એક પ્રશ્ન હંમેશા રહ્યો છે કે સારી આવડત ધરાવતો ગુજરાતી કારીગર (જેમ કે પ્લમ્બર, કારપેન્ટર કે પછી કોઇ પણ) ગરીબ શું કામ હોય છે? અથવા તેની આવડત મુજબ કમાતો કેમ નથી?
હાલના મારા અને મારા મિત્રના કેટલાક અનુભવે એ પ્રશ્નનો જવાબ કદાચ શોધી આપ્યો છે.
પોતાના ધંધા પ્રત્યે બેદરકારી, બીન જવાબદાર વર્તન (ગ્રાહકો પ્રત્યે), સમયપાલન કે વચનપાલનમાં તદ્દ્ન દરીદ્રતા, ક્વોલીટી કામનો અભાવ, તોછ્ડું વલણ, અને મનમાં આવે તે મજુરી. લોકોને
તમને શું લાગે છે?હારીને પણ ના હારવું, તે જીતની શરૂઆત છે.
પ્રવર્તમાન સમયમાં માનવજીવન પદ્ધતિ નહી, પણ જીવન દૃષ્ટિ બદલાઈ ગઈ છે. પરિવર્તન નો સહજ સ્વીકાર જીવનપથને સુગમ બનાવે છે. આસ્તિક કે નાસ્તિક હોવા કરતાં વાસ્તવિક હોવું આવશ્યક છે. જે સારું છે તેને ગ્રહણ કરો, જે નિંદનીય છે તેનો ત્યાગ કરો. પછી એ વિચાર, વાણી, વર્તન કે વ્યવહાર હોય.
મિત્રો, યાદ રાખો, આ જગતમાં કોઈ સર્વગુણસંપન્ન નથી, માટે સામે વાળાની કેટલીક કમીઓ ને નજરઅંદાઝ કરવાથી સંબંધોની સુગંધ સચવાયેલી રહે છે. જ્યારે વિકટ પરિસ્થિતિમાં થી પસાર થઈ રહ્યા હોઈએ ત્યારે જીદ, દુરાગ્રહ અને દુર્ગુણ ને તમારી બુદ્ધિ અને મન - મસ્તક ઉપર હાવી ના થવા દો, નહીતો એ નિરાશા, અસફળતા અને હતાશાને જન્મ આપશે. તાકાત અને વિવેકનો દુરુપયોગ થશે. જીત ના સપના ની મંઝિલ દૂર થતી હોય તેવું લાગશે. હાર નો ડર તન - મન ઉપર અનાવશ્યક કબ્જો લઈ લેશે. થોડું વધુ સહન કરતા શીખવું પડશે, કારણકે આપણ ને પણ ઓછા - વત્તા અંશે કોઈ સહન કરે છે, આ ગુરુમંત્ર માનસપટ ઉપર સદાય અંકિત કરીને રાખશો. આજ પરિસ્થિતિ છે, જેમાં ખરાબ કે ખામીયુક્ત સ્વભાવ ને મધુર કે ખુબિયુક્ત સ્વભાવમાં પરિવર્તિત કરવાનો અવસર છે. જે જીવનયાત્રા ને ચોક્કસ સુમધુર અને પ્રસન્ન બનાવશે.
મિત્રો, તકલીફો હંમેશા એક નવો માર્ગ પ્રદાન કરે છે અને નિર્દેશ કરે છે કે હારીને પણ ના હારવું એ જ શરૂઆત છે જીત ની. સંબંધને પરિભાષિત કરીએ તો તે સારા સમયમાં જળવાય છે અને વિકટ કે સંકટના સમયમાં ઓળખાય છે. સત્કાર્ય સદૈવ મુકામ ઉપર પહોંચાડે છે. ધ્યેય પ્રાપ્તિ માટે , શ્રેષ્ઠ કાર્ય કરવા માટે અને સૂક્ષ્મતા થી ધ્યેય પ્રાપ્તિ ની ઈચ્છા પ્રગટ કરવી જરૂરી છે.
સમય, વ્યક્તિ અને સંબંધ તેને ખોઈ દીધા પછી જ ખ્યાલ આવે છે કે તે કેટલો કીમતી હતો. દિલ અને દિમાગ નો સુભગ સમનવય ઈચ્છિત પ્રાપ્તિ નો માર્ગ બતાવે છે. આને માટે દિમાગના ભીતરમાં સ્પાર્ક ની જરૂર છે. આ ચિનગારી દિલો - દિમાગ ને પ્રજવલ્લિત કરશે. જીતનો, સફળતાનો અને આનંદનો દરવાજો આપોઆપ ખુલશે.
મિત્રો, ડર ને દૂર કરો, ભગવાને તમારા માટે ચોક્કસ સર્વોત્તમ આયોજન કર્યું હશે, તે આસ્થા અને શ્રદ્ધા ને હદય ની ભીતરમાં સ્થાપિત કરી દો. હંમેશા ડર કે આગે જીત હૈ....તે મન - સ્થિતિ ને કાયમ દિલમાં વસાવી લો.
રૂપાંતરણ ના આ સમય ને સ્વસ્થ, સાવચેત, સાવધાન અને સલામત રહી ને પસાર કરો. ઉજ્જવલ ભવિષ્ય આપ સૌની રાહ જોવે છે. કેવળ ઇન્તજાર છે, આપણા સમય નો...ચોક્કસ આવશે...
મનગમતી ક્ષણોનો સરવાળો થાયતો જીવન સાર્થક
થાય.
જીવનમાં મનગમતી ક્ષણો મેળવવા માટે ભીતરથી ખીલવું પડે અને મન ને ખોલવું પડે. ગૂંચવણ, ગૂંગળામણ, ગભરામણ અને અકળામણ ને ત્યાગવા પડે.
જીવન એક અવસર છે અને તેમાં શ્રેષ્ઠ બનવા માટે, શ્રેષ્ઠ પામવા માટે અને શ્રેષ્ઠ આપવા માટે નો નિરંતર પ્રયાસ મનગમતી ક્ષણો અર્પણ કરે છે. જીવનયાત્રામાં બે શક્તિ કેળવવાની કોશિષ કરવી જોઈએ.
(૧) સહનશક્તિ (૨) સમજશક્તિ
સપનાની આશ હોય ત્યાં સુધી અથાગ પુરુષાર્થ જીવનને સાર્થક અને સમર્થ બનાવે છે. સમજણનો અહેસાસ મનગમતો સમય પ્રાપ્ત કરવામાં જીવનમાં અગ્રીમ સ્થાને રહે છે. સમય જો અનુકુળ હોયતો ઉડવા માટે પાંખ મળે તો ધ્યાન રાખજો કે આસમાનમાં બેસવાની જગ્યા હોતી નથી. માન, સન્માન અને અપમાન તમે બીજાને આપશો તે જ બેવડાઇ ને તમારી પાસે પરત આવશે, તે હંમેશ યાદ રાખશો. સત્ય, પ્રેમ અને કરુણા જીવનમાં ખુશી, આનંદ અને પ્રસન્નતા લાવશે. બદલો લેવા ને બદલે ખુદ ને બદલવાથી મનભાવન વાતાવરણ ઉભુ થશે. હૂંફ, અપનાપન અને પોતીકાપણું સંબંધોની સુવાસ પ્રગટાવશે.
શતાયુ જીવન ની મહેચ્છા લઈને ફરતો માનવ જીવન ઘટમાળ માં જરૂરિયાત અને જવાબદારી મા અટવાતો હોય છે. ભૂતકાળ ને ભૂલી શકતો નથી, વર્તમાન ને માણી શકતો નથી અને ભવિષ્યની ચિંતાને લઈને મૂંઝાતો હોય છે. આજ ને જીવનાર જીવી ગયો ગણાય અને આજને નહી માણી શકનારે આયખાનો સમય પસાર કર્યો કહેવાય.
જીવન ની હર પળ અને હર કદમ મનગમતી ક્ષણ નો સરવાળો કરવા ઉત્સુક હોવા જોઈએ. સમાજ અને દુનિયા માં આપની ઉપલબ્ધિ સરાહનીય, અનુકરણીય અને ઉદાહરણ રૂપ હોવી જોઈએ. તમે જયાં જાવ ત્યાં તમારી રાહ જોવાતી હોય અને જયાં ના હોવ ત્યાં તમારી ગેરહાજરી અને ખોટ વર્તાવી જોઈએ.
આપ સૌને જીવન સફરમાં મનગમતી ક્ષણો હંમેશા પ્રદાન થાય તેવી પ્રભુ પ્રાર્થના.
ખરેખર મૈં એક પ્રયત્ન કર્યો, એક મજૂર ને બધી જ જાત ની training આપી, પણ છેવટે એ ત્યાંનો ત્યાંજ, મૈં એને પૂછ્યું, એને જવાબ આપ્યો આપણે વધારે કમાયી ને શું કરવું છે?
આશિષ શાહ
9825219458
MAD: making a difference
Comments lakhta rehjo mara mitro