સાથે વિતાવેલી ક્ષણો... Jasmina Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સાથે વિતાવેલી ક્ષણો...

" સાથે વિતાવેલી ક્ષણો....."

"સાક્ષી.... સાક્ષી નાણાંવટી... એક એવું નામ જે હોઠ ઉપર આવતાં જ...હોઠ સિવાઈ જતાં હતાં...સમય સ્થિર થઈ જતો હતો. અને આ મન...મન જૂની યાદોમાં ખોવાઈ જતું હતું.

એ સ્થળ, એ જગ્યા, એ શહેર બધું જ છોડીને ચિરાગ ઘણેબધે દૂર આવી ગયો હતો પણ એ વાતો, એ યાદો અને એ સમય જે ઓફિસમાં સાથે વિતાવ્યો હતો તે ચિરાગનો પીછો છોડતા ન હતા.

આજે એ વાતને બરાબર બે વર્ષ પૂરા થઇ ગયા હતા ચિરાગ પોતાની નવી જિંદગીની શરૂઆત કરવા જઈ રહ્યો હતો. તે પોતાની જૂની યાદોથી પીછો છોડાવવા માંગતો હતો તેથી તે ઇન્ડિયા છોડી અહીં યુ.એસ.એ. આવી ગયો હતો.

સાક્ષી અને ચિરાગ બંને એક ન્યૂઝ ચેનલમાં સાથે જ જોબ કરતા હતા, વારંવાર બહારના ન્યૂઝ માટે, ઈન્ટરવ્યૂ લેવા માટે બંનેને સાથે જ બહાર જવાનું થતું. બંનેની કંપની એકબીજાને ખૂબ પસંદ આવતી,ધીમે ધીમે બંને એકબીજાની ખૂબજ નજીક આવી ગયા. એકબીજા વગર જીવવું બંનેનું અશક્ય થઈ ગયું, ઘરેથી બંનેના એંગેજમેન્ટ કરી આપ્યા, પણ, નિયતિને કોણ પહોંચી શકે છે એક દિવસ સાક્ષી પોતાનું એક્ટિવા લઇને ઓફિસે આવતી હતી ને એક ટ્રક સાથે તેના એક્ટિવાની ટક્કર થઈ જતાં સાક્ષીએ ત્યાં ને ત્યાં જ પ્રાણ છોડી દીધા. જીવનના આ સુહાના સફરમાં સાક્ષી ચિરાગને એકલો છોડીને ચાલી ગઈ હતી.

માંડ માંડ આ યાદોનો પીછો છોડાવતો ચિરાગ પોતાના અંકલ યુ.એસ.એ. રહેતા હતા તેમની મદદથી યુ.એસ.એ. આવી ગયો હતો અને હવે અહીં જ સેટલ થવાનું વિચારીરહ્યો હતો.

- જસ્મીન

" અણધાર્યું મિલન... "


એક અનોખું એટમોશફીઅર, મુક્ત વાતાવરણ, રમૂજ કરી શકાય તેવો માહોલ અને આમ એકાએક સચીનું આંશી સાથે મિલન....એક શુભ પ્રસંગથી કંઈ કમ ન હતું...!!

આજે ક્રીશાને ત્યાં કીટી પાર્ટી હતી, તેની સોસાયટીની અને બાજુની સોસાયટીની બધી બહેનો ભેગી થઈ હતી.

દર મહિને એક વાર બધા આ રીતે વારાફરથી કોઈ એકના ઘરે ભેગા થતાં અને થોડો સમય ઘર-સંસાર ની જવાબદારીમાંથી મુક્ત થઈ પોતાની હમઉમ્ર સખીઓની સાથે એન્જોયમેન્ટ કરતાં.

વર્ષમાં એક બે વાર પૈસા ભેગા કરીને ચેરીટી પણ કરતાં. ખૂબજ સુંદર રીતે આ વ્યવસાય ચાલી રહી હતી. બધીજ ફ્રેન્ડસ એકબીજાની સાથે એટલી હળીમળી ગઈ હતી કે કોઈના પણ ઘરે કોઈપણ તકલીફ હોય એકબીજાની મદદે પહોંચી જતી.

આજે આ કીટી પાર્ટી ક્રીશાને ઘરે હતી. એક એક કરીને બધીજ બહેનો આવવા લાગી. સચી ક્રીશાને કામમાં મદદ કરાવવા માટે થોડી વહેલી જ આવી ગઈ હતી. અને તેના અડધો કલાક પછી બાજુની સોસાયટીમાં રહેતી શિવાની તેની સાથે આંશીને લઈને આવી. આંશીને રહેવા આવ્યે હજી એક મહિનો માંડ થયો હતો. તેની અને શિવાની વચ્ચે સારી એવી ફ્રેન્ડશીપ થઈ ગઈ હતી શિવાની તેને કીટી પાર્ટીમાં જોઇનીંગ લેવા માટે પોતાની સાથે અહીં લઈને આવી હતી.

આંશી અને સચી બંને એકબીજાને જોઇને એકબીજાને ભેટી પડી અને ખૂબજ રડવા લાગી. બરાબર સાત વર્ષ પછી બંને એકબીજાને મળી હતી. આંશીએ સાત વર્ષ પહેલાં પોતાની મરજીથી પોતાને ગમતાં છોકરા સાથે પોતાના ફેમીલીની વિરુધ્ધ જઈને મેરેજ કરી લીધા હતા. ત્યાર પછી તેની પોતાના પિતાજીને મોં બતાવવાની પણ હિંમત ન હતી. તે દિવસ પછી તેણે પોતાના પિયરનો રસ્તો છોડી દીધો હતો. પોતાના પતિ પાવરગ્રીડમાં જોબ કરતા હતા તેમની ટ્રાન્સફર આ સીટીમાં થવાથી તે પોતાના બે બાળકો અને પતિ સાથે અહીં રહેવા માટે આવી હતી.

અને આજે અચાનક આટલા બધા વર્ષો પછી પોતાની સગી બહેન સાથે આમ અણધાર્યું મિલન થતાં જ બંને બહેનોની આંખમાં હર્ષનાં આંસુ આવી ગયાં હતાં.

- જસ્મીન