લોસ્ટેડ 42
રિંકલ ચૌહાણ
"આંટી, તમે મિતલ ના માં છો. તમે ઈચ્છતા હોવ કે તમારી દીકરી ની ભટકતી આત્મા ને શાંતિ મળે તો તમારે મારી મદદ કરવી પડશે." આધ્વીકા હેતલબેન ને સમજાવવા ના પ્રયત્નો કરી રહી હતી.
"મારી દિકરી ને આ દુનિયા છોડી ને ગયા પછી પણ શાંતિ ન મળે એ હું કેમ સહન કરી શકું? શું મદદ જોઇએ છે મારી? હું મારા થી બનતું બધું જ કરીશ હું." હેતલબેન તેમની દીકરી માટે ખૂબ જ દુઃખી હતા.
"તમારે મિતલ નેં બોલાવી તેને પુછવાનું છે કે તેની સાથે શું થયું હતું, આંટી જ્યાં સુધી આપણ ને સાચી હકીકત ખબર નહીં હોય ત્યાં સુધી આપણે તેની મદદ નઈ કરી શકીએ." આધ્વીકા એ તેનો વિચાર રજૂ કર્યો.
"તારી વાત એકદમ સાચી છે, હું એમજ કરીશ જેમ તે કીધું."
ઘરમાં હાજર બધા લોકો આધ્વીકા ના કહેવા મુજબ મંદિર માં બેસી ગયાં, મંદિર થી સલામત અંતરે હેતલબેન ગંગાજળ અને રાખ ના ઘેરા માં બેઠાં, ઘર ના નોકરચાકરો ને છુટ્ટી આપી ઘરે મોકલી દીધા હતા. બધી જ પુર્વ તૈયારી બાદ હેતલબેન એ મિતલ નેં બોલાવવા નું ચાલુ કર્યું.
"આધ્વીકા તું મારા સુધી પહોંચવા મારી માં નો ઉપયોગ કરી રહી છે, મારી માં ભોળી છે એટલે એ તારી વાતો માં આવી શકે છે પણ હું નઈ." હવા માં એક અવાજ ગુંજ્યો અને દિવાનખંડ માં ધુમાડા થી એક આકૃતિ બની.
"મીનુ, મારી દિકરી, મમ્મા ની વાત નઈ સાંભળે? આધ્વીકા પર નઈ મારા પર વિશ્વાસ કર દિકરા." હેતલબેન ની આંખો આંસુ થી ભરાઈ ગઇ.
એ આકૃતિ ધીમે ધીમે માનવીય રૂપમાં ફેરવાઈ અને હેતલબેન થી થોડે દૂર જમીન પર બેસી ગઈ.
"મારી ડાહ્યી દિકરી, બેટા એ છોકરાઓએ તારી સાથે શું કર્યું હતું મને કહીશ? મમ્મા ને જાણવું છે કે મારી દિકરી ને કોણે દુઃખ આપ્યું." હેતલબેન એટલા પ્રેમથી મિતલ સાથે વાત કરી રહ્યા હતા જાણે એ જીવતી હોય.
"આજ થી છ મહિના પહેલા ની વાત છે મમ્મા......" મિતલ એ તેની કહાની ની શરૂઆત કરી.
"મમ્મા હું નીતા ના ઘરે જઉં છું, ઘણું મોડું થશે તો રામુ મને મુકવા આવશે એટલે તું ચિંતા ન કરજે." સુંદર અને સોહામણી પંદર વર્ષિય મિતલ આલિશાન દિવાનખંડ ના મોઘા સોફા પર પગ મૂકી તેના બુટ ની દોરી બાંધી રહીં હતી.
"ઠીક છે મીનુ, મોડું થાય તો ભલે ત્યાં રોકાઇ જજે પણ એકલી ના આવતી બેટા. તને ખબર છે ને કે આજુબાજુ જંગલ છે અને તું ગામ માં ભાગ્યે જ આવે છે તો થોડું સંભાળજે બેટા." હેતલબેન એ હંમેશ ની જેમ સલાહ ની પોટલી બાંધી આપી.
મિતલ સહપરિવાર તેના ગામ ચિત્રાસણી આવી હતી, દિવાળી દરમિયાન દર વર્ષે ચૌધરી પરિવાર ચિત્રાસણી આવતો. મિતલ આવતા જ તેની બાળસખી નીતા ને મળવા ઘરે થી નિકળી પડી.
એક ગાડી મિતલ ની નજીક આવી ને ઉભી રહી ગઈ, કાચ નીચે ઉતારી મિતલ ની જ ઉંમર ના એક છોકરાએ માથું બહાર કાઢ્યું," મિતલ, તું અહીં?"
"હેય પ્રથમ, તું અહીં શું કરે છે? બાય ધ વે આ મારું ગામ છે." મિતલ એ જવાબ આપ્યો.
"મારા પપ્પા એ અહીં વિકેન્ડ હોમ ખરીદ્યું છે તો હું આપણી સ્કૂલ ના દોસ્તો સાથે વેકેશન માટે આવ્યો છું. પણ મને ખબર નતી કે તું અહીં રહે છે. બાય ધ વે તું મને વિકેન્ડ હોમ નો રસ્તો બતાવી શકે છે?" પ્રથમ એ પુછ્યુ.
"તું સાથે કેમ નથી આવતી? તું ત્યાં સુધી અમને મુકી જા પછી પ્રથમ તને પાછી અહીં મૂકી જશે કેમ પ્રથમ?" રોશન વચ્ચે બોલી ઉઠ્યો.
મિતલ એ હકાર માં માથુ હલાવ્યું અને કાર માં બેસી ગઈ.
"સ્ટોપ, સ્ટોપ... વિકેન્ડ હોમ ગયું તમે લોકો તો બાલારામ પેલેસ રિસોર્ટ સુધી આવી ગયા છો." મિતલ એ ચિસ પાડી અને જોરદાર બ્રેક સાથે ગાડી ઉભી રહી ગઈ.
"આટલે આવ્યા છીએ તો રિસોર્ટ જોઈ લઈએ." રોશન ગાડી માંથી ઉતરી રિસોર્ટ તરફ દોડ્યો, પ્રથમ, સાહિલ, મોન્ટી અને સમીર તેની પાછળ દોડ્યા.
"અરે મને પાછી મુકી જાઓ, પછી તમે લોકો રિસોર્ટ જોઈ લેજો." તેમની પાછળ મિતલ પણ ગાડી માંથી ઉતરી.
પ્રથમ અને સમીર માંડ ખેંચીને રોશન ને પાછો લઇ આવ્યા, બધા લોકો ગાડી માં બેઠા, છેલ્લે મિતલ ગાડી માં બેઠી.
"આ છે હેવન વિકેન્ડ હોમ." મિતલ એ એક વિશાળ દરવાજા આગળ ગાડી ઊભી રખાવી.
"થેંક્યું સો મચ, ચાલ હવે તને મૂકી જઈએ. તને મુકી ને પછી સાથે અમે લોકો પાછા આવીશું." પ્રથમ એ ગાડી ચાલુ કરી રિવર્સ લીધી.
મિતલ ને જ્યાં થી પીક કરી હતી ગાડી એનાથી આગળ જતી રહી હતી," પ્રથમ તું ફરી થી આગળ નીકળી ગયો."
"જાણું છું, જાતે જ તો નીકળ્યો છું." પ્રથમ એ સમીર સામે જોઈ આંખ મારી.
મિતલ કોઈ પ્રતિક્રિયા આપે એના પહેલા જ સાહિલ એ તેના બન્ને હાથ પકડી લીધા અને સમીર એ તેનું મોઢું બંધ કરી દીધું.
રોશન એ તેના અને પ્રથમ ના રુમાલ ની ગાંઠ મારી એના વડે મિતલ ના હાથ બાંધ્યા અને મોન્ટી એ તેના રુમાલ નો ડુચો કરી મિતલ ના મોઢા માં નાખ્યો.
આ છોકરાઓની આંખો માં હવસ હતી, તેમના હાથ મિતલ ના શરીર પર ફરી રહ્યા હતા. તેની સાથે શું થવાનું છે એ મિતલ સમજી ગઇ હતી અને એટલે જ પોતાને છોડાવવા એ ધમપછાડા કરી રહી હતી.
ગાડી એક અજાણ્યા ઝાડી ઝાંખરા થી ઘેરાયેલા રસ્તા પર આગળ વધી રહી હતી, જંગલ માં ઊંડે સુધી આવી ને ગાડી ઉભી રહી ગઈ.
"મોન્ટી તારે અને સમીર ને આબુરોડ જવાનું છે તો તમે બન્ને મજા કરી લો." પ્રથમ ખડખડાટ હસી પડ્યો.
ક્રમશઃ