Rani lilaba gohil books and stories free download online pdf in Gujarati

રાણી લીલાબા ગોહિલ

ભાગ - ૨ રાણી લીલાબા ગોહિલ

કચ્છ ના રાવશ્રી ભારમલજી પહેલાના રાજ્ય અમલ દરમિયાન એક અગત્યનો બનાવ બન્યો હતો. સૌરાષ્ટ્રના સુવિખ્યાત સિહોરની સ્થાપના કરનાર અને રાજ્યસત્તા જમાવનાર ગોહિલ વીસાજી હતા. વીસાજીના પૌત્ર રતનજી ગોહિલ જ્યારે સિહોરની ગાદીએ આવ્યા ત્યારે ભાવનગરનું તો નામનિશાન પણ ન હતું. રતનજી ગોહિલે પોતાની કુંવરી લીલાબાનું લગ્ન રાવશ્રી ભારમલજી વેરે કર્યું હતું.

https://www.facebook.com/pg/www.Bharatsinh.gohil.gangada.Gangadgadh.co.in/posts/

- કચ્છ ને સુવ્યવસ્થિત કરનાર રાવ ખેંગારજી પહેલાનું સંવત ૧૬૪૨ માં અવસાન થતાં રાવ ભારમલજી ભુજની ગાદીએ આવ્યા. ભારમલજીની નવ રાણીઓ હતી. વાધેલી રાણી જીવુબા પટરાણીના પદે હતાં. આમ છતાં ગોહિલરાણી લીલા'બા નું પણ ધણું માન હતું.
લીલાબાના પિતા રતનજી ગોહિલના સ્વર્ગવાસ પછી તેના કુમાર હરભમજી- લીલાબાના ભાઈ સિહોરની રાજગાદી પર આવ્યા, પણ હરભમજીએ માત્ર દોઢ બે વરસ રાજ ગાદી નોગવી. સંવત ૧ ૬ ૭ ૮ની સાલે હરભમજી નું અવસાન થયું.
એ વખતે હરભમજીના કુંવર અખેરાજજીની ઉંમર નાની હોવાથી સિહોરની રાજગાદી માટે ગોહિલ ભાયાતોમાં ગૂંચવાડો ઊભો થયો. રાજનો હક્કદાર અખેરાજજી નાનો હોવાથી હરભમજીનો નાનો ભાઈ ગોવિંદજી સિહોરની ગાદી પર ચડી બેઠો. આ કાકાએ ભત્રીજાનો હક્ક ડુબાવી દીધો. ગોવિંદજીનો પક્ષ બળવાન હોવાથી સિહોરની ગાદીનો ખરો હક્કદાર અખેરારજજી બનીને બેસી ગયો. એની વહાર કરનાર કોઈ ન હતું. ગોવિંદજી ગોહિલને હવે અખેરાજજી આંખના પાટા જેવો લાગતો હતો. અખેરાજજીનું નામ પણ તેને ગમતું ન હતું. તેની પાસે કોઈ અખેરાજજીનું નામ પણ લેતું તો તે બોલી ઊઠતો : ‘હવે ઓળખ્યો એ અખાને !
અખેરાજજીની માતાને હવે તેના પુત્રના ભવિષ્યની ચિંતા થવા લાગી. તેનો જીવ પણ હવે જોખમમાં હતો. રાજગાદીના ખરા માલિકનો કોઈ ભાવ પણ પૂછતું ન હતું. ગોવિંદજી જ ગાદીનો માલિક બની બેઠો હતો. અખેરાજજીની માતાને આખરે લીલાબાનું નામ યાદ આવ્યું. લીલાબાને તેણે ખાસ માણસ સાથે સંદેશો મોકલ્યો કે સિહોરની ગાદીનો હક્કદાર તમારો ભત્રીજો સિહોરની શેરીઓમાં ભટકે છે. તેનો હક્ક ગોવિંદકાકાએ પચાવી પાડ્યો છે. અહીં એનો પક્ષ લેનાર કોઈ નથી . તમે એની સંભાળ નહિ લ્યો તો તમારો ભત્રીજો હવે ભીખુ માગતો થઈ જશે .
આ સંદેશાએ લીલાબાના મન પર મોટી ચોટ લગાવી. તેને ભારે દુ:ખ થયું. લીલાબાએ અખેરાજજીને થયેલા અન્યાયની વાત રાવ શ્રી ભારમલજીના કાન પર મૂકી. ભારમલજી બાવા એ અખેરાજ્જી ભુજ (મોકલાવી લેવાની સંમતિ આપી. બાવાના. સહાનુભૂતિ ભરેલા વલણથી ઉત્સાહિત થઈને અખેરાજજીને પહેલી તકે ભુજ આવી જવાનો લીલાબાએ સંદેશો મોકલ્યો.
સિહોરના રાજા ગોવિદજીને આ વાતનો અણસાર મળી જતાં તેણે અખેરાજજી પર જાપ્તો મૂકી દીધો. એ છટકી ન જાય તેની ખાસ તકેદારી રાખવામાં આવી હતી. અખેરાજજીની માતાને હવે તેના જીવની ચિંતા થવા લાગી. તેને સિહોરમાંથી કચ્છ કેમ મોકલવો, તેના વિચારોમાં તે મૂંઝાઈ પડી હતી.
સિહોર રાજના અધિકારીઓ ગોવિદજીની ધાકને લીધે ખુલ્લી રીતે તો અખેરાજજીનો પક્ષ લઈ શકતા ન હતા પણ અખેરાજજીને થયેલો અન્યાય એ બધા જોઈ શકતા હતા. આ કારણથી અખેરાજજી તરફ એ મને સૌને સહાનુભૂતિ હતી. આ અધિકારીઓએ અને માયાતોએ અખેરાજજીને સાથ દીધો. કેટલાક તો અખેરાજજી સાથે કરા) જવા માટે પણ તૈયારી થઈ ગયા. એક દિવસ લાગ જોઈને અખેરાજજી સિંહો ના ભાયાતો અને કર્મચારીઓની આ નાની મુંડ ની સાથે સિહોરમાંથી છટકી ગયો. અખુભાં ના માતાજી અણોજી બા પણ એમની સાથે જ સરકી ગયાં

https://www.facebook.com/pg/www.Bharatsinh.gohil.gangada.Gangadgadh.co.in/posts/

- આ મંડળીમાં ગોહિલ મોકલજી વાધાણી કેશવજી વાઘાણી મકનજી દેવાણી માલોજી દેવાણી કાનોજી વગેરે વફાદાર સેવકોનો સાથ હતો. રાજભક્ત ડાગાળાં રબારી ઓને આં વાત ની જાણ થતાં એ રબારીઓ પણ એમની સાથે જોડાઈ ગયા. આખેરાજ્જી ની મંડળી હવે મજબૂત બની ગઈ.
ગોવિદજીને આ વાતની જાણ થતાં તેના ક્રોધ નો પાર રહ્યો નહિ. અખેરાજાજીને પકડી પાડવા તેને ઘોડે સવારો ને દોડાવી ધિધા. ગોવિંદ જી ના પગેરા ની ફોજ પાછળ પડવાની છે એ હકીકત આં મંડળી ને જાણ હોવાથી એમને નવોજ રસ્તો લીધો. જંગલની વાટના જાણકાર રબારીઑ આ મંડળીને એવા માર્ગે દોરી ગયા કે તેની કોઈને કલ્પના પણ ન આવે.
ગોવિંદજીના ધોડેસવારો ચારે તરફ રખડીં રખડી, નિષ્ફળ થઈને પાછા ફર્યા. રાજના ખરા હક્કદાર અખેરાજજી પ્રત્યે એમની પણ સહાનુભૂતિ હતી. ગોવિંદજીના હુકમનો અમલ કરવા માટે જ આ લોકો નીકળી પડ્યા હતા. અખેરાજજીને પકડી પાડવા નહિ.
અખેરાજજીની મંડળી કેટલાક દિવસના પગપાળા પ્રવાસ પછી ભુજ આવી પહોંચી. અખેરાજજી અને અણુબા માટે રબારીઑનો એક ઊંટ એમની સાથે હતો.
કચ્છ ના રાજા ભારમલજી બાવાએ ગોહિલવાડની આ મંડળીનો સારો સત્કાર કર્યો. ઉતારા-પાણીની પણ વ્યવસ્થા થઈ ગઈ… અખુભા અને રાજમાતા અણોજીબાને હેમખેમ અહીં આવી પહોંચેલાં જોઈને લીલાબાના આનંદનો પાર રહ્યો નહિ. આ માતા-પુત્રને રાજમહેલમાં સ્થાન આપવામાં આવ્યું.
ગોહિલ મંડળી ઘણી વખત કચ્છમાં રોકાઈ ગઈ . અખેરાજજી પણ હવે મૂછ મરડતા થઈ ગયા હતા. હવે યોગ્ય સમય આવેલો જાણીને ભારમલજી બાવાએ અખેરાજજીને સિહોરની ગાદી પર સ્થાપિત કરવાનાં પગલાં લેવાં માંડચાં. કશ્છી સેનાને લશ્કરી સામગ્રી સાથે તૈયાર કરવામાં આવી. ઊંટ, ઘોડો અને પગપાળાના મોટા સૈન્ય સાથે અખેરાજજી સિહૉરની દિશામાં આગળ વધવા લાગ્યા. કચ્છનું રણ ઓળંગીને કાઠિયાવાડની ધરતીમાં એમણે પ્રવેશ કર્યો. રસ્તામાં જેને ખબર પડી તે અખેરાજજીને સાથ દેવા તૈયાર થઈ જતા હતા. સામંત, ખુમાણ વગેરે કાઠી દરબારો પણ અખેરાજજીને મદદ કરવા એમની સાથે થઈ ગયા.
થોડા વખતમાં જ કગ્છી ઘોડો હણહણપ્ટ કરતા સિહોરના પાદરૅ આવી પહોંચ્યા. બંદૂકો અને જંજાળોના ધડાકાથી આખું સિહોર ગાજી ઊઠયું.

https://www.facebook.com/pg/www.Bharatsinh.gohil.gangada.Gangadgadh.co.in/posts/

કચ્છ ના રાજા ભારમલજી બાવાની મોટી ફોજ સિહોર પર ચડી આવે છે એ વાતની ગોવિંદજીને જાણ થઈ ગઈ હતી. તે મદદ માટે જૂનાગઢના નવાબ પાસે પહોંચી ગયો. પણ નવાબ તેને સહકાર આપવા તૈયાર થયો નહિ. કારણ કે એના પક્ષે અભાવ હતો એ વાત નવાબની જાણ બહાર ન હતી. જૂનાગઢથી નિરાશ થઈને ગોવિંદજી પાછો કર્યો ત્યાં તો રા’બાવાનું લશ્કર આવી પહોંચ્યું… કચ્છી સૈન્યનો સામનો કરવાની ગોવિંદજીની શક્તિ ન હતી. તે હતાશ બની ગયો હતો. સિહોરના પાદરે ગાજતી બંદૂકો અને જંજાળોના ધડાકાએ ગોવિંદજીને ભાંગી નાખ્યો. નિરાશાના આધાતથી જ તે મૃત્યુ પામ્યો.
સિહોરની જનતાએ રાજકુમાર અખેરાજજીને વધાવી લીધો. મોટી ધામધૂમ સાથે સિહોરની રાજગાદી પર અખેરાજજીનો રાજયાભિષેક કરવામાં આવ્યો. સિહોરની ગાદીનો ખરો હક્કદપ્ર આખરે સિહોરનો રાજા થયો. સિહોરની જનતાએ પણ મુક્તિનો શ્વાસ લીધો. કચ્છી લશ્કર વિજયવાવટા સાથે પાછું ફર્યું . અખેરાજજીએ સિહોરની ગાદી પર લાવવાની સફળતા મળતાં રાણી લીલાબાને પણ સંતોષ થયો.
ગોહિલવાડના ગોહિલો ઘણો વખત કચ્છ માં રહ્યા અને ભારમલજી બાવાની મદદથી એમને સફળતા મળી એ વાતનું કચ્છી લોકો ગૌરવ લેવા લાગ્યા અને કહેવા લાગ્યા.
રા ભારૅજી વાર મેં, ગોહિલ મિડ્યા ખુવાર
, હરભમ ગોહિલ જો થેઓ, અખેંરાજ કુમાર,
સિહોર કે વારે ડિંર્ને, જાડેજે જુડધાર.

https://www.facebook.com/pg/www.Bharatsinh.gohil.gangada.Gangadgadh.co.in/posts/

આ રીતે કરછના જાડેજા રાજવી ભારપલજીની મદદથી અખેરાજજી સિહોરની રાજગાદી પર સ્થાપિત થયા. અખેરાજજીના અવસાન પછી રતનજી ગોહિલ સિહૉરની રાજગાદી પર આવ્યા. આ રતનજીના ભાવસિંહજી થયા. ભાવસિંહજીએ સંવત ૧૭૭૯ની સાલે પોતાના નામ પરથી ભાવનગર વસાવ્યું. ભાવસિંહજી સાહિત્ય પ્રેમી હતા. કવિઑને આશરો આપતા. એમની કચેરીમાં કવિઓ આવતા અને કાવ્યોની રમઝટ પણ ચાલતી.

એક વાર એક કવિ એક નવા પ્રકારના કાવ્યની રચના લઈને આવ્યો અને કચેરીમાં બેઠેલા કવિઓ વચ્ચે પોતાની કૃતિ મોટે સપ્દે લલકારવા લાગ્યો

ભલા સિહોરનાડુંગરા, ભલાં વરતેજનાં વન,
ભલો મહુવાનો રાનબાગ, ભલા ભાવસિંહજી મહારાજ.

નવા આવેલા કવિના આ શબ્દો સાંભળી મહારાજા ભાવસિંહજી ખુશ થતા દેખાયા.

ત્યાં કચેરીનો એક કવિ નવા આવેલા કવિને કહેવા લાગ્યો : કવિરાજ, તમારી રચના તો સરસ છે પણ એમાં પ્રાસનો મેળ મળતો નથી…

આગંતુક કવિ પણ ઓછો ન હતો. તે બોલો : તમારી વાત તો ખરી છે પણ હવે તમે જ કહો કે મારા આ શબ્દોમાંથી હું કયો શબ્દ કાઢી નાખું? અને બીજો કયો શબ્દ ઉમેંરું?

કચેરીનો કવિ આ સાંભળી મૂંઝાઈ પડ્યો. મહારાજાએ આગંતુક્ર કવિને સારું ઈનામ આપી તેનો સત્કાર કર્યો.

નોધ :- લખાણ કરવા મા ક્યાંક શબ્દો ની ભૂલ હોય શકે તો એના માટે માફી ચાહું છું .

લેખક:- વિષ્ણુ મહંત (૯૯૯૮૩૮૫૩૬૫)
પુસ્તક :- કસદાર કચ્છ ના રત્નો -
ભાગ -૨ લીલાબા ગોહિલ
ટાઈપિંગ :- ભરતસિંહ ગોહિલ ગાંગડા (ગાંગડગઢ)

रोयल राजपुताना

જય માતાજી

જય રાજપુતાના

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED