મન : સંબંધ મિત્રતા નો - 21 Siddhi Mistry દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • મારા અનુભવો - ભાગ 24

    ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 24શિર્ષક:- હાહાકારલેખક:- શ્રી સ...

  • ભાગવત રહસ્ય - 163

    ભાગવત રહસ્ય- ૧૬૩   ઘરમાં કોઈ મોટો મહેમાન આવ્યો હોય તો –તેની...

  • રેડ સુરત - 5

    2024, મે 18, પીપલોદ, સુરત સાંજના 07:00 કલાકે પીપલોદના કારગિલ...

  • ફરે તે ફરફરે - 60

    ફરે તે ફરફરે - ૬૦   વહેલી સવારે  અલરોસાની હોટેલમા...

  • સોલમેટસ - 5

    આગળના ભાગમાં તમે જોયું કે રુશી આરવને અદિતિની ડાયરી આપે છે. એ...

શ્રેણી
શેયર કરો

મન : સંબંધ મિત્રતા નો - 21

માનિક એ સ્ટેટ્સ પર નિયા નું રિઝલ્ટ મુક્યું હતું અને લખ્યું હતું congratulation my sweet friend

અને મેસેજ કર્યો હતો આજે એટલો ખુશ છું કે કોઈ હદ નહિ. ખુશી નાં આંશુ આવે છે આ રિઝલ્ટ જોઈ ને.

નિયા એ thank you કહી તો દીધું પણ એને એ નઈ સમજાતું હતું કે મારા કરતાં એને કેમ ખુશી થાય.

નિયા આ બધું વિચારવાનું છોડી ને મૂવી જોવા બેઠી ત્યાં થોડી વાર પછી રિયા આવી. પણ નિયા ને ખબર જ નહિ નિયા નું ધ્યાન તો લેપટોપ મા જ હતું. રિયા એ આવી ને નિયા નાં ગાલ ખેંચ્યા એટલે એને ખબર પડી કે રિયા આવી છે.

"યાર મારા ગાલ નઈ ખેંચવાના" નિયા બોલી.

"કેમ. જોવો તો ખરા દાદી આના ગાલ કેટલા ગુલાબી થઇ ગયા. " રિયા એ દાદી ને કીધું.

"બસ દાદી ની ચમચી કેમ આવી મળવા મને " નિયા એ પૂછ્યું.

"કેમ નાં આવું કોઈ એના સાસરે થી આવ્યું છે તો મળવા આવવું પડે ને"

"બસ રિયા આ નહિ... હજી વાર છે મારે સાસરે જવાની "

"હા "

"મારા કરતાં પેલા તારો નંબર છે બેટા"નિયા આંખ મારતા બોલી.

"હા તું કેટલું રડીશ હું જવા ત્યારે"

"એ તું જાય ત્યારે જોઈ લેજે " નિયા બોલી

"ચાલ પાર્ટી ક્યાં આપે છે પાસ થઈ એની"

"એમાં પાસ થઈ એની ..." નિયા બોલતા બોલતા અટકી ગઈ.

"નિયા ચાલ ને જઈએ "

"હા ચાલ અરે કપડાં બદલવા પડશે"

"ચાલશે એમ પણ કોણ આપડા ને ઓળખે છે ત્યાં" રિયા બોલી.

"રિયા બેટા પાણીપુરી બનાવવાના છે જમી ને જજે" દાદી રસોડાં માંથી બોલ્યા.

"હા એમાં થોડી કેહવાનું હોય દાદી પાણીપુરી હોય ત્યાં રિયા હોય જ"

"બસ હવે ચિબાવલી ચાલ ને " રિયા બોલી.

"હા ચંપા પૂલ પર જઈશું ને?" નિયા એ પૂછ્યું.

"હા"

બંને જણ ગયા પેલા આલૂપુરી ખાધી પછી જહાંગીરપુરા નાં બ્રિજ પર બેસેલા હતા. રિયા નિયા ની મસ્તી ને કેમેરા માં કેદ કરતી હતી.

"નિયા ભાઈ ને મે કીધું પણ કંઇ સાંભળતો નથી એ તને સોરી પણ નઈ કીધું હોય" રિયા બોલી.

"ચાલે હવે મસ્તી કરતો હસે મારી સાથે"

"નિયા કેમ ની તું આટલું ફ્રી થઈ ને બોલી શકે"

"રિયા મે રિયાન ને સોરી કહી દીધું છે પણ..."

"પાગલ તું કેમ સોરી બોલી તારી થોડી ભૂલ હતી"

"રિયા જો સોરી બોલવાથી દોસ્ત પાછો આવતો હોય તો સોરી બોલી દેવું જોઈએ"

"યાર તું .. તને સમજવી બોવ હાર્ડ છે. લવ યુ " રિયા બોલી.

"હેટ યું 😝" નિયા બોલી.

"ચાલ જઈએ હવે પાણીપુરી રાહ જોવે છે"

બસ આમ મસ્તી મઝાક માં નિયા નું અઠવાડિયું કેમનું પૂરું થઈ ગયું એ ખબર જ ના પડી. કાલે આણંદ પછી જવાની હતી એક્ઝામ હતી થોડા દિવસ માં એટલે.

નિયા ને હતું રિયાન બોલશે પણ રિયાન સાથે એક વાર પણ વાત નઈ થઈ હતી. કાલે સવાર ની ટ્રેન માં જવાનું હતું એટલે નિયા બધું પેક કરતી હતી. રિયા એને મળવા આવી હતી.

"ક્યારે આવશે પછી તું" રિયા ધીમા અવાજે બોલી.

"કેમ આમ બોલે છે. આણંદ જ જાવ છું. અમેરિકા નઈ જતી તો આમ બોલે છે."

"બેટા તું ત્યાં જાય તો પણ અમને એવું લાગે છે તું દૂર છે." રિયા ના મમ્મી બોલ્યા.

"અરે તનુ darling કેમ આવું બોલો છો હું આવી જઈશ થોડા દિવસ માં પાછી. ચાલો આવું મોઢું નાં કરો નઈ તો મોહિત અંકલ ને મનાવા પડશે" નિયા બોલી.

"મસ્કા મારતા તો કોઈ તારા થી શીખે" તનવી બેન બોલ્યા.

"તમે જ શીખવાડ્યું છે 😉" નિયા આંખ મારતા બોલી.

"બસ હવે "

"એમાં આટલી શરમ કેમ આવે છે મોહિત અંકલ ને બોલવું" નિયા બોલી.

"તું પેકિંગ કર ને શાંતિ થી" કહીંને તનવી આંટી બહાર ગયા.

રિયાન દાદી સાથે કંઇ વાત કરતો હતો. રિયા નિયા ને પેકિંગ માં મદદ કરતી હતી. અને બીજા બધા વાત કરતા હતા.

થોડી વાર પછી,

"ચાલ બાય બેટા તું આવ જલ્દી પછી તિથલ જઈએ" મોહિત ભાઈ (રિયા અને રિયાન નાં પપ્પા) બોલ્યા.

"હા શાંતિ થી જજે અને ત્યાં જમી લેજે જો ને કેટલી પાતળી થઈ ગઈ છે" તનવી બેન એ કીધું.

બધા કંઇ નું કંઇ બોલતા હતા. નિયા સાથે હસી મઝાક કરતા હતા. પણ રિયાન કંઇ નાં બોલ્યો.

છેલ્લે "બાય" આટલુું જ કહી ને નીકળી ગયો.

નિયા પેકિંગ કરી ને સુઈ ગઈ.

આ બાજુ રિયાન લોકો પણ ઘરે પોહચી ગયા.

રિયાન નાં ઘરે

"બેટા હજી નિયા સાથે નઈ બોલતો" મોહિત ભાઈ એ પૂછ્યું.

"બોલું જ છું" રિયાન એ પણ ફોન માં જોતા જ જવાબ આપ્યો.

"બેટા ખબર પડે છે મને તું નિયા ને કેટલી હેરાન કરતો હતો અને આજે કંઇ જ નહિ "

"એવું કંઇ નથી" રિયાન બોલ્યો.

"ભાઈ નિયા એ તો એનો વાંક નઈ હતો તો પણ સોરી કીધું તને તે કીધું એને" રિયા બોલી.

"કેમ એ ને સોરી કીધું" તનવી બેન બોલ્યા.

"મમ્મી તને તો નિયા જ દેખાય છે. મારી લાઈફ છે હું જે કરું એ એને ફોન કરી ને ક્યાં છે એ પૂછવાનો શું મતલબ હતો." રિયાન ગુસ્સા માં બોલ્યો.

"રિયાન અમે જ કીધું હતું એને ફોન કરવાનું" મોહિત ભાઈ બોલ્યા.

"કેમ? હું નાનો નથી હવે. કંઇ ખોવાઈ થોડો જવાનો હતો કે ફોન કરી ને પૂછ પૂછ કરવાનું. ઘરે જ આવવાનો હતો ને તો શું કામ એને ફોન કરવાનું કીધું." રિયાન નો ગુસ્સો વધી રહ્યો હતો.

"ભાઈ શું બોલે છે તું ખબર પડે છે" રિયા બોલી.

"રિયા મને ખબર જ છે. અને મમ્મી ને તો નિયા જ દેખાય છે એજ સાચી લાગે છે ખબર નઈ શું જોઈ ગઈ છે નિયા માં. દિવસ માં કેટલી વાર નિયા નું નામ લેતી હોય "

"રિયાન બસ" મોહિત ભાઈ બોલ્યા.

"શું બસ પપ્પા. જ્યારે હોય ત્યારે મમ્મી નિયા ને યાદ કરતા હોય છે એવું હોય તો એને ઘરે લઈ આવો. એટલે યાદ નઈ આવે." રિયાન બોલ્યો.

"ઘરે લાવવી જ...." બોલતા બોલતા તનવી બેન એટલી ગયા.

"મમ્મી શું થયું" રિયા બોલી.

"કંઇ નઈ બેટા. રિયાન તું સાચું કેહ છે હું આખો દિવસ નિયા ને યાદ કર્યા કરું છું. નઈ કરું ખુશ. અને તને પૂછીશ પણ નહિ ક્યાં જાય છે એ. બેટા હવે તું મોટો થઈ ગયો છે." તનવી બેન બોલ્યા.

"મમ્મી કેમ આવું બોલે છે." રિયા એ પૂછ્યું.

પણ તનવી બેન કંઇ પણ બોલ્યા વગર એમના રૂમ માં જતા રહ્યા. અને મોહિત ભાઈ કંઇ બોલે એ પેલા રિયાન ગુસ્સા માં રૂમ માં ગયો અને બારણું જોર થી પછાડ્યું.

બીજે દિવસે

નિયા આણંદ આવી ગઈ. વાંચવાનું ક્યારથી એ બધું વિચારતી હતી ત્યારે પર્સિસ આવી.

"નિયા તારું તો બધું વંચાઈ ગયું હસે ને?"

"નાં હવે સ્ટાર્ટ કરીશ ઘરે તો બોવ ઓછું વાંચ્યું છે એટલે "

"હા મેં પણ ...ચાલ તું પણ વાંચ હું પણ વાંચવા લાગુ"

નિયા અને પર્સિસ વાંચતા અમુક વાર કાંટાળો આવે તો થોડી મસ્તી મઝાક કરી લેતા. સાંજે એ ગાર્ડન માં ચાલવા જતા. તો અમુક વાર રાતે બરફ યા આઈસ્ક્રીમ ખાવા જતા.

હવે તો એક્ઝામ પણ સ્ટાર્ટ થઈ ગઈ હતી. પેલું પેપર આપી ને આવી પર્સિસ બહાર ગઈ હતી અને નિયા એકલી હતી ઘરે.

"હાઈ કેવું ગયું પેપર" માનિક નો મેસેજ આવ્યો.

"સારું"

"તમારું તો સારું જ જાય ને. રેન્કર લોકો. મારું તો 20 માર્ક્સ નું બાકી રહી ગયું."

"થોડું તો સાચું બોલ"

"જોઈ લેજે રિઝલ્ટ આવે ત્યારે"

"હા એતો જોઈ લઈશ રિઝલ્ટ આવે ત્યારે"

"નિયા પેલી પછી આવી"

"કોણ"

"કોઈ નહિ"

"ઓકે"

હવે નિયા ને એક પેપર બાકી રહ્યું હતું અને એ એક અઠવાડિયા પછી હતું. નિયા અને પર્સિસ એ પેલા 2 દિવસ તો મૂવી જોયા , મસ્તી કરી અને બેગ પેક પણ કરી દીધી.

સાંજે નિયા, માનિક અને આદિ ફોન પર વાત કરતા હતા ત્યારે નક્કી થયું કાલે મૂવી જોવા જઈશું. દે દે પ્યાર દે નવું આવ્યું છે એ. નિયા એ પેલા નાં પાડી પણ પછી હા પડી.

ફોન મુક્યા પછી થોડી વાર રહી ને માનિક નો પાછો ફોન આવ્યો.

"ઘરે શું કહું ?"

"મૂવી જોવા જવું છે એવું કહી દેવાનું"

"તને કંઇ સમજાશે જ નહિ મૂક ફોન"

"ઓકે " કહી નિયા ફોન મૂકી ને સૂઈ ગઈ.

બીજા દિવસે સવારે

નક્કી થયેલા મુજબ માનિક નિયા ને લેવા આવવાનો હતો અને આદિ ડાયરેક્ટ ત્યાં જ આવવાનો હતો.

10 વાગે ,

નિયા નીચે ઉભી હતી. માનિક ની રાહ જોઈ ને.

"ગુડ મોર્નિંગ. એક મસ્ત ન્યૂઝ કહું" માનિક આવતા ની સાથે બોલ્યો.

"હા બોલ ને"

"આદિ નઈ આવવાનો "

"કેમ કાલે તો હા પાડી હતી" નિયા આદિ ને ફોન કરવા જાય છે ત્યારે માનિક ફોન લઇ લે છે. પછી કહે છે,

"મસ્તી કરતો હતો લે તારો ફોન "

"હેય તું કેમ નઈ આવવાનો" નિયા આદિ ને ફોન કરતા બોલી.

"સોરી યાર એક કામ આવી ગયું છે તમે જોઈ આવો."

"ઓકે"

મૂવી સ્ટાર્ટ થવાને થોડી વાર હતી.

નિયા ફોન માં કંઇ જોતી હતી અને માનિક આજુ બાજુ બાધા મારતો હતો.

"નિયા જો પેલું કપલ"

"તું જોયા કર"

આખા મૂવી માં નિયા નું ધ્યાન મૂવી સિવાય ક્યાંય નઈ હતું અને માનિક નું ધ્યાન આજુ બાજુ વાલા લોકો શું કરે છે એમાં જ હતું.

મૂવી પત્યા પછી,

"મને ભૂખ લાગી છે કઈ ક ખાવું પડશે"

"હા મને પણ"

"ચીસ એન્ડ ચિપ્સ માં જઈએ" નિયા એ પૂછ્યું.

"નાં ત્યાં નઈ મારા કાકા એ બાજુ જ હોય છે. જોઈ જસે તો બોલશે."

સારું પછી એ લોકો બીજે ગયા.

રાતે 9 વાગે,

નિયા અને પર્સિસ જમી ને થોડું વાંચવા બેઠા. કલાક થયો હસે ત્યાં માનિક નો ફોન આવ્યો.

"આમ તો કાકા ફ્રી માઈન્ડ વાળા છે પણ મારે ત્યાં જવું નઈ હતું એટલે મે આવું કીધું."

"ઓકે"

"કાલે ગ્રૂપ સ્ટડી કરવાનું છે સવાર માં એટલે સૂઈ નાં રેતી"

"હા બાય" આટલુું કહી ને નિયા ફોન મૂકી ને સૂઈ જાય છે.

આમ એ લોકોની એક્ઝામ પતવા આવી છે.

નિયા નાં એક પછી એક પેપર પૂરા થઈ ગયા. કાલે છેલ્લું પેપર હતું અને રાતે એ સુરત જવાની હતી. નક્ષ અને ભૌમિક ની સાથે.

પેપર પત્યા પછી એ બધા ફ્રેન્ડ ને બાય કહી ને પીજી પર આવી.

બધું પેક કરી ને બેસી હતી ત્યાં માનિકનો ફોન આવ્યો.

"હું મૂકવા આવું"

"અરે કેટલી વાર કેહવુ. એક વાર નાં પાડી તો સમજ માં નઈ આવતું."

"સારું આ તો બેગ વધારે હોય એટલે કેતો હતો"

"હા જરૂર નથી પણ એવી કોઈ"

7 વાગે
આણંદ રેલ્વે સ્ટેશન

"નિયા ટ્રેન નઈ આવવાની આજે ચાલો પાછા" ભૌમિક બોલ્યો.

"તું જા હું તો જ્યારે ટ્રેન આવશે એમાં જ જતી રેવા તું આવજે એકલો" નિયા બોલી.

"ઓહ સાચે" ભૌમિક બોલ્યો.

"ભાઈ સુરત જવાનું હોય ત્યારે એની સ્માઈલ જો અને જ્યારે આવવાનું હોય ત્યારે સ્માઈલ જોજે ."

"હા એતો મે પણ જોયું" ભૌમિક એ કીધું.

પછી નક્ષ અને ભૌમિક નિયા ને થોડું અક્રવતા હતા ત્યારે,

"ચાલો ટ્રેન આવી બેગ લો" નિયા બોલી.

ટ્રેન માં બધી બેગ સરખી મુકાય ગઈ પછી ભૌમિક બોલ્યો.

"નિયા લાગે તો મકડી જેવી છે અને તો પણ બેગ તો ઉપાડી લે છે સારું કેવાય"

"ભાઈ સુરત જવાની ખુશી યુ નો 😜" નક્ષ બોલ્યો.

"હું મારી બેગ જાતે જ ઉપાડી લવ છું તમારી જેમ નઈ તું આ બેગ લેજે અને હું આ" નિયા earphones લગાવતા બોલી.

"ઓહ હેલ્લો મેડમ અહીંયા અમે 2 જણ છે મૂક તારા earphones ને બાજુ માં. બિચારો મારો ભાઈ બોર થશે પછી" ભૌમિક બોલ્યો.

"નક્ષ બોર થશે કે પછી ભૂમિ તું"

"હા હું જ પણ નક્ષ નું નામ આપું એટલે તું નાં નઈ પાડે"
ભૌમિક બોલ્યો.

"ભૂમિ નું નામ આપું એટલે તું નાં નઈ પાડે"

"ભાઈ તારા લેવલ ની મળી છે તને બેવ જણ પંગો લેવા વાળા" નક્ષ બોલ્યો.

"બસ પછી તારું પણ કહીશ હું" ભૌમિક બોલ્યો.

એજ ટાઈમ પર નક્ષ અને ભૌમિક નાં ફોન માં notification પડી.

"જો આવી ગઈ યાદ ભૂમિ ને" નિયા બોલી.

"ભૂમિ નઈ માનિક છે " ભૌમિક બોલ્યો.

"હા મારા માં પણ એનો મેસેજ છે." નક્ષ બોલ્યો.

"નિયા નું ધ્યાન રાખજો. એ એકલી છે ને એટલે. હેપ્પી જર્ની"

"ભાઈ મારા માં પણ આજ મેસેજ છે."

નિયા ચૂપ થઈ ને બારી ની બહાર જોતી હતી.

"આને શું થયું" નક્ષે ઈશારા માં ભૌમિક ને પૂછ્યું.

"ખબર નઈ" ભૌમિક એ પણ ઈશારા માં કીધું.

"નિયા શું થયું?" બંને એ પૂછ્યું.

"નઈ કંઇ નઈ" નિયા નોર્મલ થવાનો ટ્રાય કરતી હોય એમ બોલી .

"સાચે ને?"

"હમ"

"ઓકે"

"યાર મને નઈ સમજાતું કે હું વિચારું એ સાચું છે કે નહિ" નિયા થોડી વાર પછી બોલી.

"શું નઈ સમજાતું" ભૌમિક એ પૂછ્યું.

"યાર આ બધું. મૂવી જોવા ગયા ત્યારે પણ. આજે તમને મેસેજ કર્યાં . તે દિવસે કેફે માં પણ" નિયા બોલી.

"સમજાય એવું બોલ યાર" નક્ષ બોલ્યો.

"જો હું સાચી છું કે ખોટી એ તો મને નઈ ખબર પણ આ બધું થાય છે એટલે એવું આવી ગયું માઈન્ડ માં. તે દિવસે કેફે માં અચાનક આવ્યો હતો માનિક યાદ છે ને. પછી અમે 3 મૂવી જોવા જવાના હતા ત્યારે આદિ ને કામ હોવાથી એ નાં આવી શક્યો તો એ કેહ છે આ ગુડ ન્યૂઝ છે. આમાં કંઈ ગુડ ન્યૂઝ. "

"હા કેફે વાળું તો મને નક્ષ પણ કહેતો હતો કેમકે કોઈ ને ખબર જ નઈ હતી આપડે ત્યાં છે સ્ટોરી મૂકી પછી ખબર પડી."

"હું ટ્રેન માં એકલી આવું છું. 2 વર્ષ થયાં. અને એ મારા ફ્રેન્ડ ને મારું પૂછ્યા કરે છે"

"નિયા તું શું વિચારે છે?" નક્ષ એ પૂછ્યું.

"મને એવું ફીલ થાય છે એ મને સ્ટોક કરે છે" નિયા બોલી.

"એક કામ કર ને તેજસ , નિશાંત એ લોકો ને કેહ કદાચ તારા સવાલ નું સોલ્યુશન મળી જાય." ભૌમિક એ કીધું.

"હા મે એવું વિચાર્યું હતું. પણ "

"શું પણ નિયા..."

"એ લોકો નું વધારે બને છે મારા કરતાં. અને હું કહીશ તો એ લોકો મારું માનસે નહિ એવું પણ થાય . અને મારી પાસે કોઈ પ્રૂફ નથી કે એ લોકો મારી વાત સાચી માને. "

"સારું તને જ્યારે લાગે ત્યારે એ લોકો ને કહી દેજે. " ભૌમિક બોલ્યો.

"હમ"

આમ નિયા ને આણંદ ગયા ને 2 વર્ષ થઈ ગયા. એની સાથે 4 સેમ પણ પૂરા કરી દીધા હતા.

નિયા ઘરે જઈ ને ફ્રેશ થઈ એના રૂમ ની બારી પાસે દાદી સાથે બેસી ને વાત કરતી હતી.

"સોના તારી લાઈફ માંથી 2 વર્ષ તો ઓછા થઈ ગઈ. હવે તારી પાસે 2 જ વર્ષ છે જેમાં તું તારી લાઈફ એન્જોય કરી શકે. તારા સપના પૂરા કરવાના રસ્તા શોધી શકે. "

"દાદી મારા સપનાં તો "

"નિયા હા મને ખબર છે મુશ્કેલ છે. પણ બેટા તારે ટ્રાય તો કરવો પડશે ને. "

"હા"

નિયા નું વેકેશન મસ્ત ચાલી રહ્યું હતું. એ તિથલ પણ જઈ આવી હતી એક દિવસ. બાકી નાં દિવસ માં ઘરે મમ્મી ને મદદ કરતી. અને નવું નવું જમવાનું બનાવવાનો ટ્રાય કરતી.

રિયા સાથે સાંજે અમુક વાર પૂલ પર જતી. તો કેટલી વાર એના જૂના ફ્રેન્ડ ને પણ મળી આવતી.

હજી સુધી એની રિયાન સાથે સરખી વાત નઈ થઈ હતી. નિયા વાત કરવાનો ટ્રાય કર્યો પણ રિયાન એને ધ્યાન નાં આપતો એટલે નિયા હવે ટ્રાય કરવાનો પણ છોડી દીધો હતો.

નિયા નું વેકેશન મસ્ત ચાલતુ હતું. માનિક સાથે કોઈ વાર વાત થઈ જતી. હવે નિયા પેલા જે થયું એ વિચારવાનું મૂકી ને જે 2 વર્ષ રહ્યા એને જીવી લેવા માંગતી હતી.

માનિક નિયા નો સારો એવો ફ્રેન્ડ બની ગયો હતો.

હવે વેકેશન પૂરું થવા આવ્યું હતું નિયા ને પછી આણંદ જવાની તૈયારી હતી.

સેમેસ્ટર 5 સ્ટાર્ટ થઈ ગયું હતું.
ભૌમિક કેનેડા ગયો હતો એટલે નક્ષ એકલો જ અહીંયા હતો એટલે નિયા કોઈ વાર એની સાથે બહાર જતી.

શું નવું થશે સેમેસ્ટર 5 માં?

રિયાન પાછો નિયા નો દોસ્ત બનશે?