Featured Books
શ્રેણી
શેયર કરો

કામવાસના “ Lust ”લોકોમાં જોવા મળતી ખોટી માન્યતાઓ ને ગેરસમજ......

( D – 25 January 2021 ) ( Time – 11:16 A.M. )

કામવાસના “ Lust ”
લોકોમાં જોવા મળતી ખોટી માન્યતાઓ ને ગેરસમજ......
નમસ્તે ,
આજે આપણે આ લેખમાં એક તદન નવા જ મુદા ઉપર વાત કરવાના છે. આજના આ લેખનો ચર્ચાનો મુર્દો છે “કામવાસના” . હાલના આપણા સમાજ્મા આજે આ બાબત પર ઘણી ગેરસમજ નજરે ચઢે છે. આપણા સમાજ્મા કામવાસના ને ખરાબ નજરે જોવામાં આવે છે.જેનું મુખ્ય કારણ છે કે આપણે હાલ “ ભણેલા ગણેલા અભણ છિએ” . આજે આપણે આપણા બાળકો સાથે મુકત મને કોઇ વાત તેને સમજાવી શકતા નથી.
આજ્ના આ “કામવાસના” ના ચર્ચાના મુર્દામા આજે આપણે સમાજ્મા અને લોકોમા જોવા મળતી ગેરસમજ અને ગેરમાન્યતાની વાતો કરીશું.
આજે આપણા સમાજમા કામવાસના એક ચર્ચા વિષય નથી.આપણા સમાજ્મા એવુ મનાય છે કે જાહેરપણે કામવાસના વિષે વાતો કરવી અશ્લીલ-ખરાબ ગણાય છે. આજે લોકો ને સમાજમા કામવાસના અને કામુકતાને લગતી કેટલીક વાતોની ચર્ચાથી દુર રહે છે જેથી આપણા સમાજમા કામવાસના અને કામુકતા વિષે ગેરસમજમા દિવસે દિવસે વધારો થઇ રહ્યો છે.જે અંગે થોડો મુદાઓ ની આજે આપણે ચર્ચાઓ કરીશું.

૦૧) >> ખોટી માન્યતા : સ્ત્રીઓ કરતા પુરુષોમા કામવાસનાની ઇચ્છા પ્રબળ હોય છે.
>> સાચી વાત : ખરેખર તો સ્ત્રી-પુરુષમા કામવાસનાની ઇચ્છાઓ સમાન સરખી હોય છે.

૦૨)>>ખોટી માન્યતા : કામવાસનાના સંતોષ માટે પતિ-પત્નીને એક જ સમયે કામઉતેજ્ના થવી જોઇએ.
>>સાચી વાત : એ જરુરિ નથી કે બન્ને પતિ પત્નીને સંભોગ કરતી વખતે એક જ સમયે કામઉતેજના થવી જોઇએ.

૦૩)>> ખોટી માન્યતા : સ્ત્રીઓનુ લૈંગિક જીવન તેની રજોનિવૃતિની સાથે પુરૂ થઇ જાય છે.
>>સાચી વાત : રજોનિવૃતિથી સ્ત્રીઓની પ્રજનની જિંદગી પુરી થાય છે પણ તેની કામવાસના નહીં.

૦૪)>> ખોટી માન્યતા : ભાવનાત્મક સ્વપ્નનો ફકત પુરુષો અનુભવે છે.
>> સાચી વાત : રાતની કામોતેજ્ના અથવા ભાવનાત્મક સ્વપ્નાઓ સ્ત્રીઓમા પણ અનુભવે છે.

૦૫)>> ખોટી માન્યતા : વારંવાર હસ્તમૈથુન કરવાથી શિશુ સંકોચાય છે.
>> સાચી વાત : પુરુષોએ છુટથી – મુકતથી હસ્તમૈથુન કરવાથી તેનુ શિશુ સંકોચાતુ નથી.

૦૬)>> ખોટી માન્યતા : હસ્તમૈથુન નબળા મનવાળાઓને ભાંગી નાખે છે.
>> સાચી વાત : હસ્તમૈથુન એક સામાન્ય શારિરીક પ્રવૃતિ છે. ઘણા બધા લોકો તેનુ આચરણ કરે છે અને કોઇ અસામાન્ય વર્તણુક નથી કરતુ અથવા નબળામનવાળાઓને ભાંગી નાખે છે.

૦૭)>> ખોટી માન્યતા : જો પુરુષો હસ્તમૈથુન કરેશે તો તેમના વિર્યની સ્થિર માત્રા ઘટી જશે.
>> સાચી વાત : વિર્યની કોઇ સ્થિરમાત્રા નથી તરુણવસ્થાથી મ્રુત્યુ સુધી વિર્ય બનતુ જ રહેશે જયા સુધી ફકત જો અંડકોષ સ્વસ્થ – નિરોગી હશે .
૦૮)>> ખોટી માન્યતા : એક ટીપુ વિર્યનુ ૪૦ ટીપા લોહીના જેટલા છે.
>> સાચી વાત : આ વાત સાચી નથી . વિર્ય અંડાશય , પુરુષબીજ ઝીણીથેલી અને પુરસ્થગ્રંથીમાથી બને છે નહીં કે સીધા લોહીમાથી.

૦૯)>> ખોટી માન્યતા : તમારૂ શિશુ મોટુ થશે જો તમે અલગ – વિશિષ્ટ પ્રકારનો ખોરાક લેશો અને મુકત કસરત કરશો.
>> સાચી વાત : જે તમારા શરીરના બીજા ભાગો માટે સારૂ છે તે જ તમારા લૈંગિક ઇન્દ્રિઓ માટે પણ સારૂ છે.

૧૦) >> ખોટી માન્યતા : યુવાનોને શારિરીક સંબંધોનુ શિક્ષણ અનિસ્ચિત સોબત તરફ દોરી જાય છે.
>> સાચી વાત : આજ્ના યુવાનોને શારિરીક્સંબંધ ને લૈંગિક અને લૈંગિક વર્તુણક વિષે શિક્ષણ આપવાથી તેઓ નિરોગી રહે છે અને સકારાત્મક ને હકારાત્મક દ્રષ્ટિકોણ લૈંગિક્તા તરફ વિકસિત કરે છે.

૧૧)>> ખોટી માન્યતા : જાતીય સંબંધથી ઉત્પન્ન થતા દર્દના રોગો જો તમે દુષ્કર્મ કરતા હોય તો શરૂ થાય છે .
>> સાચી વાત : “ ના ” જાતિય સંબંધથી ઉત્પન્ન થતા દર્દના રોગો અથવા ચેપ , એક ચેપથી થતો રોગ છે. જે એક ચેપી પરાવલંબી ઇંદ્રિયોવાળી સજીવ રચનામાથી બને છે. આ લૈંગિક સંચારિત રોગનો ચેપ છે.

૧૨)>> ખોટી માન્યતા : જાતીય સંબંધથી થતુ દર્દનો રોગ મટે છે. જયારે માણસ એક અક્ષતા સ્ત્રી સાથે સંભોગ કરે .
>> સાચી વાત : આ વાત એકદમ ખોટી છે . સાચુ કહિએ તો એક રોગી વ્યક્તિ અક્ષતા સ્ત્રીની સાથે સંભોગ કરે તો તેનો રોગ તેણીને પણ લાગશે.

૧૩)>> ખોટી માન્યતા : ફકત વિકૃત મોઢેથી સંભોગ કરે છે.
>> સાચી વાત : મૌખિક સંભોગનો એક સામાન્ય પ્રકાર છે. જે બંને સાથીદારો જ્યા સુધી તેમને કરવામા રસ હશે ત્યા સુધી કરશે અને તેઓ ચેપથી મુકત હોય તો .

૧૪)>> ખોટી માન્યતા : જો સ્ત્રી ગર્ભ ન ધારણ કરી શકે તો તે સ્ત્રી નથી .
>> સાચી વાત : ગર્ભ ધારણ કરવાની આવડત સ્ત્રીના સ્ત્રીત્વ હોવાનુ નિર્ણય નથી કરતું.

૧૫)>> ખોટી માન્યતા : સ્ત્રીઓ સંભોગ દરમ્યાન તેના શરીરમાથી પાણી બહાર કાઢે છે.
>> સાચી વાત : સ્ત્રીઓ સંભોગ દરમ્યાન તેના શરીરમાથી પાણી બહાર નથી કાઢતી.

૧૬)>> ખોટી માન્યતા : પુરૂષ નસબંધી કરવાથી તે નપુંસક બની જાય છે .
>> સાચી વાત : વંધીકરણ ( નસબંધી પુરૂષોમા અને Tubectomy સ્ત્રીઓમા ) તેમની કામવાસનાની ઇચ્છાને ઓછી નથી કરતી . સાચી વાત તો એ છે કે તેને ગર્ભવતી થવાનો ડર દુર રહે છે જેને લીધે તેની કામવાસનાની ઇચ્છા વધારશે.
આ ઉપરોકત બાબતો સિવાય પણ આપણા સમાજમા ઘણી ખોટી માન્યતાઓ જોવા મળે છે. તેવી જ વધુ એક વાત મહાભારત ના નાના એક પ્રસંગ દ્રારા સમજીએ . “ સંભોગ દરમિયાન સૌથી વધારે સુખ-આનંદ કોને મળે છે સ્ત્રી કે પછી પુરૂષને ?
આ બાબત થોડી અલગ ને વધારે પડતી અટપટી છે કે સંભોગના સમયે પુરૂષ અને સ્ત્રી માંથી સૌથી વધારે કોણ આનંદ પ્રાપ્ત કરે છે ? આ વાતના જવાબ માટે આપણે આપણુ મહાકાવ્ય મહાભારતમાં પણ તેનો ઉલ્લેખ જોવા મળે છે. મહાભારતમા આ અટપટા પ્રશ્ન માટે એક સરળ ને સચોટ જવાબ આપવામા આવ્યો છે તો ચાલો આજે આપણે સમજીએ કે સંભોગમા સૌથી વધારે આનંદની અનુભૂતિ કોણ પ્રાપ્ત કરે છે.
મહાભારતનો એક પ્રસંગ છે જેમા ધર્મરાજ યુધિષ્ઠિરે ભીષ્મ પિતામહ પાસે ગયા અને પુછયૂં કે “ હે પિતામહ તમે મારી એક સમસ્યાને દુર કરી આપશો . શું તમે તેનો સાચો જવાબ આપશો કે પુરૂષ અને સ્ત્રી બન્ને માથી સંભોગન સમયે સૌથી વધારે આનંદ-સુખ કોણ મળેવી શકે છે .?
ત્યારે ભીષ્મ પિતામહ બોલ્યા કે “ હુ તને આ બાબત સાથે જોડાયેલ એક પ્રસંગ સંભળાવુ જેમા તારા પ્રશ્નોના જવાબ રહેલો છે.”
ઘણા સમય પહેલાની આ વાત છે. રૂપસ્વરા નામનો મહાન રાજા હતો તે ખુબ ન્યાયપ્રિય ને યશસ્વી રાજા હતો . પરંતુ તેને કોઇ સંતાન ન હતું એક સમયે સંતાનની પ્રાપ્તિ માટે રાજાએ એક અનુષ્ઠાન કર્યુ જેનુ નામ હતુ અગ્નિઅનુષઠાન તે હવનમા માત્ર અગ્નિદેવનો જ આદરભાવ કરવામા આવ્યો તેથી દેવરાજ ઇન્દ્ર ખુબ જ ગુસ્સે થયા ઇન્દ્ર પોતાના ગુસ્સાને ઠલવા માટે તક શોધતા હતા કેમ કે જો રાજા રૂપસ્વરા થી કોઇ ભુલ થાય તો ઇન્દ્ર તેને દંડ આપી શકે પરંતુ રાજા રૂપસ્વરા એટલો સારો રાજા હતો કે ઇન્દ્ર્ને કોઇ મોકો જ મળ્તો ન હતો એટલા માટે ઇન્દ્ર્નો ગુસ્સો હવે દિવસે દિવસે વધુ ઉગ્રર બનતો જતો હતો.
એક દિવસ રાજા જંગલમા શિકાર કરવા માટે નીકળ્યો . ઇન્દ્રએ પણ વિચાર્યુ કે આજ સારો સમય છે તેના અપમાનનો બદલો લેવા માટે . પછી દેવરાજ ઇન્દ્રએ રાજાને સંમોહિત કરી દીધો અને રાજા રૂપસ્વરા જંગલમા જ્યા ત્યા ભટકવા લાગ્યા તે સંમોહિત હાલતમા તે પોતાની બધી જ સુધબુધ ભુલી ગયા . ન તો તેને દિશાઓની સમજ રહિ અને ન તો તેને પોતાના સૈનિકો દેખાતા હતા ભુખ ને તરસે તેને એટલો બધો વ્યાકુળ કરી નાખ્યો તે કઇ યાદ ના રહ્યુ તે ભાન ભુલી ગયો તે રખડતા રખડતા અચાનક તેને એક નદી દેખાઇ પરંતુ તે કોઇ ચમત્કારી દરિયા જેવી દેખાતી હતી રાજા તે નદી તરફ આગળ વધ્યો અને પછી તેણે પહેલા પોતાના ધોડાને પાણી પીવડાવ્યું ત્યાર બાદ પોતે પણ તે પાણી પીધું રાજા જેવો નદીમા ગયો અને પાણી પીધુ ત્યા પાણી બદલી રહ્યુ હતુ અને તે ધીમે ધીમે એક સ્ત્રીમા પરિવર્તન થઇ ગયો રાજાને ખુબ જ શરમ આવી અને ત્યાર પછી રાજા રૂપસ્વરા જોરજોરથી રડવા લાગ્યો તેણે ખબર ન પડી કે આવુ તેની સાથે કેમ થઇ રહ્યુ છે રાજા રૂપસ્વરા વિચારવા લાગ્યો કે હે ઇશ્વર આ અનર્થ પછી હુ કેવી રિતે મારા રાજ્યમા પાછો જાવ !! મેં કરેલા અગ્નિઅનુષઠાન થી મને ૧૦૦ પુત્ર ની પ્રાપ્તિ થઇ છે તેને હવે હુ કેમ મળીશ મારી રાણી મારી રાહ કરી રહી હશે તેને હુ કેમ મળીશ મારા પુરૂષત્વની સાથે સાથે મારૂ રાજ્પાટ બધુ જ ચાલ્યુ જશે મારી પ્રજાનુ શું થશે ???
આમ રાજા રડતા રડતા સ્ત્રીના રૂપમા રાજ્યમા પાછા ફરયા જયારે રાજા રાજ્યમા પહોંચ્યા ત્યારે બધા લોકો આસ્ચર્ય મા પડિ ગયા પછી રાજાએ એક સભા બોલાવી અને તેની રાણી , મંત્રીઓ અને પુત્રોને કહ્યુ કે “ હવે હુ રાજ્પાટ સંભાળવાને લાયક નથી તમે બધા લોકો સુખેથી અહિયા રહો હુ હવે જંગલમા મારૂ બાકી જીવન પસાર કરીશ આવુ કહીને રાજા જંગલ તરફ પ્રસ્થાન કરવા લાગ્યા જંગલમા જઇને તે એક સ્ત્રીના રૂપમા ઋષિના આશ્રમ મા રહેવા લાગી હવે તે માત્ર એક સ્ત્રી હતી ત્યા રહેતા રહેતા ત્યા તેણે ઘણા બધા પુત્રોને જન્મ આપ્યો પછી તે પોતાના પુત્રોને પોતાના જુના રાજ્યમા લઇને ગઇ ત્યા જઇ ને તેણે ત્યા રહેતા તેના બધા પુત્રોને મળ્યા અને કહ્યુ કે જેમ તમે મારા પુત્રો છો તેમ આ પણ તમારા ભાઇઓ છે એટલે તમે બધા સાથે રહો ત્યાર બાદ બધા જ પુત્રો એક સાથે રહેવા લાગ્યા. આમ બધાને ખુશ થઇને જીવનવ્યતીત કરતા જોઇને દેવરાજ ઇન્દ્ર હવે વધારે ગુસ્સે થયા તેનામા બદલાની ભાવના ફરી જન્મી ઇન્દ્રને એવુ લાગ્યુ કે રાજાને સ્ત્રીમા બદલીને મે તેની સાથે ખરાબની જગ્યાએ સારૂ કરી આપ્યુ એવુ કહીને દેવરાજ ઇન્દ્રએ એક બ્રાહ્મણ નો વેશ ધારણ કર્યો પછી પહોચી ગયા રાજા રૂપસ્વરાના રાજ્યમા ત્યા જ ઇ ને બધા જ રાજકુમારોના કાન ભરવાનુ શરૂ કરી દીધુ ઇ ન્દ્રના ભડકાવવાના કારણે બધા જ ભાઇઓ અંદરો અંદર લડવા લાગ્યા અને એક બીજાને મારી નાખ્યા.
જયારે રાજા રૂપસ્વરા ને આ વાતની ખબર પડી ત્યારે તે ખુબ જ દુ:ખી થયા બ્રાહ્મણના વેશમા દેવરાજ ઇ ન્દ્ર રાજાની પાસે પહોંચ્યા રાજાને પુછ્યુ કે કેમ તમે આમ વિલાપ કરી રહ્યા છો પછી રાજા રૂપસ્વરા એ રડતા રડતા પુરી વાત ઇ ન્દ્રને કહી ત્યાર બાદ ઇ ન્દ્ર પોતાના સાચા રૂપમા આવ્યા અને રાજાને તેની ભૂલ વિશે જણાવ્યુ “ કે તે માત્ર અગ્નિને પૂજ્યા અને મારો તે અનાદર કર્યો એટલા માટે મે તારી સાથે આ ખેલ રચ્યો “ આ સાંભળતાની સાથે જ રાજા રૂપસ્વરા એ દેવરાજ ઇ ન્દ્રના પગમા પડી ગયો અને અજાણતા થ ઇ ગયેલા અપરાધ માટે તેણે ઇ ન્દ્ર પાસે માફી માગી રાજાની આવી દયનીય દશા જોઇને ઇ ન્દ્રને દયા આવી દેવરાજ ઇ ન્દ્ર એ રાજાને માફ્ કરતા પોતાના પુત્રોને જીવંત કરવાનુ વરદાન આપ્યુ ને ઇન્દ્ર બોલ્યા “ હે નારી રૂપ રાજા તુ તારા પુત્રો માથી કોઇ એક પુત્રને જીવંત કરી લે.” ત્યારે રાજાએ કહ્યુ કે એવુ હોય તો પ્રભુ મે નારી રૂપે જે સંતાનનો ને જન્મ આપ્યો તે સંતાનોને જીવીત કરી આપો.
દેવરાજ ઇ ન્દ્ર પણ હેરાન થ ઇ ને રાજાને સવાલ પુછ્યો રાજાએ જવાબ આપ્યો , “ હે દેવરાજ ઇ ન્દ્ર એક સ્ત્રીનો પ્રેમ એક પુરૂષના પ્રેમથી ખુબ જ વધારે હોય છે એટલા માટે હુ મારી કોખમા જન્મેલા સંતાનોનુ જીવનદાન માંગું છું.”
ભિષ્મ પિતામહ આ વાતને આગળ વધારતા કહુ કે “ ઇ ન્દ્ર આ બધુ સાંભળીને ખુસ થ ઇ ગયા અને તેણે રાજાના બધા જ સંતાનનોને જીવંત કરી આપ્યા ત્યાર બાદ ઇ ન્દ્ર એ ફરી વાર રાજાને પુરૂષ રૂપ આપવાની વાત કરી અને કહયુ કે “ હું તારાથી ખુબ ખુશ છુ હુ તને ફરી વાર રાજા બનાવવા માગુ છુ “ પરતુ ત્યારે રાજાએ સાફ ના કહી દીધી સ્ત્રી રૂપી રાજા રૂપસ્વરા બોલ્યા “ હે દેવરાજ ઇ ન્દ્ર હુ સ્ત્રી રૂપમા જ ખુશ છુ ને સ્ત્રી રૂપમા જ રહેવા માગુ છુ “ આ સાંભળીને ઇ ન્દ્ર ઉત્સુક થ ઇ ગયા અને પુછી લીધુ કે આવુ શા માટે રાજન ??? તમે ફરી વાર રાજા બનીને તમારૂ પોતાનો રાજ્પાટ નથી સંભાળ્વા માગ્તા ???” ત્યારે રાજા રૂપસ્વરા બોલ્યા “ કેમ કે સંભોગના સમયે સ્ત્રીને પુરૂષ કરતા ખુબ જ વધારે આનંદ-સુખ પ્રાપ્ત થાય છે એટ્લા માટે હુ સ્ત્રી જ રહેવા માગુ છુ “ ઇ ન્દ્ર એ તથાસ્તુ કહ્યુ ને ત્યાથી જતા રહ્યા. ત્યાર પછી પિતામહ બોલ્યા કે “ હે ધર્મરાજ યુધિષ્ઠિર આ વાત ઉપરથી સ્પષ્ટ થાય છે કે સ્ત્રીને સંભોગના સમયે પુરૂષ કરતા ખુબ જ વધારે આનંદ સુખ મળે છે .
આ પ્રંસગ વાત ઉપરથી સ્પષ્ટ જણાય છે કે પુરૂષ કરતા સ્ત્રીને પૌરાણિક સમયથી જ સંભાગમા – કામવાસવા મા વધારે આનંદ – સુખ મળે છે.
આમ ઉપરોકત બાબતો પરથી એ સ્પષ્ટ થાય છે કે આપણે આ બાબતો અંગે આપણે અને આપણા સંતાનોને સજાગ કરવા જોઇએ ને મુકત ને શરમ – સંકોચ વગર વાત ને ચર્ચા કરવી જોઇએ જેથી આપણા સંતાનો તેમજ યુવાકો – યુવતીઓ ખોટા રસ્તે દોરાઇ ના જાય .
>>> આપ સર્વે ને ઉપરોકત વાતો પસંદ પડશે એવી આશા .... આપના પ્રતિભાવ અચુક જણાવશો .....ફરી પાછા મળશુ આવા જ કોઇ નવા મુદા ને વાતો સાથે ......ધન્યવાદ ..... આભાર ....<<<
“ રાધે રાધે ” “ જય શ્રી કૃષ્ણ ”