ મહત્વનો નિર્ણય બની શકે છે.
ધ્યેય નિર્ધારણ ની ઓળખ :
તમારા S.M.A.R.T. (સ્માર્ટ ગોલ) લખો.
*S* : Specific (ચોક્કસ) ચોક્કસ ધ્યેય એ છે કે જે સંપૂર્ણ થવાની તકો સામાન્ય ધ્યેય કરતા
વધુ ધરાવે છે. ચોક્કસ ધ્યેય સ્થાપિત કરવા માટે, તમારી જાતને પુછો .
1. કોણ : કોણ સંકળાયેલ છે ?
2. શું :તમે શું મેળવવા માગો છો ?
3. ક્યાં? :સ્થાન નિર્ધાર કરો ?
4. ક્યારે : ધ્યેય પ્રાપ્તિનો ચોક્કસ સમય નક્કી કરો ?
5. કેમ : ધ્યેય પ્રાપ્ત કરવા માટેના ચોક્કસ કારણ, હતું કે ફાયદાઓ નક્કી કરો ?
*M* :Measurable (માપી શકાય તેવું ધ્યેય) પ્રત્યેક ધ્યેય, કે જેનો તમે નિર્ધાર કર્યો છે તે
તરફની પ્રગતિ માટેના ઠોસ પરિમાણ સ્થાપિત કરો. જ્યારે તમે પ્રગતિની નોંધ લો છો, ત્યારે તમે એ પથ
પર રહો છો, તમારી નિર્ધારીત તારીખે પહોંચો, અને તમે મેળવેલ સિધ્ધી કે જે તમને તમારા ધ્યેય સુધી
પહોંચવાના સતત પ્રયાસ કરતા રહેવાનો ઉત્સાહ પુરો પાડે છે તે આનંદ અને સંતોષની લાગણીની
અનુભૂતિ કરો .
તમારા ધ્યેયને માપી શકાય તે માટે નીચે મુજબના પ્રશ્નો કરો. જેવાકે
કેટલું... કેવું.... ક્યારે પ્રાપ્ત થશે તે હું કેવી રીતે જાણી શકું.
*A* : Attainable (પ્રાપ્ય ) જ્યારે તમે ધ્યેયને ઓળખો છો કે જે તમારા માટે ખૂબ મહત્વના
છે, ત્યારે તમે તે તમારા સુધી પહોંચે તે માટેના તમામ માર્ગની વિચારણા કરો છો. તમે તમારી યોગ્યતા,
કૌશલ્ય અને આર્થિક ક્ષમતા તેના સુધી પહોંચવા માટે વિકસાવો, તમે પ્રથમ પહેલા મળેલી - જોએલી
બધી જ તકોનું અવલોકન કરશો કે જેથી તમને ધ્યેય પ્રાપ્તિ થાય. તમે જે ધ્યેય નિર્ધાર કરો કે તમે પ્રાપ્ત કરી જ શકો છો .
જ્યારે તમે સમજપૂર્વક તમારા તબક્કાઓનું આયોજન કરો છો અને તે માટેનો ચોક્કસ સમય સ્થાપિત કરો છે કે જે તમને તે તબક્કાઓ સુધી પહોંચાડે છે, ધ્યેય કે જે પહેલી નજરે દૂર હોય તેવું લાગી શકે પરંતુ
શરૂઆત કર્યા પછી તે ધીમેધીમે નજીક આવતા જાય છે અને તે પ્રાપ્ય બને છે. - એનું કારણ એ નથી કે
ધ્યેય દૂર કે નજીક થાય છે પણ કારણ એ છે કે તમે તે મેળવવા માટે તૈયારી રાખો છો અને તે બાબતે
વિકાસ સાધો છો. જ્યારે તમે તમારા ધ્યેયની યાદી બનાવો છો ત્યારે તમે તમારી પોતાની જાતનું ઘડતર,
કરો છો. તમે તમારી જાતને ધ્યેય મેળવવા જેટલા શકિતશાળી સમજો અને તમારા વ્યકિતત્વના એવા
પાસા વિકસાવો કે જે તમને ધ્યેય પ્રાપ્ત કરવામાં સહાયરૂપ બને .
*R* : Realistic (વાસ્તવિક) વાસ્તવિક બનવા માટે, તમારો ધ્યેય એ ચોક્કસ હેતુ પ્રસ્તુત
કરતો હોવો જોઈએ, કે જે તમને તમારી ક્ષમતા અને ઈચ્છાની દિશામાં લઈ જાય . ધ્યેય ઉચ્ચ અને
વાસ્તવિક પણ હોવો જોઈએ. *તમે અને ફકત તમે એ નિર્ણય લઈ શકો કે તમારો ધ્યેય કેટલો ઊંચો હોવો
જોઈએ*
પરંતુ યાદ રાખો કે દરેક ધ્યેય પ્રગતિનું સોપાન છે.

*T* : Tangible (અનુભૂતિજન્ય) ધ્યેય ત્યારે અનુભૂતિજન્ય બને છે જ્યારે તમે તેનો ઇન્દ્રિયો
દ્વારા અનુભવ કરી શકો છો , જેમ કે ... સ્વાદ, સુગંધ , સાંભળવું, સ્પર્શ વગેરે. જ્યારે તમારું ધ્યેય
અનુભૂતિજન્ય હોય કે અનુભૂતિજન્ય ન હોય તેવા ધ્યેયને તમે અનુભૂતિજન્ય ધ્યેય સાથે સાંકળો ત્યારે,
તમારી પાસે ચોક્કસ અને માપી શકાય તેવું ધ્યેય મેળવવાની વધુ સારી તકો રહે છે.
અનુભૂતિજન્ય ન હોય તેવા ધ્યેયને, તમારે અનુભૂતિજન્ય હોય તેવું ધ્યેય મેળવવા માટે આંતરિક ફેરફાર કરીને સાંકળવાના હોય છે. અનુભૂતિજન્ય ન હોય તેવા ધ્યેય એ તમારા વ્યકિતત્વના એવા પાસાઓ અને આદતો છે કે જેનો વિકાસ સાધીને તમે તમારી કારકિર્દીના માર્ગ ઉપર સફળતા મેળવી શકો તે બીજા કોઈ લાંબા સમયનું ધ્યેય પણ પ્રાપ્ત કરી શકો. તમારા ધ્યેયની અસરકારકતા વધારવા માટે અનુભૂતિજન્ય હોય તેવા ધ્યેયને વધુ મહત્વ આપવું જોઈએ .
*ધ્યેય નિર્ધારણના ફાયદાઓ : -*
ધ્યેય નિર્ધારણના ઘણા ફાયદાઓ છે, પરંતુ તેમાના થોડા નીચે મુજબ છે.
1. ધ્યેય નિર્ધારણ તમારી સ્વયં માટેની માન્યતાઓને સુધારે છે. તે તમારા આજને સુધારે છે અને
આવતીકાલને વધુ સારી બનાવે છે.
2.ધ્યેય નિર્ધારણ તમને તમારી શકિતઓની ઓળખાણ આપે છે કે જે તમે વિબો પાર કરવા માટે
અને મુશ્કેલીઓના નિવારણ સમયે તમને સાથ આપે છે.
3).ધ્યેય નિર્ધારણ તમને તમારી નબળાઈઓથી પરિચિત કરાવે છે. તમે તેને નિવારી શકો છો
અથવા તો નિરાશ થયા વગર સમયાનુસાર ધ્યેય બદલી શકો છો , અને જો એક વાર તમે તે
નિરાશા પાર કરી જાઓ તો તમે ફરી પ્રયત્ન કરી શકો ,
4. ધ્યેય તમને વધુ મજબુત બનાવે છે અને મુશ્કેલીઓનો સામનો કરવા માટે ઉત્સાહ વધારે છે, તેના થકી તમે મુશ્કેલ ધ્યેય પણ સરળતાથી અને આત્મવિશ્વાસ સાથે પ્રાપ્ત કરી શકો છો ,
5. ધ્યેય નિર્ધારણ તમને તમારા લક્ષ્ય સુધી પહોંચવા માટે માર્ગ તૈયાર કરી આપે છે,
6. ધ્યેય નિર્ધારણ તમને ઈચ્છા પ્રમાણેની વિચાર શકિત બક્ષે છે અને તેના કારણે તમે નમ્ર અને
વિવેકી બનો છો .
7.ધ્યેય નિર્ધારણ તમને તમારી પ્રાથમિકતાઓ યોગ્ય કારણાનુસાર નિર્ધાર કરવા માટે મદદરૂપ થાય
છે અને તમને ચોક્કસ બનાવે છે.
8.ધ્યેય નિર્ધારણ તમને તમારી જીંદગી તરફ જવાબદાર બનાવે છે. તે તમને તમારા જીવનના મૂલ્યો સ્થાપિત કરવામાં મહત્વનો ભાગ ભજવે છે.
9. ધ્યેય નિર્ધારણ તમારી નિર્ણય શકિત નિખારે છે.
10.ધ્યેય નિર્ધારણ તમારી જાતને સફળતાના રસ્તે પ્રોત્સાહિત કરવામાં મદદરૂપ બને છે.

ધ્યેયના પ્રકારો :
1. અનુભૂતિન્ય ધ્યેય :
આ એ ધ્યેય છે કે જે આપણે ઈન્દ્રીઓ દ્વારા અનુભવિ શકીએ છીએ. તેમને માપવા સૌથી સરળ
છે અને સામાન્ય રીતે જ્યારે આપણે જીતીએ છીએ કે હારીએ છીએ ત્યારે તેને આપણે વર્ણવીએ
છીએ . (નોંધ : જો તમે આ ધ્યેયની યાદી ન બનાવી શકો , તો કદાચ તમે જાણતા નથી કે તમે
ખરેખર શું ઈચ્છો છો અને તમે ભૂલી જાઓ છો કે આ તમારૂં ધ્યેય છે.)
2.અનુભૂતિજન્ય ન હોય તેવા ધ્યેય :
આ ધ્યેય આંતરિક ફેરફાર માટે છે. તે ઘણી વાર અનુભૂતિજન્ય ધ્યેય મેળવવા માટે મદદરૂપ
થાય છે .
3) લાંબા ગાળાના ધ્યેય :
આવા પ્રકારના ધ્યેય સામાન્ય રીતે કેટલાક મહિનાઓ કે વર્ષો માટેના હોય છે, પરંતુ યાદ રાખો.
કે આ ભવિષ્ય કથન નથી કે આ થશે જ પરંતુ વચગાળાના અને ટુંકા ગાળાના ધ્યેય આ લાંબા
ગાળાના ધ્યેય મેળવવા માટે ઉપયોગી થાય છે.
4. વચગાળાના ધ્યેય :
તે ટુંકાગાળાના હોય છે પરંતુ એટલા ટુંકા ગાળાના નહી કે જયાં પરિણામ તરત જોઈ કે અનુભવી
શકાય, પરંતુ તે લાંબાગાળાના ધ્યેય પ્રાપ્ત કરવાની દિશામાં તમને લઈ જાય છે.
5. ટુંકાગાળાના ધ્યેય :
આ બધા ખૂબજ ટુંકાગાળાના ધ્યેય હોય છે કે જે ત્રણ મહીનાથી લઈને એક દિવસ સુધીના હોઈ
શકે અને તે આપણને ધ્યેય પ્રાપ્ત કર્યાની સંતોષની લાગણી બક્ષે છે. અને આવી રીતે આપણને
સરળતાના માર્ગે આગળ વધવા માટે પ્રોત્સાહિત કરે છે. જો આમાં નિષ્ફળતા મળે તો આ ધ્યેય
અને તેના પરિણામો આપણને પધ્ધતિ અને અભિગમની ચકાસણી કરીને પરિવર્તન કરવા પ્રેરે છે.

સ્વખો અને ધ્યેય :
સામાન્ય રીતે લોકો સ્વપ્નો અને ધ્યેય તથા ઈચ્છાને લઈને ગુંચવણ અનુભવતા હોય છે. સ્વપ્નો અને ઈચ્છાઓ
એ અપેક્ષાઓ સિવાય બીજું કાઈ નથી. અપેક્ષાઓ નબળી છે, નીચેના ગુણોથી અપેક્ષાઓ મજબુત બને છે.
1. દિશા
2.સમય મર્યાદા
3. દ્રઢ નિર્ધાર
4. સમર્પણ
5. અનુશાસન/શિસ્ત
આ જ પાંચ મહત્વના મુદ્દાઓ અપેક્ષાને ધ્યેયથી અલગ તારવે છે. ધ્યેય એ સમય મર્યાદા અને ચોક્કસ યોજના સાથેના સ્વપ્નો છે. ધ્યેય ફળદાયી હોય પણ ખરું અને ન પણ હોય. આ એક ઉત્કંઠા છે, ઈચ્છા નહીં, કે જે સ્વપનોને વાસ્તવિકતામાં ફેરવે છે.
સ્વપ્રનો વાસ્તવિક્તામાં ફેરવવાના ત્રણ પગથિયા :
૧)ચોક્કસ , સ્પષ્ટ અને લેખિત ધ્યેય
૨)ધ્યેય પ્રાપ્તિ માટેની યોજના
3)ઉપરના પ્રથમ બંનેને દિવસમાં બે વખત વાંચો.

ધ્યેય નિવારણના અવરોધો :

કેટલાક લોકો ધ્યેયને સફળતા માટેનું મહત્વનું તત્વ ગણતા હોવા છતાં પણ તેમના ધ્યેય નિર્ધારણમાં અવરોધ પેદા કરે છે. તેઓ આંતરિક રીતે લડે છે, કારણ કે કદાચ તેઓ આવું અનુભવે છે.
1. પરિવર્તનનો ડર :
ધ્યેય નિર્ધારણ અવરોધાય છે કે કારણ કે તે તેમને કામચલાઉ રીતે તેમના રોજિદા. કાર્યક્રમથી
જુદી કાર્યવિધિ કરાવે છે. તે પરિવર્તનથી માણસ ડરે છે.
2. નકારાવાનો ડર :
આટલા વર્ષો તેમણે પ્રત્યેક વસ્તુ ચોક્કસ રીતે કરી હોય છે તેથી તેમને એજ રીતે કાર્ય કરવાની
ટેવ પડી હોય છે. તેથી આ ડર સ્વયંભુ અને પ્રતિક્રિયાત્મક છે.
3. પાછળ ઠેલવાની ટેવ :
ઘણા લોકોને ચમત્કાર થાય તે માટે બેસી અને રાહ જોવાની ટેવ હોય છે. તે લોકો એવું વિચારે
છે કે સમય સમસ્યાનું સમાધાન લાવશે. તે લોકો આવતીકાલ ઉપર વધુ ભરોસો મુકો છે, બેય.
મેળવવા માટેના સકારાત્મક પ્રયાસો આજે કરવા તેમને ગમતા નથી.
4. નિષ્ફળતાનો ભય:
તેમને કાંઈક ગુમાવવાનો ડર લાગે છે તે લોકો કંઈક ગુમાવવાનો અને બીજા તેમના પર હસે તે
ભય તેમને સતાવતો રહે છે.
5. નકારાત્મક અભિગમ :
અમુક પ્રકારના લોકો ધ્યેય પ્રાપ્ય કરી શકે છે પરંતુ તે લોકો નકારાત્મક અભિગમને કારણે તેવું
વિચારવા અને તે કલપી શકવા તૈયાર થતા નથી. લોકો અમુક પ્રકારની પરિસ્થિતિ માં કઈ રીતે વર્તવું તે નક્કી કરી શકતા નથી.

ધ્યેય ઉપયોગ માં લેવાની કલા :
ધ્યેય ઉપયોગમાં લેવાની કળા તમારામાં છે અને આ પ્રક્રિયામાં તમને મદદરૂપ થાય તેવા
મુદ્દા નીચે મુજબ છે

1. સમયાનુસાર તમારા ધ્યેય ને દરરોજ કે અઠવાડીએ કે મહીને ચકાસતા રહો દરરોજ તમારા ધ્યેય માટે 5 થી 10 મિનિટ નો સમય ફાળવો.
2. તમારા ધ્યેય નજર સામે જોવાનો મહાવરી રાખો, જાને કે તમે એ પ્રાપ્ય કરી લીધું ન હોય
તેના થી ચમત્કાર સર્જાશે.
3. તમારા ધ્યેય ને ક્રમ માપો. તમે જે રીતે તમારા ધ્યેયને સમજતા હોય તે રીતે તમે તેને મહત્વ
આપો અને પ્રત્યેક ધ્યેય ને તે અનુસાર અગ્રતા ક્રમ આપો તેમાં કોઈ નૂકશાન નથી.
4. વિખવાદ પેદા કરે તેવા ધ્યેય ટાળો. આવું ભાગ્યે જ બને છે પરંતુ જયારે તમે વિખવાદ થાય તેવા ધ્યેય નક્કી કરી ત્યારે તે પ્રત્યેક ધ્યેયનું પૃથ્થકરણ કરો અને તેમાંથી એક શ્રેષ્ઠ ધ્યેય ની પસંદગી કરી બાકીના ધ્યેય બાદ કરો .
5. તમારા ધ્યેય માં પરિવર્તન લાવો. હા, તમે તમારા ધ્યેય બદલી શકો છો , નવા ધ્યેયની સાથે જો તમે વર્તમાન ધ્યેય પ્રાપ્ત કરી લીધું હોય તો. અથવા તો નવું ધ્યેય તમે ત્યારે બદલી શકો કે જયારે તે વર્તમાન ધ્યેય સાથે બંધબેસતું ન હોય. એવું ન વિચારશો કે પરિવર્તન શકય નથી કારણ કે
તમારી પાસે ધ્યેય લેખીતમાં નિર્ધારીત છે, પરંતુ પરિવર્તન વારંવાર ન આવે તેની કાળજી રાખો
(જો આવું થાય તો તમારી ધ્યેય તરીકેની વિચારણા ખામી યુકત છે)
6. તમારા ધ્યેય ઉપર કામ કરો. હા, તમારે તેમના ઉપર કામ કરવું જ જોઈએ. જો તમે તેને ફકત
કાગળ પર રાખશો અને તેને કાર્યમાં ન નહી લો તો ધ્યેય તેના સ્થાન ઉપર અને તમે તમારા
સ્થાન પર રહી જશો .

વ્યક્તિગત વિકાસ માટે ધ્યેય નિર્ધારણ :

તો હવે આપણે આપણા વ્યકિતગત વિકાસ માટે ધ્યેય નિર્ધારણ કઈ રીતે ઉપયોગી છે તે જોઈ એ.
આપણે વિકાસના ૬ ક્ષેત્રો પસંદ કર્યા છે. ૧. સામાજિક ર.આર્થિક 3. માનસિક 4. શારિરીક, ૫.
કૌટુંબિક જીવન અને 6. આધ્યાત્મિક તે દરેકને નિર્ધારીત કરવાની પધ્ધતિ નીચે વર્ણવેલ છે.

1. સામાજિક વિકાસ માટે ધ્યેય :
જો આપણે આ વિશ્વમાં જીવવાની ઈચ્છા ધરાવતા હોઈએ, તો આપણે અન્ય લોકો સાથે પ્રત્યેક
અનુકુલન સાધતા શિખવું જ જોઈ એ આ માટે આપણે આપણી જાત ને સામાજિક રીતે વિકસાવવી જોઈએ. નીચે મુજબ ની રચના સામાજિક વિકાસ na ધ્યેય પ્રાપ્ત કરવા માટે ઉપયોગ માં લેવી જોઈએ.

1. પ્રાપ્તિની યોજના 2. લક્ષ્યની તારીખ 3. મેળવેલ પરિણામ
આ બધાં માટે એક કોઠો બનાવી ને લખો.
ટુંકાગાળાના ધ્યેય

હું લોકોને ગમાડવાનો પ્રયાસ કરીશ
હું મારો રસ જાહેર કરીશ
હું બીજાની મુશ્કેલીઓમાં હમદર્દ બનીશ
હું તેમના વિચારો પ્રત્યે રસ પ્રદર્શીત કરીશ
*૩ મહિના*

વચગાળાના ધ્યેય :

ઉપર મુજબનું બધું તે ઉપરાંત
હું સામાજિક કૌશલ્યો વિકસાવવાનો પ્રયત્ન કરીશ
હું વધુ લોકપ્રિય બનવાનો પ્રયાસ કરીશ
હું લોકોને મદદરૂપ થવા પ્રયાસ કરીશ
હું હકારાત્મક અભિગમ વ્યકત કરીશ
*૬ મહિના*

લાંબાગાળાના ધ્યેય :

ઉપર બંને ગાળાના મુદા મુજબ બધુંજ ઉપરાંત
હું લોકોને ગમતો થવા પ્રયાસ કરીશ.
હું તેમને મારી સાથે આનંદ આવે તેમ કરીશ
હું તેમને મારી મુશ્કેલીઓની કાળજી લેતો કરીશ
હું તેમને મારા વિચારોને સાંભળવા પ્રેરીશ
હું મને શોભે તું વસ્ત્રપરિધાન કરીશ
હું મારા વ્યકિતત્વને નિખારીશ.
હું મારા સારા ગુણોને પ્રદર્શીત કરતા અને
ખરાબગુણોને દબાવતા શીખીશ
*૧ વર્ષ કે વધુ*

2. આર્થિક વિકાસ :
તમારા નાણાની યોજના બનાવો. પહેલા શીખીને અને પછી બજેટ બનાવીને - વ્યાવસાયિક અને
વ્યકિતગત બંને - તમારું એકાઉન્ટ લખો - તમારા નાણાં કયાંથી આવે છે અને કયાં જાય છે તે જાણો અને કદી ઉધાર લેવાની નીતી ન રાખો.
3. શારિરીક વિકાસ અને માનસિક :
“પહેલું સુખ તે જાતે નર્યા", હા, આ સાચું છે. જો તમે સ્વસ્થ અને સક્ષમ ન હોય તો કેવી રીતે
તમે તમારો વિકાસ સાધી શકો. બીજા લોકો તમને વિકસતા કેવી રીતે જોઈ શકે, તેના માટે પણ
તમારે સ્વસ્થ અને શારિરીક રીતે ચુસ્ત રહેવાનું કાયમી રીત અપનાવવું જોઈએ .
4. કૌટુંબિક જીવનનો વિકાસ :
ઘણી વખત આપણે ભુલી જતા હોઈએ છીએ કે આપણે કુટુંબનો એક ભાગ છીએ. આપણા
કુટુંબના આપણે ફકત એક વ્યકિત નથી પરંતુ બીજા બધા પણ સમાન મહત્વ અને કૌટુંબિક
જીવનમાં સરખો રસ ધરાવે છે. આપણે તેમને જાણવાનો તેમને ગમવાનો , તેમને માન આપવાનો
અને તેમને ચાહવાનો હદયપૂર્વક પ્રયાસ કરવો જોઈએ . દરેક વસ્તુ શીખવા માટેનો આ યોગ્ય
જગ્યા છે. આપણે કુટંબ જીવનમાં કેટલી મહત્વની ભૂમિકા ભજવે છે તે ધ્યાનમાં રાખવું જોઈએ .
6. આધ્યાત્મિક વિકાસ :
માનવ પોતાના ધ્યેય નિર્ધારીત કરવા માટે સક્ષમ છે, જે તેની સફળતાની ખાત્રી આપે છે. આ
અકસ્માત નથી. આ તેને વિધાતાની ભેટ છે. ઈશ્વર/કુદરત/સર્વોપરિ સત્તા-નામ ગમે તે આપો
તેણે આપણને આ શકિત આપણી અંદર આપી છે કે જે આપણને આ ધ્યેયની દિશા તરફ દોરે છે.
તેથી, માનવે તે જ રીતે વર્તવું જોઈએ , જેવા વર્તનની અપેક્ષા તે અન્યો પાસેથી રાખે છે. તેણે
અન્ય દરેકનો ઈશ્વરના બાળક તરીકે આદર કરવો જોઈએ અને તેમને ચાહવા જોઈએ . આ રીતે
તે હું જ શિવ (ઈશ્વર) છું તે જાણી શકશે.

*પ્રાપ્તિની યોજના*:
તમે નોંધ લીધી હશે કે ધ્યેય પ્રાપ્તિના સામાજિક વિકાસ સિવાય બધા જ ક્ષેત્રોમાં અમે તમારા માટે ધ્યેય
નિર્ધારીત નથી કર્યા. અને સમાજિક વિકાસ માટેના ધ્યેયમાં પણ અમે ફકત તેની રચના તમને સમજાવી છે.
કે જેથી તમે તેને સમજીને જાણી શકો (તમે એ રીતે એ ઉપર આગળ જાઓ તે ઈચ્છાથી તમને તે બતાવવામાં આવ્યું છે.)
આવીજ રીતના ધ્યેય પ્રત્યેક ક્ષેત્ર માટે નિર્ધારીત કરો - જો તમે હજી સુધી ન કર્યું હોય - તો હવે કરો. પછી તેને કાગળ પર લખી લો. અને એ કાગળ આ નોંધપોથીમાં લગાવી લો. તમારા લક્ષની તારીખ નક્કી કરો.
દરેક લાંબાગાળાના ધ્યેય માટે એક વર્ષનો સમયગાળો , વચગાળાના ધ્યેય માટે *૬* મહિનાનો સમય અને
ટુંકાગાળાના ધ્યેય માટે ત્રણ મહિના નો સમય .
હવે, ૫" X 3" નું એક કાગળ લો અને તેમાં ટુંકાગાળાના ક્ષેત્રના કેટલાક ધ્યેય લખી લો. તેના માટેની
તારીખ લખો. આ કાગળ તમે જ્યાં પણ જાઓ ત્યાં દરરોજ તમારી રાખો. તમે તેની હાજરી અનુભવશો.
આ તમારા અજાગ્રત મન ઉપર છબી ઉપસાવશે, તે તમને તમારા દિવસ દરમ્યાનની ક્રિયાઓ વિશે કહેશે અને તબક્કાવાર તમારા ધ્યેય સુધી લઈ જશે.
તમે જ્યાં સુધી તમારું ધ્યેય પ્રાપ્ત ન કરી લો ત્યાં સુધી આવું કરતા રહો. પછી તમારી જાતની પુન: પરિક્ષણ કરો અને પછી ફરી એકવાર એ જ મુજબ યોજના બનાવો. તમને આ ગમશે. અને તમે સફળતા પણ મેળવો.
અલબત્, હવે તમે વિકસી ચુકયા છો. જી - હા. આ સાચું છે. હવે તમે લિડર બની શકો છો. કુટુંબના
લિડર, મિત્રોમાં લિડર, તમારી સંસ્થામાં લિડર, તમારા લોકો વચ્ચે લિડર, આજ રચના તમારા આગળ દર્શાવેલ ધ્યેય માટે ઉપયોગમાં લો.
*નિશાન ચુક માફ, નહીં માફ નીચું નિશાન*-
*સ્વામી વિવેકાનંદ*

ધ્યેય પ્રાપ્તિનો નીચોડ અને સફળતાના નિયમો :

સફળતા એ નસીબ નથી. તે ચોક્કસ નિયમોને અનુસરે છે, કે જે કોઈ પણ શીખી શકે,
1.તમારે ખરેખર શું જોઈએ છે તે જાણો.
2.તમારા ધ્યેયને જીવનના મૂલ્યો સાથે સાંકળો
3.તેને લખી લો.
4. તેને ચોક્કસ બનાવો
5.તેને અવરોધ પાર કરવા જેટલું અગત્યનું બનાવો
6.તેને હકારાત્મક બનાવો
7.જાણો કે તમારે શા માટે તે જોઈએ છે. (કારણ અથવા બદલો)
8.નક્કી કરો કે તમારે તે કયારે જોઈએ છે અને તમે કયારે શરૂ કરવાના છો .
9. વિશ્વાસ રાખો કે એ શકય છે.
10.શંકા અને ભયને મનમાંથી નાબુદ કરો .
11.જાણે કે ખરેખર સફળતા મળી ગઈ હોય તેવી રીતે વર્તમાનમાં તેની ધારણા કરો.
12.કલ્પના કરો કે તમે જયારે તે મેળવી લેશો કે પુરૂ કરશો ત્યારે તમે શું અનુભવશો.
13. તમને શું અને શેની સાથે જોઈએ છે તે જાણો.
14. તમે તે કેવી રીતે મેળવવાના છો : આ તમારી વર્તણુંક, તમારા ઈચ્છીત પરિણામની ખાત્રી આપશે.
15.અમલમાં મુકી શકાય તેવી યોજના બનાવો અને તેનો અમલ કરી દો.
16.માર્ગદર્શક ચિન્હો સ્થાપિત કરો : તમે આ નિયમિત રીતે કેવી રીતે કરશો તે નક્કી કરી લો.
17.નાના ધ્યેય માટે સમય નિર્ધારીત કરો અને તમારા આખરી ધ્યેયની પહેલાની તારીખો તેના માટે નક્કી કરો.
18.આયોજન અનુસાર સમયનું સંચાલન કરો.
19.૩ થી ૬ ખૂબ અગત્યની વસ્તુઓની યાદી બનાવો અને અગ્રતા ક્રમ નક્કી કરો.
20. અગત્યના ૨૦ ટકા કે જે પરિણામના ૮૦ ટકા પેદા કરે છે તેને ઓળખો.
21. કામની તાત્કાલીકતા પર નહી પણ તેની અગત્યતા પર ધ્યાન કેન્દ્રિત કરો.
22. શું કરવા પાત્ર છે અને શું અવગણવા પાત્ર છે તે ઓળખો
23. ઉત્પાદન ક્ષમતા અને ઉત્પાદન આ બંને વચ્ચે સમતોલન જાળવો.
24.વિજેતાઓની વર્તણુંક અને અભિગમને ઓળખો અને તેને અનુસરો
25. નકારાત્મક નિર્ણયો, માન્યતાઓ , ભય વગેરેને ઓળખો અને દૂર કરો.
26.વિચારો કે તમે જીતી શકો છો, તમે વિજેતા છો
27.સહાય ક ટુકડી ઊભી કરો
28.સફળતાની કિમત જાણો અને તે ચુકવવા તૈયાર રહો.
29.અભિગમ અને વર્તનની જવાબદારી લો .
30.કાર્ય જરૂરી હોય તે કરો .
31.જરૂર હોય ત્યાં સુધી મંડ્યા રહો.
32. પરિણામોનું વારંવાર
અવલોકન કરો
33. અનુકૂલન સાધો.
34. વિશ્વાસ
35. જતું કરવાની વૃત્તિ વિકસાવો.
આશિષ શાહ
ધ્યેય નિર્ધારણ
Goal Setting
National Trainer (Govt. of India)
B. Tech.. Civil, CEPT
MADwAJS : making a difference with ashish j shah
9825219458
Comments લખજો
આ પુસ્તિકા લખવાં માટે 300 દિવસ ની મેહનત છે, વાચકમિત્રો આને અનુસરજો, સફળતા કદમ ચૂમતી આવશે.