sambandhoni mayajaal - 5 books and stories free download online pdf in Gujarati

સંબંધોની માયાજાળ - 5

સંબંધોની માયાજાળ_5


ભૂમિજા ગ્રંથની ગાડીમાં બેસી એ કોઈ અન્ય વ્યક્તિ પણ જોઈ રહી છે એ વાતથી અંજાન ગ્રંથે એની કાર મારી મૂકી તેજસના ઘર તરફ!!

પૂરા રસ્તે બે માંથી એક પણ કઈ જ નથી બોલતા. ભૂમિજાને ઓક્વર્ડ ના લાગે એટલા માટે ગ્રંથ સોંગ વગાડે છે. અને આમ જ બંને તેજસના ઘરે પહોંચે છે.

ગ્રંથ અને ભૂમિજાને જોતા તેજસ બંનેને લેવા માટે આવે છે. તેજસ ભૂમિજાને લઈ પોતાના મમ્મી પપ્પા પાસે આવે છે અને ભૂમિજાની ઓળખાણ કરાવે છે એમનાથી. ત્યારબાદ પરિવારના અન્ય સભ્યો સાથે પણ એની ઓળખાણ કરાવે છે.

હોલિકા દહનનો સમય થઈ ગયો હોવાથી મહારાજ ઘરનાં મોભી એટલે કે તેજસના પપ્પાને બોલાવે છે પૂજા કરવા માટે. પરંતુ તેજસના પપ્પા પોતાની જગ્યાએ તેજસને આગળ કરે છે પૂજા કરવા માટે!!

તેજસ પૂજા કરવા માટે જાય છે એટલે ફરી એક વખત ભૂમિજા એકલી પડે છે. પરંતુ આ વખતે ગ્રંથ એની પાસે ના જતા દૂર જ ઉભો રહીને એણે જોયા કરે છે. અને વિચારે છે કે, " સવાર કરતા એકદમ અલગ જ લાગે છે એ અત્યારે. ક્યાં સવારની જિન્સ કુર્તિમાં વેસ્ટર્ન લાગતી મોર્ડન છોકરી અને ક્યાં અત્યારે ઇન્ડિયન ડ્રેસમાં ટ્રેડિશનલ છોકરી!! ખરેખર આમને પોતાની સંસ્કૃતિને સાચવીને પણ આધુનિક બનીને કેમનું રહેવું એ સારી રીતે આવડે છે. "

આમ વિચારો વિચારોમાં ગ્રંથને ખબર જ ન રહી કે તેજસ બાદ બીજા બધા લોકોએ પણ પૂજા કરી લીધી. હવે તો એ એકલો જ બાકી રહ્યો હોય છે એટલે જ તેજસની મમ્મી એને બોલાવે છે ત્યારે એનું મન વિચારોમાંથી બહાર આવે છે. ત્યાર બાદ એ પણ પૂજા કરી લે છે.

પૂજા વિધિનો કાર્યક્રમ પત્યા પછી બધા લોકો ઘરની અંદર જાય છે. ઘરની બધી સ્ત્રીઓ સાંજના જમવાની તૈયારીઓ કરવા લાગે છે. આ જોઈ ભૂમિજાને પણ લાગે છે કે એણે પણ મદદ કરવી જોઈએ. અને એટલે જ એ પોતે પણ તેજસની મમ્મીની મદદ કરવા માટે થઇને રસોડામાં જાય છે.

ભૂમિજાના રસોડામાં ગયા બાદ ગ્રંથ અને તેજસ એકલા પડે છે. એટલે એ બન્ને ધાબા ((અગાસી)) પર જઈને બેસે છે.

ગ્રંથને લાગે છે કે આ જ યોગ્ય સમય છે ભૂમિજાના ભૂતકાળ વિશે જાણવાનો. અને એટલે જ એ તેજસને પૂછે છે કે, " તને ખબર પડી કે એ કોણ છે જેને ભૂમિજા પ્રેમ કરે છે?? "

"ના! હજુ તો નથી ખબર. પણ આઈ એમ સ્યોર કે આવતીકાલે ખબર પડી જ જશે." તેજસને પોતાના પ્લાન પર પૂરો વિશ્વાસ હોય એમ એને એકદમ મક્કમતાથી કહ્યું.

"જે વાત તને અત્યાર સુધી નથી ખબર પડી એ વાત તને આવતીકાલે ખબર પડી જ જશે!! એ બાબતે તું આટલો સ્યોર કેમ છું?? શું તારી પાસે કોઈ પ્લાન છે ??" ગ્રંથને શંકા પડતા એણે તેજસ પાસે એ વાતનો ખુલાસો માગ્યો.

"પ્લાન તો છે જ. પરંતુ...." વાતને અધૂરી મૂકતા તેજસએ કહ્યું.

"પરંતુ શું!!" ગ્રંથને તેજસનું આમ વાતને અધૂરી મૂકવું ના ગમતા એણે અણગમો દર્શાવતા પૂછ્યું.

"કઈ નઈ."

"કઈક તો છે જ!!"

"કઈ ખાસ નહી. પણ હું એ વિચારતો હતો કે આવતીકાલે હું તો પ્રિસા (( તેજસની મંગેતર )) સાથે હોઈશ. તો હું ભૂમિજા પર ધ્યાન કેવી રીતે રાખી શકીશ?? અને જો મે ધ્યાન જ ના રાખ્યું તો ખબર કેવી રીતે પડશે કે એ કોણ છે?? જેણે ભૂમિજા પ્રેમ કરે છે!!"

"તું એની ચિંતા ન કર. હું છું ને!!" ગ્રંથે સ્યોરિટી આપતા કહ્યું.

"તું શું કરીશ??"

"હું ભૂમિજા સાથે મિત્રતા કરીશ!!"

"વ્હોટ?? શું બોલે છે તું??" તેજસને ગ્રંથની વાત ના સમજાતા એણે સામો સવાલ કરતા પૂછ્યું.

"એ બસ તું જોયે રાખ."

"ઓ ભાઈ!! જો તને એવું લાગતું હોય કે હું તારી મદદ કરીશ ભૂમિજા સાથે મિત્રતા કરાવવામાં!! તો એ તો તું ભૂલી જ જજે. કારણકે જો એણે ખબર પડશે ને કે આ બધું કરવામાં મે તારી મદદ કરી છે તો તો મારું આવી જ બનશે. અને ઉપરથી એની સાથેની મિત્રતા તુટી જશે એ અલગ."

બંનેની વાતો ચાલતી હોય છે ત્યાં જ તેજસના મમ્મી બંનેને જમવા માટે નીચે બોલાવે છે એટલે નાછૂટકે બંને પોતાની વાતને અધૂરી રાખીને નીચે જમવા માટે જાય છે. જતા જતા જ ગ્રંથ નિશ્ચય કરે છે કે, " કઈ પણ થાય. પરંતુ આવતીકાલે તો એ ગમે તેમ કરીને જાણી જ લેશે કે એ કોણ છે, જેને ભૂમિજા પ્રેમ કરે છે?? "

તેજસની મમ્મી ભૂમિજાને પણ તેજસની સાથે જ જમવા બેસી જવાનું કહે છે. પરંતુ ભૂમિજા માનતી નથી. એટલે તેજસના પપ્પા પણ એણે આગ્રહ કરે છે પોતાની સાથે જ જમી લેવા માટે. એટલે થોડી આનાકાની બાદ એ માની જાય છે. પરંતુ તેજસની બાજુ માં જગ્યા ના હોવાથી તેજસ એણે ગ્રંથની બાજુમાં બેસવા માટે કહે છે. થોડું ઓક્વર્ડ તો લાગે છે એણે, પરંતુ પછી એ કઈ પણ બોલ્યા વગર જ ગ્રંથની બાજુમાં બેસી જાય છે. 😊😊😊😊

જમી પરવારીને બધા લોકો ઘરમાં જ બેસે છે. પરંતુ ગ્રંથ સાથે ભૂમિજાની મિત્રતા થઈ જાય એટલા માટે તેજસ એ બંનેને બહાર આંગણામાં લઇ આવે છે. તેજસ અને ગ્રંથ બેન્ચ પર બેસે છે તો ભૂમિજા હીંચકા પર બેસવાનું પસંદ કરે છે.

તેજસ ભૂમિજાને એના ફ્યુચર પ્લાન્સ વિશે પૂછે છે. તો ભૂમિજા જણાવે છે કે, " કઈ ખાસ નહી. જો હું બ્રાન્ચ હેડ તો બની જ ગઈ છું. હવે સ્ટેટ હેડ બનવું છે. ત્યાર બાદ ઝોનલ હેડ અને એ પછી લાસ્ટ સ્ટેજ એટલે કે કન્ટ્રી હેડ. બસ આટલો જ પ્લાન છે મારો. "

"અને લગ્ન!!"

"તને સારી રીતે ખબર છે કે લગ્ન વિશેના મારા વિચારો શું છે?? બધું જાણતા હોવા છતાં પણ તું આ પૂછે છે??" તેજસએ પોતાની દુખતી રગ પર હાથ મૂકી દીધો છે એ વાતનો અહેસાસ થતા જ ભૂમિજાએ ઉદાસ વદને તેજસ સામે જોઇને પૂછ્યું.

"ક્યાં સુધી તું તારા ભૂતકાળમાં જ જીવીશ?? બે વર્ષ થઈ ગયા એ સંબંધને તૂટે!! હવે તો એ વાતને પડતી મુક. અને જીવનમાં આગળ વધ." તેજસએ એણે આશ્વાસન આપતા કહ્યું.

ગ્રંથ બંનેની વાતો ને ચૂપચાપ સાંભળે છે પરંતુ એણે એ નથી સમજાતું કે આ બધું ચાલી શું રહ્યું છે એટલે એ ચૂપ રહેવાનું જ યોગ્ય સમજે છે.

આ તરફ ભૂમિજા બે મિનિટ મૌન રહે છે. અને કહે છે કે, "મારે હવે કોઈની પણ સાથે આગળ નથી વધવું. અને એમ પણ આપની ગુજરાતીમાં કહેવત છે ને કે ' દૂધનો દાઝ્યો છાશ પણ ફૂંકી ફૂંકીને પીવે.' "

"હા!! એનો મતલબ એમ તો નથીને કે માણસ દૂધ પીવાનું જ છોડી દે!!"

"મારે તારી સાથે કોઈ આર્ગ્યુમેંટ કરવી નથી. આ વિષય પર તો નહી જ!!"

"પણ મારે વાત કરવી છે. ક્યાં સુધી તું ખુદને જ સજા આપતી રહીશ. look at you. કેવી હતી ને કેવી થઈ ગઈ છે તું. હસવાનું પણ ભૂલી ગઈ છે."

"see!!" પોતાના ચહેરા પર સ્મિત કરતા ભૂમિજાએ કહ્યું, "મુસ્કાન કરું તો છું હું."

"આ ફેક સ્માઈલ છે. તું મને ના સમજાવીશ. તારો મિત્ર છું. પરંતુ તારા કરતા વધારે જાણું છું તને. સમજી??"

"ok. તું ભલે મને વધારે સારી રીતે જાણતો હોય, પરંતુ તેમ છતાં પણ એક વાત સમજી લે તું કે જે અનુભવ મે કર્યો છે એનાં પરથી હું એટલું તો સમજી જ ચૂકી છું કે પ્રેમ મારા માટે નથી. અને બીજી એક વાત!! આ વાતને અહી જ ખતમ કર."

આ બંનેનો ઝઘડો જોઈ ગ્રંથને લાગ્યું કે જો અત્યારે જ આ બંનેની વાતને અહી જ ખતમ ના કરી તો એ બંનેનો સંબંધ પણ બગડશે. અને એટલે જ એણે તેજસનો હાથ પકડીને એણે ખેંચ્યો. ગ્રંથના આવા વર્તનથી તેજસએ એની તરફ જોઈને ઈશારામાં જ પૂછ્યું કે, "શું છે??"

ગ્રંથે એનાં મોઢા પર આંગળી મૂકીને એણે ચૂપ રહેવા જણાવ્યું. અને પોતે મોરચો સંભાળ્યો.😛😛😛😛

"sorry for enterupt to both of you. but જો તમને બંનેને કોઈ વાંધો ના હોય તો હું કઈ કહું??" ગ્રંથે પૂછ્યું. જેથી કરીને કોઈને, ખાસ કરીને ભૂમિજાને એવું ના લાગે કે કોઈ અજનબી એમના પર્સનલ મેટરમાં ઇન્ટરફિયર કરે છે!!

"બોલો. બધા મારા જીવનના નિર્ણયો લે છે તો તમે પણ જણાવી જ દો તમારો નિર્ણય!!" ભૂમિજાએ અણગમા સાથે કહ્યું.

"sorry ભૂમિજા. તમને હર્ટ કરવાનો મારો કોઈ ઈરાદો નથી. પરંતુ તેમ છતાં પણ જો તમને એવું લાગતું હોય કે હું તમારી પર્સનલ લાઇફ માં ઇન્ટરફિયર કરું છું તો આઈ એમ સોરી વન્સ અગેઈન." ગ્રંથે સફાઈ આપતા જણાવ્યું.

ભૂમિજાને લાગ્યું કે એણે તેજસનો ગુસ્સો ગ્રંથ પર ઉતાર્યો છે. પોતાની ગલતીનો એહસાસ થતા એણે ગ્રંથની માફી માગી અને એણે એનો મત રજૂ કરવા કહ્યું.

ભૂમિજાની પરમિશન મળતા ગ્રંથે બહુ જ સાવધાની પૂર્વક કહ્યું, " મને નથી ખબર કે તમારી લાઇફમાં શું થયું હતું ભૂતકાળમાં!! પરંતુ હું એટલું ચોક્કસથી કહીશ કે જો કોઈ એક વ્યક્તિએ તમારો વિશ્વાસ તોડ્યો હોય એનો મતલબ એવો નથી કે દરેક વ્યક્તિ એ એક વ્યક્તિ જેવો જ હોય. "

"હું તમને એક વાત પૂછું??" ભૂમિજાએ સામો સવાલ પૂછતા કહ્યું.

"સ્યોર." ગ્રંથે સહમતી આપતા કહ્યું.

"શું તમને કોઈનાથી પ્રેમ થયો છે??"

ચોકવાનો વારો હવે ગ્રંથનો હતો. ભૂમિજાના સવાલનો જવાબ શું આપવો એ વિચારવા માટે ગ્રંથે મૌન સેવ્યુ. ગ્રંથના મૌનને જોતા ભૂમિજાને લાગ્યું કે "હાશ!! ચાલો હવે આ વિષય પર કોઈ ચર્ચા નહી થાય." અને એમ વિચારીને એણે પણ મૌન રહેવાનું મુનાસીબ સમજ્યું. ભૂમિજાને તરસ લાગતાં એ અંદર જવા માટે ઉભી થઈ.

ગ્રંથ અને તેજસને લાગ્યું કે વાત એમના હાથમાંથી છટકી રહી છે અને એટલે જ ગ્રંથે "હા!! મે પણ પ્રેમ કર્યો છે. અને હજુ પણ કરું છું." એમ કહી ભૂમિજાને રોકી લીધી.

ગ્રંથ પાસે આવા ઉત્તરની કોઈને આશા નહોતી. ભૂમિજાને તો નહોતી જ. તેજસને પણ નહોતી. અને એટલે જ બન્ને શોક્ડ્ થઈ ગયા.

ગ્રંથના આવા જવાબથી ભૂમિજા પાણી પીવા જવાને બદલે ત્યાં જ રોકાઈ ગઈ. ભૂમિજાના રોકવાથી તેજસને લાગ્યું કે ચર્ચા હવે ટક્કરની જામશે. કારણકે બેમાંથી એક પણ હાર માને એમ નથી. ચાલો જોઈએ કે કોણ જીતે છે!!

"તો શું એ છોકરી પણ તમને પ્રેમ કરે છે??" ભૂમિજાએ સામો સવાલ પૂછ્યો.

"એ મને નથી ખબર. પરંતુ એ ચોક્કસ કહીશ કે જ્યારે પણ એણે ખબર પડશે ત્યારે એ પણ ચોક્કસથી મને પ્રેમ કરવા લાગશે." ગ્રંથે પ્રત્યુત્તર આપ્યો.

"અને જો એ છોકરી કોઈ અન્યને પ્રેમ કરતી હશે તો??"

"તો હું એને નહી રોકું."

"કેમ??"

"કારણકે હું નથી માનતો કે 'આપને કોઈને પ્રેમ કરતા હોય એનો મતલબ એમ નથી કે એ વ્યક્તિ પણ આપણને પ્રેમ કરતો જ હોય' અને એટલે જ હુ એણે કોઈ બંધનમાં નહી બાંધુ."

"તો હું પણ એમ જ કરી રહી છું."

"મતલબ??"

"મતલબ કે હું જેને પ્રેમ કરું છું એ વ્યક્તિની સગાઈ નક્કી થઈ ગઈ છે. અને એટલે જ મે એમને એ સંબંધમાંથી આઝાદ કરી દીધા. તો હવે તમે જ જણાવો કે મે આમાં ખોટું શું કર્યું છે??"

ગ્રંથ કોઈ જવાબ આપે એ પહેલા જ તેજસએ વચ્ચે પડતા કહ્યું કે, " તે કઈ ખોટું નથી કર્યું એણે આઝાદ કરીને. પરંતુ તે પોતાને એ સંબંધમાંથી આઝાદ નથી કરી. અને અહી તે ખોટું કર્યું છે પોતાની સાથે."

ગ્રંથને લાગ્યું કે ચર્ચા અવળા માર્ગે જતી રહેશે એટલે એણે તેજસની વાત અધવચ્ચે કાપતા એણે પાણી લઈ આવવા કહ્યું. તેજસ પાણી લઈને આવ્યો ત્યાં સુધી બંને ચૂપ જ રહ્યાં. તરસ તો ભૂમિજાને પણ લાગી જ હતી એટલે એણે પણ પાણી પીધું.

ચર્ચાને આગળ વધારતા ભૂમિજાએ કહ્યું કે, "મે પોતાની જાતને કોઈ જ સંબંધમાં નથી બાંધી. હું પણ આઝાદ જ છું. અને એમ પણ હું માનું છું કે પ્રેમ વ્યક્તિથી નહી પરંતુ વ્યક્તિત્વથી થાય."

ગ્રંથે ભૂમિજાની વાતનું સમર્થન કરતા કહ્યું કે, " તમારી વાત એકદમ સાચી છે. હું પણ આમ જ કઈક માનુ છું. પરંતુ હું એમ પણ માનુ છું કે જો એ વ્યક્તિ તમને પ્રેમ નથી કરતી તો પછી તમારે પણ એણે ભૂલીને જીવનમાં આગળ વધવું જોઈએ. અને જોં કોઈ અન્ય વ્યક્તિ તમને પ્રેમ કરતી હોય તો તો ચોક્કસથી એ વ્યક્તિ સાથે આગળ વધી જ જવું જોઈએ."

"પરંતુ આવું કરવાથી તો તમે એ વ્યક્તિ સાથે દ્રોહ કર્યો ગણાયને??" ભૂમિજાએ શંકા વ્યક્ત કરતા પૂછ્યું.

"દ્રોહ કર્યો ત્યારે ગણાય, જ્યારે તમે એણે તમારા ભૂતકાળ વિશે ના જણાવો. પણ જો તમે એણે તમારા ભૂતકાળ વિશે જણાવી દો, એ પછી પણ જો એ વ્યક્તિ તમારી સાથે જીવનભર રહેવા માંગતી હોય તો તો પછી તમારે એની સાથે આગળ વધી જ જવું જોઈએ." ભૂમિજાની શંકાનું સમાધાન કરતાં ગ્રંથે જણાવ્યું.

"પરંતુ મને હજુ સુધી એવું કોઈ મળ્યું જ નથી."

ભૂમિજાના આવા જવાબ ની અપેક્ષા ગ્રંથ કે તેજસ બેમાંથી એક પણને નહોતી. એટલે ગ્રંથને લાગ્યું કે આ ચર્ચામાં એ જીતી રહ્યો છે. અને એટલે જ એણે પોતાનો આખરી દાવ રમતા પૂછ્યું કે , " જો એવી કોઈ વ્યક્તિ તમને મળી જશે તો શું તમે એની સાથે જીવનમાં આગળ વધી જશો?? "

ભૂમિજા પાસે દલીલ કરવા માટે હવે કાઈ હતું જ નહી, એટલે એણે પોતાની હાર માનતા "હા!! હું આગળ વધી જઈશ" એમ કહ્યું.

ભૂમિજાએ હાર સ્વીકારી લીધી એટલે તેજસને લાગ્યું કે આ જ યોગ્ય સમય છે ભૂમિજાને સમજાવવાનો. એટલે એણે "પ્રોમિસ??" એમ કહી એની પાસે વચન માગ્યું.

પોતાની પાસે બીજો કોઇ વિકલ્પ નથી બચ્યો, એ વાત સારી રીતે સમજાઈ જતા ભૂમિજાએ તેજસને વચન આપ્યું કે, "જોં કોઇ એવી વ્યક્તિ એણે મળી કે જે એનો ભૂતકાળ જાણ્યા બાદ પણ એણે પ્રેમ કરે, તો એ ચોક્કસથી એ વ્યક્તિ સાથે આગળ વધશે."

પહેલીવાર કોઈ વ્યક્તિએ એણે કોઈ ચર્ચામાં હરાવી હતી એટલે ભૂમિજાને લાગ્યું કે કઈક તો છે આ વ્યક્તિમાં. નહિતર કોઈ પણ ચર્ચા કેમ ના હોય!! પરંતુ આજ સુધી એણે કોઈ હરાવી નહોતું શક્યું. અને એટલે જ એણે ગ્રંથ સામે હાથ લંબાવીને "ફ્રેન્ડ??" એમ કહી મિત્રતાનો પ્રસ્તાવ મૂક્યો.

ગ્રંથ તો ઈચ્છતો જ એ હતો એટલે એને પણ પોતાનો હાથ ભૂમિજાના હાથ સાથે મિલાવીને મિત્રતાની શરૂઆત કરી.😊😊😊😊

રાત્રીના 10:00 વાગી ગયા છે એ વાતનું ભાન થતા ગ્રંથે તેજસ પાસે ઘરે જવા માટેની રજા માંગી. અને ભૂમિજાને પણ કહ્યું કે "ચાલો!! હું તમને હોટેલ સુધી ડ્રોપ કરી દઉં."

ત્યારબાદ બંને નીકળી પડ્યા પોતાના મુકામ સુધી પહોંચવા માટે. આખા રસ્તે ભૂમિજા એ જ વિચારતી રહી કે એ પોતે હારી કેવી રીતે ગઈ?? આ તરફ ગ્રંથ મનમાં ને મનમાં જ મુસ્કારાતો હતો કે એ જેવું ઈચ્છતો હતો એમ જ થયું. ભૂમિજા સાથે મિત્રતા કરવા માટે એણે કઈ કરવું જ ના પડયું. અને એણે સામેથી જ મિત્રતા માટે હાથ લંબાવ્યો.

ગ્રંથનું ઘર આવી જતા એણે ગાડી ઉભી રાખી. અને "હું હમણાં આવ્યો. ત્યાં સુધી તમે અહી ગાડીમાં જ બેસો." એમ કહી એ ઘરમાં જતો રહ્યો. ગાડીમાં એણે અકળામણ થતી હતી એટલે ભૂમિજા પણ ગાડીમાંથી બહાર આવીને આમતેમ આંટા મારવા લાગી.

ગ્રંથ પાંચેક મિનિટમાં જ પાછો આવ્યો અને એણે ભૂમિજાને જવા માટે પૂછ્યું. ભૂમિજાએ પણ હામી ભરી એટલે એને ગાડી સ્ટાર્ટ કરી. 5-7 મિનિટમાં એની ગાડી ભૂમિજાના હોટેલ સામે આવીને ઊભી રહી. એટલે ભૂમિજા ગાડીમાંથી ઉતરીને હોટેલ તરફ જવા લાગી. ગ્રંથ એણે જતા જોઈ રહ્યો. અચાનક એણે કઈક યાદ આવતા ભૂમિજા પછી આવી અને કહ્યું, " Thanks. શુભરાત્રી."

સામે ગ્રંથે પણ "શુભરાત્રી" એમ કહી પ્રત્યુતર આપ્યો. સાથે સાથે એમ પણ કહ્યું કે આવતીકાલે એ એણે લેવા 7:00 વાગે આવી જશે.

અને ત્યારબાદ એણે બાય કહી ગ્રંથે ગાડી મારી મૂકી. ગ્રંથ ઘરે આવીને સીધો એના રૂમમાં જતો રહ્યો. ફ્રેશ થઈને સુવા માટે બેડ પર આડો પડ્યો. પણ એણે ઊંઘ તો ના આવી પરંતુ ભૂમિજાના વિચારો ચોક્કસથી આવવા લાગ્યા. ☺️☺️

ગ્રંથનાં રૂમનો દરવાજો ખુલ્લો જોઈ ગર્વિત(( ગ્રંથનો નાનો ભાઈ )) એનાં રૂમમાં આવ્યો. રૂમમાં આવીને જોયું તો એનો મોટો ભાઈ કોઈ ગહન વિચારોમાં ખોવાયેલો હતો. એટલે એણે મોટાભાઈની મસ્તી કરવા માટે પોતાના મોબાઈલમાંથી લાઉડ મ્યુઝીક વગાડવાનું શરૂ કરી દીધું. અને વોલ્યુમ પણ હાઈ કરી દીધો. એકદમ અવાજ આવવાથી ગ્રંથનું ધ્યાન ભંગ થયું. અને ગર્વિતે આ કામ કર્યું છે એ જાણ્યા પછી તો એ એની પર બહુ જ ગુસ્સે થયો.

મોટાભાઇ ને ગુસ્સે થયેલા જોઈ ગર્વિતે મ્યુઝીક બંધ કર્યું. અને sorry કહ્યું.

"આ શું હતુ ગર્વિત?? સમયનું તો ભાન રાખ. નાનો નથી રહ્યો હવે તું." ગ્રંથે ગુસ્સામાં જ કહ્યું.

"આઈ એમ સોરી ભાઈ. બટ ક્યારનોય હું અહી છું. તેમ છતાં પણ તમને ખબર જ નથી. કોના વિચારોમાં ખોવાયેલા હતા તમે??" ગર્વિતે બહુ જ શાંતિથી પૂછ્યું.

"હું કોઈના પણ વિચારોમાં નહોતો ખોવાયેલો. હું તો મારા કામ વિશે વિચારતો હતો." ગ્રંથે જૂઠ્ઠ બોલતા કહ્યું.

"અચ્છા!! તો તો પછી સાંજે તમારી ગાડીમાં જે છોકરી હતી એ તમારી નવી સેક્રેટરી હતી. એમ ને??" ગર્વિતે સામો સવાલ પૂછ્યો.

ગર્વિતના આવા સવાલથી ગ્રંથ થોડો ગભરાયો. પરંતુ તેમ છતાં પણ પોતાને સંભાળતા એણે જવાબ આપ્યો કે, "ક.ક.ક.ક કોણ?? કઈ છોકરી??"

"એ જ જે તમારી ગાડીમાં બેઠી હતી,જ્યારે તમે તેજસ ભાઈના ઘરે જવા માટે નીકળ્યા હતા ત્યારે."

"અરે એ તો એણે લિફ્ટની જરૂર હતી તો મે એણે લિફ્ટ આપી હતી."

"એમ!! લિફ્ટ!!"

"હા!! લિફ્ટ!!"

"રહેવા દો ને ભાઈ ખોટું બોલવાનું. હું બચપણથી તમને જાણું છુ. તમે કોઈ છોકરી સામે જોતા પણ નથી. લિફ્ટ આપવાની વાત તો બહુ દૂરની રહી!!"

"અરે સાચ્ચે યાર!!"

"તમને એ છોકરીની કસમ. જે છે એ સાચ્ચે સાચું બોલો."

પોતાની ચોરી પકડાઈ ગઈ છે એટલે હવે ખોટું બોલવાનો કોઈ મતલબ નથી એ વાત સમજાતા ગ્રંથે આજ સવારથી લઇને માંડી ભૂમિજા સાથેની મિત્રતા થઈ ત્યાં સુધીની બધી વાત જણાવી દીધી ભૂમિજાના ભૂતકાળ સિવાય!!

"ઓહ હો!! તો એનો મતલબ કે હવે ઘરમાં નવું મેમ્બર આવવાનું છે. એમ ને??"

"હજુ વાર છે."

"કેમ?? અને વાર છે એટલે??"

"હજુ તો એણે મનાવવાની છે. મમ્મી પપ્પાને મનાવવાના છે. એ ત્રણેય માની જાય ત્યાર બાદ એનાં માતા પિતાને પણ તો મનાવવાના છે."

"તો એમાં શું વાંધો છે!!"

"વાંધો કઈ નથી. મને વિશ્વાસ છે કે મમ્મી પપ્પા તો માની જ જશે."

"ઓહ!! આટલો બધો વિશ્વાસ!! કેમ??"

"એ તો તું એણે મળીશ ત્યારે તને આપોઆપ સમજાઈ જ જશે."

"એ તો મળીશ ત્યારની વાત. અત્યારે તમે તો કહો કે એવું તો શું છે ભાભીમાં. કે તમે એમના આટલા બધા વખાણ કરો છો??" ભાભી શબ્દ પર ભાર મુકતા ગર્વિતે પૂછ્યું.

"એનાં શું વખાણ કરું એ જ નથી સમજાતું મને. ભૂમિજા એકદમ પરફેક્ટ છે આપણા પરિવાર માટે. મોર્ડન તો છે જ. સાથે સાથે સંસ્કારી પણ છે. પારિવારિક મૂલ્યો સમજે છે તો બિઝનેસની આંટીઘૂંટી પણ સારી રીતે જાણે છે. મહિને લાખો રૂપિયા કમાય છે તેમ છતાં પણ કોઈ ઘમંડ નહી. વડીલોનું માન જાળવતા આવડે છે તો એનાથી નાના હોય એવા લોકો સાથે પણ પ્રેમથી વર્તે છે. હવે તું જ કહે આવી છોકરી આજના જમાનામાં ક્યાંથી મળે!!"

"હમ્મમમ!! ટુંકમાં કહું તો મારો ભાઈ પૂરી રીતે ભાભીના રંગમાં રંગાઈ ચૂક્યો છે." ગર્વિતે ગ્રંથની મજાક ઉડાવતા કહ્યું.

"ઓ ભાભી વાળી!! તું જા અત્યારે. મને સુવા દે. કાલે સવારે મારે જલદી ઊઠવાનું છે. અને 1:50 વાગી ગયા છે અત્યારે."

"કેમ?? ભાભીને મળવા જવાનું છે??"

"તું જાય છે કે હું ધક્કો મારીને કાઢું અહીંયાથી!!" ગ્રંથે અકળાઈને કહ્યું.

"ok!! ok!! જવું છું હું. ગુડ નાઈટ."

એમ કહી ગર્વીત ચાલ્યો જાય છે. અને ગ્રંથ પણ સૂવાની કોશિશ કરે છે.

આ તરફ ગર્વીતના ગયા બાદ ગરિમા બહેન બીજા રૂમમાંથી બહાર નીકળે છે. હકીકતમાં જ્યારે ગર્વિતે લાઉડ મ્યુઝીક વગાડ્યું ત્યારના ગરિમા બહેન ત્યાં હતા અને એમને બંને ભાઈઓ વચ્ચે ચાલતી વાતચીત પણ સાંભળી લીધી હતી.

(( શું ગરિમા બહેન અને ગૌરાંગ ભાઈને ભૂમિજા પસંદ પડશે?? શું ભૂમિજા ગ્રંથની વાત માનશે?? હવે કયો નવો વળાંક આવશે ભૂમિજાના જીવનમાં?? આ બધું જાણવા માટે વાંચતા રહો "સંબંધોની માયાજાળ" ))


(( Bhumija))


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED