Anero Rangke. Lal no .. books and stories free download online pdf in Gujarati

અનેરો રંગકે.લાલ નો..

આજના યુગ માં દારૂ નો ક્રેઝ એટલો બધો વધી ગયો છે કે એક ફેશન બની ગઈ છે.આજ કાલ લોકો ન પીતા હોય તેવા લોકો ને સોસાયટી માં અલગ દ્રષ્ટિ થી જોતા થયા છે.ત્યારે આ એક લોકો ની સામે સત્યઘટના નજર સમક્ષ મુકવાની વાત કરતા...

વિશ્વ ના અનેક મહાન જાદુગરોમાં કે.લાલની ગણના અલગ રીતે કરવા માં આવે છે. આ શ્રેષ્ઠ જાદુગરે દેશ- વિદેશો માં 22 હજાર થી વધુ જાદુનાં શો કર્યા હતા. તેમનું મૂળ નામ કાંતિલાલ ગિરધારીલાલ વોરા જે જૈન વણિક સમાજ ના હતા એમનો જન્મ 1924 માં ગુજરાત રાજ્ય ના બગસરા માં થયો હતો .તેમના જીવન માં અનેક ઉતાર ચડાવ આવ્યા હતા.એમની જાદુ ની કલામાં અમુક એવા ખેલ હતા કે જેમાં ઘણી વખત વિરોધ થતો કારણકે તેઓ જીવીત વ્યક્તિ ને આબે હુબ કટર થી કાપી નાખી ને તે વ્યક્તિ ને ફરીથી જીવિત બતાવતા.તેઓ જે પણ શહેર માં શો કરતા ત્યાં ની ટીકીટો હમેશા એડવાન્સ બુક થઈ જતી તેમનો જાદુજોનારા લોકો નો એક વિશાળ વર્ગ ઉભો થયો હતો. આ મહાન જાદુગર 62 વર્ષ ની વયે 23 સપ્ટેંબરે 2012 ના રોજ આ દુનિયા થી વિદાય લીધી હતી.પણ તેઓ ના નિયમો અને જાદુહી કલા ની લોકો આજ પણ ચર્ચા કરતા હોય છે. એવીજ એકવાત લોકો સમક્ષ મુક્તા ફિલ્મી દુનિયા ના બેતાજ બાદશાહ રાજકપુર એ કે.લાલ ના મિત્ર હતા.

કે.લાલ ના માનમાં મહાનગર મુંબઈ માં રાજકપુર એ એક મોટી કોકટેલ પાર્ટી રાખી હતી. આ પાર્ટી માં ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ ના દિગજ કલાકારો વચ્ચે આ પાર્ટી નું રંગ જામ્યો હતો

કે.લાલતો દારૂ પીતા નહીં. એટલે દુનિયા ના શ્રેષ્ઠ સો મેન રાજકપુરે તેમને આગ્રહ ન કર્યો અને પોતે મિત્રો સાથે પીવાનું શરૂ કર્યું.

ત્યારે રાજ કપૂર ના એક ખાસ મિત્રે એ કહ્યું કે આ આખી પાર્ટી કે.લાલના માનમાં છે અને એ પોતે જ ન પીએ એ કઈ રીતે ચાલે.

રાજ કપૂરને આ વાત ગળે ઉતરતા એ સીધા કે.લાલ પાસે જઈ ને કહ્યું કે આ પાર્ટી તમારા માન માં ખાસ આપી છે.અને જે તમેજ આનો રંગ ન જમાવો તો કેમ ચાલે પીવું તો પડશે.... કે.લાલ પોતાની વાત ઉપર એકદમ મક્કમ હોઈ કહ્યું કે કપૂર સાહેબ આ ગુજરાતી મરી જાસે તો પણ મદિરા પાન નહિ કરે...

આવાત પાસે ઉભેલા શમ્મી કપૂર ને નગમતા એ સીધા કે.લાલ ને પકડીને બળજબરી કરીને જમીન પર સુવાડી દીધો અને કે.લાલ ઉપર ચઢી બેઠા. પછી ખુલ્લી બોટલ લઈને અને કહે: લાલસાહબ, એક ઘૂંટ તો ભાઈ કે માન મેં આપકો પીના હી પડેગા પણ કે.લાલ ના વિરોધ થી ન પીવડાવી શક્યા..

આ જેઇ રાજ આગળ આવ્યા અને કે.લાલ ને કહ્યું ભાઈ તું મેરા માન રખને કે લિયે એક બુંદ થમ સપ મેં મિલાકે તોલે.. મેરાભી રૂતબા સબકે સાંમને બના રહે.. જીદ મત કર..

પણ કે.લાલ ટ્સનામસ ન થયા અને એક ટીપું પણ પીવા તૈયાર ન થયા..
આ દરમીયાન છેલ્લો દાવ રાજ કપૂરે રમ્યો અને કહ્યું કે
આપ કો પાપાજી (પૃથ્વીરાજ કપૂર) કી કસમ. કે.લાલાએ કહ્યું: મૈંને ભી સાત પીઢી કી કસમ ખાઈ હૈ કિ શરાબ કભી નહીં પીઉંગા.

આ સાંભળીને રાજ કપૂરે તરતજ કે.લાલ ને ભેટી પડ્યા શરાબના નશામાં પણ રાજકપુર માં એટલી સમજ અને ખાનદાની હતી કે કોઈની કસમ ન તોડાવવી જોઈએ.

આ જાદુગર નું મક્કમતા અને ગુરૂ આશીસ સામે દુનિયા ના શ્રેષ્ઠ કલાકાર એવા શો મેન આર.કે પણ નમી પડ્યા અને આ નઝારા ના સાક્ષી સમગ્ર ફિલ્મ જગત ના લોકો તે દિવસે બન્યા..
શબ્દ સંકલન
અજય ખત્રી

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED