મન : સંબંધ મિત્રતા નો - 20 Siddhi Mistry દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • મારા અનુભવો - ભાગ 24

    ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 24શિર્ષક:- હાહાકારલેખક:- શ્રી સ...

  • ભાગવત રહસ્ય - 163

    ભાગવત રહસ્ય- ૧૬૩   ઘરમાં કોઈ મોટો મહેમાન આવ્યો હોય તો –તેની...

  • રેડ સુરત - 5

    2024, મે 18, પીપલોદ, સુરત સાંજના 07:00 કલાકે પીપલોદના કારગિલ...

  • ફરે તે ફરફરે - 60

    ફરે તે ફરફરે - ૬૦   વહેલી સવારે  અલરોસાની હોટેલમા...

  • સોલમેટસ - 5

    આગળના ભાગમાં તમે જોયું કે રુશી આરવને અદિતિની ડાયરી આપે છે. એ...

શ્રેણી
શેયર કરો

મન : સંબંધ મિત્રતા નો - 20

પાછળ થી કોઈ નો અવાજ આવ્યો એટલે ત્રણ એ બાજુ ફર્યા,

"કેમ તું અહીંયા?" નિયા એ માનિક ને જોઇને બોલ્યું.

"કાકા નાં ઘરે આવ્યો હતો બસ બહાર નીકળ્યો હતો પછી યાદ આવ્યું કે નિયા નું આજે ઓપન માઇક પર પરફોર્મન્સ છે એટલે અહીંયા આવી ગયો" માનિક ગર્વ થી કેતો હોય એમ બોલ્યો.

"ઓકે"

"ચાલો મળીએ કાલે કોલેજ માં જવું અત્યારે કાકા રાહ જોતા હસે."

"હા જા"

માનિક નાં ગયા પછી નિયા કંઇ વિચારતી હતી.

"મિસ નિયા શું થયું?" નક્ષ એ પૂછ્યું.

"હા શું થયું" ભૌમિક બોલ્યો.

"કંઇ થયું નથી પણ મને સમજાતું નથી આવું પોસીબલ કેમનું થાય એ?"

"એટલે " નક્ષ અને ભૌમિક બંને એક સાથે બોલ્યા.

"આપડા ત્રણ સિવાય કોઈ ને ખબર નથી કે આપડે અહીંયા છે તો એને કેમની ખબર પડી?"

"મે ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી મૂકી છે કદાચ એટલે?" ભૌમિક એ કીધું.

"હા એવું જ હસે."

ત્યાં સ્ટેજ પર આવી ને રિઝલ્ટ નું નામ જાહેર કરવાનું હતું.
એ છોકરો સ્ટેજ પર જઈ ને બોલ્યો,
"આજે ખાલી એક જ વિનર છે અને એ છે નિયા સુરતી "

ભૌમિક એ નિયા નું નામ સાંભળતા જોર થી ધબ્બો માર્યો નિયા ને અને પછી કીધું "કોંગો"

નિયા સ્ટેજ પર થી ગિફ્ટ લઇ ને આવી. હવે એ લોકો આજે ત્યાં જ જમવાના હતા. ઓર્ડર આપી ને ભૌમિક એ કીધું ,
"નિયા ગિફ્ટ માં શું છે ?"

"એમાં શું પૂછવાનું હોય લઇ ને જોઈ લેવાનું" નક્ષ બોલ્યો.

"હા ચાપલા " નિયા બોલી.

ભૌમિક ગિફ્ટ ઓપન કરતો હતો અને નક્ષ અને નિયા મસ્તી કરતા હતા .

"અરે કોઈ બુક છે આ તો"

"ઓહ કંઇ છે?" નિયા એ પૂછ્યું.

"એક બીજા ને ગમતા રહીએ" ભૌમિક બોલ્યો.

"લે આવી કેવી બુક"

"નિયા હું લઇ જાવ છું. કાજલ ઓઝા વૈદ્ય ની છે મે ઓનલાઇન માં 1 પ્રકરણ વાંચ્યું હતું પછી ઓપન નઈ થઈ એટલે પ્લીઝ લઇ જવા દે "

"ઓહ લઇ જા પણ ત્યારે કોને ગમતા રેહવું છે." નિયા એ પૂછ્યું.

"હા સીઝૂકા તો બાજુ માં છે હજુ કોણ જોઈએ છે." ભૌમિક બોલ્યો.

"હા મતલબ કે કોણ છે બોલ તો છૂપાવીશ નહિ અમારાથી" નિયા બોલી

"અરે કોઈ નથી લાઈફ માં કામ આવે એવી બુક છે તું જાતે વાંચી લેજે એટલે મઝા આવશે તને "

"ઓકે" ભૌમિક બોલ્યો.

"હા લઇ જા તું બુક વાંચ અમે પિત્ઝા ખાઈએ." નિયા એ પિત્ઝા ની ડિશ એની અને ભૌમિક ની બાજુ લેતા બોલી.

"ઓય મને ભૂખ લાગી છે અને આ શું ભૌમિક નાં સપોર્ટ માં " નક્ષ મસ્તી માં બોલ્યો.

"તું બુક વાંચ ને શાંતિ થી મને ખાવા દે" નિયા બોલી.

"તમે બંને ચૂપ ચાપ ખાઈ લો " ભૌમિક બોલ્યો.

"😒😒" આવા રીએકશન નિયા એ આપ્યા.

બધા ચૂપ ચાપ ખાતા હતા કોઈ કંઇ બોલ્યું નહિ.

"ઓય જો ત્યાં દીપ સર" ભૌમિક બોલ્યો.

"ભાઈ કોઈ જોડે છે એકલા નથી" નક્ષ બોલ્યો.

"ક્યો દીપ? અમારા ક્લાસ વાલો ?" નિયા ખાતા ખાતા બોલી.

"ઓ મગજ દીપ નહિ દીપ સર આપડા HOD " ભૌમિક બોલ્યો.

"એ એમનું કામ કરતા હસે તમે તમારું કરો" નિયા બોલી.

થોડી વાર પછી,
એ લોકો જમી ને બહાર ઊભા હતા.

"મારે એક વાત કેહવી છે નિયા તને. નક્ષ ને તો ખબર જ છે." ભૌમિક બોલ્યો.

"હા બોલ ને " નિયા એ કીધું.

"જૂન માં કેનેડા જાવ છું. 2 મહિના માટે" ભૌમિક બોલ્યો.

"ઓહ સરસ "

"હમ"

પછી એ લોકો ત્યાં વાત કરતા હતા ત્યારે,

"ભૌમિક બેટા કેમ અહીંયા " કોઈ બોલ્યું.

"ઓહ સર આજે રવિવાર છે અને નિયા ને અહીંયા આવવાનું જ હતું તો અમે પણ આવ્યા."

"ઓકે નિયા સારું બોલી હતી "

"Thank you સર" નિયા એ કીધું.

પછી નિયા ને નક્ષ ઘરે મૂકી ગયો.

નિયા આજે બોવ ખુશ હતી એટલે એને દાદી સાથે 1 કલાક થી વધારે વાત કરી. જ્યારે વાત ચાલતી હતી ત્યારે દાદી બોલ્યા,

"નિયા રિયાન સાથે કંઇ થયું છે? કેમ કઈ બોલતી નથી."

"દાદી કંઇ નઈ થયું"

"બેટા મને ખબર છે રિયાન બોલ્યો હતો એ પછી વાત બોવ જ ઓછી થઈ ગઈ છે. બેટા ગુસ્સા માં હતો એટલે બોલ્યો હતો."

"ઓકે"

"બેટા વાત કરી લેજે "

"સારું"

"હા જલ્દી આવજે સુરત "

" હા" કહીંને નિયા એ ફોન મૂક્યો અને ડાયરી લખવાની સ્ટાર્ટ કરી.

હાઈ
તને એક મસ્ત વાત કહું આજે.
મારા દાદી છે ને એમને મારા કરતાં પણ વધારે રિયાન ની ચિંતા હોય છે.
મને ઈર્ષા થાય છે એમ નઈ કેહતી પણ દાદી અને રિયાન નો સંબંધ જ્યારથી સુરત ગયા ત્યાર નો આવો છે.

રિયાન અમુક વાર દાદી ને પિત્ઝા ખાવા પણ લઇ જાય છે. તો અમુક વાર મૂવી.

ડુમસ પણ ગયેલા દાદી રિયા અને રિયાન. કેટલો અજીબ સંબંધ છે ને આ?

મને અમુક વાર સમજાતું નથી દાદી મને કેમ એવું કેતા હોય છે હું જાવ ને પછી રિયાન નું ધ્યાન રાખજે.

બસ આટલું લખ્યું અને નિયા સૂઈ ગઈ.

હવે નિયા રિઝલ્ટ નાં લીધે દુઃખી રેહવાને બદલે ખુશ રેતા શીખી ગઈ હતી.

4 સેમ ની મીડ એક્ઝામ માં નિયા ને એક માં ઓછા માર્ક્સ આવ્યા હતા અને પછી પછી એક્ઝામ આપી ત્યારે સારા આવ્યા હતા. 4સેમ હવે પૂરી થવાની તૈયારી માં હતું.

વાઈવા પણ પતવા આવ્યા હતા. કાલે છેલ્લા વાઈવા હતા અને પછી 15 દિવસ પછી GTU ની એક્ઝામ હતી.

નિયા આજે વાઈવા પતાઈ ને બહાર આવી ત્યારે તો મોસ્ટલી બધા નાં વાઈવા પતી ગયા હતા.

આજે નિયા માનિક અને આદિત્ય પાછા સત્ય નારાયણ માં જવાના હતા નિયા નો ફેવરિટ ટ્રી પલ Sunday ખાવા.

"શું આવશે નિયા રિઝલ્ટ?" આદિ એ પૂછ્યું.

"પાસ જ હોય ને " માનિક હંમેશા ની જેમ વચ્ચે બોલ્યો.

"તને કોઈ એ પૂછ્યું?" આદિ બોલ્યો.

"મને તો લાગે છે પાસ થઈ જઈશ પછી ખબર નઈ" નિયા બોલી.

પછી આઈસ્ક્રીમ ખાતા ખાતા એ લોકો વાત કરતા હતા.

"ક્યારે જાય છે સુરત?" માનિક એ પૂછ્યું.

"કાલે બપોરે"

"પછી પાછી ક્યારે આવવાની?" આદિ એ પૂછ્યું.

"આવી જઈશ થોડા દિવસ માં "

બસ આ હતી એ લોકો નાં 4 સેમ ની છેલ્લી મુલાકાત

નિયા પેકિંગ કરી ને બસ થોડી વાર માં નીકળ વાની હતી ત્યાં માનિક નો ફોન આવ્યો.

"કાકા નાં ઘરે જ છું મૂકી જાવ તને"

"નાં જરૂર નથી" નિયા એ કીધું.

"ફ્રેન્ડ ને મૂકવા પણ નઈ આવવા દે "

"નાં "

"સારું એમ પણ ક્યાં ફ્રેન્ડ મને છે" આવું ગુસ્સા માં બોલી ને માનિક એ ફોન મૂકી દીધો.

પૂજા દીદી નિયા ને મૂકવા સ્ટેશન આવ્યા હતા અને પર્સિસ જેનિસ સાથે 1 દિવસ પછી જવાની હતી સુરત.
નક્ષ અને ભૌમિક નાં વાઈવા બાકી હતા એટલે એ લોકો પણ નઈ આવવાના હતા.

નિયા આજે એકલી જ હતી. રિઝર્વેશન કરાવેલું હતું એટલે જગ્યા નો તો કંઇ પ્રોબ્લેમ હતો નહિ.

1 કલાક થયો હસે ત્યારે પાછો માનિક નો ફોન આવ્યો.
"સોરી ગુસ્સો કર્યો એટલે પણ તું દર વખતે આવું કરે છે. "

"જો મને નઈ ગમતું કોઈ મને સ્ટેશન પર મૂકવા લેવા આવે એ અને આવી રીતે નાની નાની વાત માં ફોન નાં કર્યા કરતો"

"હવે હું ફોન કરું એમાં પણ પ્રોબ્લેમ"
નિયા કંઇ જવાબ આપે એ પેલા નેટવર્ક જતું રહ્યું. અને નિયા ભગવાન નો આભાર માનતી હોય એમ થોડી હસી.

સુરત ઘરે

નિયા આવી ત્યાર ની 4 કલાક થી દાદી સાથે વાત કરે છે પણ હજી એ લોકો ની વાત નઈ પતી.

"સોના તારી વાત પતી હોય તો જમવા બેસ"

બધા જમતા હતા ત્યારે ,

"નિયા રી ચેક નું રીઝલ્ટ આવ્યું"

"નાં પપ્પા હવે આવવું જ જોઈએ"

"પાસ થઈ જાય તો સારું નઈ તો હમેશા ની જેમ ફેલ"

"મમ્મી એક માં જ છે બધા માં નથી"

"એક માં છે જ ને પાસ તો નાં કેહવાય "

"સારું" પછી નિયા જમી ને કામ કરી ને એની અને દાદી ની રૂમ માં જઈ ને સૂઈ ગઈ.

આજે નિયા 9 વાગ્યા પેલા સૂઈ ગઈ એટલે દાદી થોડું વિચારતા હતા કેમકે એમને ખબર હતી નિયા 10 વાગ્યા પેલા કોઈ દિવસ નાં સુવે.

દાદી રૂમ માં ગયા ત્યારે,

નિયા એના પિલો ને હગ કરી ને સૂતી હતી અને એ પિલો ભીનું હતું એટલે દાદી સમજી ગયા નિયા રડી છે.

બીજે દિવસે સવારે,

નિયા નાં પપ્પા ટિફિન લઈને ને દુકાન ગયા હતા અને એના મમ્મી પણ કંઇ કામ થી બહાર ગયા હતા.

નિયા અને દાદી એકલા જ હતા.

નિયા સોફા પર સૂતા સૂતા ટીવી ની ચેનલ બદલતી હતી.

"બેટા કાલે રડી હતી ને તું?" દાદી એ પૂછ્યું.

"નાં મે કેમ રડું?"

"બસ બેટા કેટલું છૂપાવીશ મારાથી? કાલે તારો બાર્બી વાલો પિલો ભીનો હતો અને એ ત્યારે જ ભીનો હોય જ્યારે તું રડી હોય."

"અરે એ તો હું પાણી પિતી હતી ને રમત કરતા એટલે બોટલ માંથી થોડું ઢોળાઇ ગયું." નિયા ટીવી જોતા બોલી.

"બેટા આમ મારી સામે આંખ માં જોઈ ને બોલ એટલે હું માની લેવા"

"દાદી હું મેહનત કરું જ છું નથી કરતી એમ નથી. મારા ગમે એટલા સારા માર્ક્સ આવે ને તો પણ મને બોલે છે. વાત નઈ કરે 10 દિવસ સુધી. આ દર વખત નું છે. મને જે ગમે છે એ કરીશ કે નહિ એ તો મને પણ નહિ ખબર. પણ કોઈ પણ વાત માં રિઝલ્ટ આવે ને એટલે દુઃખ થાય છે. "
નિયા દાદી ની આંખ માં જોઈ ને બોલી ગઈ.

"બેટા મને ખબર છે તને શું ગમે છે એ પણ હું કંઇ મદદ નઈ કરી શકતી તને. બેટા તું ત્યાં રહી ને જેટલાં સપનાં પૂરાં થાય એટલા કરજે. અને ડાન્સ માં પણ રેજે "

બંને વાત કરતા હતા ત્યારે માનિક નો ફોન આવ્યો,

"પાર્ટી નિયા maths 3 પાસ તારું"

"ઓકે"

"મે કીધું હતું ને તું પાસ જ છે "

"હા સારું પછી વાત કરું" આટલુું કહી ને ફોન મૂકી દીધો.

નિયા દાદી પાસે જઈ ને હગ કરતા બોલી ," દાદી maths 3 clear "

દાદી પણ ખુશ હતા. નિયા એ રિયા અને રિયાન ને પણ મેસેજ કરી ને રિઝલ્ટ મોકલી દીધું.

નિયા નાં પપ્પા પણ ખુશ થયા પણ એના મમ્મી એ કીધું," પાસ થઈ તો પણ 7.8 જ આવ્યા ને કોઈ દિવસ 8 ઉપર તો આવશે નહિ ને અને 9 ઉપર તો અમારે વિચાર વાનું જ નહિ."

પણ નિયા એ કંઇ જ નાં કીધું એ એની રૂમ માં જઈ ને ફોન માં કંઇક કરતી હતી.

ત્યારે માનિક નું સ્ટેટસ જોતા નિયા બોલી, "આ ને કેમ આવું સ્ટેટ્સ મુક્યું?"

શું નિયા અને રિયાન પેલા જેવા ફ્રેન્ડ થશે?

માનિક કેમ નિયા કરતા વધારે ખુશ થયો હસે?