History of Salva Chowichi - Una - Gir Somnath (Palitana Bhayat) books and stories free download online pdf in Gujarati

સાળવા ચોવીચી ઇતિહાસ - ઉના - ગીર સોમનાથ (પાલીતાણા ભાયાત)

ગિરાસદાર ગોહિલ (સાળવા ચોવિસી-પાલીતાણા ભાયાત નો પુરો ઈતિહાસ...
આ માહિતી ગોહિલ પરિવાર ના રાજવંશા બારોટ મુળ રાજેસ્થાન ના કેસરપુરા ગામ પછી (પચ્છેગામ) પીપરાળી વાળા ભીખુભા મનુભા પાસે થી પાલીતાણા સ્ટેટ ના ચોપડા મા થી મળેલ છે...

(૧) સેજકજી
(૨) શાહજી (માંડવી ચોરાશી-ગારિયાધાર)
(૩) સરજણજી
(૪) અરજણજી
(૫) નોંધણજી (પહેલા)
(૬) ભારાજી
(૭) સવાજી
(૮) બનેસંગજી
(૯) હાદાજી
(૧૦) કાંધાજી (સ.વ ૧૫૬૨)
(૧૧)-(૧) હમીરજી (સ.વ ૧૫૯૪) 


        (૨) માલજી (સાલપરા ગામે લોમા ખુમાણ ના યુદ્ઘ મા વિરગતી પામીયા હાલ પાળીયો મોજુદ છે..કાંધાજી ના રાણી પદમકુવરબા ના બે દિકરા હમીરજી અને માલજી..રાણી પદમકુવરબા ગારિયાધાર સતી થયા હતા..)
        (૩) નોંધણજી (બીજા) (કાંધાજી ના મોટા દિકરા હોવા થી ગારિયાધાર-પાલીતાણા ની ગાદી એ બેઠા..)

          હમીરજી એ સ.વ ૧૬૦૦ મા ગારિયાધાર થી નાધેર બાજુ રોજેશુ (રોજ આવજાવ) કરી સનખડા-ગાંગડા ૧૨ ગામ ગાંધી ચાલુ કરી બારોટ ફતેસંગજી..પછી નાધેર મા આવી રોજ રોજેશુ કરતા એટલે રોજમાળ નામ નુ ગામ વસાવીયુ જે અત્યારે મોજુદ નથી તયા એક ગુફા હાલ મોજુદ છે..પછી હમીર ખાંટ ને મારી ગાદી સ્થાપી..તયા તે વિરગતી પામીયા તેમના રાણી સુંદરકુવરબા ગારિયાધાર સતી થયા હતા..તેમના દિકરા..
(૧૨)ખેંગારજી (ત્રણ દિકરા)
(૧૩)-(૧) વામાજી (સ.વ ૧૬૫૮ સાળવા વસાવેલ તેના ઉપર થી વામાજી પરિવાર સાળવીયા ગોહિલ છાપ પડી.. ) 
‌         સ.વ ૧૬૭૭ બારોટ વજેરાજજી જાત્રા કયાઁ ત્યારે સોના કડા અને ધોડી ના દાન તથા ગામ ધુમાડા જમાડેલા હતા ત્યારે સાળવા નીચે ૮૪ ગામ ના હકકો હતા..સ.વ ૧૬૬૫ એટલે કે ઈ.સ ૧૬૧૦ મા સાળવા ગામ મા ત્રણ ભાઇઓ વામાજી,,ચાપાજી,,ગોયાજી મળી વખતજી ગોહિલ (આતાબાપુ) પછી સહાયક દેવી મા ખોડિયાર ની સ્થાપના કરી ગોહિલ કુળ ના કુળદેવી રાજરાજેશ્ર્વરી ચાંમુડા સાથે ઈષ્ટદેવ મુરલીધર દાદા તથા મોખડાજી ગોહિલ પણ પાળીયા બેસાડીયા જે ગોહિલ પરિવાર ના  એકતા નુ સ્થાન છે  જેમા મંદિર નુ શિલારોપણ સ.વ ૨૦૨૮ ને ઈ.સ ૧૯૭૨ ના દિવસે ભાવનગર ના નામદાર સાહેબ શ્રી વિરભદ્રસિંહજી ગોહિલ ના શુભ હસ્તે રાખેલ હતુ તથા કુમાર શ્રી શિવભદ્રસિંહજી ગોહિલ તથા ધણા મહેમાનો પણ હાજરી આપી હતી,આ સાળવા ગામ જયા અત્યારે ભવ્ય મંદિર છે જેના આજે ૪૦૮ વષ થયા ત્યાર ના કુળદેવી ચાંમુડા,,સહાયક દેવી ખોડિયાર મા તથા ઈષ્ટદેવ મુરલીધરદાદા અને ગોહિલ કુળ ના મોખડાજી ની પુજા કરતા આવીયે છે માતાજી ની બાજુ મા અમારા જ કુળ ના સુરાપુરા ની ખાંભી ત્યાર થી પુજાય છે અને માતાજી રક્ષા કરે છે તેમજ પીઠાજી ગોહિલ (સામતેર)તથા સાજણબા એ જે કમળ પુજા કરી તેના પાળીયા પણ હાલ મોજુદ છે જે ઈતિહાસ ની સાક્ષી પુરે છે .. વામાજી ના ત્રણ દિકરા ૧-વાસોજી (સાળવા લડતા કામ આવતા તેમના રાણી ગંગાબા સાળવા સતી થયા હતા સ.વ ૧૭૧૯ બારોટ જેસંગજી),,૨-ભાયાજી,,૩-સાગાજી આમ તેમની પેઢી ના સીધી લીટી ના વારસદારો મુળપુરુષ પ્રમાણે તેનો પરિવાર નીચે મુજબ હાલ આ ગામ મા રહે છે..

(૧) દુધાળા (ગાદી સ.વ ૧૭૩૨-હરદાસજી-મુળપુરુષ)      (દુધાળા ભાગયુ જેમા ધણા શહીદી વોરી જેના પાળીયા હાલ દુધાળા મોજુદ છે પછી    મોઠા,,મોરૂકા,,સીમર,,નાંદરખ,,ઉટવાળા,,વગેરે વસેલા છે જે દુધાળીયા શાખ થઇ/નગાદાદા ની ખાંભી હાલ ખજુદરા છે તથા હરદાસજી ની વાવ હાલ મોજુદ છે આ પેઢી મા નાંદરખ ગામ ના  કાળુભા જોધાજી ગોહિલ એક મહાન બારવટીયા થયા અને લીલીછમ નાધેર તેમજ સોરઠ અને ભાવનગર ની હદ સુધી તેમના નામ ની હાક બોલતી સરકાર ધણા પરયાશ પછી પણ હથીયાર ના મુકતા છેલ્લે  સ્વાધ્યાય પરિવાર ના પ્રેરિત પુજય પાંડુરંગ શાસ્ત્રી એ ગીતા ના ઉપદેશ આપી ક્ષત્રિય ધમ નિભાવા પ્રેરિત કરયા અને હથીયાર મુકીયા...આ પ્રસંગ ને યાદ કરી કાળુભા જોધુભા ગોહિલ ના જીવન પર "અંતરનાદ" ફિલ્મ બનયુ..
(૨) સનખડા (મેન ગાદી-કરણાજી-મુળપુરુષ)
(૩) ધોકડવા (રામસિંહજી-મુળપુરુષ)
(૪) ભાચા (ભાયાજી-મુળપુરુષ)
(૫) કાંધી (વિજાણદજી-મુળપુરુષ તથા કાધાજી પાળીયા મોજુદ છે.,,વિજાણદજી ના ભાઈ લુભાજી-ઉગલા)
(૬) ભડીયાદર (ગોંવિદજી-મુળપુરુષ)
(૭) અંબાડા (વિસાજી-મુળપુરુષ) 
(૮) પડા (ડુંગરજી-મુળપુરુષ/ડુંગરજી તથા અરજણજી પાળીયા મોજુદ છે )
(૯) ઉમેજ (હમીરજી-મુળપુરુષ,,પાળીયા હાલ મોજુદ છે)
(૧૦) વાવરડા (હામાજી-મુળપુરુષ)
(૧૧) નેસડા (મેપાજી-મુળપુરુષ)
(૧૨) સોંદરડી (ખીમાજી-મુળપુરુષ)


(૧૩)-(૨) ચાંપાજી (સ.વ ૧૬૫૮ મજેઠ વસાવેલ ..જે ગામ હાલ મોજુદ નથી ત્યા એક હનુમાનજી ની ડેરી હાલ મોજુદ છે ચાંપાજી એ મજેઠ વસાવેલ તેના ઉપર થી તેમનો પરિવાર મજેઠીયા ગોહિલ ની છાપ પડી છે..) તેમના દિકરા વાહાજી ના ખેંગારજી ના સુરાજી ના દેવસિંહ ના જેસાજી ના રાજાજી ખુબ જ પરાકમી હતા તેમણે ગાદી ગાંગડગઢ વસાવી જે યુદ્ઘ મા ધણા વિરગતી પામીયા સામેના ૧૪૦ લોકે ને મારયા ...રાજાજી ના ૧૨ દિકરા થયા..૧૨ દિકરા મા ભાભાજી સવ થી મોટા બાપુસા પ્રમાણે દિકરા પણ એટલા જ પ્રરાકમી.તેમની રણખાંભી હાલ ગાંગડગઢ ના ચોરા મા મોજુદ છે તેમના મોટા દિકરા મેધાજી જે ટીંબી વસાવેલ,,ભાભાજી જેવા શુરવિર મેધાજી થયા હતા તે સમય મા ટીંબી ગામ અને સનખડા ગામે સરહદી નિણૅય લેવા ટીંબી ગામે રજવાડા વખતે ત્રણસો સાકરી પડતી આજુ બાજુના ગામડા નો નીતી ન્યાય થતો અને સનખડા માંહડબેડી(સજા)થતી.તેમની પેઢી ના સીધી લીટી ના વારસદારો મુળપુરુષ પ્રમાણે તેનો પરિવાર નીચે મુજબ હાલ આ ગામ મા રહે છે..

(૧) ગાંગડગઢ (મેન ગાદી-ભાભાજી-મુળપુરુષ,,પાળીયા હાલ મોજુદ છે..)
(૨) ટીંબી (મેધાજી ભાભાજી ના મોટા દિકરા-મુળપુરુષ-બાબરીયાવાડ મહાલછે/કાધાજી રામેશ્ર્વર પાળીયો છે)
(૩) મોઠા (ભાભાજી ના ભાઇ રાજસંગજી ના દિકરા ભોજાજી-મુળપુરુષ,,હદાજી તથા બીજી પાળીયા મોજૂદ)
(૪) વડલી (રામસિંહજી-મુળપુરુષ/બાબરીયાવાડમહાલ,,પાળીયા હાલ મોજુદ વડલી...)
(૫) સામતેર (પીઠાજી/સાજણબા સાળવા કમળ પુજા કરી હતી તેના પાળીયા હાલ સાળવા મંદિર મોજુદ છે,,,,તેમના ભાઇઓ સાગાજી,પાલાજી,,નો પરિવાર)
(૬) નાંદરખ (રાજસંગજી ના દિકરા ભોજાજી ના દિકરા માલાજી ના આતાજી મુળપુરુષ નો પરિવાર)
(૭) સોંદરડા (રાજાજી ના ભાઇ અરજણજી-મુળપુરુષ નો પરિવાર)
(૮) પસવાળા (જોધાજી-મુળપુરુષ નો પરિવાર)
(૯) નાના સમઢીયાળા (મુળ પુરુષ/ભાણાજી નો પરિવાર)
(૧૦) પાણખાણ (દેવસિંહજી-મુળપુરુષ/ગીગાજી ની પાળીયા હાલ મોજુદ છે.)

(૧૩)-(૩) ગોયાજી (સ.વ ૧૬૫૮ પીપરવા વસાવેલુ તેમનો પરિવાર)

(૧૧) ઉટવાળા (ગોયાજી ના જ પરિવાર મા  મુળપુરુષ જશાજી નો પરિવાર..પાળીયા પણ મોજુદ છે)
(૧૨) આલીદર (જશાજી ના પરિવાર મા)

*આ છે નાધેર ના ગોહિલ પરિવાર ની ચોવિસી મજીઠ ગામ નો નાશ થાતા હાલ સાળવા હોવા થી અને માતાજી ની  સ્થાપના જયા થય તે જગ્યા ને કેન્દ્ર રાખી સાળવા ચોવિસી કેહવાય,,*

*સાળવા કે મજીઠ જે અમરેલી ના ખાંભા તાલુકા મા આવેલ ગામ જે આપણુ કોઈ સ્ટેટ કે રજવાડુ ન હતુ પણ લડી ને પોતા ની જાત ઉપર ગામ ના ગરાશ લધેલા છે કોઇ ભાઇઓ એ ગરાસ આપેલો કે કોઇ પાસે ભીખ નથી માગી છતા સ.વ ૧૮૬૪ નવાબ શાસન નુ રાજય શરૂ થયુ તે પહેલા ના ગરાસીયા ગોહિલ (પાલીતાણા ભાયાત) રહેતા હતા  સ.વ ૧૭૫૫ મા ૮૪ ગામ નો વહીવટ કરતા હતા,, પછી નવાબ શાસન આવતા ફકત મુળ ગરાસીયા ને મેહસુલી હકક હતા,,ઈ.સ ૧૮૬૪ બાદ નવાબ સરકારે ગામો ખાલસા કરતા બારખલી ના હકક મળયા હતા એટલે જ આપણે જાગીરદાર કે ગીરાસદાર ના ઉલ્લેખ મા આવીયે...આપણે જુનાગઢ નવાબ સ્ટેટ નીચે હતા પણ મુળ ગીરાસદાર (પાલીતાણા ભાયાત) અને મેહસુલી તથા અમુક વાષીક રકમ આપને ઉધરાવતા...*

વિશેષ નોંધ:- નાધેર પથંક મા વસતા બીજા જે ખાંટ કે ધોલ કે શિયાળ ગોહિલ ની વસ્તી પણ હોય જેે લોકો સાથે અમારે કોઇ કનેકવીટી નથી તથા બિલખા અને દ્રોણ ગઢડા આજુ બાજુ ના ખાંટ ગોહિલો ભાઇઓ જે વસે છે તેના ઈતિહાસ અને અમારા ઈતિહાસ મા કોઈ કનેકશન નથી ઉપર લખયા મુજબ જે ગોહિલ વંશ ના રાજવંશા બારોટ દેવ ના ચોપડે જે હકીકતમાં સીધી લીટી મા આવે છે તેનો જ અમે અમારા ભાયાત તરીકે સ્વીકાર કરયે છે જેના તમામ પુરાવા પાલીતાણા સ્ટેટ બારોટ ના ચોપડે પુરા લેખ અને જુનાગઢ ગિરનાર પુસ્તક ના લેખ તથા રાજપૂત વંશ ઈતિહાસ પુસ્તક મા સમાવેલા લેખ પાના નં-૩૨૨ અને અમારા ભાયાત ના નવાબ વખત ના મેહસુલ ખાતા ના લેન્ડ ના રેકોડ,,મુળ ગરાસીયા ના ખાતા,,રુકા અને બારખલી ના કેસ અને ખંડણી ની પહોંચો અને ગામે ગામ હાલ જે પાળીયા મોજુદ છે તેના પુરાવા પુરે છે અને નાધેર ના ગોહિલ પાલીતાણા ભાયાત સાથે ભાણેજુ મા આવેતુ રાજપૂતો જેવા કે ઝાલા,,ભાટી,,પઢીયાર,,વાળા,,ચાવડા,,પરમાર,,જાદવ,,સોંલકી,,સરવૈયા જે તેના ભાયાતો ને મુકી હાલ નાધેર ના અમુક ગામ મા વસવાટ કરે છે...

જય માતાજી
જય સોમનાથ
જય કુળદેવી રાજરાજેશ્ર્વરી ચામુંડા મા
જય મા સાળવા વાળી સહાયક દેવી ખોડીયાર
જય વિર ભાભાજી ગોહિલ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED