Featured Books
  • નાયિકાદેવી - ભાગ 27

    ૨૭ ગંગ ડાભી ને વિદ્યાધર ગંગ ડાભીને આંખે જોયેલી માહિતી આ માણસ...

  • મુઠ્ઠી ભાર દેડકા

      अद्वेष्टा सर्वभूतानां मैत्र: करुण एव च । निर्ममो निरहङ्कार...

  • ભાગવત રહસ્ય - 69

    ભાગવત રહસ્ય-૬૯   અર્જુન શ્રીકૃષ્ણના અનંત ઉપકારોને યાદ કરી ને...

  • એક ષડયંત્ર.... - ભાગ 91

    (કનિકા ડૉકટરને રિકવેસ્ટ કરે છે કે તે સિયાને હોશમાં લાવે, જેથ...

  • ખજાનો - 36

    " રાજા આ નથી, પણ રાજ્યપ્રદેશ તો આ જ છે ને ? વિચારવા જેવી વાત...

શ્રેણી
શેયર કરો

મારી શિક્ષણ યાત્રાની બે દાયકા ની સફર - ભાગ ૧૫

કુપોષણમુક્ત શાળા
અલ્પ પોષણ અને અતિપોષણ બેયનો સમાવેશ જેમાં થાય છે તે કુપોષણને આજની આરોગ્યની સૌથી મોટી સમસ્યા વિશ્વ આરોગ્ય સંસ્થા એ જણાવી છે.એક સંશોધન મુજબ વિશ્વમાં કુપોષણ ના પ્રત્યક્ષ કે પરોક્ષ પરિણામ તરીકે સરેરાશ દર સેકન્ડે ૧ વ્યક્તિ અને દર કલાકે ૪૦૦૦, દર રોજ ૧,૦૦,૦૦૦ અને દર વર્ષે ૩૬ મિલિયન લોકો મૃત્યુ પામે છે.એટલે કે તમામ મરણ ના માત્ર ૫૮% મરણ તો કુપોષણને કારણે થાય છે એટલે કે દર ૧૨ વ્યક્તિએ ૧ વ્યક્તિ કુપોષણનો શિકાર છે........આ અધધધ..કહી શકાય એવા આકડા હજી આગળ વાચો....દર સેકન્ડે ૧ બાળક, દર કલાકે ૭૦૦ બાળકો, દરરોજ ૧૬૦૦૦ અને દર વર્ષે ૬ મિલિયન બાળકો કુપોષણ ના પ્રત્યક્ષ કે પરોક્ષ કારણોસર મૃત્યુ પામે છે...!!!!!
સંયુક્ત રાષ્ટ્રોની માહિતી મુજબ વિશ્વના અન્ય દેશોની સરખામણીમાં ભારતમાં કુપોષિત લોકોની સંખ્યા સૌથી વધુ છે...ઉપરાંત રાઈટ ટુ ફંડ ના સંયુક્ત રાષ્ટ્રોના ખાસ પ્રતિનિધિ જાન ગીઝ્લારે જણાવ્યું કે ૨૦૦૬ માં૩૬ મિલિયન કરતા વધુ લોકો ભૂખ અને સુક્ષમ તત્વોની ઉણપને કારણે થતા રોગોથી મૃત્યુ પામ્યા હતા.જે કુપોષણનો જ શિકાર છે એમ કહી શકાય.... તો શું ભારતીય નાગરિક તરીકે આપણે જાગૃત થવું જરૂરી નથી લાગતું ???
કુપોષણ માં અલ્પપોષણ અને અતિ પોષણ બેય નો સમાવેશ થાય છે....અર્થાત ગરીબીમાં રહેલ બાળકોમાં જો એમના શરીરની જરૂરિયાત મુજબ યોગ્ય પોષક્દ્રવ્ય યુક્ત આહાર લેતા હોય તો તે કુપોષણ માં નથી આવતા,આનાથી ઉલટું શ્રીમંત પરિવાર ના બાળકો સ્વરુચિ અનુસાર જ આહાર લેતા હોય અને જેમાં પોષણ કઈ જ ન મળતું હોય તો ત્યાં કુપોષણ જરૂર જોવા મળે.!!!!નવાઈ લાગે એવી આ વાત સાવ સાચી છે....ઉપરાંત આજના ફાસ્ટ ફૂડ અને જન્ક્ફૂડના જમાનામાં ચટપટી વાનગીઓ ખાવાની શોખીન આજની પેઢી મેદસ્વિતાનો ભોગ બને છે..જે અતિ પોષણ માં પરિણમતા કુપોષિત લોકોની સંખ્યામાં વધારો થાય છે.....કુપોષણવાળા બાળકો ખરાબ આરોગ્ય અને ઓછી શૈક્ષણિક સિદ્ધિ બીપીથી મોટા થાય છે.
કુપોષણ ને કેમ નિયંત્રિત કરવું એવું વિચારી બેસી રહેવાને બદલે એક શિક્ષક્નો જીવ હોવાને નાતે શાળાના પર્યાવરણમાં તેની શરૂઆત કરવી એવો વિચાર આવતા મે તાત્કાલિક એનો અમલ શરુ કરી દીધો..............
શાળાને બાળકનું બીજું ઘર કહેવાય છે..એટલે કે અહી સંસ્કારની સાથે સાચા અને સારા ઘડતરની અપેક્ષ સમાજ રાખે છે.તો શિક્ષણની સાથે શારીરિક રીતે પણ તંદુરસ્ત નાગરિક સમાજને આપવો એ શાળાની પ્રથમ ફરજ છે....જો કે મોટા ભાગની શાળાઓ આ અંગે જાગૃત થઇ જ છે અને વિદ્યાર્થી શાળામાં નાસ્તો કે ભોજન પોષણયુક્ત જ લાવે એવો આગ્રહ રાખતી થઇ ગઈ છે....એ સારું છે પણ....એક જ સમય શાળા એ ધ્યાન આપી શકે....શાળા સમય બાદ શું ??
બાળક પોતાનો આખા દિવસનો આહાર પોતાના શરીરની જરૂરિયાત મુજબ પોષણ યુક્ત લે છે ખરો? મારા હંમેશના નિયમ મુજબ સંશોધન ને જાગૃતિની શરૂઆત પોતાની શાળા થી જ કરી.....શાળાના ધો. ૯ થી ૧૨ ના તમામ વિદ્યાર્થીનીઓનું વજન, ઉચાઇ કરી તેમનો બી.એમ.આઈ.આક શોધ્યો.મારા વર્ગ ૧૦ અ માં એક જૂથ તૈયાર કર્યું જેમણે જાતે પોતાના વર્ગના તમામ મિત્રોનું સર્વેક્ષણ કર્યું ....અમારી શાળા માં મધ્યમ,ઉચ્ચ મધ્યમ,શ્રીમંત પરિવારના બાળકો આવે છે અને શાળાનો આગ્રહ પણ છે કે પૌષ્ટિક નાસ્તો જ લાવવો,, પેકેટના નાસ્તા તો ન જ લાવવા...વગેરે..છતાં...અહી પણ કુપોષણ જોવા મળ્યું........અલ્પપોષણ અને અતિપોષણ બેય જોવા મળ્યું.
શહેરના અનેક તબીબો નું તથા ડાયેટીશિયનનું માર્ગદર્શન મેળવ્યું....અલ્પ પોષણ અને અતિપોષણ વાળા બાળકોને અને તેના માતાપિતાને વ્યક્તિગત મળી સંભવિત કારણોની ચર્ચા કરી,તે માટે ઉપાયો પણ વિચાર્યા...વ્યક્તિગત માર્ગદર્શન આપી રોજીંદા ખોરાક માં જરૂરી ફેરફાર લાવવા સૂચવ્યું....થોડા સમય બાદ આ કુપોષિત બાળકોનું ફરી બી.એમ.આઈ.તપાસ્યું... આ વર્ષમાં શક્ય તેટલું કુપોષણ મુક્ત શાળા બનાવવાની નેમ સાથે આ કાર્ય આરંભ્યું..આરોગ્ય અને પોષણને એકંદરે શૈક્ષણિક સફળતા સાથે નજીકનો સંબંધ હોવાનું સાબિત થયું છે.સારા પોષણથી જ્ઞાન અને અવકાશી યાદશક્તિ કાર્ય ક્ષમતા બેય પર અસર થાય છે,એક અભ્યાસ મુજબ જેઓના લોહીમાં શર્કરાનું પ્રમાણ ઉચું હોય તેઓએ કેટલાક યાદશક્તિના પરીક્ષણોમાં સારો દેખાવ કર્યો.યોગ્ય પોષણ મેળવેલા બાળકો શાળામાં ઘણું સારું કાર્ય કરી શકે છે એવું એક અભ્યાસમાં જણાયું છે.જયારે એના થી ઉલટું કુપોષિત બાળકો માં ગંભીર નિરાશા,શારીરિક નબળાઈ ,માનસિક વિકૃતિ,સ્ક્રિઝોફેનિયા જેવી તકલીફો જોવા મળે છે...
સંશોધનો દર્શાવે છે કે પોષક તત્વોવાળા આહારની પસંદગીની જાગૃતતા વધારીને અને આરોગ્યપ્રદ ખોરાકની લાંબા ગાળાની ટેવ સ્થાપિત કરવાથી બાળક પર સકારાત્મક અસર પડે છે.જે તેને શૈક્ષણિક માહિતી અને અન્ય ગ્રહણ કરવાની શક્તિમાં સંભવિત વધારો કરી શકે છે........
આ કાર્ય માત્ર પોતાની શાળા પુરતું માર્યાદિત ન રાખતા સમાજ માં પણ જાગૃતિ આવે તે હેતુથી મારી શાળાના બાળકોએ અભિયાન હાથ ધર્યું, પોતાના ઘરના તમામ સભ્યોનું સર્વેક્ષણ કર્યુ. બાદ આસપાસના લોકોનું સર્વેક્ષણ હાથ ધર્યું. પછી એવા વિસ્તારો કે જ્યાં પોષણયુક્ત આહારની જરૂર હતી. ત્યાં બાળાઓએ પોતાના પોકેટમનીમાંથી અને દાતાઓના સહકારથી તે શાળાના નિયામક જૂથે પણ આર્થિક સહકારનો સહયોગ આપવાની ખાતરી આપતા અમને પ્રોત્સાહન આપ્યું.
શિક્ષક્મિત્રો, તમને નથી લાગતું કે આપને સહુ એ આ કાર્ય કરવા જેવું છે?આજે તંદુરસ્ત ભાવી નાગરિક તૈયાર કરવો એ આપની પાસે સમાજની માગ છે.તો આજે જ આપ પણ શરુ કરો આ સંશોધન અને કુપોષણ મુક્ત સમાજ માટે થાવ સાબદા....