My 20years journey as Role of an Educator - 1 books and stories free download online pdf in Gujarati

મારી શિક્ષણ યાત્રાની બે દાયકા ની સફર - ભાગ 1


શિક્ષણ યાત્રાની બે દાયકાની સફરનીસફર...ભાગ ૧

કુદરતના કાવતરાને કોઈ સમજી નથી શકતું અને એ તો માનવું જ પડે કે આપણા પ્લાન કરતા એમના પ્લાન બેટર જ હોય છે જે સ્વાનુભવ છે.એ વાતમાં મને દ્રઢતા અપાવનાર જિંદગીના અનેક ચડાવ ઉતારમાંથી પસાર થતા આમ જોવા જઈએ તો મારી આ ૩જી જિંદગી છે.એક જન્મ માં ૨ વખત મોતને હાથતાળી આપી પાછી આવી ત્યારે બહુ નજીકથી મોતને જોયા પછી ખબર પડી કે જિંદગી શું છે....!!૨૦૦૧ માં ભૂકંપમાં શારીરિક,આર્થિક,માનસિક દરેક રીતે ખલાસ થઇ ગયેલ...રેકીના ૩ સ્ટેપ ખુબ ઝડપથી પાર કરી રેકી માસ્ટર બની,ઘરે રેકી સેન્ટર શરુ કરી હજારો લોકોને કુદરતી શક્તિ દ્વારા સ્વયં શુદ્ધ થઇ, કુદરત તરફ વાળવાનો યથાયોગ્ય પ્રયત્ન કર્યો.હજી કૈક ખૂટતું હોય એવું લાગ્યું..જેની ખોજમાં હતી એ માટે વિપશયના તરફ વળી.એમાં પણ એક ખતરનાક વળાંક આવ્યો પણ કદાચ આવા નાના મોટા ભૂકંપમાં સમતા કેળવવા માટે જ એ પહેલા વિપસ્યના મળી ગયું હતું. પોઝીટીવ રહેવાના વારસામાં મળેલ કે જન્મજાતગુણ ને આધારે પોતાની જાત સંભાળી,એકલા ઝીંદગી સામે લડતા અને આવી પડતા ચડાવ ઉતારને સ્વીકારતા અને તેમાંથી હસતા મો એ બહાર આવી,જીવતા શીખવાનું શરુ કર્યુ, ૨૦૧૫માં ફરી એક વખત કર્મના બંધન ઉભર્યા અને ફરી એક વખત મોતના દ્વારે ખડી કરી દીધી.હકારાત્મકતા અને કુદરત પરના અતુટ વિશ્વાસને સહારે મોતને બીજી વાર હાથ તાલી આપી,નવી જિંદગીની શરૂઆત કરી એ વિચારથી કે હજુ કુદરત કૈક એવા કર્મો કરાવવા ઈચ્છે છે જે કદાચ હું સમજી શકી નથી....જે સમજવાની મને કુદરત શક્તિ આપે અથવા એવા વ્યક્તિની જીવનમાં મુલાકાત કરાવે...રોજ રાતે સુતી વખતે અને સવારે ઉઠીને મારી જાત કુદરતના હવાલે કરી આપું....કહેવાય છે કે પહેલાના જમાનમાં રેડીઓ અને ટીવીના રીસીવર ફેરવી ફ્રિકવન્સી સેટ કરવામાં આવતી...જ્યાં ફ્રિકવન્સી મળે ત્યા જ સિગ્નલ મળે અને સેટ થવાય.એમ સારા અને હકારાત્મકતા ધરાવતા અનેક લોકો સાથે મળી અનેક કુદરતના કામો કરતી ગઈ..કદાચ એ જ કુદરત પ્રત્યેની અતુટ શ્રદ્ધા...અને આત્મવિશ્વાસથી આજના આ સમાજમાં “અંગદનો પગ” બની ઉભી રહી શકી છું.બીજી ઝીંદગી મળ્યા પછી અનેક સ્વપ્નો સાકાર થાય એવી એક પછી એક હારમાળા કુદરતે સર્જી અને મારા આશ્ચર્ય વચે અનેક એવોર્ડ્સ અને અન્ય અનેક કર્મો થયા.પણ...હજી કૈક ખોજ ચાલુ હતી.સંતોષ હતો જ પણ જીવન એક ખોજ અને એ પૂરી કરવાની તથા પ્રભુના પયગંબર એવા બાળકો પ્રત્યેનો પ્રેમ માટે હજી કૈક વધુ કરવું હતું.

કચ્છની એક શાળામાં કે જે સમગ્ર ગુજરાતની શ્રેષ્ઠ શાળા છે તેમાં જ અભ્યાસ પૂર્ણ કરી બી.એસ.સી.બી.એડ.કરી એ જ શાળાનું ઋણ ઉતારવાની તક મળી, છેલ્લા ૨૦ થી વધુ વર્ષોથી માધ્યમિક વિભાગમાં ગણિત વિજ્ઞાન શિક્ષિકા તરીકે ફરજ બજાવતા શિક્ષણાભિમુખ સાથે મુલ્યલક્ષી અને ચારિત્ર્યઘડતરના અનેક અવનવા પ્રયોગો કર્યા. બાળકોનો અખૂટ પ્રેમ મળ્યો...અનેક સંશોધનો અને પ્રયોગો દ્વારા બાળકની ક્ષમતાને વધુમાં વધુ ઓળખી,તેનામાં રહેલી અખૂટ શક્તિને બહાર લાવવાનો પ્રયાસ કરતી રહું છું.જે દ્વારા રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાએ અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી તો એ જ દ્વારા સ્વયંમાં રહેલ શક્તિને પણ ઓળખીને વ્યક્તિગત પણ ખુબ વિકસી.અનેક સામાજિક સંસ્થાઓ સાથે જોડાઈ નિષ્ઠાપૂર્વક સામાજિક ઋણ અદા કરતા કરતા શૈક્ષણિક અને સામાજિક ક્ષેત્રે અનેક એવોર્ડ અને સિદ્ધી સન્માન પ્રાપ્ત કાર્ય પછી પણ જીવનમાં કૈક ખૂટતું હોય આવું લાગતું.

ટુકમાં કહું તોરાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ વિદ્યાગુરુ (સંદીપની એવોર્ડ,સંત શ્રી પૂજ્ય રમેશભાઈ ઓઝાના હસ્તે)થી શરુ થયેલી યાત્રા શ્રેષ્ઠ ગણિત શિક્ષક(ઓલ ઇન્ડિયા રામાનુજ મેથ્સ ક્લબ)બાદ ગુજરાત રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક (૨૦૧૬)દ્વારા યશ કલગીમાં એક પીછું વધુ ઉમેરાયું. તો સામાજિક ક્ષેત્રે નારી શૌર્ય શક્તિ(કચ્છ ભગવતી મંડળ), ડોટર ઓફ ગુજરાત (સ્વયંસિદ્ધા ફાઉન્ડેશન,અમદાવાદ)વગેરેજેવા અનેક સન્માન મેળવ્યા.રાષ્ટ્રીય કક્ષાએ વ્યક્તિગત અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી તૈયાર કરેલ અનેક સંશોધનોએ ખુબ નામના આપી. સંત શ્રી મોરારીબાપુના સાન્નિધ્યમાં શિક્ષણ પર્વની તક મળતા શિક્ષક તરીકે અને માનવ તરીકેનું કર્મ વધુ સ્પષ્ટ થયું.કચ્છ કેળવણી મંચ અને હાલ ગુજરાત કેળવણી પરિષદનું એક કેન્દ્ર કચ્છમાં ખુલતા ત્યાં પણ કોર કમિટીમાં સ્થાન મળ્યું ત્યારે રોટરી અને જાયન્ટ્સજેવી ઇન્ટરનેશનલ સંસ્થામાં મંત્રી તરીકે સુપેરે કાર્ય કરી શિક્ષક અને માનવ તરીકે વધુ ખીલી.

કેળવણી દ્વારા શિક્ષણ કે શિક્ષણ દ્વારા કેળવણી આપવાના પ્રયાસોમાં બદલતા જતા સામાજિક અને શૈક્ષણિક પ્રણાલીએ આજના બાળકને ખુબ મૂંઝારામાં મુક્યું છે તો એના થી વધુ માતા પિતાની પોતાના સંતાનો પ્રત્યેની વધુ પડતી અપેક્ષા કે પોતાના અધૂરા સ્વપ્નોનો ભાર બિચારા કુમળા જીવના નાનકડા ખભા પર ઠાલવતા એ પોટલાને જીરવવું અઘરું થઇ જતા આજના બાળકનું બચપણ,કિશોરોની અલ્લડતા,યુવાનોની યુવાની કદાચ ખોવાઈ ગઈ છે.જૂની પેઢી કરતા અનેક ગણી ક્ષમતા ધરાવતી આજની પેઢી છે એ નિ:સંકોચ પણે કબૂલવું પડે અને એ સીક્કાની બીજી બાજુ એટલી જ કડવી વાસ્તવિકતા છે કે એમની પાસે આપણા કરતા અનેકગણી શક્તિ અને સામર્થ્ય હોવા છતાં દિશા નથી,માર્ગ નથી,મંઝીલ નથી....સ્વયં જાગૃતિ નથી કે મારે ક્યાં જવું છે એ ખબર જ નથી..વિદ્યાર્થી અને તેના સંતાનો તથા સમાજ એ બે પડ વચે પીસાઈ રહેલો સહુ થી મોટો સમૂહ શિક્ષકોનો છે.શિક્ષણ દ્વારા જ કેળવણી આપી શકાય અને કેળવણી દ્વારા જ શિક્ષિત કરી શકાય એવા આપણા ઋષિમુનીઓએ અનુભવસિદ્ધ આપેલ જ્ઞાન ની તો ધજ્જી ઉડાડી દીધી છે અને એટલે સુધી કે શિક્ષણ અને કેળવણી બે અલગ પાસામાં વિચારવા લાગ્યા છે.શિક્ષણ એટલે માત્ર ગોખાણીયા જ્ઞાન દ્વારા માત્ર મેરીટમાં ઉભા રહી શકે એવા અધધ ટકાવારીવાળા સર્ટીફીકેટ અને મેડલોનો ઢગલો જે ક્યારે પણ અનુભવ ક વ્યવહારમાં અનુપયોગી હોય એવો માત્ર અને માત્ર જ્ઞાનનો પર્વત કે જેના પર બેસી વિદ્યાર્થી પોતાની કહેવાતી સફળતાની ઝંડી લહેરાવે પણ એ પર્વત પર કોઈ તોફાન આવે તો અણી સમયે લડવાની કે ટકી રહેવાની કોઈ આવડત એની પાસે ન હોય!!! અહો આશ્ચર્યમ તો ત્યારે કહી શકાય કે એ તદન હમ્બગ કહી શકાય એવી વાતને આજના અમુક શિક્ષકો પણ સામર્થ્ય આપે.ત્યારે મારા જેવા ફરજનિષ્ઠ અને મુલ્યલક્ષી કેળવણીના સમર્થકોને ભારે સહન કરવું પડે છે...વાલી અને શાળાના મેનેજમેન્ટ સહીત સહુ કોઈની વર્ષભરની દોડમાં માત્ર અને માત્ર લક્ષ્ય તરીકે ટકાવારી જ હોય છે.મારા મતે તો આજનું બાળક એટલું હોશિયાર છે કે તેને શાળામાં બેસી પુસ્તકો ખોલી ભણવાની જરૂર નથી હોતી.ગુગલ મારાજના જમાનામાં એ જ્ઞાન તો ગમે ત્યાંથી અને ખુબ મેળવી લેશે.આજના જમાનામાં શાળાના ટાઇમ ટેબલમાં હવે ગણિત,વિજ્ઞાન,સામાજિક વિજ્ઞાન, અંગ્રેજી જેવા વિષયોને બદલે ઈમાનદારી,પ્રમાણિકતા,પ્રેમ,કરુણા,સેવા,સમર્પણ,સાધના જેવા વિષયોને સ્થાન આપવાની તાતી જરૂરિયાત છ.કદાચ આ વાત પાગલપણ જેવી લાગે પણ એ કડવી વાસ્તવિકતા છે.ઋષિમુનીઓને ત્યાં રહી અભ્યાસ કરતા બાળકોના માતાપિતાને તેમના સંતાનોના ગુરુઓમાં પૂરો વિશ્વાસ હતો.આખો અભ્યાસ પૂર્ણ કરે ત્યાં સુધી કદી કઈ પૂછતાં નહિ.ભલે એ ઘરકામ કરાવે,જંગલમાં મોકલે કે આકરી સજા કરે...જયારે આજના વાલી પોતાના સંતાનોની હરકતોને જાણવા છતાં શિક્ષકો,શાળા અને સંસ્થા સામે સરકારે આપેલ કહેવાતું અમોઘ શસ્ત્ર આર.ટી.આઈ.હાથવગું જ રાખે છે.મુલ્ય કે નિષ્ઠા,પ્રમાણિકતાની વાતો કરતો શિક્ષક વિદ્યાર્થી અને વાલી સહીત શાળામાં ‘વેદિયો’તરીકે પ્રચલિત થઇ, અપ્રિય થઇ જાય છે.ત્યારે આજે રીમીક્શના જમાનામાં વિદ્યાર્થીને જુની વાર્તાઓ નવા સ્વરૂપે કહેવી પડે છે.પાણીના પ્યાલામાં કકરા નાખી,સખત મહેનત કરી, પાણી ઉપર લાવી,પીનાર કાગડાની વાર્તા કહેનાર શિક્ષકને મુર્ખ સમજે અને strow વડે પાણી પીવડાવી,કે ચકી લાવી ચોખાનો દાણો અને ચકો લાવ્યો મગનો દાણો ને બદલે ચકી લાવી મેગી અને ચકો લાવ્યા પાસ્તા...ના ફાસ્ટ ફૂડના જમાનાના વિદ્યાર્થીને પણ સમજવા આપણે ફાસ્ટ બનવું પડશે.

વિદ્યાર્થીઓ અને શિક્ષકો ખુબ મુંજાયેલા છે એવા સમયે હું તો ખાસ અટવાયેલી હતી કે શું કરવું હવે? શિક્ષણકાર્યને જ હમેશ પૂજા માનતી અને બાળકોને જ દેવ માનતી ત્યારે પૂજા અને મૂર્તિ બેય હલબલી જવાની તૈયારી વખતે બરાબર વડોદરાથી આવેલ પ્રતીકભાઈને મળવાનું થયું.સંજીવભાઈની ઓએસીસ મુવમેન્ટ વિષે સાંભળ્યું.બસ....ફરી એક વખત જાણે કે કુદરતે હાથ ઝાલ્યો..મૂંઝવણમાંથી બહાર નીકળવાનો રસ્તો મળી ગયો..એક્ષામ કી એસી કી તેસીથી શરુ થયેલી ચળવળ દ્વારા બાળકને અલગ રીતે મળવાનો,સાંભળવાનો અને એમની દ્રષ્ટિને સમજવાનો મોકો મળ્યો.પ્રથમ તો એ ખાસ જાણવા મળ્યું કે દરેક બાળક પરીક્ષાના તનાવ માં નથી પણ માતા પિતાના પરિણામલક્ષી પરીક્ષાના દબાવ અને તનાવમાં છે.શાળાના ચડસાચડસીની ગળાકાપ હરીફાઈથી ત્રસ્ત છે.શિક્ષણ પદ્ધતિથી બહુ કંટાળેલું છે,ભયભીત છે અને ચોક્કસ માર્ગદર્શન કદાચ સમય પર ન મળવાને કારણે પડી ભાંગે છે,હતાશ થાય છે અને ડીપ્રેસનમાં બહુ જલ્દી સારી જાય છે.એટલી હદે કે એ ક્યારેક આત્મહત્યા જેવા મહાગંભીર અનીછ્નીય નિર્ણય તરફ ધકેલાઈ જાય છે એ સ્વયં જાણતો નથી.એક વિષયમાં ઓછી રુચીને કારણે એનું નબળું પરિણામ ન સ્વીકારતા વાલીને તેનો બીજા વિષયનું મજબુત પાસું નથી દેખાતું.પરિણામે બાળકનું બેય બગડે છે.જે વાત મારા મનમાં હતી એ જ સેસન સ્વરૂપે શરુ કરતા ખુબ જ મજા પડી કે ચાલો મારો માર્ગ મોકળો થયો.ગમતાનો ગુલાલ કરવાની પહેલેથી જ આદત અને એમાં પણ અ વાત તો એટલી હૃદયે સ્પર્શી ગઈ કે જ્યાં જાઉં અને જેને મળું ત્યાં એક જ વાત....બાળક હોય કે વાલી હોય કે શિક્ષક હોય....બધાને બધા જ પ્રસંગોમાં એ પ્રસંગને માણવાનું ભૂલી આ રંગમાં રંગાઈ ગઈ...પ્રતિકભાઈએ કહ્યું કે ટીમ તૈયાર કરવી છે...જોત જોતામાં ૭૦થી વધુ જેટલા મિત્રો માત્ર કચ્છના જ નહિ પણ સમગ્ર ગુજરાતમાંથી એમાં જોડી દીધા.ફોનથી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આ નવેસરથી ચારિત્ર્ય નિર્માણના અભિયાનમાં સહભાગી થયાનો આનંદ છે.

જિંદગીના ચડાવ ઉતારની જેમ અહી પણ અનેક કડવા મીઠા અનુભવો થયા.પ્રથમ ફેસીલીટેટર તરીકે વિદ્યાર્થીપક્ષના અનુભવોની વાત કરું તો...મોટા ભાગના બાળકોનું કહેવું એમ હતું કે.....

૧) શિક્ષણ પ્રણાલી બદલાય-આખું વર્ષ કરેલ મહેનતને માત્ર ૩ કલાકમાં ઠાલવી,તે આધારે અમારું મૂલ્યાંકન થાય એ સદંતર ખોટી છે.

૨)બાળકની ક્ષમતાને અનુરૂપ ભારણ નાખવું કા તો એની ક્ષમતા ચકાસી પછી એ મુજબ પરીક્ષા લેવી.

૩)એ જ મુજબ વિષયમાં રસ અને રૂચી જાણ્યા બાદ એ મુજબ પરીક્ષા લેવી.

૪)સરખામણીની નીતિ છોડી દેવાય ઘરમાં કે શાળામાં.

૫)કેટલાક બાળકોએ તો એટલે સુધી કહ્યું કે પ્રણાલી બદલી જ ન શકાય તો પદ્ધતી બદલો-ઓપન બુક એક્ષામ લો!!!

૬)માતા પિતાની અપેક્ષા પૂર્ણ કરવા ચોરી કરીને પણ સારા ગુણ મેળવવાના પ્રયત્નો કરીએ છીએ કે જે આખરે અપ્રમાણિકતા અને ચોરી,જુઠું બોલવું જેવી બાબતોને ઉતેજન આપે છે.

૭)અમારા નહિ માતા પિતાના સેસન લો.

૮)માતા પિતાને કહો કે અમને ભૌતિક સુખ સુવિધા કરતા તેમના સમયની અને અમને સાંભળવાની જરૂર છે.

ટુકમાં એક્ષામ એટલે ટેન્સન એવું સામે આવ્યું.પણ એ ડર વિદ્યાર્થીનો સ્વયંનો નથી,અન્યનો છે.જે ટેન્સન આગળ વધતા ડીપ્રેશનમાં પરિણમી,ક્યારેક આત્મહત્યા જેવા મહાગંભીર પરિણામો તરફ ધકેલાઈને મહામુલી માનવ ઝીંદગી ખતમ કરવા તરફ વળે છે. જ્યાં ક્યાંક વિભક્ત કુટુંબ પ્રણાલી પણ કારણભૂત છે એમ હું વ્યક્તિગત કે દ્રઢપણે માનું છું. સમસ્યા સામે લડવું,તાકી રહેવું કે હસતા હસતા આગળ વધવું,નિષ્ઠા,પ્રમાણિકતા,સત્ય જેવા પાયાના મુલ્યો રમતા રમતા,વાત વાતમાં શીખવતા વડીલો આજે દરેક ઘરમાં સાથે નથી.એકનું એક કે બે સંતાન અને તે પણ માત્ર માતાપિતા સાથે રહેતું હોવાથી આ બાબત ચોક્કસપણે લાગુ પડે.માતા પિતા બેય નોકરી કરતા હોય તો જરૂરથી બાળકને સમય નથી આપી શકતા, સારા નરસાનું સત્ય સમજાવનાર વ્યક્તિ અને પરિસ્થિતિનો અભાવ એ આજની ઘણી સમસ્યાઓનું મૂળ કારણ કહી શકાય.એકલો પડી ગયેલ બાળક હાથવગા સાધનો મોબ.,ટીવી,ઈન્ટરનેટનો સહારો લેશે પણ ત્યારે એને ખ્યાલ નથી સરા નરસાનું પાસું..પરિણામે સ્વાભાવિકપણે જનતા કે અજાણતા એવી બદીઓ કે કુટેવોમાં ફસાય છે કે સ્વયં જાણતો હોવા અને ઈચ્છતો હોવા છતાં તેમાંથી બહાર આવી શકતો નથી. આવા સમયે ઓએસીસની આ ચળવળે ઘણા શિક્ષકો અને બાળકોના જીવનમાં સમજણનો એક નવો ઉજાસ ફેલાવ્યો છે.ઘણા સારા અનુભવો અને બાળકો સાથેની વ્યક્તિગત વાતો હવે પછીના પત્રમાં રજુ કરું છું.


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED