Losted - 41 books and stories free download online pdf in Gujarati

લોસ્ટેડ - 41

લોસ્ટેડ 41

રિંકલ ચૌહાણ

આધ્વીકા અને રાહુલ ઘરે પરત ફર્યા, બન્ને નું મોઢું ઉતરેલું હતું.
"તું ક્યાં ગઈ હતી?" રયાન એ અધિરાઇથી પૂછ્યું.
આધ્વીકા રયાનને જવાબ આપ્યા વગર તેના પરિવાર પાસે ગઈ.

"શું થયું સોનું બેટા? તમે બન્ને આટલી ઉતાવળ માં ક્યા ગયા હતા? તું કેમ આટલી ટેન્શન માં લાગે છે?" જયશ્રીબેન નો જીવ તાળવે ચોટ્યો હતો.
"હા, જવાબ આપ ક્યાં ગઈ હતી? એવું તો શું કામ હતું કે તારે તારા ભાઈ ના અંતિમ સંસ્કાર ની થોડી ક્ષણ પછી રાહુલ સાથે બાર જવું પડે?" રયાન તેની ઇર્ષ્યામાં સમય અને સ્થાન નું ભાન ભૂલ્યો હતો.
"આ શું રીત છે આધ્વીકા સાથે વાત કરવાની રયાન? આધ્વીકા ક્યાં જાય છે ક્યાં નઈ એ પુછવાનો હક માત્ર મારી મા અને આરાધના મામી ને છે." જીજ્ઞાસા એ રયાનને ટોક્યો.
"સાચી વાત છે જીજ્ઞા ની, આધ્વીકા ક્યાં જાય છે, કોની સાથે જાય છે ને કેમ જાય છે, એ વાતનું ધ્યાન રાખવા તેની માસી અને ફઈ છે." જયશ્રીબેન એ કડક શબ્દો માં કીધું.
"અને અમને બન્ને ને અમારા બાળકો પર પૂરો વિશ્વાસ છે, કે અમારા બાળકો ક્યારેય કોઈ ખોટું કામ નહીં કરે." આરાધના બેન એ પણ રયાનની ઝાટકણી કાઢી.

"વિશ્વાસ???" હવામાં આ શબ્દો ગુંજ્યા અને આખો ઓરડો ધુમાડાથી ભરાઇ ગયો. થોડી ક્ષણો માં ધુમાડા એ એ એક સ્ત્રીકૃતી નું રૂપ લીધું.

"મિતલ...." હેતલબેન, રયાન અને રાહુલ એક સાથે બોલી ઉઠ્યા.
"વિશ્વાસની વાત કરો છો તમે મિસીસ રાઠોડ, તમારા દિકરાએ મારી સાથે જે કર્યું એ જાણ્યા પછી પણ તમે વિશ્વાસ ની વાત કરો છો?" મિતલનો અવાજ તરડાઇ ગયો.
"શું કર્યું હતું મોન્ટી એ તારી સાથે?" રયાન એ પુછ્યું.
"ભાઈ, એ છોકરાઓએ મારી જીદંગી બરબાદ કરી નાખી, અને એ બધાય ને તેમના પાપ ની સજા મળી ગઈ. મારો છેલ્લો ગુનેગાર પણ આજે મારા હાથે નર્ક માં ગયો." મિતલ ના ચહેરા પર બદલો પૂરો થવાની સંતુષ્ટી હતી.
"મતલબ તે જ સાહિલ ને પણ...." આધ્વીકા એ પૂછ્યું.
"હા, મને ખબર જ હતી કે તું સાહિલ ને બચાવવા જઈશ જ. એટલે તું ત્યાં પહોંચે એના પહેલા જ મે સાહિલનો જીવ લઈ લીધો. હવે હું એક એક કરી તારા પરિવાર નું પણ નામ નિશાન ભૂંસી નાખીશ અને સૌથી પહેલા મારીશ તને." મિતલનો ચહેરા એ ભયંકર રૂપ લીધું અને એ આધ્વીકા તરફ આગળ વધી.

"મિતલ, આધ્વીકા ને મારતા પહેલાં તારે મને મારવો પડશે, એને કઈ પણ થયું તો હું જીવી નહીં શકું." રાહુલ ઝડપભેર આધ્વીકા અને મિતલની વચ્ચે આવ્યો.
"ભાઈ તું શું કરે છે? આ છોકરીના ભાઈએ મારો જીવ લીધો, આણે એના પરિવાર સાથે મળી મને કેદ કરી હતી, આ છોકરી એ મારા બદલામાં ઘણી બાધાઓ નાખી છે. તું આને કેમ બચાવવા માંગે છે?" મિતલ એ ધુંધવાઈને પુછ્યું.

"કેમકે હું આ છોકરીને પ્રેમ કરું છું, હું આધ્વીકા ને એટલો પ્રેમ કરૂં છું કે હું મારી લાગણીઓ શબ્દો માં વર્ણવી શકું તેમ નથી. આધ્વીકા વગરની આ દુનિયામાં હું શ્વાસ લેવાં નો વિચાર સુધ્ધાં નથી કરી શકતો, આ છોકરી મારો આત્મા છે અને આત્મા વગર શરીર ની કોઈ જ કીમ્મત નથી." રાહુલ ના અવાજ માં ભારોભાર લાગણીઓ છલકાઇ રહી હતી.

"હું જાણું છું મારા ભાઈએ તારી સાથે જે કર્યું એ ખોટું હતું, પણ એના પાપ ની સજા તું એને આપી ચૂકી છે. તારા ગુનેગારો ને તે તારા હાથે મોત આપ્યું છે, અને એની સજા તો ભગવાન પણ તને નહીં આપે. પણ હવે જો તું કોઈ પણ માસુમ ની હત્યા નું પાપ કરીશ ને, તો તારા આત્મા ને શાંતિ નહી મળે." આધ્વીકા ના શબ્દો ખૂબ જ પ્રેમાળ હતા.
"મારા આત્મા ને મુક્તિ તો આમ પણ નથી મળવાની...." મિતલનો અવાજ બદલાયો, ગુસ્સા ને બદલે તેના અવાજ માં દુખ હતું.
"એટલે?" જીજ્ઞાસા એ ઉત્સુકતાવશ પુછ્યું.
"એટલે એ જ કે મારો બદલો પૂરો થયા પછી મને મુક્તિ મળવાની હોત તો સાહિલ ના મોત પછી મળી જાત, પણ મારી મુક્તિનો રસ્તો હું પણ નથી જાણતી." નંખાઈ ગયેલો અવાજ આવ્યો અને ધુમાડાથી બનેલી આકૃતિ હવામાં ઓગળી ગઈ.

"ફઈ, તમે કોઈ ને જાણો છો? આપણે મિતલ ની આત્મા ને મૂક્તિ અપાવવા કંઈ ન કરી શકીએ?" આધ્વીકા એ જયશ્રીબેન ને પુછ્યું.
"એના આત્મા ને મુક્તિ મળે કે ના મળે, આપણે શું? તારે એની આટલી ચિંતા કરવાની જરૂર નથી." આધ્વીકા તેમના દિકરા ની ખૂની ની મદદ કરે એ આરાધના બેન સહન કરી શકે તેમ નહોતા.
"માસી, એ ભટકતી આત્મા છે. ભગવાન જાણે ક્યારે એનું મન બદલાય અને રખે ને આપણા પરિવાર ને એ નુકસાન પહોંચાડે. હું એના પર વિશ્વાસ કરીને હાથ પર હાથ રાખી ન બેસી રહી શકું, આ એક એવી સમસ્યા છે માસી જેનો કાયમી ઉપાય શોધવો જ રહ્યો." આધ્વીકા એ તેનો સ્પષ્ટ અભિપ્રાય આપ્યો.

રયાન ઓપન ટેરેસ પર મૂકેલા મોર્ડન ઝુલા પર બેઠો હતો, ઓપન ટેરેસ નો દરવાજો જીજ્ઞાસા ના રૂમની બાજુમાં હતો. રાત્રી ના સાડા દસ થવા આવ્યા હતા,જીજ્ઞાસા તેના રૂમ માંથી નીચે જવા નીકળી ત્યારે તેની નજર રયાન પર પડી, નીચે જઉં કે રયાન પાસે એ વિચારમાં અટવાયેલી જીજ્ઞાસા ના પગ આપોઆપ ટેરેસ તરફ ઉપડ્યા.
રયાન આકાશ તરફ જોઇને બેઠો હતો, તે પોતાના વિચારો માં એટલો તો ખોવાઈ ગયો હતો કે જિજ્ઞાસા તેની બાજુમાં ઊભી છે એવો તેને આભાસ સુધ્ધાં ન થયો.

"તમે અહીં? તમને કંઈ જોઈએ છે?" જીજ્ઞાસા રયાનની હાલત સમજી શકતી હતી.
"ઓહ, તમે ક્યારે આવ્યા?" રયાન ઝબકીને જાગ્યો હોય તેમ હકીકત માં પરત ફર્યો.
"હું અહીં બેસી શકું?" જીજ્ઞાસા એ ઝુલા ની ખાલી બાજુ તરફ આંગળી કરી.
"તમારું જ ઘર છે; તમારે પરમિશન ન લેવાની હોય, બેસો ને!" રયાન એ હળવું સ્મિત કર્યું.
જીજ્ઞાસા રયાન થી મર્યાદિત અંતરે ઝુલા પર બેઠી.
"તમે આધ્વીકા વિશે વિચારી રહ્યા છો? હું જાણું છું આ તમારી અંગત બાબત છે, પણ છતાંય હું પુછવા માંગું છું. આધ્વીકા અને રયાન એકબીજાને પ્રેમ કરે છે, આ હકીકત જાણ્યા પછી પણ તમે ઇચ્છો છો કે આધ્વીકા તમારી સાથે રહે?" જીજ્ઞાસા એ સીધું જ પુછી લીધું.

"જાણું છું કે મારી આધી હવે મારી નથી, એ મને પ્રેમ નથી કરતી, એ મારી સાથે ખુશ નઈ રહી શકે, છતાંય મન નથી માનતું. દિલ એટલી હિમ્મત ભેગી નથી કરી શકતું કે હું આધ્વીકા વગર ની દુનિયાની કલ્પના પણ કરું. પણ મારે મજબૂત બનવું પડશે, આધ્વીકા ની ખુશી માટે મારે મન ને મનાવવુ જ પડશે." રયાન નો અવાજ ટુટી રહ્યો હતો.
જીજ્ઞાસા એ તેનો હાથ રયાનના ધ્રુજતા હાથ પર મુક્યો, રયાન એ સહાનુભૂતિની લાગણીઓ સમજી જીજ્ઞાસા સામે જોઈ સ્મિત કર્યું અને ત્યાથી ઊઠીને તેના રૂમ તરફ ગયો.

"પ્રેમ જ્યારે પંક્તિઓમાં વંચાય ત્યારે કેટલો અદભૂત અને સુંદર લાગે છે નઈ? પણ હકીકતમાં પ્રેમ ને લખવા નો પ્રયત્ન કરતાં શાહી ઢોળાઈ ને જીદંગીના પાના, તેના પર પહેલેથી લખેલી લાગણીઓ, સુખ, સપનાં અને જીદંગી બધું જ વેરણછેરણ કરી નાખે છે." જીજ્ઞાસા તેનાથી દૂર દૂર જઈ રહેલા રયાનની પીઠ તરફ ક્યાંય સુધી તાકી રહી.

ક્રમશઃ


બીજા રસપ્રદ વિકલ્પો