સંબંધોની માયાજાળ - 13 Jimisha દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ચતુર

    आकारसदृशप्रज्ञः प्रज्ञयासदृशागमः | आगमैः सदृशारम्भ आरम्भसदृश...

  • ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 5

    આશા પારેખઃ બોલિવૂડની જ્યુબિલી ગર્લ તો નૂતન અભિનયની મહારાણી૧૯...

  • રાણીની હવેલી - 6

    તે દિવસે મારી જિંદગીમાં પ્રથમ વાર મેં કંઈક આવું વિચિત્ર અને...

  • ચોરોનો ખજાનો - 71

                   જીવડું અને જંગ           રિચાર્ડ અને તેની સાથ...

  • ખજાનો - 88

    "આ બધી સમસ્યાઓનો ઉકેલ તો અંગ્રેજોએ આપણા જહાજ સાથે જ બાળી નાં...

શ્રેણી
શેયર કરો

સંબંધોની માયાજાળ - 13

સંબંધોની માયાજાળ_13


બીજે દિવસથી બિઝનેસ સમિટ ચાલુ થઈ ગઈ હોવાથી ભૂમિજા વ્યસ્ત રહેવા લાગી. આટલી વ્યસ્તતા હોવા છતાં પણ દિવસમાં એક વાર તો સમય નીકાળીને એ ગ્રંથ સાથે વાત કરી જ લેતી. વધારે સમય ના હોય તો છેલ્લા 2-3 મિનિટ તો ખરી જ!!

આજે કેપગેમિની ઈન્ટરનેશનલની એન્યુઅલ બિઝનેસ સમિટનો આખરી દિવસ હોવાથી વર્ષનું સૌથી મોટું પ્રમોશન મિ. સેન અનાઉન્સ કરવાના હોય છે. આ કેપગેમિની ઈન્ટરનેશનલનો વણલખ્યો નિયમ છે. એ ઉપરાંત આજે ભૂમિજાનો પણ ગુજરાત માં છેલ્લો દિવસ છે. આવતીકાલે બેક ટુ પુણે!!

આ તરફ જૂનાગઢમાં ગર્વિતને બે દિવસ પછી એની ફાઇનલ એક્ઝામ ચાલુ થતી હોવાથી એ એની કૉલેજ જવા નીકળે છે. યોગાનુયોગ એની કૉલેજ પણ રાજકોટમાં જ હોવાથી એ ગ્રંથને કહે છે એણે રાજકોટ મૂકી જવા માટે. એના આમ કરવા પાછળ બે કારણ હોય છે. એક તો એની પાસે ઘણો બધો સામાન હોય છે અને બીજું એ કે જો એણે એની ભાભી એટલે કે ભૂમિજાને મળવું હોય તો ગ્રંથની જરૂર પડે જ!!

ગ્રંથ તો તૈયાર જ હોય છે. કારણકે એ પોતે પણ સવારથી જ વિચારી રહ્યો હતો કે ગમે તેમ કરીને ય સહી,પણ ભૂમિજાને તો મળવું જ પડશે!! એણે કારણ જોઈતું હતું અને કારણ મળી પણ ગયું.

ભૂમિજાને સરપ્રાઈઝ આપવાનું વિચારીને ગ્રંથે એણે કઈ જ ના જણાવ્યું. ઘેરથી નીકળતા પહેલા ગ્રંથે એના મમ્મીને "આવતા એણે રાત્રે લેટ થશે." એમ જણાવી દીધું. જેથી કરીને ગરિમા બહેન ચિંતા ના કરે.

1 કલાકમાં જ બંને રાજકોટ પહોંચી ગયા. રાજકોટ શહેરમાં એન્ટર થતાની સાથે જ ગ્રંથે ગાડી ગર્વિતની કૉલેજ વાળા રસ્તે વાળી. પરંતુ ગર્વિત ભૂમિજાને મળવા માંગતો હોવાથી એણે ગ્રંથને ગાડી ભૂમિજાની હોટેલ લઈ જવા જણાવ્યું.

ગ્રંથે ના પાડી. કારણકે લાસ્ટ ટાઈમ ગર્વિતે જે મૂર્ખામી કરી હતી એણે યાદ કરતાં ગ્રંથને ગર્વિત ભૂમિજાને ના મળે એ જ યોગ્ય લાગ્યું. પરંતુ ગર્વિતે ગ્રંથ આગળ બહુ જ આજીજી કરી. એટલે છેવટે ગ્રંથે માનવું જ પડ્યું.

જ્યારે ગ્રંથ અને ગર્વિત હોટેલ પહોંચ્યા એ જ સમયે મિ. સેન પ્રમોશન એનાઉન્સ કરવા માટે સ્ટેજ પર આવ્યા. ગ્રંથને મેનેજર પહેલેથી જ ઓળખતો હોવાથી એણે કોઈ પણ પૂછપરછ વિના જ એ બંનેને બેન્કવેટ હૉલ જવા જણાવી દીધું.

જ્યારે ગ્રંથ અને ગર્વિત બેન્કવેટ હૉલ પહોંચ્યા ત્યારે,

I want to call Miss.Bhumija Patel, please come on the stage. મિ. સેનએ જાહેરાત કરી.

મિ. સેનની એનાઉન્સમેન્ટ થતાની સાથે જ ભૂમિજા સ્ટેજ ઉપર ગઈ. એના સ્ટેજ પર પહોંચતાની સાથે જ મિ. સેનએ પોતાનું બિઝનેસ સમિટ જોગ સંબોધન શરૂ કર્યું.

"Today is the last day of our business summit. and you all know that as our company's rule, today I will announce the biggest promotion of our company. but before any announcement, I would like to thanks to Miss. Bhumija Patel and team for arranging and managing this business summit. second point is that you all know that our company's Pune branch is so progresive in last 6 months than other branches. it's happened because of Miss. Bhumija Patel. so this year's promotion goes to Pune branch's Head Miss. Bhumija Patel. Company pramot her as a state head of Capgemini international for Maharashtra State. So give a big hands together. ((આજે આપની બિઝનેસ સમિટ નો અંતિમ દિવસ છે. અને કંપનીના નિયમ પ્રમાણે આજે હું કંપનીનું સૌથી મોટું પ્રમોશન જાહેર કરીશ. પરંતુ કોઈ પણ જાહેરાત કરતા પહેલા હું મિસ. ભૂમિજા પટેલ અને તેમની ટીમનો આભાર માનું છું, આ બિઝનેસ સમિટ ને આટલી સારી રીતે સંભાળવા માટે. અને બીજી એક વાત!! કે તમે સૌ જાણો જ છો કે આપની કંપનીની પુણે બ્રાન્ચે છેલ્લા 6 મહિનામાં ઘણી બધી પ્રગતિ કરી છે બીજી બધી બ્રાન્ચ ના પ્રમાણમાં!! આ શક્ય બન્યું છે માત્રને માત્ર મિસ ભૂમિજા પટેલના કારણે. અને એથી જ આ વર્ષનું પ્રમોશન જાય છે પુણે બ્રાન્ચના હેડ મિસ ભૂમિજા પટેલને!! કંપની તેમને કેપગેમિની ઇન્ટરનેશનલ ના સ્ટેટ હેડ તરીકે પ્રમોટ કરે છે મહારાષ્ટ્ર રાજ્ય માટે.))"

જાહેરાત થતાની સાથે આખો બેન્કવેટ હૉલ તાળીઓથી ગુંજી ઉઠ્યો. મિ. સેનએ ભૂમિજાને અભિનંદન પાઠવવાના હેતુથી પોતાનો હાથ લંબાવ્યો એની તરફ. સામે ભૂમિજાએ પણ પોતાનો હાથ લંબાવીને મિ. સેનનો આભાર માન્યો. અને એટલામાં જ ભૂમિજાની નજર દૂર ઉભેલા ગ્રંથ અને ગર્વિત પર પડી. એટલે તરત જ એ મિ. સેનને "sir, just a minute, I'll come." કહી ગ્રંથ અને ગર્વિત જ્યાં ઉભા હોય છે તે તરફ જવા લાગી.

ભૂમિજા આવી એટલે ગ્રંથ કઈ પણ બોલે એ પહેલા જ ગર્વિત બોલી ઉઠ્યો, " congrets ભાભી."

આમ અચાનક જ ગર્વિતે પોતાને ભાભી કહ્યું એટલે ભૂમિજા આશ્ચર્યચકિત થઈ ગઈ. અને એટલે જ એ એની આંખો પહોળી કરીને ગર્વિત સામું જોવા લાગી. ભૂમિજા આમ એણે જોતી હોવાથી ગર્વિતને લાગ્યું કે એનાથી વધારે પડતું જ બોલાઈ ગયું છે. એટલે તરત જ વાત બગડે એ પહેલા જ એણે "સોરી સોરી." કહી વાતને વાળી લીધી.

"તમે બંને અહી ક્યાંથી??" ભૂમિજા એ ગ્રંથને પૂછ્યું.

"હું અહી ગર્વિતને મૂકવા આવ્યો હતો તો થયું કે તમને પણ મળતો જ જવું!!" ગ્રંથે કલેરીફિકેસન આપતા કહ્યું.

"અહી!! આ હોટેલમાં??" ભૂમિજા ગ્રંથની ફિરકી લેતી હોય એમ બોલી.

"અરે!! આ હોટેલમાં નહી. આ શહેરમાં. બે દિવસ પછી એની ફાઇનલ એક્ઝામ ચાલુ થવાની છે. એટલે આજે ગર્વિતને હોસ્ટેલમાં રિપોર્ટ કરવો પડે એમ હતું."

"ઓકે. ઘરે પાછા ક્યારે જવાનાં છો તમે??"

"સાંજે."

"હમમ. તો સાંજે મળીયે. હું હમણાં બપોર પછી તો ફ્રી થઈ જ જઈશ. જો તમે ફ્રી હોવ તો રાત્રે ડિનર સાથે લઈએ??" ભૂમિજાએ ગ્રંથનો આગળનો પ્લાન શું છે એ જાણવા માટે થઇને પૂછ્યું.

"કોઈ વાંધો નહિ. હું ગર્વિતને એની હોસ્ટેલ ડ્રોપ કરી આવું. ત્યાં સુધી તમે પણ ફ્રી થઈ જશો."

ભૂમિજા કઈ જવાબ આપે એ પહેલા જ ગર્વિત બોલી ઉઠ્યો, "હું પણ અહી છું. એકલા એકલા ડિનર કરવાનો પ્લાન ના બનાવો. હું પણ આવીશ."

ગર્વિતના આમ બોલવાથી ગ્રંથને લાગ્યું કે એ ભૂમિજા સાથે થોડોક સમય પણ એકલામાં નહી વિતાવી શકે. એટલે એણે ગર્વિતને ઈશારામાં જ વિનવણી કરતો હોય એમ ના પાડવા માટે કહ્યું.

"ઠીક છે ગર્વિત ભાઈ. તમે પણ આવજો." ભૂમિજાએ એની વાત માની લેતા કહ્યું.

"અરે!! હું તો મજાક કરતો હતો. આજે તમે બંને જઈ આવો. તમે જ્યારે ફરી વખત જૂનાગઢ આવશોને ત્યારે આપણે બધા સાથે મળીને તમારી સક્સેસને સેલિબ્રેટ કરીશું. અને એમ પણ!! આજે તો હું ફ્રી પણ નથી." ગર્વિતે ગ્રંથની વાતને માનતા કહ્યું.

"ઓકે. એઝ યુ વિશ!! તો હું તમને પછી મળું ગ્રંથ. બાય. ઓલ ધ બેસ્ટ ફોર ધ એક્ઝામ ગર્વિત ભાઈ." એમ કહી ભૂમિજા હૉલની અંદર ચાલી ગઈ. ગ્રંથ અને ગર્વિત પણ બહાર નીકળી ગયા.

બપોરે સમિટ પતી ગઈ. ત્યારબાદ સૌ લોકોએ સાથે મળીને લંચ કર્યું. લંચ પતાવીને ભૂમિજાની સાથે ત્રણ ચાર લોકો રહ્યા. અને બાકીના બીજા બધા જ પોત પોતાના ઘરે જવા નીકળી ગયા. જે કંઈ પણ કામ બાકી રહ્યું હોય છે એ બધું કામ પતાવીને ભૂમિજા પોતાના રૂમમાં ગઈ. જઈને પહેલા તો એણે ગ્રંથને મેસેજ કરી દિધો, "meet after 5 p.m." ત્યારબાદ 4:50 p.m. નું અલાર્મ સેટ કરીને સુઈ ગઈ.

થાક એટલો બધો લાગ્યો હતો ભૂમિજાને કે જ્યારે 4:50 એ અલાર્મ વાગ્યું તેમ છતાં પણ એ ઉઠી નઈ. ગ્રંથ તો ભૂમિજાના જણાવ્યા પ્રમાણે 5 વાગ્યે હોટેલ પહોંચી ગયો. આવીને તરત જ એણે રિસેપ્શનિસ્ટને ભૂમિજા વિશે પૂછ્યું. રિસેપ્શનિસ્ટએ તરત જ ભૂમિજાના ઇન્ટરકોમ પર ફોન લગાવ્યો. પણ ભૂમિજાએ ફોન ઉઠાવ્યો જ નહીં. એટલે એણે વેઇટરને ભૂમિજાના રૂમ પર મોકલ્યો. પરંતુ ભૂમિજાએ ડોર પર જ "do not disturb." નું બોર્ડ લગાવ્યું હતું. એટલે વેઇટરે આવિને રિસેપ્શનિસ્ટને આ વાત જણાવી. રિસેપ્શનિસ્ટએ ગ્રંથને એ વાત જણાવી. ગ્રંથ "કોઈ વાંધો નહીં. પણ જ્યારે એ બહાર આવે ત્યારે મને ઈનફોર્મ કરી દેજો. હું કેફીટેરિયા જ બેઠો છું." કહી કેફીટેરિયા તરફ ચાલ્યો ગયો.

5:35 જેવું થયું ત્યારે ભૂમિજાની આંખ ખુલી. જોયું તો સાડા પાંચ ઉપર થઈ ગયું હતું. એટલે તરત જ એ ફ્રેશ થઈને બહાર આવી. અને તરત જ ગ્રંથને ફોન કર્યો. ગ્રંથ ફોન રીસીવ કરે એ પહેલા જ રિસેપ્શનિસ્ટની નજર ભૂમિજા પર પડી. એટલે તરત જ એણે ભૂમિજાને ગ્રંથ વિશે જણાવ્યું. ગ્રંથ કેફીટેરિયામાં એની રાહ જોઈને બેઠો છે એમ જાણી એ પણ કેફેટેરિયા તરફ ગઈ.

જઈને તરત જ "સોરી સોરી!! મારા લીધે તમારે રાહ જોવી પડી." કહી ભૂમિજા એ ગ્રંથની માફી માંગી.

"અરે કઈ વાંધો નહીં. અને એમ પણ હું હમણાં જ આવ્યો." કહી ગ્રંથે વાતને ટાળી દીધી.

"બોલો. ક્યાં જવું છે અત્યારે??" ભૂમિજાએ ગ્રંથને પૂછ્યું.

"તમે બોલો. તમારે જ્યાં જવું હોય ત્યાં જઈએ." ગ્રંથે ભૂમિજાને પૂછ્યું.

"સાચું કહું ને તો ક્યાંય નથી જવું. બસ એક જગ્યાએ શાંતિથી બેસવું છે."

"ઠીક છે. તો પછી અહી નજીકમાં જ એક ગાર્ડન છે ત્યાં જઈએ."

પાંચેક મિનિટમાં બંને જણ ગાર્ડન પહોંચી ગયા. અંદર જઈ ભૂમિજાએ એવી જગ્યા પસંદ કરી બેસવા માટે, જ્યાં લોકોની અવર જવર ઓછી હોય!!

જ્યારથી ભૂમિજાને જોઈ ત્યારથી જ ગ્રંથ નોટિસ જારી રહ્યો હતો કે ભૂમિજા મનમાં કઈ અવઢવ ચાલી રહી છે. કઈક તો વાત છે જેના કારણે એ ઉદાસ લાગી રહી છે. અને એટલે જ વાર ના કરતા ગ્રંથે પૂછી જ લીધું, "કઈ થયું છે તમને??"

"ના રે ના. મને શું થવાનું છે!!"

"તો પછી તમે ઉદાસ કેમ છો?? આજે તો તમને પ્રમોશન મળ્યું છે. તો તમારે ખુશ થવું જોઈએ એના બદલે તમે ઉદાસ કેમ છો??"

એના મનમાં શું ચાલી રહ્યું છે એ વાત ગ્રંથે તરત જ પારખી લીધી એટલે ભૂમિજા વિચારવા લાગી કે કેવી રીતે ગ્રંથ એના મનની વાત આટલી સહેલાઈથી જાણી લે છે?? શું ખરેખર કોઈ વ્યક્તિ આટલી સિદ્દતથી કોઈને પ્રેમ કરી શકે??

ભૂમિજાને જવાબ આપવાની બદલે વિચારોમાં ખોવાયેલી જોઈ ગ્રંથે એનું ધ્યાન ભંગ કરવા માટે ચપટી વગાડતા પૂછ્યું, "ક્યાં ખોવાઈ ગયા??"

"ક્યાંય નહિ."

"તો પછી જવાબ આપો."

"કઈ ખાસ નઈ. પણ હું આ પ્રમોશનથી ખુશ નથી." પોતાના મનની મૂંઝવણ જણાવતા ભૂમિજા એ કહ્યું.

"કેમ??"

"કારણકે હવે મારે પુણે છોડીને મુંબઈ શિફ્ટ થવું પાડશે."

"કેમ??"

"કંપનીનો રુલ છે કે સ્ટેટ હેડ હોય એ સ્ટેટની મેઈન બ્રાન્ચમાં રહીને જ કામ કરી શકે. એટલે મારે પણ મુંબઈ ઓફીસમાં રહીને જ કામ કરવું પડશે."

"તો એમાં પ્રોબ્લેમ શું છે?? પુણે હોય કે મુંબઈ. શું ફર્ક પડે??"

"ફર્ક પડે છે મને. હું પુણે છોડવા નથી માંગતી."

પુણે ના છોડવા વાળી વાત સાંભળીને ગ્રંથનું મોઢું પડી ગયું. પણ એણે પોતાના ચહેરા પર આવેલા ભાવ ભૂમિજાને કળાવા ના દીધા. અને વાતને બીજી તરફ વાળવા માટે પૂછ્યું, "તમે પુણે રિટર્ન ક્યારે જવાનાં છો??"

"આવતી કાલે બપોરે ફ્લાઇટ છે અમદાવાદથી. પણ તમારું મો કેમ પડી ગયું??" ભૂમિજાએ એના ચહેરાના ભાવ જાણે વાંચી લીધા હોય એમ એણે પૂછ્યું.

"કઈ નઈ. બસ એમ જ. આવતી કાલે સવારે હું અમદાવાદ જવાનો જ છું. તો તમે મારી સાથે જ આવજો. એ બહાને મને તમારી સાથે વધારે સમય વિતાવવા મળશે."

"કોઈ જરુર નથી. અને હા બહાના બનાવવાની પણ કોઈ જરુર નથી. મને ખબર છે કે તમારે કોઈ જ કામ નથી અમદાવાદમાં!!"

"અરે ખરેખર મારે કામ છે અમદાવાદમાં. એક મહિના પહેલા જ પપ્પાએ કહ્યું હતું મને કે મારે એમના એક કામથી અમદાવાદ જવું પડશે."

"હે?? એક મહિના પહેલા!! કે પછી જેવી રીતે ખોડલધામ જવાનો પ્રોગ્રામ બન્યો હતો એવી રીતે જ આ પ્રોગ્રામ પણ બની ગયો??"

પોતાની ચોરી પકડાઈ ગઈ છે એ વાત સમજતા ગ્રંથને વાર ના લાગી. "તો તમને ખબર પડી જ ગઈ એમ ને??"

"હા. મને એ દિવસે જ ખબર પડી ગઈ હતી." સ્માઇલ કરતા ભૂમિજા બોલી.

"બીજું શું ખબર છે તમને?? એ પણ જણાવી જ દો." ગ્રંથે પોતાનું માથું ખંજવાળતા પૂછ્યું.

"બીજું એ કે ગિરનાર ચડતી વખતે તેજસનો પગ મચકોડાયો નહોતો. એ ખાલી નાટક કરતો હતો અને એ પણ તમારા કેહવા પર. મને એ પણ ખબર છે કે જ્યારે આપણે દત્તાત્રેય શિખરથી નીચે ઉતરીને એક જગ્યાએ બેઠા હતા અને હું સૂર્યનારાયણ તરફ જોઈને મારા હાથ ફેલાવી ને ઉભી હતી, ત્યારે તમે મારા ફોટોઝ ક્લિક કર્યા હતા." પોતાની આંખોને નચાવતા ભૂમિજાએ જણાવ્યું.

"તો તમને બધી ખબર પહેલેથી જ હતી. એમ ને??"

"હા. મને તો એ પણ ખબર છે કે હમણાં જ્યારે મે પુણે ના છોડવા ની વાત કરી ત્યારે તમારો ચહેરો ઉતરી કેમ ગયો હતો!! પણ don't worry. જો મે તમારી સાથે લગ્ન કર્યા તો લગ્ન પછી હું અહીં જૂનાગઢમાં જ રહીશ!!"

"અરે!! તમને મારા મનની વાત કેવી રીતે ખબર પડી??"

"કેમ?? ખાલી તમે જ મારા મનને વાંચી શકો. હું નઈ??" ભૂમિજાએ પોતાની આંખોને નચાવતા કહ્યું.

આમ ને આમ ઘણા સમય સુધી બંને વાતો જ કરતા રહ્યા. રાત પડી અને અંધારું થયું એટલે ગ્રંથે ભૂમિજાને ડિનર માટે પૂછ્યું.

"હા ચાલો!!"

"ક્યાં જવું છે??"

"ક્યાંય નહિ. અહી જ. હું જ્યાં રોકાઈ છું એ જ હોટેલમાં!!"

"ત્યાં જ જમવું છે?? ક્યાંય બહાર નથી જવું??"

"પેહલા જમી લઈએ. પછી લોંગ ડ્રાઈવ પર જઈએ. જો તમને કોઈ પ્રોબ્લેમ ના હોય તો!!"

"મને શું પ્રોબ્લેમ હોવાનો!! જેવી તમારી મરજી."

હોટેલ આવીને બંને એક ટેબલ પર બેઠા. પછી કઈક યાદ આવતા ભૂમિજા ગ્રંથને ઓર્ડર આપવાનું કહીને "હું હમણાં આવી." એમ કહીને ક્યાંક ગઈ. દરસલ એ મેનેજરને શોધતી હોય છે. મેનેજર મળી ગયા એટલે ભૂમિજાએ એમને કઈક વ્યવસ્થા કરવાનું કહ્યું. અને પછી પોતે ગ્રંથ પાસે આવી. ગ્રંથે ઓર્ડર આપી જ દીધો હતો એટલે ડિનર રેડી જ હતું.

જમીને બંને બહાર લૉન માં આવ્યા એટલે ગ્રંથે ભૂમિજા પૂછ્યું, "હવે બોલો. ક્યાં જવું છે??"

"તમે જ્યાં લઈ જાવ ત્યાં. પણ મારી એક શરત છે!!" ભૂમિજાએ સસ્પેન્સ ક્રિયેટ કરતા કહ્યું.

"હા બોલો. શું છે તમારી શરત??"

"એક મિનિટ." એમ કહી ભૂમિજા એ મેનેજરને બૂમ પાડી. તરત જ મેનેજર બે સાયકલ લઈને આવ્યો.

સાયકલ જોઈને ગ્રંથ આશ્ચર્ય પામ્યો. અને તરત જ એને ભૂમિજાને પૂછી લીધું, "આ સાયકલ કેમ મંગાવી તમે??"

"કારણકે આ જ મારી શરત છે."

"મતલબ?? હું કઈ સમજ્યો નહીં."

"મતલબ એમ કે આપણે લોંગ ડ્રાઈવ પર જઈશું. પણ સાયકલ લઈને. ગાડીમાં નહી."

"ઓકે." દરવખતની જેમ જ ભૂમિજાની વાતને માની લેતા ગ્રંથ બોલ્યો.

કલાક જેટલું સાયકલિંગ કર્યા પછી બંને જણ હોટેલ પાછા આવ્યા. ત્યારબાદ બન્ને લૉનમાં જ મૂકેલા એક બાકડા પર બેઠા.

"એક વાત પૂછું??" ભૂમિજાએ ગ્રંથને પૂછ્યું.

"હા!! પૂછો ને!!"

"જો મે લગ્ન માટે ના પાડી તો!!"

"તો શું??"

"તો તમે શું કરશો??"

"હું શું કરવાનો!! હું લાઇફ ટાઈમ તમારી રાહ જોઇશ. બાકી લગ્ન તો તમારી સાથે જ કરીશ. નહિતર નહી કરું."

"સાચ્ચે??"

"હા!! સાચ્ચે!!"

"તો પછી છે ને તમે મને આમ તમે કહીને બોલવાનું બંધ કરી દો."

"હું કાઈ સમજ્યો નહીં. તમે કે શું માંગો છો??"

"એજ કે જો ખરેખર તમારે મારી સાથે લગ્ન કરવા હોય તો તમે મને આ 'તમે' કહીને બોલવાની ફોર્મલિટી ના કરો. તું કહીને બોલાવશો તો ચાલશે."

"હા તો એની શરૂઆત તમે તમારાથી જ કરો."

"મતલબ??"

"મતલબ એમ કે તમે પણ મને તુ કહિને બોલાવશો તો મને ગમશે!!"

"એ કેવી રીતે શક્ય છે??"

"કેમ?? કેમ શક્ય નથી??"

"કારણકે ક્યારેય એક પત્ની પોતાના પતિને તુકારાથી ના બોલાવે. અને જો આપણા બન્નેના લગ્ન થયા તો હું તમારી પત્ની કેહવાઈશ ને!! એટલે લગ્ન પછી તો મારે તમને તમે કહીને જ બોલાવા પડશે. એટલે હું અત્યારથી પ્રેક્ટિસ કરું છું."

"ઓહ હો!! એમ વાત છે. આટલું બધું લાંબુ વિચારી લીધું છે તો પછી લગ્ન માટે પણ હા કહી જ દો ને!!"

"બહુ ઉતાવળ છે તમને!!"

"ઉતાવળ કઈ નહી. તમારે જ્યારે જવાબ આપવો હોય ત્યારે આપજો. હું તમારી રાહ જોઇશ. અને રહી વાત તમને માનથી બોલાવવાની. તો એ તો હું જીવનભર તમને આ રીતે જ બોલાવીશ."

"તમારી સાથે વાતોમાં હું ક્યારેય નહીં જીતી શકું."

ભૂમિજાના આમ કેહવાથી ગ્રંથે એનો હાથ પોતાના હાથમાં લીધો અને એની આંખોમાં જોતા બોલ્યો, "મને પૂરી રીતે તો જીતી જ લીધો છે તમે. એટ લીસ્ટ શબ્દોમાં તો મને જીતવા દો."

આમ એકબીજાના હાથ પકડીને બંને જણ ઘણા સમય સુધી વાતો કરતા રહ્યા. મોડી રાત થઈ ગઈ, પણ બંનેની વાતો ના ખૂટી. પરંતુ ધીમે ધીમે ભૂમિજાની આંખો ઘેરાવા માંડી. એટલે એણે પોતાનું માથું ગ્રંથના ખભા પર ઢાળી દીધું. ભૂમિજાનું આમ કરવું ગ્રંથને ગમ્યું. ભૂમિજાને તો થાકેલી હતી એટલે ઊંઘ આવી ગઈ. ગ્રંથે પણ એણે કઈ જ ના કહેતા સુવા દીધી.

ત્યાં થોડીકવારમાં હોટેલનો મેનેજર આવ્યો. પરંતુ એ કઈ બોલે એ પહેલા જ ગ્રંથે એણે ઈશારામાં જ ચૂપ રહેવા કહ્યું. અને એણે અંદર ચાલ્યા જવા જણાવ્યું. મેનેજરના ગયા પછી ગ્રંથે એની મમ્મીને મેસેજ કરીને જણાવી દીધું કે એ આવતીકાલે સવારે જ ઘરે આવશે.

આખી રાત ભૂમિજા ગ્રંથના ખભે માથું રાખીને સૂઈ રહી. પરંતુ ગ્રંથ કઈ જ ના બોલ્યો. અને બોલે પણ કેમ!! ભૂમિજાનો હાથ એના હાથ માં જો હતો.

(( 2 મહિના પછી ))

ગ્રંથ પર ભૂમિજાનો ફોન આવે છે. ગ્રંથ કઈ બોલે એ પહેલા જ ભૂમિજા એ "હું પરમ દિવસે મારા ફેમિલી સાથે ખોડલ ધામ આવવાની છું." જણાવી ફોન કટ કરી નાખ્યો.

(( હવે શું?? આમ અચાનક ભૂમિજાનું એના પરિવાર સાથે ખોડલધામ આવવુ એનું કારણ શું હશે?? શું ભૂમિજા હા પાડશે ગ્રંથ સાથે લગ્ન કરવા માટે?? અને જો ભૂમિજા એ હા પાડી પણ એના મમ્મી પપ્પા ના માન્યા તો?? આવા અગણિત સવાલોના જવાબ મેળવવા માટે થઇને વાંચતા રહો "સંબંધોની માયાજાળ" ))


(( Bhumija ))