Featured Books
  • ખજાનો - 37

    ( આપણે પાછળના ભાગમાં જોયું કે સાપોની કોટડીમાં ઝહેરીલા સાપ હો...

  • ફરે તે ફરફરે - 20

    ફરે તે ફરફરે - ૨૦   આજે અમેરિકાના ઘરોની વાત માંડવી છે.....

  • નાયિકાદેવી - ભાગ 27

    ૨૭ ગંગ ડાભી ને વિદ્યાધર ગંગ ડાભીને આંખે જોયેલી માહિતી આ માણસ...

  • મુઠ્ઠી ભાર દેડકા

      अद्वेष्टा सर्वभूतानां मैत्र: करुण एव च । निर्ममो निरहङ्कार...

  • ભાગવત રહસ્ય - 69

    ભાગવત રહસ્ય-૬૯   અર્જુન શ્રીકૃષ્ણના અનંત ઉપકારોને યાદ કરી ને...

શ્રેણી
શેયર કરો

મારી શિક્ષણ યાત્રાની બે દાયકા ની સફર - ભાગ ૧૪

ભવાઈ અને પ્રદર્શન દ્વારા સમાજ જાગૃતિ આહવાન.

"હવે તો સમાજને જગાડવો જ છે!" એવા ઉત્સાહમાં અમારા ધોરણ નવના બાળ સામાજિક કાર્યકર ,વિવિધ સામાજિક સમસ્યાઓ પર જાગૃતિનું કાર્ય કરી રહ્યા હતા, ત્યારે આગળના પ્રકરણમાં જણાવ્યું તેમ ઉત્સાહમાં વધારો કરે તેવા બીજા ૨ સૂચન ટ્રસ્ટી શ્રી પૂજ્ય દાદાજીએ એ કરેલ...તે તરફ આગળ વધ્યા : "આ સામાજિક જાગૃતિ અભિયાન નું નાટક સ્વરૂપ તૈયાર કરો અને તે શેરી નાટક સ્વરૂપે શહેરના જુદા જુદા ભાગોમાં રજૂ કરો.અને બીજું સામાજિક જાગૃતિ અભિયાન નું પ્રદર્શન તૈયાર કરવું.
આતો બાળકોમાં વધુ ગુણ ખીલવવાની વાત થઈ ગઈ. બાળકોને એક વખત જે કાર્ય કરવું હોય તે તેઓ કોઈપણ રીતે કરીને રહે છે તે તેમણે સિદ્ધ કર્યું. ફટાફટ બાળકો તૈયાર થયા, અમુક બાળકો એ સ્ક્રિપ્ટ લખી આકાશવાણી ભુજ પરથી નાટક રજુ કર્યું. જેની ઉલ્લેખનીય નોંધ સમાજમાં લેવાઈ.જેની વાત અગાઉના પ્રકરણોમાં કરી.
હવે બાકીના બીજા પગલા તરફ આગળ વધ્યા.કરેલ સામાજિક જાગૃતિના દરેક અભિયાનની પૂરી વિગત એક રજીસ્ટર માં નોંધી, એક સર્વેક્ષણ તૈયાર થયું હતું તેના મોટા પોસ્ટર તૈયાર કર્યા..પ્રદર્શનની મોટા પાયે એક જૂથ એ તૈયારી શરૂ કરી...
તો બીજા જૂથે ભવાઈ નાટકની આખી સ્ક્રિપ્ટ તૈયાર કરી.. મારી મદદ તો જરૂર રહી જ.. અને સંગીત વૃંદ તો હંમેશા તૈયાર જ હોય. સંગીત શિક્ષકોની મદદથી વચ્ચે વચ્ચે સરસ મજાના નાના નાના જોડકણાં બનાવી ઉમેર્યા.. એ પણ કેવા આ સામાજિક જાગૃતિને અનુરૂપ..!!આ ભવાઈ નાટક માટે મોટા ધોરણની નાટકમાં કાબીલ એવી દીકરીઓ રંગલો અને રંગલી નું પાત્ર ભજવવા તૈયાર થઈ. પરિણામે ભવાઈ અતિ ઉત્તમ સ્વરૂપ તૈયાર થયું. જે શેરી નાટક સ્વરૂપે શહેરના વિવિધ ભાગોમાં રજૂ કર્યું. ઈલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયા સ્થળ ઉપર રૂબરૂ આવીશ તેની નોંધ લીધી અને પ્રચાર પ્રસાર કરતા શાળા પરિવાર ને તથા દીકરીઓના આ અનોખા
"માતૃછાયા સામાજિક જાગૃતિ અભિયાન" ને ખૂબ વધાવ્યું.

"આહા અમે ભણવા વાળા,
ઓહો અમે ભણવા વાળા,
અભણ ને આંધળા નહીં થઈએ,
ઠોઠનિશાળીયા નહિ થઈએ,
આ હા અમે જાગવા વાળા..
સૌને જગાડવા વાળા".
સમાજને એક અનોખો સંદેશો આપવા ભવાઈ નાટક ની બાળ કલાકારો અને બાળ સામાજિક કાર્યકરોની ટોળકી ભુજના વિવિધ વિસ્તારોમાં ફરી વળી.
શાળામાં પ્રદર્શનની મોટાભાગની ગોઠવણી બાળકોના પોતાના આઈડિયા મુજબ સુંદર રીતે થઇ ગઈ... શાળાના પ્રાથમિક વિભાગના બાળકો પણ આ સામાજિક જાગૃતિ અભિયાનમાં જોડાયા, તેમણે પણ દરેક સમસ્યા પર ઉકેલ સાથે સુંદર મજાના પોસ્ટર તૈયાર કરી, પ્રદર્શન ગોઠવ્યું. જિલ્લા શિક્ષણ માધ્યમિક અને પ્રાથમિક શિક્ષણ અધિકારીઓ સાથે શાળાનું સમગ્ર ટ્રસ્ટી મંડળ અમારા નાનકડા સામાજિક કાર્યકરોની સાંભળવા અને પ્રોત્સાહિત કરવા હાજર રહ્યા. હજુ સુધી ક્યારે પણ આવું અનોખુ પ્રદર્શન દરેક કેળવણીકાર અને શિક્ષણ પ્રેમીઓ એ જોયું ન હોવાનું કબુલ કર્યું. તો વાલીઓ પણ હાજર રહી અને પોતાના બાળકના આંતરિક ગુણો અને વધુ સારી રીતે ઓળખી શક્યાનો રાજીપો વ્યક્ત કર્યો.
આ પ્રદર્શનની મને ગમતી સૌથી અગત્યની વાત હવે રજુ કરું છું... અહીં દરેકે પોતાના જૂથમાં પોતાની ક્ષમતા પ્રમાણે રજૂઆત કરવા સ્વયં નક્કી કર્યું,કે કોણ કઈ રજૂઆત કરશે... એટલે કે કોણ રજીસ્ટર બતાવશે,કોણ વિગત બોલીને રજૂ કરશે.,કોણ સરસ ચિત્રો દ્વારા રજૂઆત કરશે, કોણ આકર્ષક રીતે ગોઠવશે..બધું જ જાતે નક્કી કર્યું..... મારું કાર્ય તો માત્ર (બાળકોની અભિવ્યક્તિ ખીલી તે જોઈ)ખુશ થવાનું અને જરૂર પડ્યે સૂચન નું j હતું..!! પોતાની વિગત રજીસ્ટર અને પોસ્ટર સાથે સુંદર રજૂઆત કરી, જેના પરિણામે બાળકોમાં ચિત્ર, કલા,વક્તવ્ય, નેતૃત્વ સ્વયં શિસ્ત અને અભિવ્યક્તિના ગુણો પણ વિકસ્યા... જે આ સામાજિક જાગૃતિ અભિયાન ના સૌથી મોટા આડઅસર ના લાભ હતા!!! આટલા વર્ષો પછી પણ આજે પણ એ દીકરીઓએ તો કોલેજ પૂરી કરી પોતપોતાના ક્ષેત્રમાં આગળ વધી ગઈ,પણ તેમણે તૈયાર કરેલા તમામ રજીસ્ટર અને પોસ્ટર્સ શાળામાં એક કબાટમાં સાચવેલા દસ્તાવેજ સ્વરૂપે રાખ્યા છે. અને દર વર્ષે એન.એસ.એસ માં ગામડાઓમાં કેમ્પ કરતી વખતે તેનો ઉપયોગ હવેની પેઢી ની દીકરીઓ કરીને તેમાંથી પ્રેરણા મેળવી રહી છે.અને દર વર્ષે આવા નવા પ્રોજેક્ટ પણ એમાં ઉમેરતી રહે છે. એટલે કે પાંચ વર્ષ પહેલા લગાવેલી સામાજિક જાગૃતિ અભિયાન ની ધૂન પ્રગટેલી જ રહી છે અને દર વર્ષે વધુ જાગૃતિ તરફ આગળ વધે છે... તે આ પ્રોજેક્ટની સૌથી અગત્યની વાત કહી શકાય.