શિક્ષણની જ્યોત જગાવવા સાથે સેવાના ભેખધારી બનેલા બાળ સામાજિક કાર્યકર અતિ ઉત્સાહમાં આવીને સમજી,વિવિધ સામાજિક સમસ્યાઓ પર જાગૃતિનું કાર્ય કરી રહ્યા હતા, ત્યારે તેમની ઉત્સાહમાં વધારો કરે તેવા ૩ સૂચન ટ્રસ્ટી શ્રી પૂજ્ય દાદાજીએ એ કર્યું : ૧)"આ સામાજિક જાગૃતિ અભિયાન નું નાટક સ્વરૂપ તૈયાર કરો અને તે શેરી નાટક સ્વરૂપે શહેરના જુદા જુદા ભાગોમાં રજૂ કરો.....
૨) એ નાટક આકાશવાણી ભુજ પરથી રજૂ કરવું
૩) સામાજિક જાગૃતિ અભિયાન નું પ્રદર્શન તૈયાર કરવું.
આતો બાળકોમાં વધુ ગુણ ખીલવવાની વાત થઈ ગઈ. પ્રશ્ન એ હતો કે નાટક માટે સ્ક્રિપ્ટ કોણ લખે ?પાત્ર કોણ તૈયાર કરે ?અને કઇ રીતે ને ક્યારે સમય કાઢવો??? ઘણા બધા પ્રશ્નો હતા! પણ બાળકોના ઉત્સાહ સામે દરેકના સરળ જવાબ મળી રહ્યા. બાળકોને એક વખત જે કાર્ય કરવું હોય તે તેઓ કોઈપણ રીતે કરીને રહે છે તે તેમણે સિદ્ધ કર્યું. ફટાફટ બાળકો તૈયાર થયા, અમુક બાળકો એ સ્ક્રિપ્ટ લખવાની શરુઆત કરી દીધી, કરેલ સામાજિક જાગૃતિના દરેક અભિયાનની પૂરી વિગત એક રજીસ્ટર માં નોંધી, એક સર્વેક્ષણ તૈયાર થયું જે આધારે નાટકની આખી સ્ક્રિપ્ટ તૈયાર થઈ. મારી મદદ તો જરૂર રહી જ.. અને સંગીત વૃંદ તો હંમેશા તૈયાર જ હોય. સંગીત શિક્ષકોની મદદથી વચ્ચે વચ્ચે સરસ મજાના નાના નાના જોડકણાં બનાવી ઉમેર્યા.. એ પણ કેવા આ સામાજિક જાગૃતિને અનુરૂપ..!!આ નાટક અહી રજૂ કરું છું...
"માતૃછાયા સામાજિક જાગૃતિ અભિયાન"
"આહા અમે ભણવા વાળા ઓહો અમે ભણવા વાળા
અભણ ને આંધળા નહીં થઈએ ઠોઠનિશાળીયા નહિ થઈએ આ હા અમે જાગવા વાળા સૌને જગાડવા વાળા".
બેન : " નમસ્કાર..માતૃછાયા કન્યા વિદ્યાલય ભુજ ની બાળાઓ કૃષા, ધૈર્યાં, રિદ્ધિ, દેવાંશી, રિયા, પ્રિયંકા ગ્રીશા,રીતુ, કિંજલ સાથે હું જાગૃતિ વકીલ અને સંગીત વૃંદ શ્યામ, અબ્દુલભાઈ, જીગરભાઈ આપને અને સમાજને એક અનોખો સંદેશો આપવા આવ્યા છીએ.
Chorus : "પાણી બચાવો ઉર્જા જમીન વૃક્ષો બેટી સંસ્કૃતિ માતૃભાષા ગ્રાહકો બચાવો બચાવો બચાવો"
Dhairya: "આ શું છે ?બચાવો બચાવો ચારેબાજુથી પોકાર સંભળાય છે? આ કોણ બુમો પાડી રહ્યુ છે ?શું બચાવવા નું છે?
કૃષા : "આ તો આપણી પૃથ્વી માતા નો અવાજ છે. ચારે બાજુથી સંકટમાં ધેરાયેલી પૃથ્વી માતા અને ભારત માતા સાદ કરે છે. ચાલ ચાલ સાંભળીયે શું કહે છે..."
કોરસ : "જબલા,રાસાયણિક ખાતર, ફાસ્ટફૂડ, જંકફૂડ, વ્યસન, નુકસાનકારક દવાઓ,મોબાઈલ અને ઈન્ટરનેટ નો દુરુપયોગ હટાવો...."
ધૈયૉ : " અરે આ તો કંઈ હટાવો હટાવો ની વાત થઈ રહી છે ચાલો મિત્રો આપણે જાગૃતીબેન ને મળી ને પૂછીએ શું બચાવવાનું છે અને શું હટાવવાનું છે અને શું અપનાવવાનું છે?
કોરસ: "ચાલો ચાલો બેન નમસ્તે
બેન : "નમસ્તે.ઓહો શું વાત છે? આજે આ રજાના દિવસે આખી ટોળકી મારા ઘરે?કઈ સમસ્યા તો નથી આવી પડે ને?
ગ્રીશા: "બેન આ બધા કહે છે ચારે
બાજુથી બચાવો અને હટાવોની બૂમો સંભળાય છે..તો હે બેન શું થયું છે, કાંઈ પ્રલય તો નથી આવી ગયો ને?
બેન:"અરે હા, સમજી ગઈ આ તો આપણી ભારત માતા અને પૃથ્વી માતાનો આર્તનાદ છે. જે તમને સંભળાઈ ગયું તમે તો ખુબ સરસ વાત લઇ આવ્યા. ચાલો તમને એના વિશે થોડું સમજાવું.હમણાં થોડા દિવસ પહેલાં જ આપણા શાળાના ટ્રસ્ટી અને બંને વિભાગના આચાર્ય સાથે મળી આ જ બાબતે ચર્ચા કરી હતી. વધતી જતી સમસ્યા ની સાથે ભારતને પૃથ્વી ના તમામ દેશો અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. પાણી, ઉર્જા, જમીન, વૃક્ષોને બચાવવાના છે. રાસાયણિક ખાતર, ફાસ્ટ ફૂડ, વ્યસન વગેરેને હટાવવાના છે. જેને દૂર કરવા આપણે કટિબદ્ધ થવું જરૂરી છે. સામાજિક જાગૃતિ અભિયાન સ્વરૂપે આપણે આ કાર્ય કરી લોકોને જગાડવાના છે તો તમે આ કામ કરશો?"
કોરસ: "હા હા જરૂર કરીશું બેન શું કરવાનું છે?"
કોરસ: "પર્યાવરણ પર્યાવરણ આ છે આપણુ પર્યાવરણ,
જળ જમીન ને વાયુ વૃક્ષો છે એના આભૂષણ,
બની દૈત્ય સમ આપણે સહુ કરીએ ધરા નો સંહાર,
જાણો બંધુઓ મારા બનશે જીવન અંધકાર,
સહું વાવો એક વૃક્ષ કરો તેનું જતન,
સુંદર આ વિચાર પર સહુ કરો મનન,
જળ બચાવો, ધરા બચાવો, પ્લાસ્ટિક નો ઉપયોગ ઘટાડો, વસુંધરાને સ્વર્ગ બનાવી, સર્વ દુઃખ મટાડો...
પર્યાવરણ પર્યાવરણ....."
( વર્ગમાં ચર્ચા..... )
બેન : " ચાલો મિત્રો હવે સાંભળીએ ,
આ બાળા ઓએ કેવું કામ ઉપાડયું છે?"
રિદ્ધિ: "બેનઅમે 105 જણે 19 જૂથ બનાવી અલગ-અલગ વિષયો પર અભિયાનો હાથ ધર્યા છે."
બેન : " અરે વાહ આ તો બહુ જ સરસ કહેવાય અને પ્રિયંકા તમે અંદરો અંદર ચર્ચા કરી રહ્યા છો, જરા મને પણ કહો ને...
રિયા : " બેન અમે 250 વિદ્યાર્થીઓએ ૧૯૦ જેટલા પ્રોજેક્ટ હાથ ધર્યા છે.
પ્રિયંકા :"બેન અમે કુલ ૨૫ જેટલા જુદા જુદા વિષય પર સામાજિક જાગૃતિ અભિયાન હાથ ધર્યું છે."
બેન : "અરે વાહ આ તો બહુ સરસ કહેવાય!"
ગ્રિશા : "ને બેન અમને જોઇને બીજી 250 વિદ્યાર્થીઓ પણ ૧૨૫ જેટલા ગ્રુપ બનાવી ૩૦ જેટલા વિવિધ વિષયો પર પ્રોજેક્ટ હાથ ધરી રહી છે.."
કિંજલ: "બેન એમણે તો આ બધા વિષય ઉપરાંત રક્તદાન, અનાથ બાળકોને ભણાવવા, કુપોષિત બાળકોને પોષણયુક્ત આહાર નું વિતરણ જેવા વિશિષ્ટ પ્રોજેક્ટ પણ આવરી લીધા છે."
બેન:"વાહ ,ધન્યવાદ,ને આ ગ્રિષા શું લખવા ને ગણવામાં પડી ગઈ છે? જરા કહો તો ખરા તમે શું કર્યું છે?
Dhairya : એક સામયિકમાં લખ્યું હતું કે "બાપુના આદર્શ ભારતમાં ભ્રષ્ટાચાર નો કોઈ ઉપાય નથી, નિષ્ઠાવાન નેતા ઓ વિના ભ્રષ્ટાચાર મુક્ત ભારત નહિ થાય."
ગ્રીશા: "હા, ભ્રષ્ટાચાર એ એક વિશ્વવ્યાપી સમસ્યા છે. આ રોગ સર્વત્ર જોવા મળે છે જેણે લોકશાહી નિર્બળ બનાવી છે."
Dhairya: "પણ ગ્રીશા ભ્રષ્ટાચાર છે શું?"
ગ્રિશા : "જો કોઈ પણ સત્તાધીશો દ્વારા તેની સત્તા નો લાભ મેળવવા સત્તાનો દુરુપયોગ કરવો તો તેને ભ્રષ્ટાચાર કહેવાય.શિક્ષણ અને માહિતીનો અભાવ એ પણ તેનું એક કારણ છે. હમણાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ દેશની જગાડવાનું કાર્ય અન્ના હજારે જી દ્વારા થઈ રહ્યું છે, તો તેની પ્રેરણા લઈને અમે બે ગ્રુપ એ આશરે ૩૫ થી ૪૦ ઘરોમાં આ વિગત સમજાવી હતી.
બેન :"વાહ, ભ્રષ્ટાચાર મુક્ત ભારત થાય તો જ તેનો વિકાસ થાય. અને દેવાંશી મોબાઇલ વિશે તમે શું કહેતા હતા?
દેવાંશી :"સિક્કાની જેમ બે પાસા હોય તેમ મોબાઇલના પણ બે પાસા છે: સદ ઉપયોગ અને દુરુપયોગ. જો કોઈ માહિતી મેળવવી હોય તો તાત્કાલિક મળી શકે છે એનો સદુપયોગ છે અને મુશ્કેલીમાં ફસાયા હોઈએ તે સમય પણ તે ઉપયોગી છે. પણ એક સર્વે મુજબ ૧૬ થી ૧૮ વર્ષના 85 ટકા વિદ્યાર્થીઓ મોબાઈલ ધરાવે છે, આ 66 ટકા વિદ્યાર્થીઓ શાળાએ ફોન લઈ જાય છે.વાલીઓ એવું કહે છે કે અમને ડિસ્ટર્બ ન કરે અને મોબાઈલ માં બીઝી રહે તે માટે મોબાઈલ અપાવ્યો છે!! 50% વાલી કહે છે કે સંતાનો સાથે સંપર્ક જળવાઇ રહે તે માટે મોબાઈલ જરૂરી છે, તો ૬૦ ટકા વાલી કહે છે કે શાળામાં મોબાઈલ વાપરવા પર પ્રતિબંધ હોવો જોઈએ. જો કે 23% વાલી કહે છે કે કિશોરોને મોબાઈલ આપવા જોઈએ. મોબાઇલ ઉપયોગ અને દુરુપયોગ વિશે સમજાવવા માટે અને છથી સાત ગ્રુપ 25થી 30 ઘરમાં જઈને સમજાવ્યું હતું."
Dhairya :"હા, દેવાંશી તારી વાત સાચી છે. અને તે ઊર્જા બચાવો વિશે જે કર્યું તે જરા બેન ને જણાવતો.."
દેવાંશી: " ઉર્જા એ આપણા રોજિંદા જીવનમાં ખૂબ જ ઉપયોગી છે. ઉર્જા બચાવીશું તો તે આપણને બચાવશે.આપણે ઊર્જાનો બેફામ ઉપયોગ કરીએ છીએ તેથી પૃથ્વી પર સંકટ આવી પડયું છે અને આપણે ઘણા બધા વૃક્ષો કાપીએ છીએ તે પણ આપણને નુકસાન કારક છે.
બેન :"અરે વાહ તમે તો બહુ સરસ વિચારો છો."
chorus:
સૌ વાવો એક વૃક્ષ કરો તેનું જતન(૨)
સુંદર આ વિચાર પર સર્વ કરો મન ન(૨)
ગ્રિશા: "વૃક્ષ બચાવો વૃક્ષ બચાવો પરમાત્માએ પ્રાણીમાત્રના કલ્યાણ માટે પૃથ્વીને વૃક્ષો દ્વારા સોળ શણગાર એ મઢી ને હરિયાળી બનાવી, પરંતુ માનવી એ તો વૃક્ષો કાપીને તેની ચીર હરણ કર્યું છે! નીજી સ્વાર્થ માટે વ્રુક્ષોને બસ કાપવાનું શરૂ કરી દીધું છે.વૃક્ષો એ દેવોના પણ દેવ ગણાય છે."
કિંજલ :"આપણા જાગૃતીબે ને તેમના જન્મદિવસે સૌને રોપા ભેટ આપ્યા છે અને શાળામાં અને અન્ય જગ્યાએ આપણે એ વાવ્યા છે.
હા,એની પ્રેરણા લઈને અમે પાંચ થી છ ગ્રુપે ૪૫થી ૫૦ ઘરોમાં આ વાત સમજાવી હતી.
બેન :"અરે વાહ અતિસુંદર અને ક્રિષા તમે ગ્રાહકોની જગાડવાની કંઈ વાત કરતા હતા?
ક્રિશા :"હા બેન રોજબરોજ જાગો ગ્રાહક જાગો ની જાહેરાતો જોતા હોઈએ છીએ અને ગ્રાહકો છેતરાય ન જાય તે માટે તેમને જાગૃત કરવા માહિતી પૂરી પાડી 20 થી 25 ઘરોમાં અમે સમજાવવા ગયા હતા.
બેન :"વાહ અને આ સાક્ષરતા વિશે કોઈ ગ્રુપ બોલતું હતું તો એ શું છે?"
કોરસ :
"ભણો ભણો ભણો ભણો,
ભણોતો થશે લાભ ઘણો,
છાપાં ચોપડી વાંચી ભણો
જીવનનો આનંદ ઘણો."
રીતુ : "બેન, સાક્ષરતા અભિયાન અંતર્ગત અમે 25 જેટલા પ્રૌઢ વ્યક્તિઓને બારાક્ષરી અને સહી કરતા શીખવાડો
કૃષા :" પ્રૌઢ શિક્ષણ પ્રોજેક્ટ હાથ ધર્યો છે. આજના સમયમાં ઘણા અભણ માણસો અંગુઠો લગાવી વ્યવહાર કરતા હોય છે તો તેમની છેતરપિંડીનો ભોગ બનવાની શક્યતા રહે છે અને ગરીબ હોવાને કારણે તેઓ બરબાદ પણ થઇ જતા હોય છે તો ગામડામાં અમે આ પ્રોજેક્ટ હાથ ધર્યો અને વૃદ્ધ લોકો વડીલોને બારાક્ષરી અને સહી કરતા શીખવ્યું.
બેન :"અરે વાહ ખુબ સરસ કામ કર્યું હતું અને રીતુ તમે સજીવ ખેતી વિશે શું કહેતા હતા?"
રીતુ રિયા:
ચાર દિવસની ચાંદની,
આ રસાયણો છે ભ્રાંતિ!
દેખાતું લીલોછમ મોલ,
પણ અંતે તો છે પોલંપોલ,
ભાઈ પોલમ પોલ!"
બેન : "વાહ આ તો બહુ જ સરસ કાર્ય કર્યું"
રીતુ : "સજીવ ખેતી એટલે એવી ખેતી કે જેમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ ન થતો હોય પણ ગૌમૂત્ર, પાન, છાલ નો ઉપયોગ ખાતર તરીકે કરવામાં આવે. આ પ્રોજેક્ટ અંતર્ગત અમે 25 ખેડૂતોને વિવિધ ગામડામાં જઇ અને સમજણ આપી કે સજીવ ખેતીના ઘણા ફાયદા છે જે અપનાવી જોઇએ."
બેન :"ખુબ સરસ અને મિત્રો પાણી બચાવવાની સમસ્યા તો સૌથી મોટી છે એના વિશે કોઈએ કંઈ કર્યું કે નહીં?"
કોરસ :
"એક અનુઠી વાત જહામે,
જાની ફિર ભી અંજાની,
જાન જહાકી જહા બસી હે
વહી ચીઝ હે પાની!"
રિયા":પાણી બચાવો અંતર્ગત અમે 33 પ્રોજેક્ટ હાથ ધર્યા છે, 250 જેટલા ઘરોમાં સમજાવીને લગભગ લાખો લિટર પાણી બચાવ્યું છે."
બેન:"વાહ અને આ ઉપરાંત ઝબલા હટાવવા અને પ્રદૂષણ દૂર કરવું પણ જરૂરી છે હો એ ખ્યાલ છેને?."
કોરસ:
"પાંદડે પાંદડે પુલકિત મન
ડાળીએ ડાળીએ ડોલે રે પવન,
એવા ઉછેરવા મારે લીલા વન (૩)
બેન: "વાહ,અને માતૃભાષા વિશે શું કર્યું ?"
કોરસ:
"અંગ્રેજી(૩)લોકોને ગમે છે અંગ્રેજી (૩)
બચ્ચા ને એમાં ભણાવી ટાઈ બૂટ થી વટ પડાવી
મોટો આદમી પણ બનાવી(૨)
લા..લા..
ગુજરાતી(૩)
આપણી માતૃભાષા ગુજરાતી(૨)
સમજ્યા વગરનું ભણતર,
ગોખેલું ન થાય બહેતર..
આંધળી નકલ(૨)
લા..લા.."
રિયા : હાય કિંજલ, હાવ આર યુ? વોટ આર યુ ડુઈંગ?
કિંજલ : " અરેરે , આપણી માતૃભાષા ગુજરાતી છે, કેવી મીઠી છે એને છોડીને તો અંગ્રેજી શા માટે બોલે છે? તારા જેવા ને સમજાવવા માટે માતૃભાષા બચાવવાનો વિષય હાથ ધર્યો છે. અને સારા કામની શરૂઆત પોતાનાથી જ કરવી એવું બેનએ સમજાવ્યું હતું. એટલે મેં અને મારા મિત્રો જોડે મળીને સંકલ્પ કર્યો છે. જ્યાં સુધી જીવીશું ત્યાં સુધી માતૃભાષાનો જ ઉપયોગ કરીશું. અમે અમારા વિસ્તારમાં ૨૦ જેટલા ઘરોમાં જઈને માતૃભાષામાં શિક્ષણ વિશે સમજણ આપી હતી."
રીતુ:"અરે આ બધી વાતો ચાલતી રહેશે ચાલો ને મને ભૂખ લાગી છે. કંઇક નાસ્તો કરવા જઈએ?
કિંજલ :"અરે હોટલની વાદી અને આપણી બરબાદી,
એ માં મળતું ફાસ્ટ ફૂડ ફાલતુ બનાવે અને જંકફૂડ જંગલી બનાવે.
પ્રિયંકા: એટલે જ મેં આ વર્ષે જ બહારનું n ન ખાવાનું પ્રતિજ્ઞા લીધી છે અને કદાચ એ ખાવાથી ખૂબ નુકસાન થાય છે અમે બે ગ્રુપે આ પ્રોજેક્ટ હાથ ધર્યો છે અને માધાપર અને ભુજના અમુક વિસ્તારોમાં તથા અમુક શાળાઓમાં જઈને "ફાસ્ટ ફૂડ થી બચો"પ્રોજેક્ટ હાથ ધર્યો છે."
Dhairy a :
"દીકરી નથી સાપનો ભારો
એ તો છે તુલસીનો ક્યારો
એ તો છે વહાલનો દરિયો
એને વધાવો હૈયાના હેતથી
અને ઉરના ઉમંગથી."
રીતુ :"આજના જમાનામાં છોકરા ઓ કરતા છોકરી ઓ નું પ્રમાણ ઓછું છે...ભ્રૂણ હત્યા એ પાપ છે.અમારા જૂથે જીઆઇડીસી, ગરીબ વિસ્તારોમાં ૬૦ જેટલા ઘરોમાં એ વિશે વિગત સમજાવી હતી."
બેન :"ખૂબ સરસ કાર્ય."
બેન :"ભારતીય સંસ્કૃતિ અદભુત છે એને બચાવવા માટે કોઈએ કંઈ કર્યું કે નહીં?"
રિદ્ધિ: આપણે ગુરુકુળ જી શાળા સ્વીકારી છે, લોકસંગીત તજી રોક મ્યુઝિક સ્વીકાર્યું છે, માટે છોડી, સ્ટીલના વાસણો સ્વીકાર્યા, ભારતીય સંસ્કૃતિ ત્યજી વિદેશી સંસ્કૃતિ સ્વીકારી.. તેથી અમે સંસ્કૃતિ બચાવો વિષય પર પ્રોજેક્ટ લોકોની સમજાવ્યા છે.
ગ્રીશા: "આરતી આ ઉપરાંત ગરીબોને વૃદ્ધોની અનાથ અને મદદ કરવાનું કાર્ય પણ પરોપકાર જ કહેવાય અને વાંચન એ પણ સૌથી ઉપયોગી..
પ્રીતિ: હા પણ .
થાય જો વાંચન,
દરેક ક્ષણ બની જાય કંચન..
લોકોને તેમના રસના અને ઉપયોગી થાય તેવા પુસ્તકો વાંચવા આપવાનું અમે પ્રોજેક્ટ ઉપાડ્યો છે.
જુવો મિત્રો ન કરો બાળાઓએ કેવું સરસ કામ ઉપાડયું છે? તમને પણ આમાં જોડાવું હોય તો જરૂર જોડાઈ જાવ...આવજો...
કોરસ :
"સાથે રમીએ સાથે ભણીને
સાથે જાગી સાથે જગાવીએ
આહા..અમે ભણવાવાળા
ઓહો અમે ભણવા વાળા.."..
આકાશવાણી ભુજ પરથી બાળકોના કાર્યક્રમમાં પ્રસારિત આ નાટક ખૂબ આવકાર પામ્યું. અને મારી નાની સામાજિક કાર્યકર ટોળકી આનંદમાં ઝૂમી નવું કાર્ય કરવા ફરી વધુ સાહસ સાથે આગળ વધી...