Ranasaga - Kandhaji Gohil books and stories free download online pdf in Gujarati

રણસગા - કાંધાજી ગોહિલ

રણસગા - ભાગ -2

કાંધાજી નો ઈતિહાસ વર્ણવતા એ દાદા એ ક્યારે બીજી ચા નુ કહી દીધુ એની મને પણ જાણ ન રહી, "લ્યો ભાઈ આ મારા તરફ થી"હાથ મા રકાબી ને ચા ની ચુસ્કી સાથે દાદા એ વાત માંડી.

કાંધી ગામનો ગરાસીયો ગોહિલ તે 'દી ઘરે નો'તો આ ગોહિલો મૂળ તો પાલીતાણા ભાયાત ના શાહજી ગોહિલ ના સીધી લીટી ના વંશજો નાધેર વિસ્તાર મા આમ તો ગરાસીયા ગોહિલ ના મુળ ગરાસ ના ચોવિસ ગામ એટલે ચોવિસી કેહવાય શાહજી ગોહિલ પાલીતાણા ના સીધી લીટી ના વામાજી ગોહિલ ૧૩ મી પેઢી અને વામાજી ની પેઢી મા કાંધાજી ગોહિલ થયા જે શાહજી ગોહિલ પાલીતાણા ની ૧૮ મી પેઢી થાય કાંધાજી ગોહિલ ના નામ ઉપર જ કાંધી ગામ નુ નામ રાખેલ ગરાસીયા ગોહિલ ના રાજ ત્યારે
"તો આ ગામ એ ગોહિલ દરબારુ નું એમ ને?
"હા ભાઈ આ કાંધી ગામ એ કાંધાજી ગોહિલ નું કાંધી ના ચોક મા હજી એ કાંધાજી ની ડેરી પણ છે."

દાદા થોડોક પાછળ નો ઈતિહાસ કહી ને ફરી પાછા મૂળ વાત ઊપર આવ્યા.

" બન્યુ એવુ કે, કાંધાજી ગામ મા નથી એવી પાકી બાતમી મળ્યા પછી સાંગોજી' નામનો એક વિકરાળ બહારવટીયો વીસ જેટલા ઘોડે કાંધી ઊપર ત્રાટક્યાં.

ગામ ના ઈજ્જતદાર અને પૈસાવાળા માણસો ને એની બહેન-દિકરીઓ ની ઈજ્જત ઊપર કાળની સમડીઓ ઊડવા લાગી કોઈ ના દરદાગીના..કોઈની ભેગી કરેલી મુડી ની ચીંથડીયો તો, કોઈના પેટી પટારા ઊપર કાળતરો નાગ લોળાંભ્યો. વીસેવીસ બહારવટીયા ના હાથ મા જામગરી બંધૂકો અને લોહીતરસ્યા આ બહારવટીયા ગામની શેરીઓ મા બંધૂકો ની ધાણી ફોડવા લાગ્યા. આવા વિકરાળ બહારવટીયા નો સામનો કરી શકે એવો કોઈ તે'દી ગામ મા હતો નઈ.પણ કાંધી ના ગામદેવતા એ ત્રણ આદમી ના ખોળીયા મા પ્રવેશ કર્યો બેન-દિકરીઓ ની ઈજ્જત અને મરણમુડી જાતી હોય ત્યારે જો જનૂન નો ચડે તો આ જુવાની મા ઘુડ પડી એવો વિચાર કરી ને ત્રણ આદમી બજાર મા આવ્યા.

'માલો રબારી' 'પ્રેમજી કોળી' અને, છત્રીસ ઈંચ નો ડગલો પહેરનારો..પોતાની પાઘડી મા પેન રાખનારો 'દેવચંદ શેઠ'. કાંટા-ત્રાજવા મા હિસાબ માંડનારો એ વાણિયો તેદી હાથ મા તલવાર લઈ ને કૂદ્યો હળાયા ઢોર ના ટોળામાં જેમ સાવજ ખાબકે એમ, ત્રણેય જણા ની તલવારો વિંઝાણી બહારવટીયા હાકાબાકા થઈ ગયા નો ધારેલુ ધીંગાણી એની માથે આવી ગયુ હતું. ત્રણેય જુવાનો ની તલવારો ની છબાછબી આ બહારવટીયા ફાટી આંખે જોઈ રહ્યા હાથમા જામગરીઓ હતી પણ દાગવાનો વેંત નથી. ત્રણેય ની શુરવિરતા જનૂની બની છે.

બહારવટીયા પાછા પડ્યા ત્યાં તો ગામ ના માણસો ને પણ આ શુરવિરતા જોઈ ને પાનો ચડ્યો. હાથ મા જે આવ્યુ એ લઈ ને ગામ ના બાયુ- છોકરા ઘરડા બુઢા અને તમામ સાંબેલા ખપાળી પાવડા હણેથા અને હળ ની કોશો લઈ ને બઘડાટી બોલાવવા લાગ્યા. બહારવટીયા ને થયું હવે જીવવુ હોય તો ભાગવુ પડશે. એટલે બહારવટીયા ભાગ્યા ગામ તો ગોંદરે થી પાછુ વળ્યુ પણ આ ત્રણેય નુ જનૂન હેઠું બેસતુ નથી. માર માર કરતા આ ત્રણેય શુરવિરો એ બહારવટીયા નો પીછો કર્યો ને આ ત્રણેય ની હારે હવે એક કણબી પટેલ 'માલો ડાગોદ્રો' પણ ભળ્યો.

ઊઘાડે માથે પ્રેમજી ચુંવાળીયો માલો રબારી ખભે ડાંગ અને માથા ની પાઘડી કેડ્યે વીંટતો દેવચેદ વાણીયો તેમજ ખપાળી રમાડતો માલો કણબી અંબાડા નો સીમાડો આવ્યો ને, ભાગતા બહારવટીયા એ જામગરી ખભે થી ઊતારી પાછળ વીટોળીયા ની જેમ આવતા દેવચંદ શેઠ ની છાતી નુ નીશાન લીધું. ગોળી છુટી સાવ સુંવાળી અને હિંગતોળ ગણાતી કોમ નો આ જવામર્દ ખીસ્સામા અપ્સરા ને વરવાની કંકોતરી લઈ ને સાડાચાર હાથ જમીન રોકી ને પોઢી ગયો.

એની વાંહે છૂટેલી બીજી ગોળી એ માલો રબારી પણ શેઠ ને સથવારો કરતો ગયો. થોડેક આઘે સાંઢીયા બેલા પાસે માલો કણબી પણ ઢળી ગયો. પણ, પ્રેમજી ચુંવાળીયો સગડ નથી છોડતો. ઠેઠ અંબાડા અને વાજડી વચ્ચે.રાવળ ના પટ મા આખરે બહારવટીયા ની ગોળી પ્રેમજી ને પણ પોઢાડી ગઈ"

ગામ ની અસ્મિતા આબરુ અને ગવતરીઓ ના શીયળ માટે પોતાના લીલા માથા વધેરનારા આ જવાંમર્દો ના પાળીયા આજ પણ, શુરવિરતા ના પ્રતિક બની ને ઊભા છે. કોઈ ને ચોખા જુવારાઈ છે. કોઈ ને લપસી તો કોઈ ને શ્રીફળ વધારાઈ છે. પ્રેમજી કોળી ના પાળીયા ની વહુવારુઓ લાજ કાઢે છે. આવા કોઈ પાળીયા ને જોઈ ને જ્યારે વહુવારુ લાજ કાઢે એ દ્રશ્ય જોઈએ ત્યારે સોરઠ ની ધરા ની અણમોલ અને અને ગૌરવવંતી સંસ્કૃતી ને આપોઆપ વંદન થઈ જાય છે.

દાદા જી ની વાતો પરથી

ટાઈપિંગ - ભરતસિંહ ગોહિલ ગાંગડા (ગાંગડગઢ)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED